ગાંધીનગર, 18 મે 2020 ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા માટે શક્તિસિંહ નામના ઉંટનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી કોંગ્રેસનો મામલો વધારે સ્ફોટક બની રહ્યો છે. સ્થિતી એવી છે કે અહેમદ પટેલના કારણે ગુજરાત કોંગ્રેસના બે ભાગલા થઈ શકે છે. તે માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. શક્તિસિંહ ગોહીલનો ઊંટ…
કવિ: Karan Parmar
કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા છે 6169 છે જેમાંથી 6039 જેટલા લોકોને રજા આપી દેવાઈ છે અને હાલમાં દાખલ કરેલાની સંખ્યા 130 છે. 17 જૂન સુધી કોવિડ-19ના શંકાસ્પદ 415 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 381 ના નેગેટિવ રિપોર્ટ્સ આવ્યા છે. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના છઠ્ઠા રાઉન્ડમાં આશરે 3,000થી વધુ ઘરના કુલ…
હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે. તેમજ ઘુડખર અભ્યારણ ઓક્ટોબર મહીનામા ખુલશે. હળવદના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી એમને ડિસ્ટર્બ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘુડખર અભ્યારણમાં આશરે 6,000 જેટલા ઘુડખરો છે. તેથી, ઘુડખર અભ્યારણની મુલાકાતે આવતા ફોરેનરોની સંખ્યા વધુ હોય છે. ઉપરાંત, સ્થાનિક લોકો તથા અન્ય વિસ્તારોમાંથી પણ…
દાહોદ દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કરી રહ્યા હતા. આ ખાતરના જથ્થામાં 10 બેગ નાઇટ્રો ફોરેસ્ટ 50 કિ.ગ્રા. અને હિન્ડાલકો લિ. ની ખાતરની 2 બેગ ડીએપી જેટલી થાય છે તે જપ્ત કરવામાં આવી છે. દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ ખેડૂતોને ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવા માટે જણાવ્યું છે.
બીજા વિશ્વયુદ્ધમાં 75 મી વર્ષગાંઠની જીત નિમિત્તે, રશિયા અને અન્ય મૈત્રીપૂર્ણ લોકો દ્વારા વીરતા અને બલિદાનને માન આપવા માટે મોસ્કોમાં લશ્કરી પરેડ યોજાશે. રશિયાના સંરક્ષણ પ્રધાને 24 જૂન 2020 ના રોજ મોસ્કોમાં યોજાનારા વિજય દિવસ પરેડમાં ભાગ લેવા ભારતીય ટુકડીને આમંત્રણ આપ્યું છે. સંરક્ષણ પ્રધાન પરેડમાં ભાગ લેવા માટે 75 સભ્યોની ટીમને મોકલવા સંમત થયા છે, જ્યાં અન્ય દેશોની સૈન્ય ટીમો પણ ભાગ લે તેવી સંભાવના છે. ભારતીય ટુકડીમાં ત્રણ સેનાના સૈન્ય કર્મચારીઓ હોય છે.
