કવિ: Karan Parmar

કોરોના મહામારીને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ નર્સોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. ભાવનગરના નર્સિંગ કોરોના વોરિયર્સ કિન્નરી ગામીત જણાવે છે કે હું સુરતની વતની છું અને છેલ્લા ૩ વર્ષથી ભાવનગરની સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું.  હું પણ કોરોના સામેની જંગમાં એક યોદ્ધા છું. આ મહામારીના સમયમાં મારો પરિવાર મારાથી દૂર છે ત્યારે મેં અહીં આવતા કોરોનાગ્રસ્ત દર્દીને જ મારો પરિવાર બનાવી લીધો છે. કારણ કે એ પણ બહાર નથી જઈ શકતા અને હું પણ. પોતાની સંવેદના વ્યક્ત કરતાં કિન્નરી ઉમેરે છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા કરતા ભલે અમે કોરોનાગ્રસ્ત થઈ જઈએ, એનો અમને કોઈ અફસોસ નહી રહે.…

Read More

નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં “કોરોવાઇલ ટેબલેટ” બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે. કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિસ કર્મચારીને વિનામૂલ્યે આપવાની શરૂઆત આવી છે. સતત સાત દિવસ સુધી દવા વિતરણ કરવામાં આવશે. કુલ 6000 જેટલા પોલીસ સ્ટાફ અને પેરામિલેટ્રી ફોર્સને કોરોવાઇલ ટેબલેટ વિતરણ કરવા માટે પોલીસ દ્વારા નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલને પ્રશંસાપત્ર પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Read More

ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે એવો નિર્ણય કર્યો છે. મજૂરો તો બધા બહાર ધકેલી દેવાયા છે. 30 ટકા ઉદ્યોગો માંડ ચાલું થઈ શકે તેમ છે. મુખ્ય પ્રધાન રૂપાણીના મત વિસ્તારમાં ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યા છે તો ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં ઉદ્યોગ કેમ ચાલુ કરવા દેવામાં આવતાં નથી ? રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં, ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન…

Read More

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ પણ આ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ૧લી મે, ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવાની જાહેરાત કરી હતી. તેનો બીજો તબક્કો એટલે મે માસનો જથ્થો પણ એ જ રીતે તમામને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. અમદાવાદ શહેર સિવાયના તમામ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો પરથી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ જથ્થાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૫ લાખ કુટુંબોએ આ જથ્થો મેળવી…

Read More

ગાંધીનગર, 10 મૅ 2020 અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે. લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 – 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જેટલા ટેસ્ટ થાય છે. ગુજરાત  સરકારની 19 અને 6 પ્રાઇવેટ લેબોરેટરીમાં થઇને રોજના 5000 ટેસ્ટ થાય છે. 24 કલાક 80થી વધુ લોકો કામગીરી કરે છે. ડોક્ટર શાહ કહે છે કે ‘સામાન્ય રીતે કોરોનાનું સંક્રમણ વધુ નથી…

Read More

શ્રી સોમનાથ મંદિરના 70માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે  સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવેલી. 11 મે 1951નારોજ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા 11 મે 2020ના દિવસે કરવામાં આવેલી હતી. વિશ્વને કોરોનામુક્ત થાય, વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી. સાંજના સોમનાથ મહાદેવને શ્રુંગારદર્શન,દીપમાળા કરવામાં આવી હતી. વિશ્વ કલ્યાણ માટે અહીં પ્રાર્થના થાય છે, પણ સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા કરીને તેને તોડી પાડી લૂંટ ચલાવવામાં આવી હતી. ધાર્મિક ક્ષેત્રે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું સોમનાથનું મંદિર ખંડેર બની ગયા પછી તેનો છેલ્લો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ 1947માં સરદાર પટેલે કર્યો હતો. તે 1951માં , પૂર્ણ થયો હતો . તે નૂતન મંદિર મહામેરુપ્રસાદના…

Read More

રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં સંક્રમણને ફેલાતું અટકાવવા તથા લોકોને સંક્રમણમાંથી બચાવવા લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજ્યની પોલીસ શક્ય તેટલી વધુ સઘન કામગીરી કરી રહી હોવાનું જણાવી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી કોરોના સંક્રમણ બહાર ન જાય તે માટે પેરા મીલેટરી સહિત શક્ય તેટલા વધુ પોલીસ ફોર્સ સાથે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યા છે. મોટા શહેરોને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવી પોલીસ દ્વારા લોકોની બિનજરૂરી અવર-જવર ઉપર સઘન વોચ રાખવામાં આવી રહી છે. સંક્રમણ અટકાવવા સરકાર અને વહીવટીતંત્ર તરફથી લેવાયેલા…

Read More

તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન તૈયાર થયું છે. 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરે એવું મશીન તૈયાર કરાયું છે. PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય 2MM એન દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે. આના પરિણામે કિટ પર રહી જતાં નાના-ઝીણા છીદ્રોમાંથી સંક્રમિત દર્દીના લોહી કે પ્રવાહીનો પ્રવેશ કીટમાં થાય તો સંક્રમિતની સારવાર કરતા તબીબ-પેરામેડિકલ સ્ટાફને પણ વાયરસના ચેપની અસર થઇ શકે છે. સીલાયમાં છીદ્રો PPE સુટ-કિટ પર રહી ગયેલા હોય તેને…

Read More

અમદાવાદ, 9 મે 2020 કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે દેશના શ્રેષ્ઠ તબીબોની ટીમ, એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ આજે અમદાવાદની સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાનું પ્રમાણપત્ર રૂપાણીને આપી દીધું છે. જો બધું બરાબર જ ચાલતું હતું તો તેમને શા માટે બોલાવવાની જરૂર ઊભી થઈ. સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, બધું બરાબર નથી. રૂપાણી સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે તેમને સફળતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તે માટે અમદાવાદની 3 ખાનગી હોસ્પિટલના તબિબોનો ઉપયોગ કરાયો હતો. આ મુલાકાત બાદ AIIMS ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે,…

Read More

ગાંધીનગર, 9 મે 2020 ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવામાં આવે છે. એટલું જ નહિ જરૂર જણાય ત્યાં સપ્લાયરની એજન્સીને પણ બ્લેક લીસ્ટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે. રાજયમાં ૧૭ હજાર વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો,  પ૩ હજાર આંગણવાડીને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં…

Read More