BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ IPLને અંગે કોઈ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે IPLના પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઓડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે. આમ તો આ વર્ષે ૨૯ માર્ચે શરૂ થનાર IPL કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થાય તેવી વકી છે. જે સમયે ટી-20 થવાની હતે તે જ સમયે કદાચ IPL યોજાઈ શકે છે, એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં IPL થઈ શકે છે. પરંતુ હજી કશું પણ અંતિમ નિર્ણય તરીકે જાહેર નથી કરાયું.…
કવિ: Karan Parmar
ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. સિંહોએ આયોજનબદ્ધ રીતે શિકાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. એકસાથે સાત સિંહોએ કેવી રીતે શિકાર કર્યો તે જાણીને વનવિભાગના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ડરમાં આવી ગયા છે. બન્યું એમ હતું કે, ગઈકાલે…
વર્ષો થી જે ક્રિકેટ જોતા હોય તેમના માટે આ નિયમ વિચિત્ર લાગશે પરંતુ ICCએ હાલમાં જ આ મહામારીના કારણે ક્રિકેટના ઘણા નિયમો બદલ્યા છે. જેમાં સૌથી મુખ્ય બોલરો દ્વારા બોલ પર લાળ ન લગાવવાનો નિયમ સામેલ છે. આ સિવાય ટેસ્ટ ટીમમાં ચાર અને ટી-20માં બે-બે DRS પણ લઈ શકાશે. જો કે તમને ખબર છે દુનિયાની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગમાંથી એક બિગ બેશમાં પણ મોટો ફેરફાર આવી શકે છે. બિગ બેશ આવનાર સિઝનમાં કેટલાક એવા નિયમો સાથે રમાશે, જે આ રમતને પૂરી રીતે બદલી શકે છે. બિગ બેશ લીગમાં ઘણા નિયમોને બદલવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં પ્રથમ છે 10 ઓવર…
નેપાળના નવા રાજનીતિક નક્શાને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના ઘરની બહાર લોકોને કાળો ઝંડો ફરકાવ્યો અને તેમને દેશ છોડવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ મદદ માટે આવી નહતી. તેમની ખુદની પાર્ટીએ પણ તેમને સાથ આપવાનો ઈન્કાર કર્યો છે. વાસ્તવમાં જનતા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા ગિરીએ નેપાળની સંસદના નીચલા ગૃહમાં નવા રાજનીતિક નક્શા અને એક નવા રાષ્ટ્રીય પ્રતિક ચિહ્નને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે ઓલી સરકારના સંશોધન પ્રસ્તાવને રદ્દ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે…
નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર
નેઋત્યનું ચોમાસુ 24 કલાકમાં વેરાવળ દરીયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં આગમન થઇ જાય તેવી પુરી શકયતા છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ચોમાસુ પહોંચી ગયુ છે. મુંબઇમાં ચોમાસાને બેસવાની આજે અથવા કાલે સતાવાર જાહેરાત થઇ જશે. મહારાષ્ટ્રમાં આજે અને કાલે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે નેઋત્ય ચોમાસુ આગામી ૨૪ કલાકમાં અરબસાગર અને વેરાવળની દરીયાઇ પટ્ટીમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ટકોરા મારી દેશે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં આજથી વરસાદની માત્રા અને તેના વિસ્તારો પણ વધવા લાગશે. ૨૧મી જુન સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ બેસી જાય તેવી પુરી શકયતા છે. બંગાળની ખાડીનું લો-પ્રેસર ઇસ્ટ-વેસ્ટ સિઅરઝોન સુધી…
રાજસ્થાનના અલવર જિલ્લાના થાનગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્થળ છે. મુરીયાબાસ ભૂસ્તરશાસ્ત્ર, સરિસ્કા વાળ પ્રોજેક્ટથી 6 કિમી અને જિલ્લા મથક અલવરથી આશરે 50 કિમી દૂર સોના, ચાંદી અને તાંબા સહિતના ખનિજોની અહીં સંપત્તિ છે. આ માત્ર ખાલી વાત નથી, પરંતુ રાજસ્થાનના પૂર્વ પ્રધાન ડો.રોહિતાશ શર્માએ દાવો કર્યો છે. તાજેતરમાં ડો. રોહિતાશ શર્માએ અલવરમાં એક પત્રકાર પરિષદમાં સંબોધન કરતા કહ્યું હતું કે મુરીબાસની આજુબાજુ 25 કિલોમીટરના ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ખનિજનો જથ્થો છે. અહીં 11 હજાર મિલિયન ટન કોપર બહાર આવી શકે એમ છે, જેમાં 5 થી 15 ટકા સોનું છે. આ સોનું લગભગ 11 લાખ ટન છે, જે દેશના કુલ સોનાના ભંડાર…
ભારતમાં પેટ્રોલિયમ પેદાશો પર 69% વેરા લાગે છે. 100 રૂપિયાના પેટ્રોલ પર રૂ.69 કેન્દ્રની મોદી સરકાર વેરો લઈ જાય છે. દુનિયામાં સૌથી વધુ વેરા ભારતમાં છે. ભારતમાં ગયા વર્ષ સુધી કર 50 ટકા હતો. કોરોનાની સ્થિતિમાં, આટલો વેરો અને પેટ્રોલ ડિઝલની કિંમતો સામાન્ય માણસના ગજા બહાર જતી રહી છે. 2014 કરતાં પેટ્રોલમાં 300 ટકા વેરા વધું લેવાય છે અને ડિઝલમાં 900 ટકા વધું વેરા ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર લઈ રહી છે. તેમ સીએ ગઢવીએ વિડિયોમાં કહ્યું હતું. પેટ્રોલ અને ડીઝલનો વધારો થવાનું નામ નથી લઈ રહ્યો. આજે સતત સાતમા દિવસે મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 59-61 પૈસા અને ડીઝલના ભાવમાં 50-60 પૈસાનો…
પોલીસ અને રાજકારણીની મદદ વગર કોઈ ગુંડો મોટો થઈ શકતો નથી, પણ જો એક સારો અને પ્રમાણિક પોલીસ ઓફિસર સામે આવે તો ગુંડાને પોતાની હેસીયતની ખબર પડી જાય છે. ભુતકાળમાં અમદાવાદને બાનમાં લેનાર લતીફ પણ નેતા અને પોલીસની મદદથી એટલો મોટો થયો કે ખુદ પોલીસ તેનાથી ડરવા લાગી હતી, પણ ત્યાર બાદ આવેલા પ્રમાણિક પોલીસ અધિકારીઓએ તેને તેની હેસીયત બતાડી જેના કારણે લતીફને ભાઈ માનનારા આજે સ્વપ્નમાં પણ લતીફ થવાનો વિચાર કરતા નથી, આવી સ્થિતિ સૌરાષ્ટ્રમાં સોનું ડાંગર અને તેની ગેંગની હતી. પોલીસને કારણે મોટી થયેલી સોનુ ડાંગરનો પનારો કોઈ મજબુત અધિકારીને સાથે પડયો ન્હોતો, પણ અમરેલીના એસપી તરીકે નિર્લીપ્ત…
અમદાવાદ, શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે. મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ અરવિંદ, ઉં.વર્ષ-23,દ્વારકેશ વોરા, ઉં.વર્ષ-25, પ્રવિણ ઠકકર, ઉં.વર્ષ-38, ધીરૂ પાંડે, ઉં.વર્ષ-22, કનિદૈ લાકિઅ ખીમજીભાઈ મીર, ઉં.વર્ષ-22, જીત રમેશભાઈ-ઉં.વર્ષ-23 અને શૈલેષ ગોવેશભાઈ,ઉં.વર્ષ-29 કોરોના પોઝિટિવ થયા હોવાનું ખુલતા કોરોનાને નિયંત્રણમાં લેવા સંબંધિત કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.