કવિ: Satya Day News

રાજ્યસભાની ચૂંટણીનો ધમધામટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના નોટીફિકેશનને રદ્દબાતલ જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે. સંભવત: આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનારી છે. સુપ્રીમ કોર્ટમાં શું જજમેન્ટ આવે છે તેના પર કોંગ્રેસીઓની મીટ મંડાયેલી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આક્સિમક સ્થિતિમાં ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવે તેવા સંજોગોમાં પૂર્વ તૈયારીરૂપે રાજ્યસભાના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી છે. કોંગ્રેસની પેનલમાં વલસાડ કોંગ્રેસના સિનિયર આગેવાન ગૌરવ પંડ્યાનું નામ પણ હોવાનુ જાણવા મળી રહ્યું છે. ગૌરવ પંડ્યા કોંગ્રેસના સંગઠનમાં વર્ષોથી સક્રીય રહ્યા છે…

Read More

(સૈયદ શકીલ દ્વારા ): એક વખત અલ્પેશ ઠાકોર સાથે ખભે ખભે મિલાવી ઠાકોર સેનામાં કામ કરી રહેલા જુગલ ઠાકોરને રાજ્યસભાની સીટ આપી ભાજપે એક રીતે અલ્પેશ ઠાકોર માટે રસ્તો મુશ્કેલ કરી દીધો છે. ભાજપમાં અલ્પેશ ઠાકોર મામલે બે લોબી ચાલી રહી છે. એક લોબ અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ માટે માર્ગ મોકળું કરવાનું કામ કરી રહી છે, જ્યારે બીજી લોબી અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં તેવા પ્રયાસોમાં લાગી ગઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ અલ્પેશ ઠાકોરને ભાજપમા લેવાના મતના છે જ્યારે શંકર ચૌધરી, ભરતસિંહ ડાભી, દિલીપ ઠાકોર તથા સહકારી આગેવાનો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા…

Read More

ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી રાજ્યસભાની સીટ માટે પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે ભાજપ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરનુ નામ જાહેર કર્યું છે. જયશંકર અમદાવાદ આવી પહોંચ્યા છે જ્યારે બીજી સીટ માટે ઠાકોર સેના સાથે સંકળાયેલા જુગલસિંહ ઠાકોરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ભાજપે સત્તાવાર રીતે નામ જાહેર કર્યા છે.

Read More

ઝારખંડના સરાયકોલા-ખરસવા જિલ્લાની જેલમાં તબરેઝ અંસારીના મોત મામલે પોલીસ વડા કાર્તિક એસને કાર્યવાહી કરીને બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છા. પોલીસ મથકના ઈન્ચાર્જ ચંદ્રમોહન ઉરાંવ અને સિનિયર ઈન્ચાર્જ વિપિન બિહારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. બન્ને અધિકારીઓ પર લાપરવાહી અને સિનિયર ઓફીસરને ઘટના અંગે જાણ નહીં કરવાનો આરોપ છે. મોબ લીંચીંગ મામલે અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય રાજ્ય સરકારે મોબ લીંચીગ અંગે ગૃહ મંત્રાલયને અહેવાલ મોકલી આપ્યો છે. મોબ લીંચીંગ મામલે પોલીસે એસડીપીઓ અવિનાશ કુમારના નેતૃત્વમાં સીટની રચના કરી છે. સીટમાં આરઆઈટીના ઈન્ચાર્જ સહિતના પોલીસ અધિકારીઓની નિયૂક્ત કરવામાં આવ્યા છે. 17 અને 18મી જૂનની…

Read More

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે એફિડેવિટ દાખલ કરી છે. ચૂંટણી પંચે બે સીટ પર અલગ અલગ ચૂંટણી કરવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યું છે.એફિડેવિટમાં કહેવાયું છે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી થયેલી સીટ પર અલગ અલગ ચૂંટણી કરાવવી એ કાયદા મુજબ જ છે. ચૂંટણી પંચે કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાના આધારે 57 વર્ષથી ચૂંટણી યોજવામાં આવી રહી છે. ચૂંટણી પંચ પહેલાંથી જ કેઝ્યુઅલી ખાલી થયેલી સીટો માટે ચૂંટણી યોજતું આવ્યું છે. જ્યારે કોઈ સભ્યની સદસ્યતાનો કાર્યકાળ પુરો થઈ જાય છે તો રેગ્યુલર વેકેન્સી હોય છે. જેના માટે એક સાથ…

