રાજ્ય સરકારે 3 મે સુધી ગુજરાતમાં તાળી બંધી મૂકી હતી. પણ તેમાં ઉદ્યોગો શરૂં કરવાની ફટાફટ મંજૂરી આપીને લોકડાઉન 15 દિવસ પહેલા જ ઉઠાવી લીધું હોય એવું સ્પષ્ટ થયું છે. તાળાબંધી હઠાવવાની જાહેરાત કર્યા વગર ગુજરાતના માટા ભાગના ઉદ્યોગો અને ખેત બજારો શરૂં કરી દેવાયા છે. દુકાનદારો હવે સવારે દુકાનો ખોલતાં થયા છે. આમ તાળાબંધી 3 મે સુધી રાખવાની હતી તેના બદલે જાહેરાત વગર હળવી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય મંત્રીમંડળની વિગતો આપતાં આ મુજબ જણાવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ-એકમો કાર્યરત કરવા અપાયેલી પરવાનગીઓ અન્વયે જિલ્લા કક્ષાએથી ૩૪ હજારથી વધુ એકમોને ચાલુ કરવા મંજૂરીઓ અપાઇ છે અને…
કવિ: Karan Parmar
આરોગ્યની પૂરતી તકેદારી રાખવા સાથે તાજેતરમાં અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના જેતલપુર ખાતે કોરોના બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા જેતલપુર એ.પી.એમ.સી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં ખેડૂતોના હિતમાં રાજ્યની તમામ એ.પી.એમ.સી.ઓને ચોક્કસ નિયમોના પાલન કરવાની શરતે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તે જ રીતે જેતલપુર એ.પી.એમ.સી. પણ દસ્ક્રોઇ તાલુકાના ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને જાહેર જનતાનું સ્વાસ્થ્ય ન જોખમાય તે રીતે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે તેમ મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી રાજ્ય મંત્રીમંડળની ચોથી વીડિયો કોન્ફરન્સ કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. એ.પી.એમ.સી.માં કોરોનાની પરિસ્થિતિને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય…
ફ્લુ જેવા લક્ષણો ધરાવતા સેમ્પલમાંથી રિયલ-ટાઈમ પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટ તૈયાર કરવામાં આવશે, જે કોરોના વાયરસનું સ્ક્રીનીંગ અને નિદાન કરશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી વૈધાનિક સંસ્થા ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડે પૂનાની માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સને તેમણે વિકસાવેલા કોરોના વાયરસ ડાયગ્નોસ્ટીક કીટ્સનું ઉત્પાદન વધારવા માટે મંજૂરી આપી છે. કંપનીએ કોરોના વાયરસ સામેની લડત માટે ટેકનોલોજીકલ દ્રષ્ટિએ ઈનોવેટીવ સોલ્યુશન્સ માટેના આમંત્રણના પ્રતિભાવમાં આ અરજી કરી હતી. માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સ કે જેણે દર્દીઓમાં ફ્લુ જેવા લક્ષણો જોવા મળતાં હોય તેમના સેમ્પલ્સમાંથી કોરોના વાયરસ સ્ક્રીન કરીને નિદાન કરવા માટેનાં પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટસ વિકસાવનાર પ્રથમ સ્થાનિક કંપની બની છે. ટેકનોલોજી…
ફેસબુક જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા રૂ. 43,574 કરોડનું રોકાણ કરશે ભારતમાં માઇનોરિટી ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી વધારે એફડીઆઈ મળ્યું આ જોડાણનો ઉદ્દેશ લોકો અને વ્યવસાયો માટે વિવિધ તકોનું સર્જન કરવાનો મુંબઈ, 22 એપ્રિલ, 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુક ઇન્ક.એ 22 એપ્રિલ 2020માં જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકનાં રૂ. 43,574 કરોડના રોકાણ માટે સમજૂતીની જાહેરાત કરી હતી. ફેસબુકના આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્ય રૂ. 4.62 લાખ કરોડ પ્રી-મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ (65.95 અબજ ડોલર, એક અમેરિકન ડોલર સામે રૂ. 70ના વિનિયમ દર પર) થયું છે. ફેસબુકનું આ રોકાણ એને જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ ધોરણે 9.99 ટકા ઇક્વિટી હિસ્સો આપશે.…
