કવિ: Karan Parmar

દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે. ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો કોરોનાની ચેન તોડવી છે તો રાજ્યોએ ઓછામાં ઓછા 14 દિવસ માટે લોકડાઉન લગાવવું પડશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે 55 કલાક માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્‌ધવ ઠાકરે સરકારે પુણેમાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. એસબીઆઈ તરફથી આયોજિત ઇકોનોમિક કોન્ફરન્સમાં કોરોના અંગે…

Read More

બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને 44 થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એઇમ્સના અત્યાર સુધીના આઠ કર્મીઓ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી આવાસ કાર્યાલયમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં અત્યાર સુધી 80થી વધારે…

Read More

વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 1 કરોડ 26 લાખ 46 હજાર કેસ નોંધાઈ યુક્યા છે. 5.63 લાખ લોકોના મોત તયાં છે જ્યારે 73.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ચેપ ફરી ઝડપતી ફેલાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 60 હજારતી વધારે કેસ નોંધાયા છે. અમેરિકામાં 32 લાખ 91 હજાર કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 36 હજાર લોકોના મોત તયાં છે. 14.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઘણા રાજ્યોએ લોકડાઉનમાં અપાયેલી છૂટો પરત ખેંચી છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત તયાં છે, આ સાતે મૃત્યુઆંક 30 હજારતી વધારે તયો છે. બ્રિટને શુક્રવારે 75 દેશમાંતી લોકોને…

Read More

અમિતભાઇ શાહ અને જે પી નડાની હાજરીમાં કાલે સચિન પાયલોટ ભાજપમાં જોડાઈ જશે. પાયલોટ રાજસ્થાનના નવા મુખ્ય મંત્રી બનશે. દરમ્યાન એક અહેવાલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે બળવાખોર કોંગી નેતા, ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને ૩૦ ધારાસભ્યોનું સમર્થન જોઈએ છે, તેમની પાસે ૨૫ ધારાસભ્યો છે. વધુ ૫ નો ટેકો મેળવવા ભારે પ્રયાસો વચ્ચે કોંગ્રેસ તેના ધારાસભ્યો અને ૨ અપક્ષ ધારાસભ્યોને માનેસર રિસોર્ટમાં લઈ ગઈ છે.

Read More

અમદાવાદ, 11 જૂલાઈ 2020 ગયા વર્ષ કરતાં આ વર્ષે આ સમય ગાળામાં એક લાખ હેક્ટર વધું વાવેતર થયું છે. જે લગભગ 4.8 ટકા વધારે બતાવે છે. તેનો મતલબ કે ગયા વર્ષ જેવું જ આ ચોમાસુ ખેડૂતો માટે છે. ગયા વર્ષે 22.64 લાખ હેક્ટર વાવેતર સામે 23.65 લાખ હેક્ટર વાવેતર થયું છે. આ વર્ષે વહેલું ચોમાસું શરું થયું હોવા છતાં વાવણીમાં તેનો કોઈ ફાયદો દેખાતો નથી. વહેલા ચોમાસાનો ફાયદો સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં જ જોવા મળે છે. ગયા વર્ષે 12 લાખ હેક્ટરમાં આ સમયગાળામાં વાવેતર થયું હતું તેમાં આ વર્ષે 18 લાખ હેક્ટર થઈ ગયું છે. ગયા વર્ષ કરતાં 50 ટકા વધું…

Read More

કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં અત્યંત મહત્વના ઈન્જેકશનના કાળાબજારનો વેપલો ચાલતો હતો. આ ઈજેકશનના સત્તાવાર ભાવ રૂ.૪૦,૦૦૦ની આસપાસ હતો પરંતુ તેના કાળાબજાર કરીને ૧ લાખ રૂપિયા સુધી છાનેછપને લેવામાં આવતા હતા. આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો હતો બનાવટી ગ્રાહક મોકલીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો. કોરોનાની સારવારમાં આ ઈન્જેકશન અત્યંત મહત્વનું ગણાય…

Read More

કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે ખુલશે એ નક્કી નથી કરાયું. જેને લીધે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ સાથે જાેડાયેલી વિવિધ હોટેલને લાખો રૂપિયાની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રોજની લાખો રૂપિયાની અને એની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જાેડાયેલું ટેન્ટ સિટી ૧-૨ અને નજીકની હોટેલોને પણ લાખોની ખોટ સહન કરવી પડે છે. લોકડાઉનમાં એક તરફ તમામ કર્મચારીઓને આવક વગર પણ પગાર ચૂકવાઈ રહ્યો છે. ત્યારે હવે ટેન્ટ સિટી અને રમાડા હોટેલની…

Read More

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે. વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છે. યોગ્ય પગલાં લઈને સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે, તેવું (વર્લ્ડ હેલ્થ ઓગેનાઈઝેનશ)ના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસનું કહેવું છે. ટેડ્રોસ મુજબ, કોરોનાવાઈરસને કન્ટ્રોલ કરવો પણ સંભવ છે. તેમણે ઈટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપી કહ્યું કે, આ તમામ સ્થળે સ્થિતિ ખૂબ ખરાબ…

Read More

અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમાં સુરતમાંથી હિજરત શરૂ થતાં અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ સુરતથી આવતા તમામ નાગરિકોનું ચેકિંગ શરૂ કર્યું છે ત્યારે બીજીબાજુ અમદાવાદથી સુરત જતી એસ.ટી. બસોને બંધ કરી દેવામાં આવી છે અને ખાનગી લકઝરી બસો ઉપર પણ પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી છે. સમગ્ર દેશમાં…

Read More

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શુક્રવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ થઈ રહ્યા હોવાથી એકજ પરિવાર કે સોસાયટીના સભ્યો પોઝિટિવ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ગત સોમવારે ઇસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જયારે શુક્રવારે લાંભા વોર્ડમાં પણ એક જ…

Read More