કવિ: Karan Parmar

અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર  એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી તેની પાછળ રૂ.10 લાખનું ખર્ચ થયું હોવાનું અનુમાન છે. જો આ ખર્ચ વેન્ટીલેટર ખરીદવા માટે ખર્ચ કરાયું હોત તો ઘણાં લોકોના જીવ વચી શક્યા હોય એમ કેટલાંક તબિબો માની રહ્યાં છે. કર્મચારીઓ પોતાનો પગાર વધારવા અને કોરોના સમયે જોખમી ફરજ જેટલા દિવસ બજાવી હોય તેનો ત્રણ ગણો પગાર આપવાની માંગણી ખાનગીમાં કરી રહ્યાં છે. તેઓ કહે કે અમને યોગ્ય વળતર આપીને સલામી આપો. આખા ગુજરાતમાં 45 હજાર ડોક્ટરો અને સ્ટાફ કોરોના સામે જોખમ ઉઠાવીને લડાઈ લડે છે તેમને સલામી કેમ નહીં માત્ર અમદાવાદના જ ડોક્ટર શું ડોક્ટર…

Read More

રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૧,૦૪૨ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા રાજ્યમાં 4 મે 2020એ કૉવિડ-૧૯ ના નવા ૩૭૪ પોઝિટિવ કેસ નોંધાયા :  છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૪૪ ટેસ્ટ અત્યાર સુધીમાં થયેલ ૮૦,૦૬૦ ટેસ્ટમાંથી ૫,૪૨૮ કેસ પોઝિટિવ આવેલા છે. પહેલા રૂપાણી સરકારે ટેસ્ટની સંખ્યા એકાએક ઘટાડી નાંખીને મામલા ઓછા બતાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેમનો ભોપાળુ બહાર આવી જતાં કેન્દ્રની મોદી સરકારે તેને ઠપકો આપ્યો હતો. તેથી હવે ટેસ્ટની ચકાસણી એકાએક વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૪૨ લોકો કોરોના સામે જંગ લડીને સાજા થઈને ઘરે ગયા છે. આજે સમગ્ર રાજ્યમાં કુલ ૫,૪૨૮ દર્દીઓ કોરોના સામે લડી…

Read More

રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી. હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ સહિત મોટા ઉદ્યોગો છે. ઉપરાંત અનેક જાયન્ટ એકમો છે. તે બધાને મંજૂરી આપવા માટે રૂપાણીએ તખ્તો તૈયાર કરી લીધો છે. રિલાયન્સે રીફાઈનરી ચાલું રાખી છે. કોલોનીની અંદર કોઈને જવા નથી દેવાતા અને બહાર નિકળવા દેવાતા નથી. ઉદ્યોગોના માલિકોએ કામે આવતા કર્મચારીઓ – શ્રમિકોને કામના સ્થળે આવવા-જવાની વ્યવસ્થા, માસ્કનો ફરજિયાત ઉપયોગ, થર્મલ સ્ક્રિનીંગથી તાવ-ટેમ્પરેચરની તપાસ, શરદી, તાવ, ઉધરસ જેવાં લક્ષણો જોવા મળે તો, નજીકના આરોગ્ય…

Read More

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના 1 લાખ માસ્ક તૈયાર કરે છે, વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કામ કરી રહ્યાં છે. માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાયરસથી અન્યને પણ સંક્રમિત કરે છે. 24 માર્ચ 2020થી પ્રથમ લોકડાઉનના પ્રથમ દિવસથી જ સતત આ માસ્ક બનાવવાનો પ્રારંભ દરજી સમાજના નીતિન પરમારની આગેવાની હેઠળ તેમની ટીમ જેમાં પરાગભાઇ કે. ચૌહાણ, રાજેશભાઇ એચ. ચૌહાણ, ઇશ્વરલાલ એલ.…

Read More

20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે. સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ અને 2 લાખ મજૂરોએ હિજરત કરી હતી. પણ સરકારે બીજા લોકોને વતન જવા ન દીધા હોવાથી રૂપાણી સરકાર સામે જાહેરમાં બે વખત બળવો કર્યો હતો. હવે સરકારે તમામને બહાર જવા માટે રૂપાણીએ…

