મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ કપાસના ખેડૂતો પાસેથી રૂ. 4995 કરોડમાં કુલ 91.90 લાખ ક્વિન્ટલ એટલે કે 18.66 લાખ ગાંસડી કપાસ ખરીદ્યો ખેડૂતોને ખરીદેલા કપાસની બાકી ચુકવણી કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે; કુલ ખરીદ મૂલ્યમાંથી રૂ.4987 કરોડની ચુકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે…
કવિ: Karan Parmar
લોકડાઉન બીજો તબક્કો પૂર્ણ થવામાં છે, ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇ.ઓ.સી એચપીસીએલ બીપીસીએલ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમા 14.20 કિલોગ્રામના નોન સબસિડાઇઝ સિલિન્ડરમાં રૂપિયા 151 નો ઘટાડો કરવામાં આવ્યો છે, 19 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રૂપિયા 1028 કર્યો છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 257 નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, આ બંને જાહેરાતના પગલે ગૃહિણીઓ અને કૉમર્શિયલ વપરાશકર્તાઓને રાહત થશે.દેશમાં લૉકડાઉન દરમિયાન નોંકરી ધંધામાં મંદીના માહોલ વચ્ચે દેશની ઑઇલ કંપનીએ ગેસના બાટલામાં ભાવ ઘટાડો કરતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો છે. એક બાજુ દેશમાં પરપ્રાંતિય મજૂરોના હિજરતની સુવિધાઓ ગોઠવવામાં આવી…
એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સહિતની ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓએ વિદેશી કામદારોના પક્ષમાં સ્ટેટ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને પત્ર લખી વિઝા એક્સ્પાયરી ડેટ ૧૦મી સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવા અપીલ કરી છે. અમેરિકન ટ્રમ્પ સરકારે ટેક્નોલોજી કંપનીઓને તેમના પત્રનો હજુ કોઈ ઉત્તર આપ્યો નથી. 2 લાખ લોકો વિઝાનું સ્ટેટશ ગુમાવી દેશે. જેમાં સારા એવા પ્રમાણમાં ગુજરાતના લોકો છે. વિશ્વની અમેરિકન કંપનીઓ અને ટ્રમ્પ સરકાર સામ સામે આવી જાય એવી સ્થિતી ઊભી થઈ રહી છે. ટ્રમ્પ આ કંપનીઓના વિદેશીઓને હાંકી કાઢવા માંગે છે. પણ કેપનીઓ તેમ કરવા તૈયાર નથી. કોરોના વાઇરસથી પ્રસરેલી મહામારીના કારણે અમેરિકામાં નોકરીમાંથી છૂટા કરાયેલા એચવનબી વિઝાધારકો જૂન સુધીમાં…
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા. ગુજરાતના 19 ઓરેંજ ઝોન જિલ્લાઓ રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીરસોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર. ગુજરાતના Green ગ્રીન ઝોન જીલ્લાઓ મોરબી, અમરેલી, દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ. ગુજરાતમાં મે પછી રેડ જોન જિલ્લા સિવાય…
અમરેલીના 4 તાલુકાઓના 10 હજાર કરતાં વધું લોકો બહાર ફસાયા છે તેમને ફરી પોતાના વતનમાં લાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર સરકાર સમક્ષ માંગણી કરી છે. અમરેલીના રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાતમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા 10 હજારથી વધું લોકો લોકડાઉનમાં ફસાઈ ગયા છે. તેમની પાસે નાણાં નથી, હાલમાં કોઈ કામકાજ નથી અને આવક બંધ છે. ખાવાના પણ સાંસા છે. કોઈ ભાવ પુછવા વાળુ પણ નથી. આ વિસ્તારના ધારાસભ્ય અંબરીષ ડેરને મોબાઈલ ફોન દ્વારા સંર્પક કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંપર્ક કરીને છોડાવવા માટે માંગણી કરી હતી. રાજુલામાં 10 હજાર લોકો આવશે…
