કવિ: Satya Day News

મુંબઈના ડોંગરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બની છે. તાર માળની ઈમારત ધરાશયી થતાં 50 લોકો દબાયાની આશંકા સેવવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ કામગીરી કરવામા આવી રહી છે. ફાયર ઉપરાંત એમ્બ્યુલન્સને ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. બીએમસીના અધિકીરએ જણાવ્યું કે હાલ કોઈ ચોક્ક્સ જાણકારી નથી. કાટમાળામાં ફસાયેલા લોકેને બહાર કાઢવાની પ્રાથમિકતા છે. બિલ્ડીંગ ક્યા કારણોસર પડી ગઈ તે જાણા શકાયું નથી. ડોંગરીમાં આવેલી આ ઈમારત એક સાંકડી ગલીમાં આવેલી હતી. ઉપરના માળે લોકો રહેતા હતા. સ્થાનિક લોકોને જણાવ્યા અનુસાર આ બિલ્ડીંગમાં 6 પરિવારો રહેતા હતા. ઈમારતનો અડધો ભાગ જર્જરિત થઈ ગયો હતો. જેથી કરીને તેના પડી…

Read More

સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ લાગેલી મહાભયાનક આગમાં 22 ભૂલકાઓ બળીને ભડથું થયા ગયા હતા. દોઢ મહિના સમયગાળા બાદ તંત્રે તક્ષશિલા આર્કેડના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. આજે સવારે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા તક્ષશિલા આર્કેડમાં ગેરકાયદે બાંધી દેવામાં આવેલા ડોમને તોડી પાડવામાં આવ્યું હતું. આ ડોમમાં જ આગ લાગી હતી અને ત્યાં કોચીંગ ક્લાસીસ ચાલતું હતું. આ ડોમના માળ પરથી બાળકો પોતાનો જીવ બચાવવા કૂદ્યા પણ હતા. હાલ ડોમના પતરા દુર કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ તક્ષશિલામાં ચણી દેવાયેલા ગેરકાયદે આરસીસીના ફ્લોરને તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત બિલ્ડીંગમાં જેટલું પણ…

Read More

પાકિસ્તાને સોમવારની મોડી રાત્રે તમામ એરપોર્ટ બિનસૈન્ય ફ્લાઈટ માટે ફરીથી ખોલી દીધા છે. ફેબ્રુઆરીમાં બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારત માટે તમામ એરપોર્ટ બંધ કરી દીધા હતા. આના કારણે સૌથી વધુ અસર ઈન્ડીયન એરલાઈન્સની ફ્લાઈટને થઈ હતી. હવે આનો સૌથી મોટો લાભ એર ઈન્ડીયાને થશે. પાકિસ્તાને મૂકેલા પ્રતિબંધના કારણે અમેરિકા અને યુરોપ તરફ જતી ફ્લાઈટને અન્ય માર્ગેથી લઈ જવાના કારણે એર ઈન્ડીયાને અંદાજે 491 કરોડનું નુકશાન થયું છે. સૂત્રોએ સોમવારે રાત્રે જણાવ્યું કે પાકિસ્તાને રાત્રે 12:41 મીનીટે ભારતની તમામ ફ્લાઈટ માટે એરપોર્ટ ખુલ્લા કરી દીધા છે અને ફ્લાઈટને ઉડાન ભરવા માટે પરવાનગી આપી દીધી છે. ભારતની વિમાન કંપનીઓ જલ્દીથી પાકિસ્તાની…

Read More

લોકસભામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) વિધેયક-2019-(NIA Bill 2019)ને પાસ કરવામાં આવ્યું હતું. હવે બીલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. જ્યારે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે સોમારે કહ્યું કે NIA કાયદાના દુરુપયોગ કરવાની મોદી સરકારની ન તો ઈચ્છા છે અને ન તો કોઈ ઈરાદો છે. આ કાયદો આતંકવાદને ખતમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. NIA Billને રજૂ કરતી વખતે લોકસભામાં હસ્તક્ષેપ કરી રહેલા વિપક્ષને અમિત શાહે કહ્યું કે કેટલાક લોકોએ ધર્મનો ઉલ્લેખ કર્યો તો તેનો તેમણે આ રીતે જવાબ આપ્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યોએ પોટાનો ઉલ્લેખ કરી સવાલો કર્યા હતા અને NIA Bill પણ તે પ્રમાણે જ કામ કરશે તેવું જણાવ્યું હતું. આનો જવાબ આપતા…

Read More

ભરૂચના ખેતરોમાં પશુઓનો શિકાર કરવા માટે ફરી રહેલા 6 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. શિકારની શોધમાં ફરતા શિકારીઓ ખુદ પોલીસનો શિકાર બની ગયા હતા અને જેલના સળીયા પાછળ ધકેલાયા હતા. ભરૂચ પોલીસ સ્ટાફના પોલીસ માણસો કોમ્બીગ નાઈટમા નિકળેલા હતા. આ દરમિયાન મળેલી બાતમી આધારે ભેસલી ગામેથી રાત્રી દરમિયાન કલાદરા જવાના રોડ ઉપર આવતા કલાદરા ગામ તરફ ખેતરોમાં સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 16 ઝેડ 9566ની અંદર શંકાસ્પદ છ જેટલા ઈસમો પોતાના કબજામાં ભોગવટા વાળી પીકઅપ બોલેરો ગાડીમાં ગેર કાયદેસરના જીવહોણ અગ્નિ શસ્ત્રો (બાર બોર બંદુક) રાખી પશુઓનો શિકાર કરવા માટે રાત્રીના સમયે નિકળી પીકઅપ વાનમાં શિકારના સાધન સામાગ્રી…

