કવિ: Karan Parmar

કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧,૮૩,૮૫૬ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે. અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે. વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં ૩૩ લાખની નજીક પહોંચી ગઈ છે. જયારે…

Read More

ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે. મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. કેરળ સરકારે રવિવાર રાતથી તીરૂવન્તપુરમમાં પ્રતિબંધો લાગુ કરવા નિર્ણય લીધો છે સોમવાર સવારે ૬ થી લાગુ થશે જે ૧ સપ્તાહ ચાલશે. તામિલનાડુના મદુરાઇ અને આસપાસ ૧ સપ્તાહનું લોકડાઉન જારી થયું છે. પ.બંગાળ સરકારે રાજયના કન્ટેન્મેન્ટ ઝોનમાં આજે જેથી ૭ દિ’ માટે…

Read More

ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળી ગુજરાત રાજ્યના મંદીમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના  રૂ.14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ  સરકારે જાહેર કર્યુ છે. ૩૩ લાખ MSME દોઢ કરોડ જેટલા લોકોને રોજગારી આપે છે. જે માંડ 4 ટકા જ સહાય ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર આપી શકી છે. આ મોટી નિષ્ફળતા છે. જો તમામને સહાય આપવી હોય તો એક વર્ષમાં માંડ આપી શકાશે. 1.30 લાખ MSME એકમોની લોન-સહાય એપ્લીકેશન મંજૂર કરીને બે જ સપ્તાહમાં રૂ. 8200 કરોડની સહાય મંજૂર કરીને દેશભરમાં…

Read More

સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. જેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે. શહેરી ક્ષેત્રમાં 15થી 59 વર્ષનીઆ સર્વે ભારત સરકારના વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે. આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત 4.5 ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું. એવો દાવો સર્વેમાં કરવામાં આવ્યો છે. પણ…

Read More

અમદાવાદ, 26 જૂન 2020 પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે. પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ 2018થી જુલાઈ 2019 સમયાગાળાના સમગ્રદેશમાં 1,01,579 ઘરમાં 420 હજાર નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ વિસ્તારના 55812 હાઉસ હોલ્ડના 2.40 લાખ નાગરિકો જ્યારે 45767 હાઉસહોલ્ડના 1.81 લાખ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે સમગ્ર દેશના 135 કરોડ નાગરિકોમાંથી માત્ર 420 હજાર નાગરિકોની સેમ્પલ સાઈજ જે માત્ર શ્રમિકો માટેની પસંદ કરી છે. છતાં…

Read More

દરિયાઈ વનસ્પતિ શેવાળમાંથી ખેતી પાકોના વૃદ્ધિ અને વિકાસ માટેના જૈવિક પ્રવાહી ગુજરાતના  દરિયા કિનારે આવેલા ગામોમાં ઉપયોગ શરૂ થયો છે. બહુજ ઓછા સાહસે નાના ગૃહઉધોગ તરીકે આજીવિકા મેળવવા શેવાળનો ઉપયોગ ગુજરાતના દરિયા કાંઠે કરવામાં આવી રહ્યો છે. ભરતી ઓટમાં દરિયામાંથી સરગાસમ વનસ્પતિ એકઠી કરવામાં આવે છે. જેનું પાક વૃદ્ધિ વર્ધકપ્રવાહી તૈયાર કરવામાં આવે છે. શાકભાજીના પાકમાં છાંટવાથી ઉત્પાદન અને ગુણવતામાં સુધારો જોવા મળે છે. અનેક ખેડૂતોના આવા અનુભવો છે. કેટલાંક ખેડૂતોએ પ્રયોગ કર્યા બાદ આવું પ્રવાહી આજુબાજુના ખેડૂતો અને આસપાસના ગામોમાં ખેડૂતો શીખવી રહ્યાં છે. જેણે પણ આવું ખાતર વાપરેલું છે તેમને ઉત્પાદનમાં 2થી 3 ગણો વધારો થયો છે. જૂનાગઢ…

Read More

અમેરીકાનો મકાઈ ખૂબ ખાઈ રહ્યાં છે. તેના ખોરાકમાં મુખ્ય ધાન્ય મકાઈ છે, પણ હવે, ગુજરાતનું મુખ્ય ધાન્ય મકાઈ બની રહ્યું છે. આદિવાસી પ્રજામાં મકાઈનો વપરાશ પહેલાથી વધું છે. હવે મેદાની પ્રદેશોમાં મકાઈ વધું વપરાવા લાગી છે. ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર પછી મકાઈ ત્રીજા ક્રમે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં 3 લાખ હેક્ટર વાવેતર ખરીફ – ચોમાસામાં પાકે છે. ગયા વર્ષ સરકાર આ વખતે આ સમયે મકાઈનું વાવેતર 55 ગણું વધું છે. 58 હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. જેમાં 42 હજાર હેક્ટર વાવેતર તો એકલા દાહોદમાં થયું છે. પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર વધું છે. મધ્ય ગુજરાતમાં મકાઈનો હિસ્સો…

Read More

વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે. તે પહેલા કોંગ્રેસના સોફ્ટ સરમુખત્યાર અહેમદ પટેલની પૂછપરછ કરી હતી. મોદીને અનેક વખત મદદ કરનારા અહેમદ પટેલને મોદીએ બરાબર ફસાવી દીધા છે. જે રીતે મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓને ફસાવી દીધા છે તેનાથી ખરાબ હાલત અહેમદ પટેલની કરી છે. https://twitter.com/ANI/status/1276911440247402497?s=09 રૂ.5 હજાર કરોડ રૂપિયાના બેંકિંગ ગોટાળાના દાવાનો સામનો કરી રહેલા…

Read More

ભારતમાં પંજાબમાં સૌ પ્રથમ વખત સોયાબીન વાવવાનો અખતરો કરાયો હતો. પછી વડોદરા રાજ્યમાં આના વાવેતરનો અખતરો કરાયો હતો. ત્યારથી ભારતમાં સોયાબીન થવા લાગ્યા હતા. પણ થોડા વર્ષો પહેલાં સારા બીયારણ ન હોવાના કારણે ખેડૂતોએ તેનું વાવેતર બંધ કરી દીધું હતું. હવે ફરીથી ગુજરાતમાં સોયાબીનની ખેતી થઈ રહી છે. આદિવાસી વિસ્તારોમાં તેનું વાવેતર વધું છે. પણ જ્યાં કપાસનું વાવેતર વધું થાય છે ત્યાં સોયાબીનનું મોટા પ્રમાણમાં વાવેતર કરી શકાય તેવા પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. જામનગરમાં 15 વર્ષ પહેલાં સોયાબીન પાકનું વધારે વાવેતર થતું હતું પરંતુ સુધારેલી જાતોના અભાવે પાકનું વાવેતર ઘટી ગયું હતું. જામનગરના ખેડૂતે કપાસમાં વચ્ચેની ખાલી જગ્યાએ મિશ્રા પાક…

Read More

રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે.  માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી  માંગણી કરી છે. વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે.  માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે.  માછીમારી તેનું આજીવિકાનું સાધન છે. ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતાં સમયે અજ્ઞાનતાનાં કારણે અથવા દિશાભાનના રહેવાના કારણે બંને દેશોની સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે.  તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારોને પાકિસ્તાની…

Read More