અમદાવાદ, 7 મે 2020 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશન વધવાના સંજોગો ઉભા થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રવેશવાની શરુઆત થઇ હતી. જેના કારણે આજે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાઈત નિષ્કાળજી છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે. સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેની પાછળ જવાબદાર કારણો વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો સાથે ચર્ચા કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસ…
કવિ: Karan Parmar
આ બાબતની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા મુજબ, ચીનથી બહાર જતા વ્યવસાયોને આકર્ષવા માટે 500,000 હેક્ટર કદનું લેન્ડ પૂલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ હેતુ માટે દેશભરમાં કુલ 461,589 હેક્ટર વિસ્તારની ઓળખ કરવામાં આવી છે, મીડિયા સાથે વાત કરવાનો અધિકાર ન હોવાથી અને ઓણખાણ ન કરવાની શરતે લોકોએ કહ્યું: ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં હાલની ઔદ્યોગિક જમીનોના 115,131 હેક્ટરનો સમાવેશ થાય છે, એમ તેઓએ જણાવ્યું હતું. સંપાદનના વિલંબથી હતાશ સાઉદી અરામકોથી પોસ્કો સુધીની યોજનાઓ ભારતમાં રોકાણ કરવા ઇચ્છતી કંપનીઓ માટે જમીન સૌથી મોટી અવરોધ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વહીવટ રાજ્ય સરકારો સાથે તે બદલવા માટે કામ કરી રહ્યું…
રાજ્યના પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સ કામે લાગી ગયો છે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી કુલ ૭ વધારાની કંપનીઓ ફાળવી દેવાઇ છે. તે પૈકી ૫ કંપનીઓ અમદાવાદ ખાતે કાર્યરત કરાશે આ માટે કુલ ૮ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લા બંધી કરી દેવાઈ છે. શહેરની પોલીસ ફોર્સ, એસ.આર.પી અને પેરામિલિટરી સહિત કુલ ૩૮ કંપનીઓ કામ કરતી થઈ છે. વડોદરા ખાતે…
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા ૮ મે, ૨૦૨૦થી શરૂ થશે. રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પરથી થશે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે. 210 ગુજરાતીઓ દેશ આવે એવી ધારણા છે. પહેલી યાત્રામાં કુલ ૧ હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાયરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે. ભારતીયોને કેરળના કોચિ ખાતે…
પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા બન્ને ડિઝાઈન કરાઈ હતી પાટણ, 5 મે 2020 સામાજીક અંતર જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો આગળ રાઉન્ડ માર્કિંગની પહેલ દેશભરમાં અપનાવવામાં આવી છે. રાઉન્ડ કરવાનું પાટણ પહેલું હતું. રાઉન્ડ માર્કિંગ સિસ્ટમના પાયોનિયર રહેલા પાટણ જિલ્લાની વધુ એક પહેલ દેશભરમાં લાગુ કરવામાં આવી છે. લોકડાઉનની શરૂઆત સાથે જ ભોજન વિતરણ અને જનજાગૃતિની જે વ્યવસ્થા શહેરમાં ઉભી કરવામાં આવી હતી. તે જ પ્રકારની વ્યવસ્થા દેશના દરેક જિલ્લામાં ઉભી કરવા કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા 8 એપ્રિલ 2020ના રોજ એડવાઈઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પાટણ જિલ્લા કલેક્ટર…
