રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૨૬૨ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૩ લાખ ૯૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. સમગ્ર દેશમાંથી આવી ૬૪૦ વિશેષ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ૨૬૨ ટ્રેન એટલે કે ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે. આજે વધુ ૩૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે. મહારાષ્ટ્રમાંથી ૯૯ (૧પ ટકા), પંજાબથી ૮૧ (૧૩ ટકા), રાજસ્થાન ર૭ (૪ ટકા), કર્ણાટક ૩૬ (પ ટકા) અને તેલંગાણા…
કવિ: Karan Parmar
પત્રકાર ધવલ પટેલ ના સમર્થનમાં જુનાગઢ સહિત ગુજરાતભરનાં પત્રકારો આવી ગયા છે. ધવલ પટેલને છોડી મૂકવા વિવિધ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર અપાયા છે. રાજદ્રોહ સહિતની તમામ કલમો રદ્દ કરી છોડી મૂકવા આહવાન કરાયું છે. જો સરકાર નહિ છોડે તો પત્રકારો આંદોલન કરશે. દરેક મીડીયા માધ્યમના માલીકો ને પણ સરકાર ઉપર દબાણ લાવવા અપીલ કરાઈ. મેડિકલ, પોલીસ, સરસરકારી સ્ટાફની જેમ પત્રકારો પણ છે કોરોના યોધ્ધા છે ને સરકાર જેલમાં નાંખે છે. આવેદનપત્ર 13 મે 2020 શ્રીમાન મુખ્યમંત્રીશ્રી, ગાંધીનગર, ગુજરાત વિષય – અમદાવાદના પત્રકાર પર રાજદ્રોહનો કેસ સંદર્ભે ખાસ આવેદન.. શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદના સમાચાર અપલોડ કરવા બદલ…
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શનનાં લેટેસ્ટ આંકડા મુજબ, ગુજરાતમાં મોબાઇલ યુઝરની સંખ્યામાં જાન્યુઆરી, 2020માં 4.66 લાખનો વધારો થયો હતો. આ મહિનામાં જિયોના સબસ્ક્રાઇબરની સંખ્યામાં 4.93 લાખનો વધારો થયો હતો. હકીકતમાં વોડાફોન આઇડિયાએ ગુમાવેલા લગભગ તમામ ગ્રાહકો જિયોને મળ્યા છે. આ રીતે જાન્યુઆરી, 2020ના અંત સુધીમાં ગુજરાતમાં મોબાઇલના કુલ યુઝર 6.79 કરોડ હતા. કુલ વૃદ્ધિમાં જિયોએ સૌથી વધુ 4.93 લાખ યુઝરનું પ્રદાન કર્યું હતું. પછી ભારતી એરટલનાં ગ્રાહકોમાં 1.07 લાખ અને બીએસએનએલના ગ્રાહકમાં આશરે 12,300 યુઝરનો વધારો થયો હતો. એકમાત્ર વોડાફોન આઇડિયાએ 1.47 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા. જોકે, સબસ્ક્રાઇબરમાં સતત ઘટાડો થવા છતાં વોડાફોન આઇડિયાએ 2.73…
રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા રોગપ્રતિરોધક ઊકાળાના 1.79 કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. સંશમની વટી 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો 1.5 કરોડ લોકોને મળી ગઈ છે. જોકે, મોટાભાગે તો સરકારી તંત્રના અધિકારીઓને દવા આપી દેવામાં આવી છે. પ્રજા સુધી આ દવા પહોંચી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુર્વેદ ઊકાળા-દવાઓના ઘેર-ઘેર વિતરણ કરવા કહ્યું હતું. પણ ઘરે કોઈને મળ્યા નથી એવી ફરિયાદ તમામ સ્થળેથી મળી છે. ત્યારે, રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે 7 ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત લાવવામાં આવ્યો છે. જેમાં, 2490 કિ.ગ્રા. સંશમની વટી,…
અન્ય દેશોમાં ગુજરાતના અટવાયેલા મનિલાથી 137 અને યુ.એસ.એ થી 107 મળી કુલ 244 વિધાર્થીઓ અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ 12 મે 2020એ આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને એરપોર્ટ પર જ હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે ખાસ વોલ્વો બસની સુવિધા કરાઈ હતી. તેમના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી તેમની પસંદહગીની હોટલો પર તથા રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાના સ્થળોએ મોકલી આપવામાં આવ્યા હતા. ગુજરાતના આ વિદ્યાર્થીઓને પસંદગી અપાયેલા જિલ્લાઓમાં અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ પર જ રવાના કરાયા હતા. આમ ભારતના પૈસા વિદેશ વાપરતાં વિદેશથી આવેલા લોકોને સારી સુવિધા આપવામાં આવી છે. પણ…
સુરતના કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાને પ્રાઇવેટ લેબ કે સરકારી હોસ્પિટલ સુધી જવાની જરૂરિયાત નહિ રહે. તેમનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ ઝડપી બનશે. આ ઉપરાંત, કોરોના વાઇરસ સંક્રમણના ભયને ટાળી શકાશે. કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે “પેશન્ટ કમ્પાર્ટમેન્ટ”, બીજું કોવિડ-૧૯ સેમ્પલ એકત્ર કરવા…
કોરોના મહામારીને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ નર્સોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. ભાવનગરના નર્સિંગ કોરોના વોરિયર્સ કિન્નરી ગામીત જણાવે છે કે હું સુરતની વતની છું અને છેલ્લા ૩ વર્ષથી ભાવનગરની સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. હું પણ કોરોના સામેની જંગમાં એક યોદ્ધા છું. આ મહામારીના સમયમાં મારો પરિવાર મારાથી દૂર છે ત્યારે મેં અહીં આવતા કોરોનાગ્રસ્ત દર્દીને જ મારો પરિવાર બનાવી લીધો છે. કારણ કે એ પણ બહાર નથી જઈ શકતા અને હું પણ. પોતાની સંવેદના વ્યક્ત કરતાં કિન્નરી ઉમેરે છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા કરતા ભલે અમે કોરોનાગ્રસ્ત થઈ જઈએ, એનો અમને કોઈ અફસોસ નહી રહે.…
નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં “કોરોવાઇલ ટેબલેટ” બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે. કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિસ કર્મચારીને વિનામૂલ્યે આપવાની શરૂઆત આવી છે. સતત સાત દિવસ સુધી દવા વિતરણ કરવામાં આવશે. કુલ 6000 જેટલા પોલીસ સ્ટાફ અને પેરામિલેટ્રી ફોર્સને કોરોવાઇલ ટેબલેટ વિતરણ કરવા માટે પોલીસ દ્વારા નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલને પ્રશંસાપત્ર પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે એવો નિર્ણય કર્યો છે. મજૂરો તો બધા બહાર ધકેલી દેવાયા છે. 30 ટકા ઉદ્યોગો માંડ ચાલું થઈ શકે તેમ છે. મુખ્ય પ્રધાન રૂપાણીના મત વિસ્તારમાં ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યા છે તો ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં ઉદ્યોગ કેમ ચાલુ કરવા દેવામાં આવતાં નથી ? રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં, ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન…
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ૧લી મે, ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવાની જાહેરાત કરી હતી. તેનો બીજો તબક્કો એટલે મે માસનો જથ્થો પણ એ જ રીતે તમામને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. અમદાવાદ શહેર સિવાયના તમામ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો પરથી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ જથ્થાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૫ લાખ કુટુંબોએ આ જથ્થો મેળવી…