રાજસ્થાનના અલવર જિલ્લાના થાનગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્થળ છે. મુરીયાબાસ ભૂસ્તરશાસ્ત્ર, સરિસ્કા વાળ પ્રોજેક્ટથી 6 કિમી અને જિલ્લા મથક અલવરથી આશરે 50 કિમી દૂર સોના, ચાંદી અને તાંબા સહિતના ખનિજોની અહીં સંપત્તિ છે. આ માત્ર ખાલી વાત નથી, પરંતુ રાજસ્થાનના પૂર્વ પ્રધાન ડો.રોહિતાશ શર્માએ દાવો કર્યો છે. તાજેતરમાં ડો. રોહિતાશ શર્માએ અલવરમાં એક પત્રકાર પરિષદમાં સંબોધન કરતા કહ્યું હતું કે મુરીબાસની આજુબાજુ 25 કિલોમીટરના ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ખનિજનો જથ્થો છે. અહીં 11 હજાર મિલિયન ટન કોપર બહાર આવી શકે એમ છે, જેમાં 5 થી 15 ટકા સોનું છે. આ સોનું લગભગ 11 લાખ ટન છે, જે દેશના કુલ સોનાના ભંડાર…
કવિ: Karan Parmar
ભારતમાં પેટ્રોલિયમ પેદાશો પર 69% વેરા લાગે છે. 100 રૂપિયાના પેટ્રોલ પર રૂ.69 કેન્દ્રની મોદી સરકાર વેરો લઈ જાય છે. દુનિયામાં સૌથી વધુ વેરા ભારતમાં છે. ભારતમાં ગયા વર્ષ સુધી કર 50 ટકા હતો. કોરોનાની સ્થિતિમાં, આટલો વેરો અને પેટ્રોલ ડિઝલની કિંમતો સામાન્ય માણસના ગજા બહાર જતી રહી છે. 2014 કરતાં પેટ્રોલમાં 300 ટકા વેરા વધું લેવાય છે અને ડિઝલમાં 900 ટકા વધું વેરા ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર લઈ રહી છે. તેમ સીએ ગઢવીએ વિડિયોમાં કહ્યું હતું. પેટ્રોલ અને ડીઝલનો વધારો થવાનું નામ નથી લઈ રહ્યો. આજે સતત સાતમા દિવસે મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 59-61 પૈસા અને ડીઝલના ભાવમાં 50-60 પૈસાનો…
પોલીસ અને રાજકારણીની મદદ વગર કોઈ ગુંડો મોટો થઈ શકતો નથી, પણ જો એક સારો અને પ્રમાણિક પોલીસ ઓફિસર સામે આવે તો ગુંડાને પોતાની હેસીયતની ખબર પડી જાય છે. ભુતકાળમાં અમદાવાદને બાનમાં લેનાર લતીફ પણ નેતા અને પોલીસની મદદથી એટલો મોટો થયો કે ખુદ પોલીસ તેનાથી ડરવા લાગી હતી, પણ ત્યાર બાદ આવેલા પ્રમાણિક પોલીસ અધિકારીઓએ તેને તેની હેસીયત બતાડી જેના કારણે લતીફને ભાઈ માનનારા આજે સ્વપ્નમાં પણ લતીફ થવાનો વિચાર કરતા નથી, આવી સ્થિતિ સૌરાષ્ટ્રમાં સોનું ડાંગર અને તેની ગેંગની હતી. પોલીસને કારણે મોટી થયેલી સોનુ ડાંગરનો પનારો કોઈ મજબુત અધિકારીને સાથે પડયો ન્હોતો, પણ અમરેલીના એસપી તરીકે નિર્લીપ્ત…
અમદાવાદ, શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે. મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ અરવિંદ, ઉં.વર્ષ-23,દ્વારકેશ વોરા, ઉં.વર્ષ-25, પ્રવિણ ઠકકર, ઉં.વર્ષ-38, ધીરૂ પાંડે, ઉં.વર્ષ-22, કનિદૈ લાકિઅ ખીમજીભાઈ મીર, ઉં.વર્ષ-22, જીત રમેશભાઈ-ઉં.વર્ષ-23 અને શૈલેષ ગોવેશભાઈ,ઉં.વર્ષ-29 કોરોના પોઝિટિવ થયા હોવાનું ખુલતા કોરોનાને નિયંત્રણમાં લેવા સંબંધિત કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.
