દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ના નિયંત્રિત કરવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ નહોતી. આ બાબતે ધ્યાને લઈને આ દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે.
કવિ: Karan Parmar
પાકને અનિયમિત વરસાદના નુકસાનથી બચાવવા તેમજ પાણીના કરકસરપૂર્ણ ઉપયોગથી પિયત હેઠળનો વિસ્તાર વધારવા ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા અને ખેડુતોમા સામાજીક સમરસતા વધારવાના હેતુથી પાણી માટે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ ટાંકા બનાવવા સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે અમલમા મુકવામા આવેલ છે. આ યોજનાનો લાભ લેવા ખેડુતોએ જુથમા આઇ ખેડુત પોર્ટલ પર તા. 25/07/2020 થી તા. 25/08/2020 સુધી જુથ લીડરના નામે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમા પાંચ કે તેથી વધારે ખેડુતોનુ જુથ રચી તે પૈકીના કોઇપણ એક લાભાર્થી ખેડુતના ખેતરમા જ ટાંકો બનાવવાનો રહેશે અને તમામ લાભાર્થીએ મળી ભૂગર્ભ ટાંકા હેઠળ ઓછામા ઓછી 10 હેક્ટર વિસ્તારમા ટપક સિંચાઇ ફરજીયાત અપનાવવાની રહેશે.…
વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકાર શકિત વધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી. પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહયા છે. જિલ્લાના અબડાસા, ગાંધીધામ, માંડવી, અંજાર અને ભચાઉ તાલુકાના ખેડૂતોએ આત્મનિર્ભર બની વિયેતનામથી ભારતમાં સૌથી વધુ આયાત થતા આ ફળને ઘરઆંગણે ઉછેરી મબલખ પાક અને આવક મેળવી રહયા છે. કચ્છ જિલ્લામાં સફેદ અને લાલ/ગુલાબી પલ્પવાળા ડ્રેગનફ્રુટ ઉગાડવામાં આવે છે જે સીઝનમાં રૂ.300 થી 150 રૂપિયા પ્રતિકિલો વેચાણ થાય…
કોરોના સંકટ વચ્ચે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા અને બ્રિટને આરોપ લગાવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયા તરફથી અંતરિક્ષમાં એક એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અમેરિકન સેનાના સ્પેસ કમાને કહ્યું કે અંતરિક્ષમાં ચક્કર લગાવી રહેલા રૂસના સેટેલાઇટ કોસમોસ 2542 પર 15 જુલાઇના રોજ તેના પોતાના જ સેટેલાઇટ કોસમોસ 2543 એ મિસાઇલ હુમલો કર્યો હતો. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે અમેરિકાએ રશિયા પર આ પ્રકારનો હથિયાર પરીક્ષણનો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે યુએસ સ્પેસ કમાન્ડ પાસે પુરાવા છે કે રશિયાએ 15 જુલાઈના રોજ એક અંતરિક્ષ આધારિત એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ…
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જાેઈને કોઈપણ હચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જાેઈ શકાય છે. એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની ખરીદી માટે લોકો સેંકડોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ક્યાંય જાેવા મળ્યું નથી. જ્યારે બીજી તરફ મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક પણ નથી. એવામાં અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અચાનક ઉછાળો આવે તો કોઈ નવાઈ નથી.…
૨૧મી સદીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સાથે જ એક વધુ અધ્યાય પણ જોડાશે અને એ છે અયોધ્યાનો વિકાસ રામના પૂર્વજો એ જે ઇક્ષ્વાકુ પુરીને અયોધ્યામાં વસાવી હતી તેવી જ ઇક્ષ્વાકુ પૂરી ફરીથી વસાવવાની તૈયારી છે. હાલ 17,184 કરોડની વિવિધ યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર છે. સરકારે અયોધ્યાના કાયાકલ્પ માટે 6 મહત્વની યોજના પર કામ શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી ૨૫૧ મીટર ઉંચી શ્રીરામની પ્રતિમા, શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાથી કોલકત્તા સુધીની ક્રુઝ, રિંગ રોડ, રેલ્વે સ્ટેશનનો વિકાસ, 84 કોસ પરિક્રમા માર્ગનું ફોર લેનમાં પરિવર્તન અને નવ્ય અયોધ્યા, રામ મંદિર નિર્માણ સાથે જ આ બધા પ્રોજેકટ પુરા કરાશે. આ જ રીતે જુના…
કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની યુથ બ્રિગેડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી જયારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે આ નેતા તેના ઘણા નજીકના હતા અને તેમના પર રાહુલ ગાંધીનો વિશ્વાસ પણ ઘણો હતો. પાર્ટીના તમામ નેતાઓના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે હવે પછી કોણ? જયારે તેમના મગજમાં આ સવાલ આવે છે તો તેમના મનમાં સૌથી પહેલા તો રાહુલ ગાંધીના નજીકના લોકોનું નામ જ આવે છે. જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ રાહુલની યંગબ્રિગેડના બે મહત્વના નેતા હતા અને તેમના બળવાથી કોંગ્રેસમાં ચિંતા થવી સ્વાભાવિક છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક નેતાનું કહેવું છે કે જે નેતાઓને ઓછા સમયમાં…
દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 637 રૂપિયા હતો જે હવે 594 રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબસીડીવાળું ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત 494.35 રૂપિયા વધીને 594 રૂપિયા થઈ ગઈ. સરકાર દ્વારા સબસીડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષે મેથી જ સબ્સિડી અને સબસીડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત સરખી થઈ ગઈ છે. આ વર્ષે મે, જૂન અને જુલાઇમાં ગ્રાહકોને કોઇ સબસીડી નથી મળી. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન જ એવા સમાચાર આવ્યા હતા કે સરકારની યોજના…
ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે.
દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13 લાખને પર પહોંચી ગઈ છે ત્યાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે. https://twitter.com/SadhviPragya_MP/status/1287008746904752128 પ્રજ્ઞા ઠાકુરે ટ્વિટ કરીને જણાવ્યું કે, આવો આપણે બધા સાથે મળીને કોરોના મહામારીનો ખાત્મો કરવા માટે લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. આજે ૨૫થી 5 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 7 વાગ્યે…