Read More

ગૃહમંત્રી અમિત શાહ અને ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકેની બે સીટ ખાલી પડી છે. આ સીટ પર પાંચમી જૂલાઈએ મતદાન થશે. ભાજપ માટે બન્ને સીટ જીતવી આસાન છે. ચૂંટણી પંચે બે બેલેટ પેપરથી બન્ને સીટની ચૂંટણી અલગ અલગ કરવાનું જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે પીએમ મોદી અને અમિત શાહ સાંજ સુધીમાં કોઈ નિર્ણય કરે તેવી શક્યતા છે. આજે સાંજે પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથસિંહ રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીને લઈ ચર્ચા કરશે એવી માહિતી છે. તેમના મનમાં ક્યા હશે તે કોઈ કળી શકતું નથી. એક નામમાં તો…

Read More

રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના ચીફ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હોદ્દાઓથી પરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવાની કાયદાકીય લડતનાં મંડાણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની અરજીનો સ્વીકાર કરવામાં આવતા  અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અલ્પેશ ઠાકોરે અપમાન અને અવગણનાનો આક્ષેપ મૂકી કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દીધા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ન હતું. અલ્પેશ ઠાકોરે પણ કહ્યું હતું કે ધારાસભ્ય પદ છોડવાનો નથી. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મંત્રી બની રહ્યાની અટકળો પાછલા કેટલાય સમયથી ચાલી રહી છે પણ તે અંગે હજુ સુધી ફળદાયી પ્રગતિ…

Read More

નવસારી તાલુકના ધામણ ગામે આંબાવાડીમાં સુપર વાઈઝર તરીકે કામ કરતો અને જમીન દલાલી કરતા મૂળ મહારાષ્ટ્ર તથા હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પુરુષે ધામણ ખાતેની આંબાવાડીમાં તેને આપેલી ઓરડીમાં છતના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યુ હતું. આત્મ હત્યા કરતા પહેલાં પુરુષે સ્યુસાઈડ નોટ તથા પોતાનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વિગતો મુજબ નવસારી તાલુકાના ધામણ ગામે અપૂર્વપાલની આંબાવાડીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા 41 વર્ષીય અમરત નીમાયુ સોનવણેએ સવારે 9.30 વાગ્યાની આસપાસ આપઘાત કરી લીધો હતો. નવસારી રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આપી હતી. અમરત સોનવણે…

Read More

17મી જૂને તબરેઝ અન્સારી પત્ની સાથે જમશેદપુરથી પોતાના ગામે પરત ફરી રહ્યો હતા ત્યારે ઘાતકીડીહ ગામ નજીક ટોળાંએ તબરેઝ અન્સારી અને તેની પત્નીને અટકાવ્યા હતા અને ચોરીનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ ટોળાંએ તબરેઝને માર માર્યો હતો અને તેને જય શ્રી રામ અને જય હનુમાન બોલવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તબરેઝને ખૂબ માર મારવામાં આવ્યો અને ચોરીના આરોપમાં સરાયકોલા પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યો. તબરેઝને મૂઢમાર મારવામાં આવ્યો હતો અને તેને સારવાર આપવામાં આવી.સારવાર દરમિયાન તબરેઝનું મોત નિજ્યું હતું. ઝારખંડના જમશેદપુરમાં બનેલા મોબ લીંચીગના બનાવ અંગે તબરેઝની પત્ની શાઈસ્તા પરવીને ફરીયાદ આપી છે. શાઈસ્તા કહે છે કે થોડાંક મહિના…

Read More

ગુજરાતમાં વરસાદ લંબાતા અંતરિયાળ અને ગામોની દશા બગડી ગઈ છે. ઉનાળા પહેલાં જ્યાં લીલીછમ ચાદર હતી ત્યાં આજે સૂક્કી ભઠ્ઠ જમીન જોવા મળી રહી છે. ઈન્ડીયન એક્સપ્રેસના ફોટોગ્રાફર જાવેદ રાજા દ્વારા ડાંગ-આહવાની દારુણ તસ્વીરી કથા આજે પ્રસિદ્વ થઈ છે. ડાંગ-આહવામાં ઉનાળાની સિઝન પહેલાં જ્યાં લીલોતરી મહાલી રહી હતી ત્યાં કાળઝાળ ગરમીમાં બધું વેરાન થઈ ગયું છે. ખાસ કરીને ચોમાસાના પાણીને સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોવાથી ડૂંગરો પરથી પાણી વહી જાય છે અને ઉનાળું આવતાં સુધીમાં જ્યાં એક વખત પાણી વહેતું હતું ત્યાં પાણીનું એક ટીપું પણ મળવું મુશ્કેલ બની જાય છે. વરસાદના વર્તારા છે અને આશા છે કે બે-પાંચ દિવસમાં…

Read More