કવિ: Karan Parmar

વડોદરા, 14 મે 2020 આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષીની હાજરી મધ્ય આફ્રિકાના મેદાનોથી દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. હકીકતમાં, આ એ છે જે તુર્કી, ઓમાન અને ઘણી વખત કઝાકિસ્તાન અને રશિયા જોવા માળે છે. કેવી રીતે તે ઇરાકમાંથી પસાર થઈ, આખા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કચ્છને પાર કરી ગુજરાતમાં વડોદરા સુધી આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષી પહોંચ્યી ગયું તે એક રહસ્ય છે. ભારતમાં કોઈ પણ આફ્રિકન પવિત્ર ઇબિસ જોવાનો કોઈ પુરાવો નથી. તે ક્યારેય ભારતના કોઈ ભાગમાંથી ફોટોગ્રાફ અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું નથી. આ પહેલા આફ્રિકન  ઇબિસ મધ્ય પૂર્વની બહાર ક્યારેય જોયો નથી. તે એપ્રિલ-એન્ડ સુધી હતું જ્યારે ભારતમાં તે પ્રથમ વખત જોવા મળે…

Read More

વલસાડ, વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે નિયમોનું પાલન કરવાની જાહેર અપીલ કરી હોવા છતાં કેટલાક લોકો કોરોનાથી સાવચેત રહેતા બદલે નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી/કર્મચારીઓની સ્‍ક્‍વોર્ડ બનાવી ચેકિંગ હાથ ધરતાં કોવિદ-19ના નિયમોનો ભંગ કે અનાદર સામે કાયદાકીય દંડાત્‍મક કાર્યવાહી કરી. કાલે તા.12/06/2020ના રોજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાંથી માસ્‍ક ન પહેરવા, સેનેટાઇઝર ન રાખવા, સોશિયલ ડિસ્‍ટન્‍સ ન જાળવવા, તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ રૂા.25,800/-નો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો. જેમાં વલસાડ તાલુકામાં 8,400; પારડીમાં 6,800; ધરમપુરમાં 2,000; ઉમરગામમાં 3,400; કપરાડામાં 1,000 અને વાપી તાલુકામાંથી 4200 ના દંડનો સમાવેશ થાય છે.

Read More

અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે 1,200 બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની સારવાર માટે થઈ રહ્યો છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના જૂના બ્લિડિંગ માં બાળરોગ સર્જીકલ F-7 વિભાગમાં એક જ યુનિટ અને 4 તબીબોની ટીમ દ્વારા કોરોના સમયગાળાના 60 દિવસ દરમિયાન 102 બાળકોની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. અમદાવાદ સિવિલનો બાળરોગ સર્જરી વિભાગ ગુજરાતભરમાં એક માત્ર વિભાગ છે કે જ્યાં જન્મજાત ખોડખાંપણ અને જટિલ બાળરોગોની સર્જરી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની પરિસ્થિતિ ધ્યાને રાખીને પ્લાન…

Read More

શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે. એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જળ સંચયના તળાવ ઉંડા કરવા, ચેકડેમ નિર્માણ કે રોડ સાઇડના કામો થકી જિલ્લાના લોકોને આર્થિક ઉપાર્જન થઇ રહ્યુ છે. જિલ્લામાં ચાલતા મનરેગાના કામની વિગત આપતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાના કારણે ગ્રામ્યમાં સ્થળાતંર કરીને આવેલા લોકો તેમજ સ્થાનિક આદિજાતિના લોકો માટે…

Read More

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ IPLને અંગે કોઈ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે IPLના પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઓડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે. આમ તો આ વર્ષે ૨૯ માર્ચે શરૂ થનાર IPL કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થાય તેવી વકી છે. જે સમયે ટી-20 થવાની હતે તે જ સમયે કદાચ IPL યોજાઈ શકે છે, એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં IPL થઈ શકે છે. પરંતુ હજી કશું પણ અંતિમ નિર્ણય તરીકે જાહેર નથી કરાયું.…

Read More

ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. સિંહોએ આયોજનબદ્ધ રીતે શિકાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. એકસાથે સાત સિંહોએ કેવી રીતે શિકાર કર્યો તે જાણીને વનવિભાગના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ડરમાં આવી ગયા છે. બન્યું એમ હતું કે, ગઈકાલે…

Read More

વર્ષો થી જે ક્રિકેટ જોતા હોય તેમના માટે આ નિયમ વિચિત્ર લાગશે પરંતુ ICCએ હાલમાં જ આ મહામારીના કારણે ક્રિકેટના ઘણા નિયમો બદલ્યા છે. જેમાં સૌથી મુખ્ય બોલરો દ્વારા બોલ પર લાળ ન લગાવવાનો નિયમ સામેલ છે. આ સિવાય ટેસ્ટ ટીમમાં ચાર અને ટી-20માં બે-બે DRS પણ લઈ શકાશે. જો કે તમને ખબર છે દુનિયાની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગમાંથી એક બિગ બેશમાં પણ મોટો ફેરફાર આવી શકે છે. બિગ બેશ આવનાર સિઝનમાં કેટલાક એવા નિયમો સાથે રમાશે, જે આ રમતને પૂરી રીતે બદલી શકે છે. બિગ બેશ લીગમાં ઘણા નિયમોને બદલવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં પ્રથમ છે 10 ઓવર…

Read More

નેપાળના નવા રાજનીતિક નક્શાને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના ઘરની બહાર લોકોને કાળો ઝંડો ફરકાવ્યો અને તેમને દેશ છોડવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ મદદ માટે આવી નહતી. તેમની ખુદની પાર્ટીએ પણ તેમને સાથ આપવાનો ઈન્કાર કર્યો છે. વાસ્તવમાં જનતા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા ગિરીએ નેપાળની સંસદના નીચલા ગૃહમાં નવા રાજનીતિક નક્શા અને એક નવા રાષ્ટ્રીય પ્રતિક ચિહ્નને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે ઓલી સરકારના સંશોધન પ્રસ્તાવને રદ્દ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે…

Read More

નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર

Read More

નેઋત્યનું ચોમાસુ 24 કલાકમાં વેરાવળ દરીયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં આગમન થઇ જાય તેવી પુરી શકયતા છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ચોમાસુ પહોંચી ગયુ છે. મુંબઇમાં ચોમાસાને બેસવાની આજે અથવા કાલે સતાવાર જાહેરાત થઇ જશે. મહારાષ્ટ્રમાં આજે અને કાલે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે નેઋત્ય ચોમાસુ આગામી ૨૪ કલાકમાં અરબસાગર અને વેરાવળની દરીયાઇ પટ્ટીમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ટકોરા મારી દેશે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં આજથી વરસાદની માત્રા અને તેના વિસ્તારો પણ વધવા લાગશે. ૨૧મી જુન સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ બેસી જાય તેવી પુરી શકયતા છે. બંગાળની ખાડીનું લો-પ્રેસર ઇસ્ટ-વેસ્ટ સિઅરઝોન સુધી…

Read More