2019ની ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મતોથી વિજેતા થયેલા નવસારીના સાંસદ સીઆર પાટીલની લોકસભા હાઉસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા તેમને આ નિમણૂંક આપવામાં આવી છે. આ કમિટી લોકસભાના સાંસદોના રહેણાંક સંબંધિત બાબતોનું કામકાજ સંભાળે છે. પેનલમાં સ્પીકર દ્વારા નિયુક્ત 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે. લોકસભા સ્પીકર દ્વારા નિયુક્ત આ કમિટીમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે.
કવિ: Satya Day News
ઉત્તરપ્રદેશમાં કાયદા-વ્યવસ્થા અંગે સતત ચાલી રહેલા વિવાદ અંગે યુપી પોલીસે ફરી એક વાર ગુનેગારો સામે ગાળીયો ફીટ કર્યો છે. પોલીસે એનકાઉન્ટર શરૂ કરી દીધા છે. યુપીમાં પાછલા એક અઠવાડિયા દરમિયાન 29 અથડામણ થઈ હતી. જેમાં 40ની ધરપકડ કરવામાં આવી છે. અથડામણ દરમિયાન એક લાખ રૂપિયાનું ઈનામ જેના માથે હતું તેવા ગુનેગારને પણ પોલીસે ઢાળી દીધો છે. આ ઉપરાંત 24 શખ્સોને ઈજા પહોંચી છે. અથડામણ દરમિયાન ચાર પોલીસવાળા પણ ઈજા પામ્યા છે. આંકડા પર નજર નાંખીએ તો યુપી પોલીસે પાછલા 24 ક્લાકમાંજ સાત એનકાઉન્ટર કર્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને અધકારીઓને આડે હાથે લીધા છે. આટલું જ નહીં…
યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસના સાંસદોની આજે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના 51 સાંસદોએ રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવા માટે અપીલ કરી હતી, પણ રાહુલ ગાંધી રાજીનામાના મામલે અડગ રહ્યા છે અને તેમણે કહ્યું કે તે હવે કોંગ્રેસના પ્રમુખપદે ચાલુ રહેવા માંગતા નથી. લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજ્ય બાદ રાહુલ ગાંધી પ્રમુખ પદે રહેવા માંગતા નથી અને રાજીનામા મામલે મક્કમ છે. કોંગ્રેસના સાંસદ શશી થરુર અને મનિષ તિવારીએ મીટીંગમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી એકલા રાહુલ ગાંધીની નથી, તમામની સંયૂક્ત જવાબદારી છે. રાહુલ ગાંધીએ સાંસદોની અપીલને ફગાવી કહ્યું…
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અલ્પેશ ઠાકોર બરાબરના સેન્ડવીચ બની ગયા છે. ભાજપમાંથી કહેવાય છે કે અલ્પેશ ઠાકોર આવે છે અને કોંગ્રેસ કહે છે કે અલ્પેશ ઠાકોરે હવે ગઈ ગુજરી ભૂલીને નવેસરથી કોંગ્રેસ સાથે કામ કરવું જોઈએ. નિર્ણય અલ્પેશ ઠાકોરે કરવાનો છે. અત્યાર સુધી તો અલ્પેશ ઠાકોર મામલે ભાજપે મંત્રી પદનું લોલીપોપ જ આપ્યું હોવાનું માની શકાય છે. જો ભાજપને અલ્પેશ ઠાકોરને લેવા હોય તો પળનો પણ વિલંબ કરવામાં આવે નહીં. કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાના દાખલા સામે જ છે. બન્નેને કોંગ્રેસમાંથી રાતોરાત લાવી તાત્કાલિક મંત્રી બનાવી દેવાયા હતા. જો આ બન્ને નેતા માટ ભાજપ એકદમ ઝડપથી નિર્ણય કરી શકે છે…
સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં ગયા મહિનાની 24મી તારીખે અગ્નિકાંડ સર્જાયો હતો અને આ ઘટનાને એક મહિનાનો સમય વિત્યો ત્યાં તો સુરતના જ ભટાર રોડ પર આવેલી જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલમાં આગની ઘટના બની હતી. જોકે, આગની ઘટના સ્કૂલની બાજુમાં અને નીચેના ભાગ તરફ આવેલા પ્લાસ્ટીકના દાણા અને ફ્લેક્સ બેનર બનાવતા કારખાનામાં લાગી હતી. આગ લાગી ત્યારે સ્કૂલમાં 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. ફાયર બ્રિગેડના જાણ કરવામા આવતા તાત્કાલિક ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાળકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા નથી. તક્ષશિલા અગ્નિકાંડમાં 22…
