Author: Satya Day News

nirmala

સામાન્ય બજેટની સાથે મર્જ કરવામાં આવ્યા બાદ આવતીકાલે સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટ પર રજૂ કરવામાં આવનાર છે.સામાન્ય બજેટના એક હિસ્સા તરીકે તેને રજૂ કરવામાં આવનાર છે. રેલવે બજેટને લઇને પણ રેલવે યાત્રીઓ ઉત્સુક દેખાઇ રહ્યા છે. બજેટમાં તેમના માટે શુ રહેશે તે બાબત પણ ચર્ચા છે. બજેટમાં નવી હાઇ સ્પીડ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી શકે છે. ટ્રેક ઉપર રેલવેને મુકવા માટે ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. કેપેક્ષમાં ૯૨ ટકા વાર્ષિક વધારો દર્શાવવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે મંત્રાલય માટે મૂડી ખર્ચને 2032 સુધી સતત વધારવા માંગે છે. રેલવેના આધુનિકીકરણ કેપેસિટી ક્ષમતા ઉપર વધારે ખર્ચ…

Read More
2 7

આખરે જે અપેક્ષા હતી તે પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હોવાનું જાહેર કર્યું અને કોંગ્રેસના સિનિયર નેતાઓને મોકળું મેદાન મળી ગયું છે. પ્રથમ તો રાહુલ ગાંધીને કોંગ્રેસનું સુકાન સોંપવાની આડે સિનિયર નેતાઓએ અનેક પ્રકરાના રોડા નાંખ્યા હતા. વાયા સોનિયા ગાંધી સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીની કોઈ પણ સ્કીમને સફળ થવા દીધી નહીં. કોંગ્રેસના શાસનમાં ઘર કરી ગયેલા સિનિયર નેતાઓથી ખુરશી છૂટી રહી નથી. કેન્દ્ર સરકાર પાસે તેમની અનેક ફાઈલો છે અને આ ફાઈલોને ક્લિયર કરાવવા માટે, કેસો દબાવવા માટે કોંગ્રેસમાં મળેલી ખુરશીને તેઓ આસાનીથી જતી કરવા માંગતા નથી. સિનિયર નેતાઓની ટોળકીએ રાહુલ ગાંધીની કોંગ્રેસની કાયાપલટ કરવાની યોજનાનો જનાજો…

Read More
1 12

મોદી સરકારે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2019-20 માટે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યમે આ સરવે તૈયાર કર્યો છે. સરવેમાં ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના સૂચન આપવામાં આવ્યા છે. આર્થિક સર્વેક્ષણના મહત્વના 10 પોઈન્ટ જીડીપીનો વૃદ્વિદર સાત ટકા રહેવાની સંભાવના છે. પાછલા નાણાકીય વર્ષમાં જીડીપીનો વુદ્વિદર 6.8 ટકા હતો. હવે પછીના નાણાકીય વર્ષ માટે રોકાણ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ક્રુડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 2018થી જ ગ્રામીણ વિકાસે ઝડપી ગતિ કરી છે. માંગ વધવાથી રોકાણમાં તેજી આવશે. પાછલા પાંચ વર્ષમાં જીડીપીનો દર સરેરાશ 7.5…

Read More
1 11

ઉત્તરપ્રદેશમાં ગુનાહિત માનસિક્તા ધરાવતા ગુનેગારોના હોસલા બુલંદ થઈ રહ્યા છે. દિલ્હી, ઝારખંડ અને બિહાર બાદ હવે યુપીના કાનપુરમાં મુસ્લિમ યુવાનને જય શ્રીરામ નહીં બોલવા પર માર મારવામાં આવ્યો હતો. યુવાન પર ઈંટથી હુમલો કરાયો અને ત્યાર બાદ તેને છોડીને હુમલાખોરો ભાગી ગયા હતા. હકીકત એવી છે કે આતીબ નામનો રિક્ષા ચાલક બુધવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બાકરગંજ ચાર રસ્તા પર ખટીકાના મહોલ્લામાં રહેલાત સુમિત, રાજેશ અને શિવા રીક્ષામાં આવીને બેસી ગયા અને ચાર રોડના સર્કલ સુધી છોડી જવાનું કહ્યું. ત્યાર બાદ ત્રણેયને લઈ આતીબ ચાર રોડ સર્કલના બદલે રીક્ષાને ખટીકાના લઈ ગયા હતા.…

Read More
ed

પાંચ હજારકરોડના કૌભાંડમાં સાંડેસરા ગ્રુપ(સ્ટર્લીંગ બાયોટેક) વિરુદ્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસનો ધમધામટ ચાલી રહ્યો છે. ED દ્વારા સાંડેસરા સાથે સીધી રીતે સંકળાયેલા કોંગ્રેસ નેતાના પીએની ચાર દિવસ સુધી લાગલગાટ પૂછપરછ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન EDની તપાસનો ગાળીયો ફીટ થતાં જણાતા કોંગ્રેસના નેતા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. EDના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના નેતાનું નામ સાંડેસરા પ્રકરણમાં સંડોવાયેલું છે. નેતાની સામે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાંડેસરાના ડિરેક્ટરે ED સમક્ષ કબૂલાત કરી હતી કે ભરૂચ ખાતે કોંગ્રેસના નેતાના ડ્રાઈવરને રૂપિયા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દિલ્હી ખાતેની ઓફીસને અલગ અલગ નામોથી એટલે કે કોડવર્ડથી…

