કોવિડ-19 અને લોકડાઉનની સીધી અસર GST કલેકશન પર પડી રહી છે. કેન્દ્ર પાસે રાજ્યોને GSTનું વળતર ચુકવવા માટે ફંડ નથી. બીજી બાજુ, રાજ્યોની નાણાકીય સ્થિતી પણ સારી નથી. એટલે રાજ્યોની આવક વધારવા માટે સરકાર હવે તબાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાવવાની તૈયારીમાં છે. આ સેસને કોવિડ સેસનું નામ પણ આપી શકાય છે. તેનાથી વાર્ષિક 50,000 કરોડ રૂપિયાની વધારાની વસુલાત થઇ શકશે. આના માટે રાજ્યો સાથે વાતચીત શરૂ થઇ ચુકી છે. સહમતિ બન્યા પછી જુલાઇમાં થનારી GST કાઉન્સીલની મીટીંગમાં તેના પર કંઇક જાહેરાત થઇ શકે છે. એક અધિકારી અનુસાર, કોવિડ સંકટના લીધે રાજ્યોને દર મહિને GST વળતર ચુકવવું કેન્દ્ર…
કવિ: Karan Parmar
પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે, બે અઠવાડિયામાં કોરોનાની દવા તૈયાર થઈ જશે અને બજારમાં ઉપલબ્ધ પણ થઈ જશે. એમનું કહેવું છે કે, આયુર્વેદિક દવાઓના એક ખાસ પ્રકારના મિશ્રણથી કોરોના વાયરસની સારવાર કરવી શકય છે અને આ દવાઓનું મિશ્રણ રસી તરીકે પણ સારું કામ કરે છે. આચાર્ય બાલકૃષ્ણના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ વિશે સંશોધન ચાલી રહ્યું હતું અને ઉંદરો પર અનેક પરીક્ષણ કરવામાં આવ્યા, જેમાં સફળતા મળી છે. એમના કહેવા પ્રમાણે જરૂરી કિલનિકલ કેસ સ્ટડી પણ થઈ ચુકી છે, તેમજ કિલનિકલ ટ્રાયલ છેલ્લાં તબક્કામાં છે. ટૂંક સમયમાં એનો ડેટા મળી જશે, અને તેનું ફાઇનલ એનાલિસિસ કરીને…
નવી દિલ્હી, લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે અને લગભગ 83 દિવસ પછી 7 જૂને કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.80 રુપિયા મોંદ્યુ થયુ છે, ડીઝલમાં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, વિતેલા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેકસ ત્રણ ગણા (275%) થઇ ગયા છે. ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલ રાજય અને કેન્દ્રને ચૂકવવા પડતા ટેકસ લગભગ 107 ટકા હતા, જે હવે વધીને 275 ટકાની નજીક આવી પહોંચ્યા છે. પેટ્રોલની બેઝિક પ્રાઇસ 18 રુપિયાના આસપાસ રહે છે. જેની પર 50 રુપિયા સુધીનો ટેકસ લાગે છે,…
દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે આની પાછળ હાલના દિવસોમાં ક્રૂડ પર કેન્દ્ર દ્વારા વધારવામાં આવેલ એકસાઈઝ ડયુટી અને રાજ્યો દ્વારા વેટમાં કરવામાં આવેલ વધારો છે. ક્રૂડનો ભાવ 70 ટકા સુધી ઘટી જતા…
કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે. છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી રહ્યાં છે. રવિવારે પેટ્રોલમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો હતો. એ જ રીતે શનિવારે પણ ક્રમશ 59 પૈસા અને 58 પૈસા વધ્યા હતાં. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં લોકોને હવે પેટ્રોલ પ્રતિ લીટર 76.26 રૂપિયે પડશે અને…
કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે. કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મગન બારીયાનું ગતરોજ રોજ કોરોનામાં મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ જવા પામી છે. ASIના મોતને પગલે શહેર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાંજલિ આપી હતી. જયારે પરિવારના મોભીના અકાળે થયેલા મોતને પગલે પરિજનોએ ભારે કલ્પાંત કરી મૂક્યુ હતું. હાલમાં મહિધરપુરા પોલીસ મથકમાં કોરોના યોદ્ધા ડ્યુટીમાં ફરજ…
રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગયી કાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં. ૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાનોની રાજ્ય સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ વાલીઓ શૈક્ષણિક ફી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં, માસિક હપ્તા કે પોતાની અનુકૂળતા મુજબ ભરી શકશે. આ સમજૂતી મુજબ જ શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી ચાલુ વર્ષની શૈક્ષણિક ફી વસૂલ કરવાની રહેશે. આમ છતાં પણ જો કોઇ ખાનગી શાળાએ ફી અંગે…
જીલ્લો તાલુકો 6 TO 8 8 TO 10 10 TO 12 12 TO 14 14 TO 16 16 TO 18 06.00 to 18.00hrs 1 અમદાવાદ ધંધુકા 24 66 0 6 0 0 96 2 અમદાવાદ દસ્ક્રોઇ 23 3 0 0 0 0 26 3 અમદાવાદ વિરમગામ 22 2 0 0 0 0 24 4 અમદાવાદ સાણંદ 5 5 0 0 0 0 10 5 અમદાવાદ ધોળકા 6 3 0 0 0 0 9 6 અમદાવાદ અમદાવાદ શહેર 5 1 0 0 0 0 6 7 અમદાવાદ દેત્રોજ 6 0 0 0 0 0 6 8 અમદાવાદ બાવળા 2 3 0…
મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરી રહી નથી તેમ પણ સ્પષ્ટ કર્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે.
ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) મુંબઇમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક વિકસિત કરવામાં આવ્યા છે. BARC એટોમિક એનર્જી વિભાગ સાથે જોડાયેલ છે. માસ્ક HPA ફિલ્ટર્સની મદદથી વિકસિત કરવામાં આવ્યો છે અને આર્થિક હોવાની પણ અપેક્ષા છે. નોંધનીય છે કે અણુ ઉર્જા વિભાગમાં લગભગ 30 એકમો છે જેમાં R&D શૈક્ષણિક સંસ્થાઓ, સહાયિત હોસ્પિટલો, પીએસયુ વગેરેનો સમાવેશ થાય છે. ભાભા અણુ સંશોધન કેન્દ્ર, મુંબઈની સ્થાપના મહાન વૈજ્ઞાનિક ડો. હોમી જે ભાભા દ્વારા કરવામાં આવી છે, જે અણુ ઉર્જા વિભાગના નેજા હેઠળ કાર્ય કરે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અણુ ઉર્જા વિભાગની કેટલીક મોટી પ્રવૃત્તિઓ અને પહેલનો ઉલ્લેખ કરતાં ડો.જિતેન્દ્રસિંહે કોવિડ -19 રોગચાળાને પગલે…