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને જુગલ ઠાકોરે ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવા ટાણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘામી વગેરે હાજર રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે ગુજરાતીઓ સાથે વિદેશ સચિવ તરીકેનો નાતો રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સંપર્કમાં રહ્યો છું. ગુજરાત એક ગ્લોબલ સ્ટેટ છે. અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ જોવા મળે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી તે માટે તેમણે ભાજપના નેતાઓ અને ગુજરાતીઓનો આભાર માન્યો હતો. પત્રકાર પરિષદમાં ભાજપના ઉમેદવાર જુગલ ઠાકોર પણ હાજર રહ્યા હતા. જુગલ ઠાકોરે પણ લોકોના…
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદો આવ્યા બાદ પણ કોંગ્રેસે પીછેહઠ કરી નથી અને ભાજપના ઉમેદવારોની સામે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબેન ચૂડાસમા એ રાજ્યસભા માટે પોતાની ઉમેદવારી કરી છે. કોંગ્રેસે જીતનો દાવો પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની પીટીશન ફગાવી દઈ ચૂંટણી પંચ સમક્ષ મુદ્દાને લઈ જવા જણાવ્યું છે ત્યારે કોંગ્રેસ પાસે હવે ચૂંટણી પંચ સમક્ષ જવાનો રસ્તો છે પણ ચૂંટણી પંચે બે સીટ માટે અલગ અલગ ચૂંટણી કરવાના નિર્ણય અંગે કોર્ટમાં સૌગંધનામું આપી કહ્યું છે કે બે સીટ માટે અલગ અલગ ચૂંટણી કાયદા મુજબ જ કરવામાં આવી રહી છે. રાજ્યસભાની સ્થિતિ…
સુરતનાં હીરામાં સનસનાટી મચી જવા પામી છે. મુંબઈ કસ્ટમે વિદેશથી આવી રહેલા સુરતના ઉદ્યોગપતિના 3000 કરોડના રફ ડાયમંડના જથ્થાને મુંબઈ પોર્ટ પર જપ્ત કરી લીધા છે. કસ્ટમ વિભાગે મિસ ડીક્લેરેશનની આશંકાએ હીરા માલિકોની પૂછપરછ ચાલુ કરી છે. હીરા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાં અનુસાર મુંબઈ પોર્ટ પર સુરતના એક મોટા હીરા વેપારીએ રફ હીરાઓના 23 પાર્સલ મંગાવ્યા હતા. મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી ડાયમન્ડ સેક્શન 110 મુજબ જપ્ત કરવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગપતિએ કસ્ટમ વિભાગને 1856 કેરેટ હીરા આયાત કરવાની માહિતી આપી હતી પરંતુ પાર્સલની તપાસ કરતા તેમાં 62,837 કેરેટ હીરા મળી આવ્યા હતા. મુંબઇ…
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની પીટીશન ફગાવી દઈ ગુજરાતની બન્ને સીટ પર અલગ અલગ ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના જાહેરનામાને બહાલી આપી દેતા કોંગ્રેસની મનની મુરાદ મનમાં જ રહી જવા પામી છે. હવે બન્ને સીટ પર ભાજપના ઉમદેવારોનો વિજય આસાન બની રહેવાનો છે. ચૂંટણી પંચના જાહેરનામાની વિરુદ્વ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી અરજી કરી હતી. કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઈન્કાર કરી ચૂંટણી પંચ સમક્ષ જવાનું જણાવ્યું હતું. પરેશ ધાનાણીએ પીટીશનમાં પંચના અલગ અલગ ચૂંટણી કરવાના જાહેરનામાને ગેરબંધારણીય ગણાવ્યું હતું અને બંધારણના આર્ટિકલ 14નુ ઉલ્લંઘન થતું હોવાનું કહ્યું…
રાજ્યસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીરૂપે કોંગ્રેસે પાંચ નામની પેનલ બનાવી છે. પાંચ નામો કેન્દ્રીય કોંગ્રેસ કમિટીને મોકલી આપવામાં આવ્યા છે. કોંગ્રેસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સિનિયર કોંગ્રેસી નેતા બાલુ પટેલ, કરસનદાસ સોનેરી, ચંદ્રીકાબેન ચૂડાસમા, ગૌરવ પંડ્યા અને કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોષીના નામની પેનલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી પંચના બે સીટ અલગ અલગ ચૂંટણી યોજવાના જાહેરનામાને પડકાર્યો છે. કોંગ્રેસે જાહેરનામાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી પંચે એફિડેવિટ રજૂ કરી હતી અને કહ્યું હતું કે કાયદા પ્રમાણે અલગ અલગ ચૂંટણી યોજવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણી પંચના જાહેરનામાને ગેરબંધારણીય ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ…