કવિ: Karan Parmar

ભાજપના નવા પ્રમુખ સીઆર પાટિલ બન્યાને થોડા દિવસમાં જ તેના ક્ષેત્રમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. શું સરકાર લોકો માટે કામ કરે છે કે ભાજપના નેતાઓ માટે ? નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિલંબ કર્યા વગર આપી છે. જેમાં પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે. નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને…

Read More

ગુજરાત સરકારે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને ૧૬૦૦ હેકટર જમીનને સિંચાઇ લાભ અપાશે. કડાણા જળાશયની પાછળના ભાગમાં ઊંચાઇએ આવેલા કડાણા તાલુકાના આ ગામોના આદિજાતિ ધરતીપુત્રો લાંબાગાળાથી સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા છે. આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી. યોજના અંતર્ગત કડાણા…

Read More

રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા ૬ માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે. રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો અભિગમ અપનાવેલો છે. તદઅનુસાર, સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે. મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની…

Read More

ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (CFCL) એ રાજસ્થાનના ગપન ખાતે વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અહીં 1 જાન્યુઆરી, 2019 થી ઉત્પાદન શરૂ થયું છે. આને લીધે દેશમાં વર્ષ 2019-20 દરમિયાન 244.55 લાખ મેટ્રિક ટન દેશી યુરિયા બનાવવામાં મદદ મળી. સરકારે HFCLના બરાઉની, રામાગુંદમ, તાલચર, ગોરખપુર અને સિંદરીના બંધ ખાતર એકમોને પુનર્જીવિત કરવાનું કામ શરૂ કર્યું છે. તે PSUનો સંયુક્ત સાહસ છે. આ દરેક એકમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.27 MMPTA હશે. આ બાયો ગેસ સંચાલિત થશે. આ ખાતર પ્લાન્ટોથી સંબંધિત પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો અને તેમની સંપૂર્ણ કામગીરી નીચે મુજબ છે. પ્રોજેક્ટ એકંદર પ્રગતિ…

Read More

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડના સંપાદનને મંજૂરી આપી દીધી છે. સૂચિત સંયોજનમાં અદાણી બંદરો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (Adani Ports) દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડ (KPCL)માં ઇક્વિટી શેરહોલ્ડિંગ દ્વારા મેનેજમેન્ટ કંટ્રોલ આપવામાં આવશે, અદાણી પોર્ટ એ એકીકૃત બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર છે જે હાલમાં છ કાંઠાના રાજ્યો – ગુજરાત, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓડિશાના દસ સ્થાનિક બંદરોમાં અસ્તિત્વમાં છે. હસ્તગત કરનાર લોજિસ્ટિક્સ ચેનનું સંચાલન કરે છે (એટલે ​​કે વહાણોના સંચાલનથી લઈને વહાણોના સ્થાયી સ્થળે, જહાજની કામગીરી, ટ્રેક્શન, લંગર, માલની જાળવણી, આંતરિક પરિવહન, સંગ્રહ અને સંચાલન,…

Read More

અમદાવાદ, 24 જુલાઈ 2020 અમદાવાદ શહેરમાં 23 જુલાઈ 2020 સુધી કોરોનાના 25,173 દર્દી નોંધાયા છે. તેમજ 1565 દર્દીના મૃત્યુ નિપજેયા છે. કોરોના કરતા ક્ષય રોગ – ટી.બી.નો રોગચાળો વધું ખતરનાક અમદાવાદમાં સાબિત થયો છે. અમદાવાદમાં દર વર્ષે 12 હજાર દર્દી ક્ષયના આવે છે. દર વર્ષે 700 દર્દીઓ ક્ષયમાં ખાંસી ખાયને મરે છે. આમ ખરેખર તો ક્ષય વધું ઘાતક છે. ગુજરાતની રૂપાણીની, ભારતની મોદીની સરકારો અને અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના મેયર પાસે કોઈ આયોજન નથી.  ગુજરાતમાં જ્યારથી મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારથી ક્ષય રોગે માથું ઊંચક્યું છે. તેમાંએ આનંદી પટેલ અને વિજય રૂપાણીની શાસનમાં તો ક્ષય રોગે કાળો કેર વર્તાવાનું…

