કવિ: Karan Parmar

અમરેલીના 4 તાલુકાઓના 10 હજાર કરતાં વધું લોકો બહાર ફસાયા છે તેમને ફરી પોતાના વતનમાં લાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર સરકાર સમક્ષ માંગણી કરી  છે. અમરેલીના રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાતમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા 10 હજારથી વધું લોકો લોકડાઉનમાં ફસાઈ ગયા છે. તેમની પાસે નાણાં નથી, હાલમાં કોઈ કામકાજ નથી અને આવક બંધ છે. ખાવાના પણ સાંસા છે. કોઈ ભાવ પુછવા વાળુ પણ નથી.  આ વિસ્તારના ધારાસભ્ય અંબરીષ ડેરને મોબાઈલ ફોન દ્વારા સંર્પક કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંપર્ક કરીને છોડાવવા માટે માંગણી કરી હતી. રાજુલામાં 10 હજાર લોકો આવશે…

Read More

વાયરસના પ્રસારને ઘટાડવા અદ્યતન, અધિકૃત પદ્ધતિઓ વિશે જાણકારી આપવી તથા એનું મેનેજમેન્ટ કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ (એનસીએસટીસી)એ કોવિડ-19 પર કેન્દ્રીત સ્વાસ્થ્ય અને જોખમ વિશે જાણકારી આપતો કાર્યક્રમ ‘યર ઓફ અવેરનેસ ઓન સાયન્સ એન્ડ હેલ્થ’ (YASH-યશ) શરૂ કર્યો છે. આ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યલક્ષી સંચારનો વિસ્તૃત અને અસરકારક પ્રયાસ છે, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે સ્વાસ્થ્ય પર જાણકારીનું સ્તર અને પ્રતિભાવ આપવાનો છે, જે મોટા પાયે લોકોના જીવન બચાવશે અને એમના જીવનની ગુણવત્તા વધારશે તેમજ લોકોનો આત્મવિશ્વાસ વધારશે, એમના જીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવશે અને સ્વાસ્થ્ય સંબંધિત…