વાયરસના પ્રસારને ઘટાડવા અદ્યતન, અધિકૃત પદ્ધતિઓ વિશે જાણકારી આપવી તથા એનું મેનેજમેન્ટ કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ (એનસીએસટીસી)એ કોવિડ-19 પર કેન્દ્રીત સ્વાસ્થ્ય અને જોખમ વિશે જાણકારી આપતો કાર્યક્રમ ‘યર ઓફ અવેરનેસ ઓન સાયન્સ એન્ડ હેલ્થ’ (YASH-યશ) શરૂ કર્યો છે. આ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યલક્ષી સંચારનો વિસ્તૃત અને અસરકારક પ્રયાસ છે, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે સ્વાસ્થ્ય પર જાણકારીનું સ્તર અને પ્રતિભાવ આપવાનો છે, જે મોટા પાયે લોકોના જીવન બચાવશે અને એમના જીવનની ગુણવત્તા વધારશે તેમજ લોકોનો આત્મવિશ્વાસ વધારશે, એમના જીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવશે અને સ્વાસ્થ્ય સંબંધિત…
આયુષ મંત્રાલય હેઠળના ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ (AIIA), અને દિલ્હી પોલિસે આજે નવી દિલ્હીમાં દિલ્હી પોલિસ માટે આયુરક્ષા કાર્યક્રમો પ્રારંભ કર્યો છે. આયુરક્ષા નામના આ સંયુક્ત કાર્યક્રમને આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્હી પોલિસ કે સંગ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરળ અને સમયાંતરે પૂરવાર થયેલા આયુર્વેદના રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે. આ પગલાંમાં આયુષ મંત્રાલય મારફતે બહાર પાડવામાં આવેલી માર્ગરેખાનો સમાવેશ થાય છે. જે ફોર્મ્યુલેશનની ભલામણ કરવામાં આવી છે તેમાં ચ્યવનપ્રાસ (કે જેમાં આમળા મુખ્ય સામગ્રી છે), અનુ તૈલા અને સનશામીની વટી (ગુડુચીમાંથી તૈયાર કરેલી), સામગ્રી કે જેમાં સાદી વનસ્પતિનો ઉપયોગ થાય છે અને તે સમયાંતરે પૂરવાર થઈ છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પૂરવાર થયેલી છે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ વયસ્થાપના (એન્ટી-એજીંગ વનસ્પતિ) તરીકે ગિલોયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં એક વધારાની થેરાપી તરીકે આયુષ ઔષધો આપવાની યોજના ઉપર મંત્રાલય કામ કરી રહ્યું છે. તેમણે ફ્રન્ટલાઈન વૉરિયર્સ તરીકે દિલ્હી પોલિસના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. દિલ્હી પોલિસ કમિશ્નર શ્રી એસ એન શ્રીવાસ્તવે દિલ્હી પોલિસના આરોગ્યના પ્રોત્સાહન માટે આયુષ મંત્રાલય અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરળ આયુર્વેદિક વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિ આદિકાળથી વૈજ્ઞાનિક પધ્ધતિ તરીકે પૂરવાર થયેલી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ અને દિલ્હી પોલિસે અત્યાર સુધીમાં આ સૌથી મોટો પ્રયાસ હાથ ધરીને અન્ય લોકો અપનાવી શકે તેવું રોલ મોડેલ પૂરૂં પાડ્યું છે. દિલ્હી પોલિસ, એક એવી દરખાસ્ત સાથે બહાર આવી છે કે જેમાં દિલ્હી પોલિસના કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઈન વૉરિયર્સ માટે આયુર્વેદ રોગ પ્રતિકારક પગલાં લેવામાં આવશે. આ દરખાસ્તનો તબકકાવાર અમલ કરવામાં આવશે. એનસીટી દિલ્હીના 15 જીલ્લાઓના આશરે 80000થી વધુ પોલિસ કર્મચારીઓને આ વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવશે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદે ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર હેઠળ ત્રણ મુખ્ય કોઓર્ડિનેટર નોમિનેટ કર્યા છે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના 15 નોડલ ઓફિસર દિલ્હી રાજ્યના નિર્ધારિત 15 જીલ્લાઓમાં દિલ્હી પોલિસના 15 નોડલ ઓફિસરો સાથે સંકલન કરીને કામગીરી બજાવશે. તબક્કો-1: તમામ ક્વોરેન્ટાઈન્ડ પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે. તબક્કો-2: કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ડેપ્યુટ કરાયેલા પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે. તબક્કો-3: ક્વોરેન્ટાઈન ઝોનમાં ડેપ્યુટ કરાયેલા પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે. તબક્કો-4: ફીલ્ડમાં ફ્રન્ટલાઈન વર્કર તરીકે કામ કરતા તમામ પોલિસમેનને આવરી લેવાશે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદે ડાયાબિટીસ, તાણ, હાયપર ટેન્શન જેવી કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા પોલિસ અધિકારીઓ/ ઓફિસરોની ઓળખ કરી છે. આ લોકોને મહામારીની અસર થવાની વધુ સંભાવના છે. આ ઓફિસરો /અધિકારીઓને વધારાનો સહયોગ અને સંભાળ પૂરી પાડવામાં આવશે. તમામ ઓફિસરો/ અધિકારીઓ જે આ દવા લઈ રહ્યા છે તેમનો ડીજીટલ સ્વરૂપે હેલ્થ રેકર્ડ જાળવવામાં આવશે. આ હેતુ માટે એક ખાસ ડિઝાઈન કરવામાં આવેલી પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી છે અને આયુષ મંત્રાલયે વિકસાવેલી ડીજીટલ આરોગ્ય સંજીવનીનો ઉપયોગ કરવામાં આવશે. દવાઓના વિતરણ માટે ખાસ કીટસ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ફોર્મ્યુલેશન્સ, ઉપયોગની પધ્ધતિ અને આયુષ મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા હિંદી અને અંગ્રેજી ભાષામાં પૂરી પાડવામાં આવશે. આ ઔષધો આયુષ મંત્રાલય હેઠળની ગવર્નમેન્ટ ફાર્મસી (IMPCL) માંથી મેળવવામાં આવશે. એવું પણ આયોજન કરવામાં આવ્યું છે કે દિલ્હી પોલિસ જીલ્લા હેડ ક્વાર્ટર્સમાં એક કીઓસ્ક મૂકવામાં આવશે, જેમાં આહાર અને જીવનશૈલીને લગતી સંપૂર્ણ માહિતી તથા આયુર્વેદિક ફોર્મ્યુલેશનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થતા ઉપયોગ અંગે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના કન્સલ્ટન્ટ દ્વારા શરૂઆતના 15 દિવસ દરમ્યાન વિગતો આપવામાં આવશે. તંદુરસ્તીને પ્રોત્સાહન અને જીવનશૈલીમાં ફેરફાર તથા રોગ પ્રતિકારક ઔષધોના ઉપયોગ વડે રોગ થતા અટકાવવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ તાલુકામાં મોટાભાગે ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર કર્યું છે. લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાક થાય તેમ હતો. તડબૂચની ખેતીમાં વીઘાએ 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. 3.5 લાખ મણ તરબૂત ખરાબ થઈ ગયા છે. 70 લાખ કિલો તરબૂત પાણીની બોટલ કરતાં પણ સસ્તામાં વેચાઈ રહ્યાં છે. સરકારે લોકડાઉન જાહેર કર્યું એની અસર ખેડૂતો પર થઈ છે. ખેડૂતોએ વ્યાજે પૈસા…
રેટિંગ એજન્સી એસએન્ડપી-સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર એના સ્ટેબલ આઉટલૂક સાથે એનાં ‘BBB+’ રેટિંગની પુષ્ટિ કરી છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, કંપની ખર્ચ, એસેટ મોનેટાઇઝેશન અને આવકને કારણે આગામી 12થી 14 મહિનામાં કામગીરી વધુ સુધારવા તૈયાર છે. ગયા અઠવાડિયે ફેસબુક આરઆઇએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદી લીધો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે (એસએન્ડપી)એ જણાવ્યું હતું કે, આરઆઇએલ એનું ચોખ્ખું ઋણ ઘટાડવા રૂ. 43,574 કરોડ (5.7 અબજ ડોલર)ની આવકનો ઉપયોગ કરશે એવી અપેક્ષા છે. ફેસબુકની વ્હોટ્સએપ એપ્લિકેશન પર એના જિયોમાર્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોંચ કરવાની પ્રક્રિયાને વેગ આપશે. 2019માં સાઉદી અરામ્કોએ આરઆઇએલનાં ઓઇલથી કેમિકલ્સ વ્યવસાયમાં 20 ટકા…
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની 100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 43 ગુના દાખલ કરાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એક કંપની ફાળવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 25 એપ્રિલના રોજ જીઆરડી જવાન ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. ડ્રોનના સર્વેલન્સથી 306 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન…