ભારતમાં સમુદાય સંક્રમણ શરૂ થયો છે? શું લોકોએ કોરોના સામે લડવા માટે ટોળાની પ્રતિરક્ષા વિકસાવી છે? શું આપણે અત્યારે કોરોના (COVID-19) સાથે રહેવા માટે તૈયાર રહેવું જોઈએ? આ બધા પ્રશ્નો માટે, ભારત સરકાર સેરોસર્વીનું આયોજન કરશે. આ સર્વે શું છે અને તેની પ્રક્રિયા શું છે? શીખો- ભારતમાં દરરોજ, દર્દીઓની સંખ્યામાં વિક્રમી વધારો થાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7 હજાર કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ 4 હજારને પાર કરી ગયો છે. દરમિયાન, દરેકમાં એક ડર છે કે શું કોરોના ભારતમાં ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે? ભારતમાં સમુદાય સંક્રમણ શરૂ થયો છે? તે જાણવા માટે, ભારતના 10…
કવિ: Karan Parmar
અમદાવાદ, 26 મે 2020 RBIએ કોરોના વાયરસના પગલે દેશમાં ચાલી રહેલા લોક ડાઉનથી ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ જતા લોકોને બેંક લોનની ચુકવણીમાં રાહત આપી છે. 3 મહિના સુધી EMIની અવધી લંબાવી શકવાની સુવિધા આપી છે. RBIએ કહ્યું છે કે આમ કરવાથી તમારી કુલ ચુકવણીનું ભારણ વધી જશે. કારણ કે આ સમયગાળા દરમિયાનનું વ્યાજ ચઢતું રહેશે. તે કુલ વ્યાજ કેટલું છે. ગ્રાહકે 6 લાખ રૂપિયાની કાર લોન લીધી છે, તેની EMIની અવધી 54 મહિના બાકી છે તો 3 મહિનાની EMI લંબાવવાની સુવિધાને કારણે તેને 19 હજાર રૂપિયાનું વધારાનું વ્યાજ ભરવું પડશે. આ વ્યાજ 1.5 EMI જેટલું છે. લોકડાઉન અને કોરોના રોગચાળાથી…
2017માં કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં 21 હજાર તો ધોરણ 12માં 14 હજાર વિદ્યાર્થીઓએ આજે પ્રથમ પરીક્ષા આપી હતી. ધોરણ 10માં કોર એન્ડ ઓબ્જેક્ટીવ તથા ધોરણ 12માં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં 7 જેટલી કેન્દ્રીય વિદ્યાલય અને 29 કરતા વધુ સ્વાનિર્ભર શાળા આવેલી હતી. આજે આવી 35 શાળાઓ છે. જેમની પરીક્ષા 15 જુલાઇએ પરીક્ષા બાદ સીબીએસઈની શાળાઓ ખુલી શકે છે. હાલમાં સીબીએસઈ દરેક રાજ્ય અને જિલ્લાની વિવિધ શાળાઓ પાસેથી તેમના વિસ્તારની શક્યતાઓ વિશે માહિતી એકઠી કરી રહી છે. જે જિલ્લાઓ ગ્રીન જેનમાં છે અથવા બદલાઈ ગયેલા જિલ્લાઓમાં ત્યાં શાળાઓ ખોલવા દેવામાં આવશે. આ માટે જિલ્લા…
મોદી સરકારે શ્રીમંત લોકો માટે નિવૃત્તી પછીની આવક મેળવવા પેન્શન તરીકે વર્ષે 12 હજાર રૂપિયા સુધીની રકમ મેળવવા માટે 15.66 લાખ રૂપિયા કુલ રોકાણ અને મહિનાના 1000 રૂપિયાની લઘુત્તમ પેન્શન માટે રૂ. 1.62 લાખનું રોકાણ કરવું પડે છે. 60 વર્ષની વય પછી લાભ મળી શકે છે. આવી વિચિત્ર યોજના બનાવી છે. તેનો મતલબ એ થયો કે ઘર ચલાવવા માટે મહિને આવશ્યક રૂ.36 હજાનું પેન્શન જોઈતું હોય તો 4.80 કરોડ રોકવા પડે તો તમને ઘર ચાલે એટલું મહિને પેન્શન મળી શકે. આમ લોકોને છેતરવા માટેની આ યોજના હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે. યોજનામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ યોજનાના વ્યાજ…
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે મજૂરોની રેલ્વે ટિકિટના કાળા બજાર કરતાં પકડીને તેમની સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાજપના એક કાર્યકર પણ છે. કોરોના ટ્રેન આ ભાજપના કાર્યકરો માટેનું મહા કૌભાંડ છે. જેમાં રાજકારણનો અને મતનો ઉપયોગ કરીને કુપનના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટ્રેનની ટિકિટોના કાળાબજાર કઈ રીતે થઈ રહ્યાં છે તે જાણો આખી હકીકત. ટ્રેન માટે કટેલ્ટરને અરજી કરવાની હોય છે. જે પાસ ઈસ્યુ કરે છે. પણ ગુજરાતમાં કલેક્ટર કચેરી દ્વારા આવી બહું ઓછી ટ્રેનો આપવામાં આવી રહી છે. મજૂરોએ દિવસો સુધી રાહ જોવી પડે છે. જે આપવામાં આવે છે તે ભાજપ ફાયદો…
