ડીએ સ્થગિત કરવાનો નિર્ણય આવકાર્ય: બચેલા રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને રોકડા આપી દો, મોંઘવારી ભથ્થાની બચેલી રકમ ગરીબોના બેંક ખાતામાં સીધી જમા કરાવવા પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહિ આપવા અંગે જે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. તેઓ દેશના સંગઠિત વર્ગના કર્મચારીઓમાં મોટો હિસ્સો છે. છેલ્લા પ્રાપ્ય આંકડા મુજબ સરકારી સાહસોના કામદારો સહિત દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના માત્ર ૧.૭૩ કરોડ કર્મચારીઓ છે. સ્વાભાવિક રીતે જ તેઓ ભારતીય સમાજના મધ્યમ, મધ્યમ મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને…
કવિ: Karan Parmar
એક મહિનામાં કોરોનાના દર્દીઓની સંથ્યા ગુજરાતમાં 25 લાખ સુધી હોઈ શકે છે. તેથી તેમને તમામને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા મુશ્કેલ બનશે. અમદાવાદમાં 25 મે 2020 સુધીમાં એક લાખ દર્દીઓ હશે. આ માટે સરકારી કે સંસ્થાગત સાધનો ટાંચા પડવાના છે. તેથી આવા દર્દીઓ માટે ઘર એ જ તેમની હોસ્પિટલ બનાવી દેવી જોઈએ એવું ઘણાં લોકો માનતા થયા છે. એમ પી શાહ કેન્સર હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેક્ટર અને સિનિયર પ્રેક્ટિશનર ડો. પંકજ શાહ રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને સંભાળવા વિશે એક મેડિકલ પ્રેક્ટિશ્નર તરીકે મારુ સ્પષ્ટ પણે માનવું છે કે, asymptomatic corona પોઝિટીવ પેશન્ટ ને એમના ઘરમાં જ એક રૂમમાં strictly qurantine…
રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. ૨૪ હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. ૧ એપ્રિલના રોજના ૧૦૦ ટેસ્ટથી શરૂ કરીને તા. ૨૩ એપ્રિલ સુધીમાં રોજના ૨૯૬૩ ટેસ્ટ કરવામાં આવેલા છે. જિલ્લાઓમાંથી ૧૦૦-૧૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં ૪૨૧૨ ટેસ્ટ પણ થયેલા છે. ટેસ્ટ માટે ૧૫ સરકારી અને ૪ ખાનગી મળીને ૧૯ લેબોરેટરી દરરોજના કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે…
મૃત્યુની સંખ્યા બમણી થઈ અમદાવાદમાં કોરોનાના 1501 દર્દી થઈ ગયા છે. મૃત્યુઆંક 62 છે. 86 લોકો સારા થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન સેમ્પલની સંખ્યા બમણી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ સો ટકા વધારો થયો છે. હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. છતાં કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો નથી. નવા પોકેટ ખુલી રહ્યા છે. સમગ્ર શહેર કોરોના સકંજામાં આવી ગયું છે. 15 એપ્રિલ સુધી 433 દર્દી હતા હવે 1500 થઈ ગયા છે. 7 દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. એક સપ્તાહમાં 14 એપ્રિલ સુધી 6595 સેમ્પલ લેવામાં આવ્યા અને દર્દી…
અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોનાના ભોગ બન્યા છે. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં હોય એવા અસંખ્ય લોકોની ગણતરી કરવામાં આવી નથી. અમદાવાદમાં ફ્રન્ટલાઈન warriors ને સુરક્ષાના તમામ સાધનો આપવા માટે વ્યાપક માંગણી થઈ રહી છે. સુરક્ષાના સાધનો ન હોવાના કારણે તેઓ ભોગ બની રહ્યાં છે. અત્યાર સુધીમાં 25થી વધુ ડોકટરો અને કર્મચારીઓ ભોગ બન્યા…