અમદાવાદ, 18 જૂન 2020 અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આશા વર્કર બહેનોને થર્મલ ચેકીંગનું ઈન્સ્ટ્રુમેન્ટ તથા પલ્સ ઓક્સિમીટર અપાયા છે. એટલે જ 600 થી 1000 જેટલા ટેસ્ટ પૈકી માત્ર 20 થી 25 કેસ પોઝીટીવ જણાય છે. સાથે સાથે જિલ્લામાં નાના બાળકો, સગર્ભા માતાઓ અને વયો વૃધ્ધ લોકોને રિવર્સ ક્વોરન્ટાઈન કરાયા હોવાથી કેસનું પોઝીટીવ પ્રમાણ ઘણું ઘટાડી શકાયું છે. જિલ્લામાં વધુ કેસ ધરાવતા તાલુકાઓમાં 6 સ્થળોએ સેમ્પલ કલેક્શન બુથ કાર્યરત કરાયા છે. ઓક્સિમીટરમાં 93થી નીચે પ્રમાણ જણાય તેવા કિસ્સામાં લોકોને નજીકના પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરાય છે. લક્ષણો જણાય તેવા લોકોનો કોવિડ ટેસ્ટ કરીને વાયરલ લોડ પ્રમાણે કોવિડ કેર સેન્ટર, ક્રિટિકલ…
ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ધોરણ-૧૦માં ૧૦ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૭૨.૦૯% પરિણામ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૮૯.૫૯% પરિણામ આવ્યું છે. માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના જાહેર થયેલા રાજ્યના એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૦.૬૪% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધોરણ-૧૦ની ૧૦ શાળાઓમાં ૮૦% થી વધુ અને ૨૬ આદર્શ નિવાસી શાળાઓનું સરેરાશ પરિણામ ૭ર.૦૯% આવ્યું છે તેમજ માર્ચ-૨૦૨૦ની ધોરણ-૧૨ની પરીક્ષાના સામાન્ય પ્રવાહના જાહેર થયેલા રાજ્યના એચ.એસ.સી. બોર્ડના સરેરાશ ૭૬.૨૯% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને…
ચીની સેનાએ કાયરતાપૂર્ણ હરકત કરીને ધાત લગાવી ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો આ તબક્કે ચીન અને ભારતના જવાનો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો આ સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા. ચીનના આ પગલા સામે દેશભરમાં આક્રોશ છે તો બીજી તરફ 20 શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપવા દેશભરમાં ઠેરઠેર કાર્યક્રમો યોજાઈ રહયા છે. લોકો ભારતીય સેના પર ગર્વ કરી રહયા છે આપણા દેશના બહાદુર જવાનોએ ચીનના 500 થી 600 જવાનો સામે ટક્કર ઝીલી હતી અમદાવાદ શહેરમાં પણ ચીની સૈનિકોની હરકતના વિરોધમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે શહેરમાં ઠેરઠેર ચીનના પ્રમુખની તસ્વીરોને બાળવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતના શહિદ જવાનોને…
પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથેની સરહદ પર હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા બાદ પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચેની કથળતી પરિસ્થિતિઓનું ‘નજીકથી નિરીક્ષણ’ કરી રહ્યું છે. પાકિસ્તાનનાં જીઓ ન્યૂઝનાં કાર્યક્રમ ‘શહાજેબ ખાનઝાદા સાથે’ પર બોલતા કુરૈશીએ કહ્યું હતું કે, ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની બાજુમાં વિવાદિત લદ્દાખ ક્ષેત્રને વધારવા માટે ભારત જવાબદાર છે – તેથી ભારતમાં રસ્તો ત્યાં બનાવવો જોઈએ કુરૈશીએ કહ્યું કે, બંને પડોશી દેશો વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ અને 1962 માં એક યુધ્ધ જોવા મળ્યું છે. વળી ભારતે આજે ફરી અતિક્રમણ કર્યું. સંવાદ અને વ્યૂહરચના દ્વારા પરિસ્થિતિને હલ…
ચીન સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાને મજબુતી મળી છે. બ્રહ્મોસ મિસાઇલને હાલમાં જ કોમ્બેટ કલીયરન્સ મળતા જરૂર પડયે તૈનાત કરી શકાશે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રહ્મોસ અને સુખોઇ-30નું ખતરનાક કોમ્બીનેશન સામે આવ્યું હતું. બ્રહ્મોસને ફલીટ રીલીઝ કલીયરન્સ મળતા મિસાઇલ ગમે તે મિશનમાં ઉપયોગમાં લઇ શકાશે. ફલીટ રીલીઝ એ કોઇપણ મિસાઇલ કે હથીયારનું અંતિમ પગથીયુ છે, જે મંજુરી મળ્યા બાદ યુધ્ધ માટે પુરી રીતે તૈયાર હોવાનું ગણવામાં આવે છે. બ્રહ્મોસ એ સુપર સોનીક લેન્ડઅંટેક ક્રુઝ મિસાઇલ છે. જે 3000 કિ.મી.ની રેન્જમાં દુશ્મનને ભેદી શકે છે. સુખોઇ-30 સાથે જાન્યુઆરીમાં જ પરિક્ષણ કરાયેલ. ચીને ભારત સાથેના તનાવ બાદ સરહદે સૈન્ય સંખ્યા વધારવાની…