Read More
1 10

કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ ઈન્ડીયન એરલાઈન્સના ત્રણ મુખ્ય વિમાની મથકોને કોન્ટ્રાક્ટ પર આપવના નિર્ણયને મંજુરી આપી હતી. આ ત્રણ એરપોર્ટમાં અમદાવાદ, લખનૌ અને મેગ્લુરુ એરપોર્ટને કોન્ટ્રાક્ટથી ચલાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ષની પ્રારંભમાં જ અદાણી જૂથે 59 વર્ષ માટે ત્રણ એરપોર્ટ માટે સૌથી વધુ ભાવ આપી કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હતો. અદાણી જૂથે એએઆઈની માલિકી હેઠળના જયપુર, ગુવાહાટી અને તિરુવનંથપુરમ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હતો. એએઆઈએ ટેન્ડર દ્વારા સૌથી વધુ ભાવના આધારે નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કેન્દ્ર સરકારના પ્રવક્તા સીતાશું કારએ ટવિટર પર જાણકારી આપતા કહ્યું કેબિનેટે પીપીપી યોજના હેઠળ અમદાવાદ, લખનૌ અને…

Read More
2 6

ગુજરાત કોંગ્રસે 65 ધારાસભ્યોને માઉન્ટ આબુ મોકલી આપ્યા છે. ત્યાં ધારાસભ્યો 24 ક્લાક રોકાશે. પાંચમી જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવી રહી છે. કોંગ્રસે કહ્યું છે કે ભાજપ દ્વારા ધારાસભ્યોને તોડી પાડવાના પ્રયાસોને અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે તો કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું છે કે માઉન્ટ આબુમાં કોંગ્રેસ દ્વારા એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ધારાસભ્યોને શિબિરમાં હાજર રાખવા માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપ દ્વારા ધારાસભ્યો પર પ્રેશર ટેક્ટિક્સ અપનાવવાની શક્યતા રહેલી છે. તમામ ધારાસભ્યો રાજ્યસભાની પેટાચૂંટણી પહેલાં ગુજરાત પરત ફરવાના છે. કોંગ્રેસના 71 ધારાસભ્યોમાંથી 65 ધારાસભ્યો માઉન્ટ આબુ ગયા છે. કોંગ્રેસ દ્વારા અગમચેતીના…

Read More
1 9

રાહુલ ગાંધીએ ટવિટ કરી ઓપનલી રાજીનામું આપી દેવાનુ જાહેર કર્યાના ક્લાકની ભીતરમાં કોંગ્રેસે વચગાળાના પ્રમુખ તરીકે 90 વર્ષીય મોતીલાલ વોરાના નામની જાહેરાત કરી છે. મોતીલાલ વોરા નવા પ્રમુખની નિમણૂંક સુધી પ્રમુખ પદ સંભાળશે. મોતીલાલ વોરાએ જણાવ્યું કે ઘટનાક્રમ અંગે તેમને જાણકારી નથી પણ તેઓ માહિતી મેળવી રહ્યા છે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખની ચૂંટણી નહીં કરે ત્યાં સુધી મોતીલાલ વોરાને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના બંધારણ અનુસાર પ્રમુખનું મૃત્યુ થાય કે આકસ્મિક કારણોસર પ્રમુખ પદ ખાલી થાય તો સિનિયર જનર્લ સેક્રેટરી પાર્ટીના રૂટીન કામકાજને સસ્પેન્ડ કરે છે. વર્કીંગ કમીટી પ્રોવિઝનલ પ્રમુખની નિયુક્તિ કરી શકે છે અને આ પ્રમુખ…

Read More
2 5

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. તાજેતરમાં કોંગ્રેસના નારાજ ધારાસભ્યોએ ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર મીટીંગ કરી હતી અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ ઉંચા-નીચા થઈ ગયા હતા. રવિવારે રાત્રે અહેમદ પટેલ પીરામણ ખાતે આવ્યા હતા અને સોમવારે સાંજે પરત દિલ્હી રવાના થયા હતા. અહેમદ પટેલને કોંગ્રેસના કેટલાક કાર્યકરો મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ અહેમદ પટેલને પાર્ટીમાં વ્યાપેલા અસંતોષ અને નારાજગી તથા ગુસ્સા અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કાર્યકરોએ કહ્યું હતું કે 14 ધારાસભ્યો કોંગ્રેસ છોડવાના મૂડમાં છે અને તેમને સાચવી લેવાની જરૂર છે. કાર્યકરોની વાતની અહેમદ પટેલે તસ્દી સુદ્વા લીધી ન હતી અને કાને પણ ધરી ન હોવાનું…

Read More
rahul

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાને એક મહિનાનો સમયગાળો થઈ ગયો છે પણ કોંગ્રેસમાં હજીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાજીનામું આપવાની વાત પર અડગ છે અને નવા પ્રમુખ બનાવવાની વાત પર પણ મક્કમ છે. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણી થવી જોઈએ. હવે હું પ્રમુખ પદે નથી. રાહુલે કહ્યું કે એક મહિના પહેલાં જ પ્રમુખની નિમણૂં થવી જોઈતી હતી. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ પણ ભોગે હવે રાજીનામું પરત લેશે નહીં. જલ્દીથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે. 23મી તારીખે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસ કારોબારીએ…

Read More