Read More

અમદાવાદમાં 4 જ દિવસમાં વિક્રમ તોડીને અત્યાર સુધીમાં સૌથી વધું કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. જોધપુર વોર્ડ, સેટેલાઈટ વિસ્તાર જોખમી અમદાવાદનો સેટેલાઇટ વિસ્તારના જોધપુર વોર્ડમાં  પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા રિદ્ધિ ફ્લેટ્સ, પૃથ્વીટાવર, વિવેકાનંદ ફ્લેટ, મૌલિક ટેનામેન્ટમાં 40 કેસ કોરોના પોઝિટિવના આવ્યાં છે. આ ઉપરાંત જોધપુરના જ અનુપમ સોસાયટી તથા રાઠી હોસ્પિટલ વિસ્તારમાં 12 કેસ પોઝિટિવ આવ્યાં છે. રાજ્યમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300થી વધું કેસ નોંધાયા છે. જે ગુજરાતમાં ચોથી વખત છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 947 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં ત્રણ દિવસમાં 750 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાં રાજ્યના…

Read More

મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ કપાસના ખેડૂતો પાસેથી રૂ. 4995 કરોડમાં કુલ 91.90 લાખ ક્વિન્ટલ એટલે કે 18.66 લાખ ગાંસડી કપાસ ખરીદ્યો ખેડૂતોને ખરીદેલા કપાસની બાકી ચુકવણી કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે; કુલ ખરીદ મૂલ્યમાંથી રૂ.4987 કરોડની ચુકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે…

Read More

લોકડાઉન બીજો તબક્કો પૂર્ણ થવામાં છે, ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇ.ઓ.સી એચપીસીએલ બીપીસીએલ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમા 14.20 કિલોગ્રામના નોન સબસિડાઇઝ સિલિન્ડરમાં રૂપિયા 151 નો ઘટાડો કરવામાં આવ્યો છે, 19 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રૂપિયા 1028 કર્યો છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 257 નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, આ બંને જાહેરાતના પગલે ગૃહિણીઓ અને કૉમર્શિયલ વપરાશકર્તાઓને રાહત થશે.દેશમાં લૉકડાઉન દરમિયાન નોંકરી ધંધામાં મંદીના માહોલ વચ્ચે દેશની ઑઇલ કંપનીએ ગેસના બાટલામાં ભાવ ઘટાડો કરતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો છે. એક બાજુ દેશમાં પરપ્રાંતિય મજૂરોના હિજરતની સુવિધાઓ ગોઠવવામાં આવી…

Read More

એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સહિતની ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓએ વિદેશી કામદારોના પક્ષમાં સ્ટેટ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને પત્ર લખી વિઝા એક્સ્પાયરી ડેટ ૧૦મી સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવા અપીલ કરી છે. અમેરિકન ટ્રમ્પ સરકારે ટેક્નોલોજી કંપનીઓને તેમના પત્રનો હજુ કોઈ ઉત્તર આપ્યો નથી. 2 લાખ લોકો વિઝાનું સ્ટેટશ ગુમાવી દેશે. જેમાં સારા એવા પ્રમાણમાં ગુજરાતના લોકો છે. વિશ્વની અમેરિકન કંપનીઓ અને ટ્રમ્પ સરકાર સામ સામે આવી જાય એવી સ્થિતી ઊભી થઈ રહી છે. ટ્રમ્પ આ કંપનીઓના વિદેશીઓને હાંકી કાઢવા માંગે છે. પણ કેપનીઓ તેમ કરવા તૈયાર નથી. કોરોના વાઇરસથી પ્રસરેલી મહામારીના કારણે અમેરિકામાં નોકરીમાંથી છૂટા કરાયેલા એચવનબી વિઝાધારકો જૂન સુધીમાં…

Read More

કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા. ગુજરાતના 19 ઓરેંજ ઝોન જિલ્લાઓ રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીરસોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર. ગુજરાતના Green ગ્રીન ઝોન જીલ્લાઓ મોરબી, અમરેલી, દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ. ગુજરાતમાં  મે પછી રેડ જોન જિલ્લા સિવાય…

Read More