Read More

આયુષ મંત્રાલય હેઠળના ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ (AIIA), અને દિલ્હી પોલિસે આજે નવી દિલ્હીમાં દિલ્હી પોલિસ માટે આયુરક્ષા કાર્યક્રમો પ્રારંભ કર્યો છે. આયુરક્ષા નામના આ સંયુક્ત કાર્યક્રમને આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્હી પોલિસ કે સંગ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરળ અને સમયાંતરે પૂરવાર થયેલા આયુર્વેદના રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે. આ પગલાંમાં આયુષ મંત્રાલય મારફતે બહાર પાડવામાં આવેલી માર્ગરેખાનો સમાવેશ થાય છે. જે ફોર્મ્યુલેશનની ભલામણ કરવામાં આવી છે તેમાં ચ્યવનપ્રાસ (કે જેમાં આમળા મુખ્ય સામગ્રી છે), અનુ તૈલા અને સનશામીની વટી (ગુડુચીમાંથી તૈયાર કરેલી), સામગ્રી કે જેમાં સાદી વનસ્પતિનો ઉપયોગ થાય છે અને તે સમયાંતરે પૂરવાર થઈ છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પૂરવાર થયેલી છે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ વયસ્થાપના (એન્ટી-એજીંગ વનસ્પતિ) તરીકે ગિલોયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં એક વધારાની થેરાપી તરીકે આયુષ ઔષધો આપવાની યોજના ઉપર મંત્રાલય કામ કરી રહ્યું છે. તેમણે ફ્રન્ટલાઈન વૉરિયર્સ તરીકે દિલ્હી પોલિસના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. દિલ્હી પોલિસ કમિશ્નર શ્રી એસ એન શ્રીવાસ્તવે દિલ્હી પોલિસના આરોગ્યના પ્રોત્સાહન માટે આયુષ મંત્રાલય અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરળ આયુર્વેદિક વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિ આદિકાળથી વૈજ્ઞાનિક પધ્ધતિ તરીકે પૂરવાર થયેલી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ અને દિલ્હી પોલિસે અત્યાર સુધીમાં આ સૌથી મોટો પ્રયાસ હાથ ધરીને અન્ય લોકો અપનાવી શકે તેવું રોલ મોડેલ પૂરૂં પાડ્યું છે. દિલ્હી પોલિસ, એક એવી દરખાસ્ત સાથે બહાર આવી છે કે જેમાં દિલ્હી પોલિસના કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઈન વૉરિયર્સ માટે આયુર્વેદ રોગ પ્રતિકારક પગલાં લેવામાં આવશે. આ દરખાસ્તનો તબકકાવાર અમલ કરવામાં આવશે. એનસીટી દિલ્હીના 15 જીલ્લાઓના આશરે 80000થી વધુ પોલિસ કર્મચારીઓને આ વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવશે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદે ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર હેઠળ ત્રણ મુખ્ય કોઓર્ડિનેટર નોમિનેટ કર્યા છે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના 15 નોડલ ઓફિસર દિલ્હી રાજ્યના નિર્ધારિત 15 જીલ્લાઓમાં દિલ્હી પોલિસના 15 નોડલ ઓફિસરો સાથે સંકલન કરીને કામગીરી બજાવશે. તબક્કો-1: તમામ ક્વોરેન્ટાઈન્ડ પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે. તબક્કો-2: કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ડેપ્યુટ કરાયેલા પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે. તબક્કો-3: ક્વોરેન્ટાઈન ઝોનમાં ડેપ્યુટ કરાયેલા પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે. તબક્કો-4: ફીલ્ડમાં ફ્રન્ટલાઈન વર્કર તરીકે કામ કરતા તમામ પોલિસમેનને આવરી લેવાશે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદે ડાયાબિટીસ, તાણ, હાયપર ટેન્શન જેવી કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા પોલિસ અધિકારીઓ/ ઓફિસરોની ઓળખ કરી છે. આ લોકોને મહામારીની અસર થવાની વધુ સંભાવના છે. આ ઓફિસરો /અધિકારીઓને વધારાનો સહયોગ અને સંભાળ પૂરી પાડવામાં આવશે. તમામ ઓફિસરો/ અધિકારીઓ જે આ દવા લઈ રહ્યા છે તેમનો ડીજીટલ સ્વરૂપે હેલ્થ રેકર્ડ જાળવવામાં આવશે. આ હેતુ માટે એક ખાસ ડિઝાઈન કરવામાં આવેલી પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી છે અને આયુષ મંત્રાલયે વિકસાવેલી ડીજીટલ આરોગ્ય સંજીવનીનો ઉપયોગ કરવામાં આવશે. દવાઓના વિતરણ માટે ખાસ કીટસ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ફોર્મ્યુલેશન્સ, ઉપયોગની પધ્ધતિ અને આયુષ મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા હિંદી અને અંગ્રેજી ભાષામાં પૂરી પાડવામાં આવશે. આ ઔષધો આયુષ મંત્રાલય હેઠળની ગવર્નમેન્ટ ફાર્મસી (IMPCL) માંથી મેળવવામાં આવશે. એવું પણ આયોજન કરવામાં આવ્યું છે કે દિલ્હી પોલિસ જીલ્લા હેડ ક્વાર્ટર્સમાં એક કીઓસ્ક મૂકવામાં આવશે, જેમાં આહાર અને જીવનશૈલીને લગતી સંપૂર્ણ માહિતી તથા આયુર્વેદિક ફોર્મ્યુલેશનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થતા ઉપયોગ અંગે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના કન્સલ્ટન્ટ દ્વારા શરૂઆતના 15 દિવસ દરમ્યાન વિગતો આપવામાં આવશે. તંદુરસ્તીને પ્રોત્સાહન અને જીવનશૈલીમાં ફેરફાર તથા રોગ પ્રતિકારક ઔષધોના ઉપયોગ વડે રોગ થતા અટકાવવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે.

Read More

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ તાલુકામાં મોટાભાગે ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર કર્યું છે. લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાક થાય તેમ હતો. તડબૂચની ખેતીમાં વીઘાએ 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. 3.5 લાખ મણ તરબૂત ખરાબ થઈ ગયા છે. 70 લાખ કિલો તરબૂત પાણીની બોટલ કરતાં પણ સસ્તામાં વેચાઈ રહ્યાં છે. સરકારે લોકડાઉન જાહેર કર્યું એની અસર ખેડૂતો પર થઈ છે. ખેડૂતોએ વ્યાજે પૈસા…

Read More

રેટિંગ એજન્સી એસએન્ડપી-સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર એના સ્ટેબલ આઉટલૂક સાથે એનાં ‘BBB+’ રેટિંગની પુષ્ટિ કરી છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, કંપની ખર્ચ, એસેટ મોનેટાઇઝેશન અને આવકને કારણે આગામી 12થી 14 મહિનામાં કામગીરી વધુ  સુધારવા તૈયાર છે. ગયા અઠવાડિયે ફેસબુક આરઆઇએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદી લીધો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે (એસએન્ડપી)એ જણાવ્યું હતું કે, આરઆઇએલ એનું ચોખ્ખું ઋણ ઘટાડવા રૂ. 43,574 કરોડ (5.7 અબજ ડોલર)ની આવકનો ઉપયોગ કરશે એવી અપેક્ષા છે. ફેસબુકની વ્હોટ્સએપ એપ્લિકેશન પર એના જિયોમાર્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોંચ કરવાની પ્રક્રિયાને વેગ આપશે. 2019માં સાઉદી અરામ્કોએ આરઆઇએલનાં ઓઇલથી કેમિકલ્સ વ્યવસાયમાં 20 ટકા…