અમરેલી, 22 એપ્રિલ 2020 અમરેલી શહેરમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા બોર્ડનીની ઉત્તરવહી ચકાસણી સ્થળે ગેરકાયદેસર પ્રવેશ કરનાર અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડીયા અને તેના ભાજપના સાથીદારો સામે કાયદેસર પગલાં ભરવાની માંગણી આપના અમરેલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડિયાએ કરી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવને જાણ કરી છે કે, કોરોનાવાયરસની મહામારીથી લોકડાઉનની અમલવારી છે, તેવા સમયે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા કરી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપરની ચકાસણી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. અમરેલીમાં ઉત્તરવહી ચકાસવામાં આવી રહી છે તે સ્થળે અન્યોને પ્રવેશબંધી હોય છે. એકદમ ગુપ્ત રીતે પ્રક્રિયા કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની હોય છે. તેમ છતાં બે દિવસ…
ગાંધીનગર, 22 એપ્રિલ 2020 ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે આમ આદમી પક્ષે પગલાં ભરવાની માંગણી અગ્ર શિક્ષણ સચિવ સમક્ષ કરતાં તેઓ ફરી એક વખત 22 એપ્રિલ 2020ના દિવસે વિવાવદમા આવ્યા છે. તેમના વિવાદો શું રહ્યાં છે ? કારના કાચ કાળા રાખ્યા અમરેલીના સાંસદ નારણ કાછડીયા પોતાની કારમાં કાળા કાચ લગાવી અને કારની આગળ સાંસદ લખેલું બોર્ડ લગાડીને ફરતા હોવાથી RTOના અધિકારીઓ સાંસદ નારણ કાછડીયાના ઘરે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા. નંબર પ્લેટની ઉપર લગાવવામાં આવેલું સાંસદનું બોર્ડ દૂર કરવા માટે લેખિતમાં…
કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિ વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિવચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. જૂનાગઢ જિલ્લામાંઆવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન શરૂ થતા ,તાલાળા અને ગીર વિસ્તારમાંથી કેસર કેરીના બોક્સ માર્કેટિંગ યાર્ડખાતે આવી રહ્યા છે. પ્રથમ દિવસે 170 બોક્સ વેચાણ માટે આવ્યા હોવાનું વેપારી અગ્રણી એ જણાવ્યું હતું.લોક ડાઉનને કારણે માત્ર જૂનાગઢના જ વેપારીઓ હરરાજીમાં ભાગ લઇ શક્યા હતા. પ્રથમ દિવસે ભાવ પણ ઓછા રહ્યા હતા. દસ કીલો કેસર કેરી નો ભાવ 700 થી 800 રૂપિયા વચ્ચે બોલાયો હતો. આવતા સપ્તાહથી બોક્સની આવક વધશે તેમ કેરી ઉત્પાદકો જણાવી…
કેન્દ્ર સરકારે આ અંગે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે.તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉઅપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે. દેશમાં લોકડાઉન તા. 3 મે સુધી લંબાવાયુંછે ત્યારે હવે લોકડાઉન પછી જ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે. અગાઉ ગયા સપ્તાહે સરકારે એક આદેશ દ્વારા ઇ-કોમર્સ કંપનીઓને એસેન્શિઅલ ઉપરાંત નોન એસેન્શિઅલ ચીજો વેચવાની પણ મંજૂરી આપી હતી. પરંતુ, રિટેલ વેપારીઓના સંગઠનોએ આ મંજૂરીનો વિરોધ કર્યો હતો અને વિવિધ વેપારીઓ અને એસોસીએશનો દ્વારા…
પીવાનાં પાણીની મુશ્કેલી માટે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. ટોલ ફ્રી નંબર 1916 રહેશે કચ્છ જિલ્લાના નાગરિકો ગ્રામીણ વિસ્તારમાં પીવાનાં પાણીની મુશ્કેલી, સમસ્યા હોય તો હવે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. આ માટે ટોલ ફ્રી નંબર 1916 રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પેયજળપાણી પુરવઠા બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનાં પાણીની ઉપલબ્ધિ બાબતે ઉદ્ભવતી મુશ્કેલી નિવારવા તેમજ પેયજળ પાઇપલાઇન મારફત નિયમિત મળતું રહે તે હેતુસર રાજ્ય કક્ષાએ કન્ટ્રોલરૂમ કાર્યરત છે.
નર્મદામાં કોરોનાના 11 કેસ થયા પછી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના લાગે તે માટે ગામ લોકોમાં જાગૃતિ આવી છે. ગામડાઓને પણ સેનિટાઈઝડ કરવાની જરૂરિયાત ઊભી થતાં નર્મદા જિલ્લાનીદરેક ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા નર્મદા જિલ્લા સરપંચ પરિસરને આદેશ કર્યોછે.નર્મદા જિલ્લા પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ દરેક ગ્રામ પંચાયતોને સેનિટાઈઝડ કરવા જણાવ્યું છે, અને આદેશ થતાં જ વિવિધગ્રામ પંચાયતો અને સરપંચો દ્વારા ગામેગામ સેનિટાઈઝડ શરૂ કરી દેવાયું છે. સૌ પ્રથમ કુંવરપુરા ગામને સેનિટેઝશન કરવામાં આવ્યું હતું. દરેક ગ્રામ પંચાયતોએ સરપંચોને જેટલી માત્રામાં સેનિટાઈઝડની જરૂર હતી તેટલી જ માત્રામાં વિનામૂલ્યે આપવામાં આવશે.તિલકવાડા તાલુકામાં પણ સરપંચ દ્વારા દરેક ગામને સેનિટાઈઝડ કરવાની સૂચના આપવામાં આવી છે.…