કવિ: Karan Parmar

દારૂબંધી ગેરકાયદેસર કાળા નાણાંની ગેરકાયદેસર મુક્તિ છે. ભાગીદારીમાં વહીવટી તંત્ર અને મંત્રીઓ વચ્ચે જે પૈસા ખોટી રીતે જાય છે તે સીધા સરકારની તિજોરીમાં આવશે. જેનો લાભ સામાન્ય લોકો મફત શિક્ષણ અને મફત તબીબી મેળવી શકે છે. તેમ શંકરસિંહ વાઘેલાએ 15 મે 2020ના દિવસે જાહેરાત કરી હતી. ગુજરાતમાં છેલ્લાં 24 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં દર વર્ષે દારૂબંધીના કારણે રૂ.20 હજાર કરોડનો વેરો ગુમાવે છે. એટલાં જ નાણાં પોલીસ તંત્ર અને મંત્રીઓ પાસે જતાં હોવાનો ગંભીર આરોપ ભાજપના ગૃહ પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર શંકરસિંહ વાઘેલાએ લગાવ્યો છે. એનસીપીના ગુજરાત પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,…

Read More

બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ વિગતો સાથેની માહિતી ડીજીટલ સ્વરૂપે સંગ્રહ કરવા મોબાઈ એપ બનાવવામાં આવી છે. આવનાર લોકો મારફતે કોરોના સંક્રમણ ફેલાય તો તેમને ટ્રેક કરવામાં સરળતા રહે તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘‘ ગેટ વે આફ બોટાદ’’ નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશન સરહદ પર આવેલી સાત ચેક પોસ્ટ પર ફરજ પરના…

Read More

કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. કપાસનો પાક તો ક્યારનો તૈયાર થઈ ગયો છે અને ગરિબ ખેડૂતોએ 60 દિવસ પહેલાં જ પોતોના કપાસ માલેતુજાર વેપારીઓને વેંચી દીધો છે. હવે રૂપાણી સરકાર જાગી છે. જેનો ફાયદો વેપારીઓ અને શ્રીમંત ખેડૂતોને થશે. ગરીબ ખેડૂતોને નહીં થાય. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, “ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીએ…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે. બે-અઢી મહિના (ખરેખ તો 53 દિવસ) લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના બનાવી છે. લોન પર વ્યાજ રાહત આપી છે પણ વેપારીઓને વેરામાં કોઈ રાહતો રૂપાણી સરકારે આપી નથી. વેપારીઓ વેરામાં રાહત માંગી રહ્યાં છે. ઘણાં વેપારીઓનો માલ બે મહિનામાં દુકાનમાં ખરાબ થઈ ગયો છે તેનું વળતર તેઓ માંગી રહ્યાં હતા. પણ હવે વેપારીઓ લોન લઈને તેનું થોડું વ્યાજ અને હપ્તા ભરવા પડશે. રાજ્યમાં 10 લાખથી વધુ એવા…

Read More

ચોમાસની ટુક સમયમાં શરૂઆત થશે તે માટે પ્રીમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે કરવાની માંગણી સાથે મહત્વની ગંભીર બાબત એ છે કે ગત વર્ષે 20 ઇંચ વરસાદમાં સરકારના તંત્રની પોલ ખુલી ગઈ હતી અને આખું શહેર ડૂબી ગયું અને અને ૧૬થી વધારે નિર્દોષ નાગરિકોના મોત થયા અને નાગરિકો અને સરકારની માલ મીલ્ક્તને કરોડો-અબજો રૂપિયાનું નુકશાન થયું હતું. કોંગ્રેસ દ્વારા વડોદરા કલેકટર, વડોદરા મેયર અને મ્યુનિ ક્મીશ્નર વડોદરાને આવેદનપત્ર આપેલું હતું. મ્યુનિકાઉન્સીલર અમી રાવતના જણાવ્યા મુજબ, જો 1 જૂનથી કેરાલામાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ બેસી જતું હોય છે. તેથી હવે વમપા પાસે હવે 1 મહિનો રહ્યો છે. જો ગયા વર્ષની…

Read More

શ્રમિક કોરોના ટ્રેન દ્વારા 14 મે 2020 સુધીમાં દેશના 800 શ્રમિક વિશેષ કોરોના ટ્રેન બની ગઈ છે. ટ્રેનો મારફતે 10 લાખથી વધુ મુસાફરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપૂર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપૂરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે. જ્યાં કોરોના અગાઉ કરતાં વધું ફેલાયો છે. ઓડિશામાં બુધવારે નોંધાયેલા 101 નવા કોરોના કેસમાંથી 90 સ્થળાંતરકારો સાથે સંબંધિત છે. 3 મે પછી રાજ્યમાં 376 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.  300 થી વધુ કેસ ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળથી પરત આવેલા પરપ્રાંતિય…

Read More

રાજ્ય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૨૦ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતાં હોય તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને નિયત કરેલ ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની હતી. ૧૦મી મે સુધી યોજાયેલી આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રસ્પર્ધાની ૭૦૪૬૪, નિબંધ સ્પર્ધાની ૩૮૦૩૭ અને કાવ્ય લેખનની ૧૫૭૩૩ મળીને કુલ ૧,૨૪,૫૩૪ કૃતિઓ મળી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની ૪૨૦૯૦ , નિબંધ…

Read More

1 લાખ કરોડ ગુજરાતના ભાગે આવી શકે છે. દરેક વ્યક્તિને રૂ.15500 મળી શકે છે. આ અંગે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. કારણ કે કોરોનાના કારણે ઉદ્યોગો ભાંગી પડ્યા છે, કચેરીઓ ચાલતી નથી અને રોજગાર રહ્યાં નથી તથા 20 લાખ મજૂરો ગુજરાત છોડીને જતાં રહ્યાં હોવાથી ઉદ્યોગો ચાલી શકે તેમ નથી. તેથી ગુજરાત સરકારની આવકમાં રૂ.20થી 40 હજાર કરોડનો ફટકો પડી શકે છે. તેથી વેપાર અને લોકોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ગુજરાત સરકારની વર્ષે આવક રૂ.1.40 લાખ કરોડ છે. કેન્દ્ર સરકાર જે સહાય આપવાની છે તે ગુજરાત સરકારની હાલ કુલ આવક છે તેના 70 ટકા રકમ છે. આટલી જંગી…

Read More

કોરોના વાયરસ – કોવિડ-19ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે ગુજરાતે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મજૂરો અંગે ભલામણ ગુજરાત સરકારે કહ્યું છે કે, સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતી રચવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે, રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે. ગુજરાતમાંથી મોટાપાયે આવા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ચાલ્યા ગયા છે ત્યારે શ્રમિકોની ઉપલબ્ધિની વ્યવસ્થાઓ સુધારણા માટેની બાબતો પણ આ…

Read More

વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્રો પહોંચતા કર્યા છે. તેની સાથે વાલીઓને તેમના સંતાનો વર્ગખંડની પરિક્ષા જેટલી જ ગંભીરતાથી ઘરમાં જ આ પ્રશ્નપત્રો લખવાનો પ્રયત્ન કરે, તેની કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. પહેલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા શાળામાં આવતા હવે અમે પરીક્ષાને તેમના ઘેર પહોંચાડી છે. કોરોનાની મોખરાની હરોળના લડવૈયાઓ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.…

Read More