Read More

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના  બનાવોની  100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 43 ગુના દાખલ કરાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એક કંપની ફાળવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં  તારીખ 25 એપ્રિલના રોજ જીઆરડી જવાન ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. ડ્રોનના સર્વેલન્સથી 306 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન…

Read More

ગુજરાતે રાજ્યની કુલ જનસંખ્યાના 92 ટકા જેટલા લોકોને વિનામૂલ્યે 42.48 લાખ કવીન્ટલ બજાર કિંમત રૂ.975.93 કરોડનું આપ્યું છે. માણસ દીઠ રૂ. 162ની વસ્તુ એક મહિના માટે આપી છે. જે રોજના રૂ.5ની વસ્તુ થવા જાય છે. 7 કિલો અનાજ, ખાંડ, તેલ, મીઠુ, દાળ થવા જાય છે. આ બધું એક મહિનામાં માણસ દીઠ એક કે સવા કિલો આ પાંચ વસ્તુ આપવામાં આવી છે. રોજના 33 ગ્રામ ખોરાક થયો. જે ચકલી માટે પણ અપુરતો ખોરાક છે. ગુજરાતના મુખ્ય પ્રધાન પોતાને સંવેદનશિલ ગણાવે છે પણ આ આંક જોતા તો ભાજપની સરકારના વડા તેની 6 કરોડની જનતાની રીતસર મજાક કરી રહ્યાં છે. રોજના રૂ.5ની વસ્તુ…

Read More

ગાંધીનગર, 30 એપ્રિલ 2020 પાંચમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં રૂપાણી દ્વારા નિર્ણયો લેવાયા હતા. જેમાં તુવેરની ખરીદીના વિચાર્યાવગરના નિર્ણયો લીધા હોવાનું ખેડૂતો માની રહ્યાં છે. આ નિર્ણયથી ફરી એક વખત તૂવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થશે જ એવું ખેડૂતો દ્રઢ પણે માનતા થયા છે. સરકારની અણઆવડત બહાર આવી છે. 90 દિવસમાં 103 ગોડાઉન પર 3881 ખેડૂતોની ખરીદી માંડ કરી શકાઈ હતી. તેની સામે હવે ફરી એક ફટવો બહાર પાડીને વિજય રૂપાણીએ આદેશ આપ્યો છે કે 5 દિવસમાં જ  બાકી રહેતાં 12,417 ખે઼ડૂતોની તુવેર ખરીદી લેવી. 90 દિવસમાં જો 4 હજાર ખેડૂતોની ખરીદી થતી હોય અને માત્ર 5 દિવસમાં જ 12 હજાર ખેડૂતોની ભીડ…

Read More

લોકડાઉન હિટ ! આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં નોકરીઓ જશે; 12 કરોડ કર્મચારીઓને પગાર મળ્યો નથી કોરોના વાયરસના ચેપને કારણે ચાલી રહેલા લોકડાઉનથી દેશના અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. મોટા ઉદ્યોગપતિઓથી લઈને મજૂર વર્ગ સુધીના દરેકને આ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વિવિધ સ્ટાફ એજન્સીઓ અને ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના 10 થી 12 કરોડ કર્મચારીઓને ગયા મહિને પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ દેશના ઉદ્યોગના 70 થી 80 ટકા કર્મચારીઓ છે. ગુજરાતમાં 1 કરોડ લોકોએ પગાર ગુમવી દીધો હોય એવો ભય ભયાનક મંદી અને કોરોનાના કારણે થઈ શકે છે. સુરતમાં લાખો લોકોએ નોકરી ગુમાવી દીધી છે. જેમાં…

Read More

અમદાવાદના% 74% ગરીબ ઘરોમાં નિયમિત આવક થતી નથી: આઈઆઈએમ-એ અભ્યાસ હાંસિયામાં ધકેલી દેવાયેલાં પરિવારો પર લોકડાઉનની અસર અંગેના ભારતીય ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ-અમદાવાદ (આઈઆઈએમ-એ) ના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે લગભગ 74% પરિવારોએ હવે “નિયમિત આવક નથી કમાઈ.  અને 60 ટકાએ અહેવાલ આપ્યો છે કે તેમનો હાલનો ખાદ્ય સપ્લાય એક અઠવાડિયાથી ઓછા સમય માટે. પ્રોફેસર અંકુર સરીન દ્વારા સંશોધનકારોના જૂથ સાથે હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવ્યું છે કે ઘણા લોકોએ તેમની આવકની ભાવિ સ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં ઘણાં લોકોએ જણાવ્યું હતું કે “તેઓ આવતા મહિનાનું ભાડુ, ફોન બિલ નહીં બનાવી શકશે, વીજળીનાં બીલ, શાળા ફીનો આગલો હપ્તો. ”…

Read More