Read More

વાઇસ એડમિરલ અનિલકુમાર ચાવલા, પીવીએસએમ, એવીએસએમ, એનએમ, વીએસએમ, એડીસી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન નેવલ કમાન્ડે, 22 જુલાઈ 2020 ના રોજ વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગ દ્વારા, ઇજિમાલાના ભારતીય નેવલ એકેડેમીમાં 3 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ શરૂ કર્યો. ના. આ 2022 સુધીમાં 100 જીડબ્લ્યુ સોલર એનર્જી લક્ષ્યાંક હાંસલ કરવાની ભારત સરકારની ‘રાષ્ટ્રીય સોલર મિશન’ પહેલની અનુરૂપ છે. આ પ્લાન્ટ ભારતીય નૌકાદળનો સૌથી મોટો સૌર પ્લાન્ટ છે અને તેનો અંદાજિત આયુષ્ય 25 વર્ષ છે. નવીનતમ તકનીકીના આધારે 9180 અત્યંત કાર્યક્ષમ મોનોક્રિસ્ટલાઇન સોલર પેનલ્સ સાથે, તમામ ઉપકરણો સ્થાનિક રૂપે પૂરા પાડવામાં આવે છે. આ પ્રોજેક્ટને કેરળ રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (કેલ્ટ્રન) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો…

Read More

લારખના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં કોરોના કેસો ઓળખવાના હેતુથી પરીક્ષણના દરમાં વધારો કરવા DRDOએ લેવિ સ્થિત પ્રયોગશાળા, હાઇ એલ્ટિટ્યુડ રિસર્ચ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ (DIHAR) માં કોવિડ -19 પરીક્ષણ સુવિધા સ્થાપિત કરી છે. પરીક્ષણ સુવિધા ચેપગ્રસ્ત વ્યક્તિઓનું નિરીક્ષણ કરવામાં પણ મદદ કરશે. આ સુવિધા ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના સલામતી ધોરણો અને માર્ગદર્શિકાને અનુરૂપ છે. સુવિધા કેન્દ્રનું ઉદઘાટન 22 જુલાઈ 2020 ના રોજ લદ્દાખના એલ.કે. રાજ્યપાલ, આર.કે. માથુર દ્વારા કરાયું હતું. DIHARની પરીક્ષણ સુવિધા દરરોજ 50 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં સક્ષમ છે. આ સુવિધાનો ઉપયોગ લોકોને કેવિડના પરીક્ષણ માટે તાલીમ આપવા માટે પણ કરી શકાય છે. આ સુવિધા ભવિષ્યના બાયો-જોખમો સાથે વ્યવહાર કરવામાં…

Read More

અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન તરીકે શામળજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુમબલની નિમણુંક કરી છે. સાબર ડેરીના અધ્યક્ષ શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વાલમજી હુંબલ છે. ગયા વર્ષે શંકર ચૌધરીને અધ્યક્ષ થવું હતું પણ ભાજપે તેમને મંજૂરી આપી ન હતી. રામસી પરમારને ચેરમેન બનાવ્યા હતા. આ વખતે રામસી પરમાનું પત્તું કાપી કાઢવામાં આવ્યું છે. તેઓનું નાક દબાવીને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવીને ભાજપમાં લેવામાં આવ્યા હતા. આ વખતે તો તેમને કે શંકર ચૌધરીને પૂછવામાં પણ આવ્યું નથી. તેઓ ચૌધરીવાદ ચલાવી રહ્યાં હોવાથી પક્ષ તેમનાથી નારાજ છે. અમિત શાહ કે મોદી સાથે…

Read More

ભાજપના નવા નિયુક્ત થયેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને પત્રકારે પ્રશ્નો કર્યા તેના જવાબ અહીં આપવામાં આવ્યા છે. પત્રકારનો પ્રશ્ન તમે પ્રમુખ બન્યા પછી ના દિવસ થી કે એજ દિવસ થી ફરી થી તમારા નામની ચૂંટણી પંચને આપેલા શોગંદનામાની નકલ વાઇરલ થઇ રહી છે, જેમાં તમારી સામે 107 ગુના નોંધાયા છે એવી માહિતી છે, વળી ફરીથી તમારૂં ડાયમન્ડ જ્યુબિલી બેન્ક વાળો પ્રશ્ન પેટા ચૂંટણીમાં ઉઠાવે એવી ચર્ચા છે એની સામે તમે કઈ રીતે જવાબ આપશો ? ( થોડાક ગુસ્સા સાથે) સી. આર. પાટીલનો જવાબ : જુઓ ભાઈ કોંગ્રેસ શું ચલાવશે કે શું કરશે એનો જવાબ હું ન આપી શકું, રહી…

Read More