લક્ષણો વિનાના તેમજ અતિ ગંભીર ન હોય તેવા કોરોના પોઝિટીવ કેસોની સારવાર આ ખાનગી હોસ્પિટલોમાં કરાશે, જેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે ગાંધીનગર, 5 મે 2020 ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય રોગ માટેના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોઇ પરસ્પર સંક્રમણની સંભાવના ટાળવા નજીકની મોટી ખાનગી હોસ્પિટલ જેવી કે ગોએન્કા, આશ્કા, એસ.એમ.વી.એસ ને કોવિડ- ૧19 હોસ્પિટલ તરીકે તબદીલ કરવામાં આવી છે. જો ગાંધીનગર કલેક્ટર આવું કરી શકતાં હોય તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યવ્યાપી નીતિ કેમ જાહેર કરી શકતાં નથી કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારાનું ખર્ચ રાજ્ય સરકાર આપશે. મુખ્ય પ્રધાને લોકો પાસેથી રાહત ફંડમાં નાણાં એટલા માટે તો…
ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે. હાલ અલંગમાં મજૂરો નથી. મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશ જતાં રહ્યાં છે. મંગળવારથી 40 થી 50 ટકા પ્લોટમાં જે પ્લોટધારકો પાસે સેનિટાઈઝર, થર્મલ ગન સહિતની જરૂરી સાધનો ઉપલબ્ધ છે, તેવા પ્લોટ શરૂ કરવામાં આવ્યા છે. 10થી વધુ શ્રમિકો તેમજ…
લોકડાઉનને કારણે દેશભરમાં દારૂબંધી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દારૂનું વેચાણ બંધ થવાને કારણે તમામ રાજ્યોને એક દિવસમાં 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 2019-20માં દેશના રાજ્યોએ રૂ.1.75 લાખ કરોડની આવક એકસાઈઝ ડ્યુટી તરીકે મેળવી હતી. 2018-19માં આ આંકડો આશરે 1.5 લાખ કરોડ રૂપિયા હતો. શરાબથી કમાણી 2018-19માં એક્સાઈઝ ડ્યૂટી – 2019-20 માં એક્સાઈઝ ડ્યુટીની આવક બધા રાજ્યો 150658 કરોડ રૂપિયા – 175501 કરોડ યુપી 25100 કરોડ – 31517 કરોડ રૂપિયા છે કર્ણાટક 19750 કરોડ રૂપિયા – 20950 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર 15343 કરોડ રૂપિયા – 17477 કરોડ રૂપિયા પશ્ચિમ બંગાળ 10554 કરોડ રૂપિયા – 11874 કરોડ રૂપિયા તેલંગાણા 10314…
ભારતમાં પીનારાઓ પણ દર વર્ષે વધી રહ્યા છે. 2018 માં ડબ્લ્યુએચઓ તરફથી એક અહેવાલ બહાર આવ્યો છે. આ મુજબ, દેશમાં દરેક વ્યક્તિ (15 વર્ષથી ઉપર) 2005 માં 2.4 લિટર દારૂ પીતો હતો, પરંતુ 2016 માં આ વપરાશ વધીને 5.7 લિટર થઈ ગયો. જો કે, આનો અર્થ એ નથી કે દેશમાં દરેક દારૂ પીવે છે. આ સાથે, વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2016 માં પુરુષો અને સ્ત્રીઓમાં દર વર્ષે પીવામાં આવતા દારૂનું પ્રમાણ પણ વધ્યું હતું. 2010 માં, પુરુષો વર્ષે 7.1 લિટર દારૂ પીતા હતા, જે 2016 માં વધીને 9.4 લિટર થઈ ગઈ છે. જ્યારે 2010 માં મહિલાઓએ 1.3 લિટર દારૂ…
ડબ્લ્યુએચઓ અનુસાર, દેશમાં સરેરાશ દરેક વ્યક્તિ દર વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે. ગુજરાતમાં 6.5 કરોડની વસતી પ્રમાણે જો અડધો દારૂ પિવા તો હોય તો પણ 3 લીટર દારૂ માથા દીઠ શરેરાશ પીવામાં આવે છે. જેની એક લિટરની કિંમત 400 રૂપિયા ગણવામાં આવે તો પણ 1200 રૂપિયાનો દારુ પિવામાં આવે છે. ગુજરાત કરકાર જો દારુ બંધીની છૂટ આપી દે તો લોકો 6 લીટર દારૂ પિવા લાગે તેમ છે. ગુજરાત સરકારને તેની આવક રૂ.25 હજાર કરોડ મેળવતી થાય તેમ છે. પણ ગુજરાતમાં જે શાંતિ છે તે દારૂબંધીના કારણે છે. તેથી બીજા રાજ્યોની સરખામણીએ સુખી પ્રજા છે. દારૂબંધીના કારણે પોલીસ અત્યાચાર કરતી…