Read More

ગુહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાકરીયા સ્થિત બાલવાટીકા- એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તુટવાના પગલે સર્જાયેલી દુધર્ટનામા ઇજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી.પોલીસે પાંચ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ગુહરાજ્ય મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી .આ રાઇડની  ક્ષમતા ૩૨ લોકોની હતી તે પૈકી 31 લોકો તેમાં સવાર હતા. આ અકસ્માતથી બે લોકોના મૃત્યુ થયા છે અને 29 લોકો એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના સમાચાર મળતા જ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.સાંજે 5.50 કલાકે ઘટના…

Read More

અમદાવાદ સ્થિત કાંકરીયા ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં આવેલી રાઈડ તૂટી પડવાના કારણે ત્રણ લોકોએ જાન ગુમાવ્યા છે જ્યારે 26 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. કાંકરીયામાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં 32 લોકોની ક્ષમતા ધરાવતી ડિસ્કવરી નામની રાઈડ અચાનક તૂટી પડી હતી. રાઈડ તૂટી જવાના લીધે પાર્કમાં ભારે અફરા તફરી અને અરાજક્તા સર્જાઈ જવા પામી હતી. લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારનો રજાનો દિવસ હતો અને કાંકરીયામાં ભારે ગીર્દી જામી હતી. આ ઉપરાંત ગૌરી વ્રત અને પાર્વતી વ્રત સાથે હોવાથી લોકો બાળકો સાથે કાંકરીયામાં આવ્યા હતા. આ દરમિયાનમાં રાઈડની મજા લૂંટી રહેલા લોકોની બૂમાબૂમ સંભળાઈ હતી. લોકો…

Read More

હિમાચલ પ્રદેશના સોલનમાં મોટી દુર્ઘટના ઘટી છે. સોલનના કુમારહટ્ટી-નાહન હાઈવે પર આવેલી બિલ્ડીંગ પડી જવાના કારણે આર્મીના 20 જવાનો સહિત 30 લોકો દબાયા હોવાની આશંકા છે. હાઈવે પર આવેલા ગેસ્ટ હાઉસની બિલ્ડીંગ તૂટી પડી છે. રિપોર્ટ પ્રમાણે બિલ્ડીંગના કાટમાળમાં અંદાજે 25 જેટલા લોકો દબાયા છે. ઘટના સ્થળ પર પોલીસ અને રેસ્કયુ ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે બિલ્ડીંગ તૂટી પડી હોવાનું માનવામાં આવે છે. દબાયેલા લોકોમાં ભારતીય સેનાના જવાનો હોવાની જાણકારી મળી રહી છે. હાલ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પંચકૂલાથી પણ રેસ્ક્યુ કરવા માટે NDRFની ટીમને રવાના કરવામાં આવી છે.…

Read More

પંજાબ સરકારના મંત્રીપદેથી સિદ્વુએ રાજીનામું આપી દીધું છે. આ અંગેની જાણકારી ખુદ સિદ્વુએ ટવિટ કરીને આફી છે. સિદ્વુએ ટવિટ કરીને લખ્યું છે કે મેં 10મી જૂને જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમણે રાજીનામા પત્રમાં લખ્યું છે કે પંજાબ કેબિનેનટમાં મંત્રી પદેથી રાજીનામું આપું છું. આ લેટર સિદ્વુએ 10મી જૂન 2019ના રોજ લખેલો છે. આ પહેલાં 10 જૂને સિદ્વુએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંદી અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરવાના ફોટો પણ શેર કર્યા હતા. નોંધનીય વાત એ છે કે સિદ્વુનો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે તેઓ સતત હેડલાઈન્સમાં…

Read More

દેશભરની રાજ્ય સરકારોના મંત્રીની કાર્ય પદ્વતિને લઈ કરવામાં આવેલા સરવેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સૌથી પ્રભાવશાળી મંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બાબત ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભાજપના મોવડી મંડળ માટે પણ ગૌરવ સમાન છે. 2019ના શ્રેષ્ઠ પ્રધાનોના સર્વેક્ષણમાં, દેશના તમામ રાજ્યોના 21 પ્રધાન પૈકી 21મા વ્યક્તિત્વ, પ્રભાવ, અસર, વિભાગ સમજ, લોકપ્રિયતા, દૂરદર્શન અને કાર્યશૈલી અને પરિણામ જેવા સાત મુદ્દાઓ પર વિવિધ વર્ગોમાં આકારણી કરવામાં આવી હતી. આ સરવેમાં દેશભરમાં આશરે 12,700 નિરક્ષર લોકોનું મંતવ્ય લેવામાં આવ્યું હતું. ઉપરના સરવેમાં દેશના તમામ રાજ્યોમાંથી 21 પ્રધાનોની 21 કેટેગરીઝને શ્રેષ્ઠ પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. 21 બેસ્ટ મિનિસ્ટરોનું લિસ્ટ ગુજરાત – પ્રદીપ…

Read More