ભારતના બંધારણમાં ધર્મને વ્યક્તિગત બાબત ગણી છે. તે વ્યખ્યા બંધારણ ઘડાયા બાદ પહેલી વખત સાચા અર્થમાં તમામ ધર્મના લોકો માટે કોરોનાએ સાબિત કરી છે. ધાર્મિક લોકો હવે જાહેરમાં નહીં પણ ઘરે રહીને બંદગી અને પૂજા કરી રહ્યાં છે. હજુમાન જયંતિ, રામનવમી, હવે રમજાન અને પરશુરામ જયંતીએ લોકો ઘરે બેસીને ક્રીયા કરશે. પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન ઘરેથી જ પૂજા અને બંદગી કરવામાં આવે. માત્ર ધાર્મિક સ્થાને જ નહિ, આ સમયે અન્ય કોઈ સ્થળોએ પણ જમવા માટે સાથે ભેગા થવાનું ટાળવામાં આવે. જો લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ…
દિલીપ પટેલ અમદાવાદ, 23 એપ્રિલ 2020 ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે. આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવા એક પણ પ્રોજેક્ટ કોરોનામાં લોકોને વાહન લઈને બહાર જતાં રોકવા અને સજા કરવામાં સફળ થયા નથી. પ્રજાના પૈસાનું પાણી ભાજપની સરકારે કરી નાંખ્યું પણ તેનો જોઈએ એવો ફાયદો થયો નથી. તેના કરતાં ભાડાંના ડ્રોન સર્વેલન્સ વધારે સફળ છે. ડ્રોનના સર્વેલન્સથી 288 ગુનાઓ નોંધાયા છે. આજદિન સુધીમાં…
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક મહિલા નેતાએ સંસર્ગનિષેધ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના શિકારપુર સ્થિત આ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તેના પરિવારના સભ્યો સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી. વર્ષગાંઠની ઉજવણીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે. વાયરલ તસવીરમાં નેત્રી મીઠાઇ ખવડાવતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 62 વર્ષીય ભાજપના નેતાએ 3-4 દિવસ પહેલાં આ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. મહિલા ભાજપના નેતાનું નામ લતા મધુર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા ફોટામાં તેની સાથે એક યુવતી પણ જોવા મળી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે લતા મધુર હવે વર્ષગાંઠની ઉજવણીના…
૨૨.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૧૩૫ ૦૮ ૩૫ ૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગત જિલ્લો કેસ પુરૂષ સ્ત્રી અમદાવાદ ૬૭ ૪૮ ૧૯ વડોદરા ૦૧ ૦૦ ૦૧ મહીસાગર ૦૯ ૦૩ ૦૬ છોટા ઉદેપુર ૦૪ ૦૪ ૦૦ બનાસકાંઠા ૦૧ ૦૧ ૦૦ આણંદ ૦૨ ૦૨ ૦૦ સુરત ૫૧ ૩૫ ૧૬ કુલ ૧૩૫ ૯૩ ૪૨ દર્દીઓની વિગત ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ વેન્ટીલેટર સ્ટેબલ ૧ ૨૪૦૭ ૧૩ ૨૧૧૨ ૧૭૯ ૧૦૩ લેબોરેટરી પરીક્ષણની વિગત વિગત ટેસ્ટ પોઝીટીવ નેગેટીવ અત્યાર સુધીના કુલ ૩૯૪૨૧ ૨૪૦૭…
કોવીડ – 19 ના કારણે જે વૈશ્વિક મહામારી ઉભી થઈ છે તેના નિવારણ માટે રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલા લઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે લોકડાઉનના સમયમાં પણ સફાઈ જાળવવી અત્યંત જરૂરી છે ત્યારે અમદાવાદ નજીકના સાણંદમાં સફાઈ કર્મચારીઓને માસ્ક તથા ફેસ શિલ્ડ આપવામાં આવ્યા છે અને તે પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે આગવી પહેલ કરી છે. સાણંદના માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારૉટ કહે છે કે, કોરોનાની મહામારીને નાથવા માટે ચારેબાજુ સ્વ્ક્ક્સ્હ્છતા જળવાય તે અત્યંત જરૂરી છે. સફાઈ કર્મચારીઓ નગરની સફાઈ માટે સતત પ્રવૃત્ત રહે છે ત્યારે તેમના સ્વાસ્થ્યની જાળવણી થવી જોઈએ તેવો અમારો ધ્યેય છે.…