ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે. હાલ અલંગમાં મજૂરો નથી. મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશ જતાં રહ્યાં છે. મંગળવારથી 40 થી 50 ટકા પ્લોટમાં જે પ્લોટધારકો પાસે સેનિટાઈઝર, થર્મલ ગન સહિતની જરૂરી સાધનો ઉપલબ્ધ છે, તેવા પ્લોટ શરૂ કરવામાં આવ્યા છે. 10થી વધુ શ્રમિકો તેમજ…
કવિ: Karan Parmar
લોકડાઉનને કારણે દેશભરમાં દારૂબંધી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દારૂનું વેચાણ બંધ થવાને કારણે તમામ રાજ્યોને એક દિવસમાં 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 2019-20માં દેશના રાજ્યોએ રૂ.1.75 લાખ કરોડની આવક એકસાઈઝ ડ્યુટી તરીકે મેળવી હતી. 2018-19માં આ આંકડો આશરે 1.5 લાખ કરોડ રૂપિયા હતો. શરાબથી કમાણી 2018-19માં એક્સાઈઝ ડ્યૂટી – 2019-20 માં એક્સાઈઝ ડ્યુટીની આવક બધા રાજ્યો 150658 કરોડ રૂપિયા – 175501 કરોડ યુપી 25100 કરોડ – 31517 કરોડ રૂપિયા છે કર્ણાટક 19750 કરોડ રૂપિયા – 20950 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર 15343 કરોડ રૂપિયા – 17477 કરોડ રૂપિયા પશ્ચિમ બંગાળ 10554 કરોડ રૂપિયા – 11874 કરોડ રૂપિયા તેલંગાણા 10314…
ભારતમાં પીનારાઓ પણ દર વર્ષે વધી રહ્યા છે. 2018 માં ડબ્લ્યુએચઓ તરફથી એક અહેવાલ બહાર આવ્યો છે. આ મુજબ, દેશમાં દરેક વ્યક્તિ (15 વર્ષથી ઉપર) 2005 માં 2.4 લિટર દારૂ પીતો હતો, પરંતુ 2016 માં આ વપરાશ વધીને 5.7 લિટર થઈ ગયો. જો કે, આનો અર્થ એ નથી કે દેશમાં દરેક દારૂ પીવે છે. આ સાથે, વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2016 માં પુરુષો અને સ્ત્રીઓમાં દર વર્ષે પીવામાં આવતા દારૂનું પ્રમાણ પણ વધ્યું હતું. 2010 માં, પુરુષો વર્ષે 7.1 લિટર દારૂ પીતા હતા, જે 2016 માં વધીને 9.4 લિટર થઈ ગઈ છે. જ્યારે 2010 માં મહિલાઓએ 1.3 લિટર દારૂ…
ડબ્લ્યુએચઓ અનુસાર, દેશમાં સરેરાશ દરેક વ્યક્તિ દર વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે. ગુજરાતમાં 6.5 કરોડની વસતી પ્રમાણે જો અડધો દારૂ પિવા તો હોય તો પણ 3 લીટર દારૂ માથા દીઠ શરેરાશ પીવામાં આવે છે. જેની એક લિટરની કિંમત 400 રૂપિયા ગણવામાં આવે તો પણ 1200 રૂપિયાનો દારુ પિવામાં આવે છે. ગુજરાત કરકાર જો દારુ બંધીની છૂટ આપી દે તો લોકો 6 લીટર દારૂ પિવા લાગે તેમ છે. ગુજરાત સરકારને તેની આવક રૂ.25 હજાર કરોડ મેળવતી થાય તેમ છે. પણ ગુજરાતમાં જે શાંતિ છે તે દારૂબંધીના કારણે છે. તેથી બીજા રાજ્યોની સરખામણીએ સુખી પ્રજા છે. દારૂબંધીના કારણે પોલીસ અત્યાચાર કરતી…
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી તેની પાછળ રૂ.10 લાખનું ખર્ચ થયું હોવાનું અનુમાન છે. જો આ ખર્ચ વેન્ટીલેટર ખરીદવા માટે ખર્ચ કરાયું હોત તો ઘણાં લોકોના જીવ વચી શક્યા હોય એમ કેટલાંક તબિબો માની રહ્યાં છે. કર્મચારીઓ પોતાનો પગાર વધારવા અને કોરોના સમયે જોખમી ફરજ જેટલા દિવસ બજાવી હોય તેનો ત્રણ ગણો પગાર આપવાની માંગણી ખાનગીમાં કરી રહ્યાં છે. તેઓ કહે કે અમને યોગ્ય વળતર આપીને સલામી આપો. આખા ગુજરાતમાં 45 હજાર ડોક્ટરો અને સ્ટાફ કોરોના સામે જોખમ ઉઠાવીને લડાઈ લડે છે તેમને સલામી કેમ નહીં માત્ર અમદાવાદના જ ડોક્ટર શું ડોક્ટર…
રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૧,૦૪૨ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા રાજ્યમાં 4 મે 2020એ કૉવિડ-૧૯ ના નવા ૩૭૪ પોઝિટિવ કેસ નોંધાયા : છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૪૪ ટેસ્ટ અત્યાર સુધીમાં થયેલ ૮૦,૦૬૦ ટેસ્ટમાંથી ૫,૪૨૮ કેસ પોઝિટિવ આવેલા છે. પહેલા રૂપાણી સરકારે ટેસ્ટની સંખ્યા એકાએક ઘટાડી નાંખીને મામલા ઓછા બતાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેમનો ભોપાળુ બહાર આવી જતાં કેન્દ્રની મોદી સરકારે તેને ઠપકો આપ્યો હતો. તેથી હવે ટેસ્ટની ચકાસણી એકાએક વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૪૨ લોકો કોરોના સામે જંગ લડીને સાજા થઈને ઘરે ગયા છે. આજે સમગ્ર રાજ્યમાં કુલ ૫,૪૨૮ દર્દીઓ કોરોના સામે લડી…
રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી. હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ સહિત મોટા ઉદ્યોગો છે. ઉપરાંત અનેક જાયન્ટ એકમો છે. તે બધાને મંજૂરી આપવા માટે રૂપાણીએ તખ્તો તૈયાર કરી લીધો છે. રિલાયન્સે રીફાઈનરી ચાલું રાખી છે. કોલોનીની અંદર કોઈને જવા નથી દેવાતા અને બહાર નિકળવા દેવાતા નથી. ઉદ્યોગોના માલિકોએ કામે આવતા કર્મચારીઓ – શ્રમિકોને કામના સ્થળે આવવા-જવાની વ્યવસ્થા, માસ્કનો ફરજિયાત ઉપયોગ, થર્મલ સ્ક્રિનીંગથી તાવ-ટેમ્પરેચરની તપાસ, શરદી, તાવ, ઉધરસ જેવાં લક્ષણો જોવા મળે તો, નજીકના આરોગ્ય…
માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના 1 લાખ માસ્ક તૈયાર કરે છે, વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કામ કરી રહ્યાં છે. માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાયરસથી અન્યને પણ સંક્રમિત કરે છે. 24 માર્ચ 2020થી પ્રથમ લોકડાઉનના પ્રથમ દિવસથી જ સતત આ માસ્ક બનાવવાનો પ્રારંભ દરજી સમાજના નીતિન પરમારની આગેવાની હેઠળ તેમની ટીમ જેમાં પરાગભાઇ કે. ચૌહાણ, રાજેશભાઇ એચ. ચૌહાણ, ઇશ્વરલાલ એલ.…
20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે. સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ અને 2 લાખ મજૂરોએ હિજરત કરી હતી. પણ સરકારે બીજા લોકોને વતન જવા ન દીધા હોવાથી રૂપાણી સરકાર સામે જાહેરમાં બે વખત બળવો કર્યો હતો. હવે સરકારે તમામને બહાર જવા માટે રૂપાણીએ…
અમદાવાદમાં 4 જ દિવસમાં વિક્રમ તોડીને અત્યાર સુધીમાં સૌથી વધું કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. જોધપુર વોર્ડ, સેટેલાઈટ વિસ્તાર જોખમી અમદાવાદનો સેટેલાઇટ વિસ્તારના જોધપુર વોર્ડમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા રિદ્ધિ ફ્લેટ્સ, પૃથ્વીટાવર, વિવેકાનંદ ફ્લેટ, મૌલિક ટેનામેન્ટમાં 40 કેસ કોરોના પોઝિટિવના આવ્યાં છે. આ ઉપરાંત જોધપુરના જ અનુપમ સોસાયટી તથા રાઠી હોસ્પિટલ વિસ્તારમાં 12 કેસ પોઝિટિવ આવ્યાં છે. રાજ્યમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300થી વધું કેસ નોંધાયા છે. જે ગુજરાતમાં ચોથી વખત છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 947 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં ત્રણ દિવસમાં 750 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાં રાજ્યના…