રાજ્યના માર્કેટયાર્ડ ૧૫ એપ્રિલથી શરૂ કરવાની અનુમતિ આપી હતી. રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવેલ અનાજની વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં તા.૨૩મી મે સુધીમાં કુલ ૬૬ લાખ ૪૯ હજાર ૨૫૪ ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે. આ અનાજમાં ૧૯,૩૭,૧૬૧ ક્વિન્ટલ ઘઉં ૧૪,૬૬,૪૯૨ ક્વિન્ટલ એરંડા, ૩,૫૩,૧૮૨ ક્વિન્ટલ કપાસ તેમજ ૧,૮૩,૭૯૪ ક્વિન્ટલ તમાકુ અને ૨,૮૫,૧૯૭ ક્વિન્ટલ ચણા મુખ્યત્વે ખેત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા દરમિયાન કોરોના સંક્રમણ નિયંત્રણ સુરક્ષા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનીટાઈઝરનો ઉપયોગ તેમજ માર્કેટયાર્ડમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે. રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને…
લૉકડાઉન-૪માં નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ખાનગી બસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથી એટલે કે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ફરતી ખાનગી બસોને ડિટેઈન કરીને તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું છે. લૉકડાઉન-૪ માં મળેલી છૂટછાટ અનુસાર ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં તા.૨૦મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ બસ કન્ટેન્ટમેન્ટ વિસ્તારના રૂટમાંથી પસાર કરવામાં આવતી…
આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહિનામાં મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની પાંચ વખત વિગતવાર મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તજજ્ઞ ડૉક્ટર, અમદાવાદ શહેરના અને ગુજરાતના નિષ્ણાત ખાનગી તબીબો અને વિશેષજ્ઞો સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ત્રણ વખત બેઠકો કરી હતી. આ બેઠકો વખતે મુખ્યમંત્રીશ્રીના ખાસ સચિવ શ્રી કૈલાસનાથન,…
રવિવારે 40 ટ્રેન ગુજરાતથી રવાના થઈ જેની સાથે કુલ સવા બાર લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાત છોડી દીધું છે. 23 મે 2020 શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 791 ટ્રેન ચલાવાઇ છે. જેમાં 11.60 લાખ પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન જવા ગુજરાત છોડી દીધું હતું. ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. આ કોરોના ટ્રેનો પૈકી મોટા ભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ રાજસ્થાન, મણીપુર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ટ્રેન દોડાવાઈ છે. 24 મે 2020એ 40 ટ્રેન ગુજરાતમાંથી દોડાવી હતી. કોરોનાના કારણે 2 મે 2020ના દિવસથી બે શ્રમિક ટ્રેન મારફતે ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકો અને કામદારોને પોતાના વતન પહોંચાડવાની કામગીરી…
વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA લાભાર્થી એવા અંત્યોદય અને અગ્રતા ધરાવતા PHH પરિવારો મળી ૬૫.૪૦ લાખ તેમજ જેમનો NFSAમાં સમાવેશ થયો નથી તેવા ૩.૪૦ લાખ BPL પરિવારો મળીને કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આવતીકાલ તા. ૧૭મી મે રવિવારથી પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ, ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે. અમદાવાદ શહેરમાં આવા લાભાર્થીઓને અનાજ વિતરણની તારીખો હવે પછી એટલે કે APL-1 કાર્ડધારકોને તા.૧૮ થી ર૩ મે દરમ્યાન થનારા અનાજ વિતરણ પછી જાહેર કરવામાં આવશે. એવો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. વિતરણ…