લુણાવાડા, 11 જૂન 2020 ગુજરાત સરકાર દ્વારા અનલૉક – 1 માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ના થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. તે અનુસંધાને કોરોના સંદર્ભના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરવા માટે બાલાસિનોર મામલતદારશ્રી સાથે નગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા બાલાસિનોર નગરમાં કોરોના…
જામનગર, પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે. કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે. મોરારીબાપુનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પર કહી રહ્યાં છે કે શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે જન્મ લીધો હતો, પરંતુ તેઓ દ્વારકામાં ધર્મની સ્થાપના એટલા માટે ન કરી શક્યાં કે તેમના પુત્ર અને ભાઇ બલરામ દારૂનું સેવન કરતા…
આણંદ, વિશ્વની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા અમુલ દ્વારા ઇમ્યુનીટી બુસ્ટઅપ માટે જીંજર દુધ (આદુ વાળુ દુધ) અને તુલસી દૂધ લોંચ કરવામાં આવ્યું છે. એક માસ પહેલા કોરોના સંક્રમણથી બચવા માટે હલ્દી દૂધ પણ લોંચ કર્યુ હતુ, આમ, આ ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે દૂધની રેંજ રજૂ કરનારી અમુલ વિશ્વની પ્રથમ સંસ્થા બની છે. આજે જીંજર દુધ અને તુલસી દૂધ લોંચ કરવાની જાહેરાત કરતા અમુલના એમ ડી આર.એસ.સોઢીએ જણાવ્યું કે અમુલે આજે વિશ્વમાં પ્રથમવાર ઇમ્યુનીટી બુસ્ટર દૂધ લોંચ કર્યું છે. કોવિડ-19માં ઇમ્યુનિટી વધારવા માટે આર્યુવેદિક જ સૌથી બેસ્ટ છે ત્યારે એક મહિના પહેલા હળદર દૂધ લોંચ કર્યુ હતુ. જેને ખુબ જ સારો…
દુનિયાના ઘણા પાડોશી દેશો વચ્ચે કોઈકને કોઈંક કારણો સર સબંધો બગાડતા જાય છે તેમાં હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ સામેલ થયી ગયા છે. છેલ્લા ઘણા સમય થી ભારત અને ચીન વચ્ચે બોર્ડર માલમે પરિસ્થિતિ તંગ છે તેમાં હવે ચીન નું મિત્ર દેશ ઉત્તર કોરિયા પણ નવા ધાંધિયા કરે છે. છેલ્લા ઘણા સમયથી દુનિયાથી છુપાઇને રહેલા ઉત્તર કોરિયાના તાનાશાહે દુનિયા સામે આવ્યાં પછી મોટો નિર્ણય લીધો છે. તાનાશાહ કિમજોંગ અને તેની બહેનની હાજરીમાં દક્ષિણ કોરિયા સાથે કોમ્યુનિકેશન લાઇન બંધ કરી દેવામાં આવી છે, 2018માં બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતીને કારણે આ લાઇન શરૂ કરાઇ હતી, જેમાં બંને દેશોના વડાઓ…
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે અને MSME પ્રધાન નીતિન ગડકરીએ કાલે મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા તારીખ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં વધારવાની જાહેરાત કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરામર્શ જારી કરી છે. અગાઉ, મંત્રાલયે 30 માર્ચ, 2020 ના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરામર્શ જારી કરીને સલાહ આપી હતી કે માવજત, પરમિટ (તમામ પ્રકારના), ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી અથવા અન્ય સંબંધિત દસ્તાવેજો માન્ય હોવા જોઈએ. લોકડાઉનને કારણે આ એક્સ્ટેંશન થઈ શક્યું નથી જે થવાની સંભાવના નથી અને જેની માન્યતા 1 ફેબ્રુઆરી, 2020 થી સમાપ્ત થઈ ગઈ છે અથવા 31 મે, 2020 સુધી…
અમદાવાદ, 10 જૂન, 2020 ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વડી અદાલતમાં ચૂંટણી હારી ગયા પછી તેની સીધી અસર તેમના વિભાગને પણ થઈ છે. વિભાગનું શિક્ષણ સદંતર કથળી ગયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે જેમાં 40% વિધ્યાર્થી નાપાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% વધી છે. ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એમ શિક્ષણ વિદ્દોએ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું 10 મી નું પરિણામ આવ્યું છે જેમાં 60.64% વિધ્યાર્થી પાસ થયા છે આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% ઓછી છે. આ વર્ષે A1 ગ્રેડમાં માત્ર 1671 વિધ્યાર્થી પાસ થયા છે. ગયા વર્ષે 4974…