સુરતમાં વરસી રહેલા વરસાદના કારણે પોશ વિસ્તાર ગણાતા પલોદ વિસ્તારમાં હાલ પાણી ભરાયા છે. રવિવાર હોવાથી ખૂબ ટ્રાફિકજામ છે. લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ કેટલાક સમય માટે ગૌરવ પથ અને પીપલોદ તરફથી જવાનું અવોઈડ કરે અને જે લોકો ત્યાં રહે છે તેઓ પોતાના ઘરમાં જ રહે અને વાહનો લઈ નહીં નીકળે. સુરતમાં ધમાકેદાર વરસાદની અસર પોશ વિસ્તારમાં ખાસ્સી જોવા મળી રહી છે. ગૌરવ પથ પર પાણી ફરી વળ્યાછે. કેટલાક ફોર વ્હીલ અને બાઈક્સ પાણીમાં ગરક થયેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ગૌરવ પથ પર ગટર લાઈન કે સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં પાણી નિકાલની…
કવિ: Satya Day News
આજે રાત્રે સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. સ્પાઈસ જેટની ફ્લાઈટ રન વે પરથી ઉતરી જતાં તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તાત્કાલિક ફ્લાઈટમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સુરતમાં પાછલા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સુરત એરપોર્ટના રન વે પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ હોવાના કારણે રનવે પર ધુમ્મસ જમા થઈ ગયું હતું આના કારણે ટેક ઓફ કરવા જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટના પાયલોટથી બેલેન્સ રહ્યું ન હતું અને ફ્લાઈટ રનવે પરથી ઉતરી ગઈ હતી. ક્રુ મેમ્બર સહિત તમામને બચાવી લેવામાં આવ્યા હતા. મુસાફરોને તાત્કાલિક પ્લેનમાંથી બહાર…
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારો હોવા છતાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો હતો. બન્ને સ્ટેટમાં કોંગ્રેસ સમખાવા પુરતી પણ સીટ જીતી શકી નથી. મધ્યપ્રદેશમાં એક સીટ અને તે પણ કમલનાથના પુત્રની જીતી છે. એવું તો શું બની ગયું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસના ભૂંડા હાલ થયા? શા માટે અશોક ગેહલોત અને કમલનાથ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રહ્યા નથી. રાહુલ ગાંધીની વેદના બાદ કમલનાથે જાહેરમાં રાજીનામાની ઓફર કરી પણ આપ્યું નથી. અશોક ગેહલોત અને સચિન પાયલોટને રાહુલ ગાંધીએ મુલાકાત પણ આપી નથી. હવે કેટલાક કોંગ્રેસીઓ ભૂંડી અને અતિ ભૂંડી રીતે હારેલા અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદે પ્રોજેક્ટ કરી રહ્યા છે. સિનિયર…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ કપમાં રોમાંચક અને નિર્ણાયક મેચ ચાલી રહી છે. ભારતે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે બેટીંગ કરી નિર્ધારિત 50 ઓવરમાં 337 રનનો ટારેગટ આપ્યો હતો. ઈંગ્લેન્ડ વતી જેજે રોયએ 66 રન બનાવ્યા હતા. જ્યારે જેએમ બૈરસ્લોવે 109 બોલમાં 111 રના બનાવી પોતાની સદી ફટકારી હતી. આ ઉપરાંત રૂટના 44, મોર્ગન-1, બેન સ્ટોક્સ-79, જ્યોર્જ બટલર-20, અને વોક્સે સાત રન બનાવ્યા હતા. પુલનકેટ-1 અને જેસી આર્ચર નોટ આઉટ રહ્યા હતા. ભારત વતી બોલીંગમાં ફરી એક વખત મહોમ્મદ શમીનો તરખાટ જોવા મળ્યો હતો. શમીએ 10 ઓવરમાં 69 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે બૂમરાહે 10…
આગામી સામાન્ય બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા મર્યાદા 2.5 લાખથી વધી શકે છે. આની સાથે જ 10 કરોડ રૂપિયા કરતાં વધારાની વાર્ષિક આવક પર ભારે ટેક્સ એટલે કે 40 ટકા ટેક્સ ચૂકવવાની જોગવાઈ કરી શકાય છે. કેપીએમજીના સરવેમાં અનુમાન કરવામાં આવ્યું છે. કેપીએમજી-ઈન્ડીયાના 2019-20ના બજેટ પહેલાં કરવામાં આવેલા સરવેમાં વિભિન્ન ઉદ્યોગોના 226 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સરવેમાં 74 ટકા લોકોએ મત આપ્યો હતો કે વ્યક્તિગત આવકવેરાની છૂટ 2ય5 લાખ રૂપિયા છે તેમાં વધારો કરવામાં આવશે. જ્યારે 58 લોકોનું કહેવું હતુ કે સરકાર 10 કરોડ રૂપિયાની આવક ધરાવતા સુપર રીચ લોકો પર 40 ટકાના ઉંચા દર ટેક્સ લાગૂ કરવા…
રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બોલિવૂડની અભિનેત્રી ઝાયરા વસીમે એક્ટીંગ ફિલ્ડને છોડવાનો નિર્ણય કરી રવિવારે લાંબી-લચક પોસ્ટ લખી જણાવ્યું કે હું આ કામથી ખૂશ નથી. કારણ કે આ કામ મારા ધર્મના રસ્તે આવી રહ્યું છે. પોતાની ફેસબૂક પર વિસ્તારથી લખેલી પોસ્ટમાં દંગલ ફિલ્મથી લોકપ્રિયતા હાંસલ કરનારી ઝાયરા વસીમે કહ્યું કે તેને લાગ્યું કે ભલે હું અહીંયા સારી રીત ફીટ થઈ જાઉં પણ હું આ જગ્યા માટે બની નથી. પાંચ વર્ષ પહેલાં નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયે મારું જીવન બદલી નાંખ્યું. મેં બોલિવૂડમાં પગ મૂક્યા તો મારી લોકપ્રિયતાના દરવાજા ખૂલી ગયા. તેણે કહ્યું કે હું લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકી. મને સફળતાના…
અમેરિકાએ ઈરાનની સાથે વધી રહેલા ઘર્ષણની વચ્ચે પહેલીવાર શુક્રવારે કતરમાં રડારથી બચીને નીકળવામાં સક્ષમ એવા F-22 ફાઈટર પ્લનને તૈનાત કરી દીધા છે. માનવામાં આવે છે કે અમેરિકાના આ પગલા પાછળનું કારણ ઈરાન ફરીથી અમેરિકાના ડ્રોનને તોડી પાડવામાં સફળ ન થાય. ગયા સપ્તાહે ઈરાને અમેરિકન આર્મીના ડ્રોનને તોડી પાડ્યું હતું. અમેરિકાની વાયુ સેનાની મધ્ય એશિયાની વિંગે જણાવ્યું છે કે F-22 ફાઈટર રેપ્ટર સ્ટેલ્થ પ્લેનને અમેરિકાના હિતો અને રક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેલ્થ પ્લેન રડારની પકડમાંથી બચીને નીકળી જાય છે. કેટલા પ્લેનને કતર મોકલવામાં આવ્યા છે તેનો આંકડો આપવામાં આવ્યો નથી. પણ ફોટોમાં કતરના અલ ઉદીદ એરબેઝ પરથી પાંચ ફાઈટર…
ગુજરાત કોંગ્રેસમાં જે પ્રકારે કાર્યકરો અને આગેવાનોમાં હતાશા અને નિરાશાનું વાવાઝોડું ફૂંકાયું છે અને જે પ્રકારે જૂથબંધી ચાલી રહી છે તેની અડફેટમાં સુરત પણ આવી શકે એમ છે. સુરત કોંગ્રેસના સિનિયર નેતા કોંગ્રેસ છોડવાની વેતરણમાં હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલમાં આ સિનિયર નેતા વિદેશ યાત્રાએ જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં ચાલી રહેલા યાદવસ્થળી અને કોંગ્રેસના સંગઠનના નીકળેલા જનાજાથી ખાસ્સા નારાજ ચાલી રહ્યા છે. વર્ષોથી સુરતમાં કોંગ્રેસના સંગઠનમાં સક્રીય રહેલા અને સુરત મહાનગરપાલિકામાં હોદ્દા ભોગવી ચૂકેલા નેતા દ્વારા આકરો નિર્ણય લેવામાં આવે તેવી ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે. કોંગ્રેસ વર્તુળો મુજબ પ્રદેશ કક્ષાના નેતા સાથે…
સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના પગલે રાજીનામની વણઝાર ચાલી રહી છે પણ ગુજરાત કોંગ્રેસમાં કોઈ મગનું નામ મરી પાડી રહ્યું નથી. ગુજરાત કોંગ્રેસમાં એક માત્ર પરેશ ધાનાણીએ રાજીનામાની ઓફર કરી હતી પણ હવે ત્યાર બાદ સંગઠનમાંથી એક પણ જણે રાજીનામા આપ્યા નથી. મહત્વની વાત તો એ છેકે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન સાફ થઈ ગયું છે. એક તરફ વિધાનસભામાં 80 સીટ જીત્યા બાદ એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડ્યા અને આખીય કોંગ્રેસ તમાશો જોતી હતી. પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા મનાતા અહેમદ પટેલ ખામોશ હતા. હા, રાજ્યસભાની પોતાની ચૂંટણી વખતે અહેમદ પટેલે આખી કોંગ્રેસને ઉપરતળે કરી દીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું…
મોરબીના માળીયા-મિયાણાની પોલીસને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ દ્વારા યુવાનને જાહેરમાં ઢોર માર મારવામા આવી રહ્યો છે. એક પીએસઆઈ અને ચાર પોલીસવાળા યુવાન પર લાકડી ફટકાથી તૂટી પડ્યા હોવાનું વીડિયોમાં જણાય છે. માહિતી મુજબ મોરબીના માળીયા-મિયાણાના પીએસઆઈ જે.ડી.ઝાલા અને તેમની સાથે ત્રણ પોલીસવાળા યુવાન પર લાકડી લઈને તૂટી પડ્યા હોવાનું જણાય છે. યુવાનને એટલી હદ સુધી માર મારવામાં આવી રહ્યો છે કે તે સહન કરી શક્તો નથી અને જમીન પર પડી જાય છે. પીએસઆઈની નજર મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી રહેલા યુવાન પર પડતાં જ પીએસઆઈ તેને પણ બંધ કરવાનું ફરમાન કરે છે પણ યુવાન વીડિયો શૂટ કરી લે…