રાજકીય નેતાઓને આપણે જોઈએ તો તેમના હાથમાં કદી ફોન જોવા મળતા નથી છતાં પણ તેઓ ફોન રાખે છે એ હકીકત છે. આજના ઝડપી યુગમાં મોબાઈલ ફોન એક અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. ખાસ કરીને નેતાઓ પોતાની પાસે ક્યો ફોન રાખે છે, ક્યા ફોનનો ઉપયોગ કરે છે તે જાણવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓ અને નેતાઓ ક્યો ફોન વાપરે છે તે જાણીએ. પીએમ મોદી એક રીતે તો ટેક્નોલોજી માનનારા છે. સોશિયલ મીડિયામાં તેઓ સતત સક્રીય રહે છે. પીએમ મોદી પોતાની પાસે એપલ અને એન્ડ્રોઈડના લેટેસ્ટ ટેકોનોલોજી સાથેના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. આ…
કવિ: Satya Day News
લોકો અને પોલીસ વચ્ચે વિશ્વાસ સંપાદન કરવાના શૂભ હેત સાથે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પહેલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી અને બાળકોને ઘરેઘરે જઈને સ્વીટ તથા સ્કૂલને લગતી સામાગ્રીની વહેંચણી કરી હતી. સલાબતપુરા માનદરવાજા,નહેરુનગર,ખાજાનગર,ઉમરવાડા,ગાંધીનગર ઝુપડપટ્ટી વિસ્તારની અંતર્યાળ ગલીઓમા જઇ બાળકોને અને તેમના માતાપિતાને પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદન કરવા ઘરે ઘરે જઇ બાળકોને ચોકલેટ,પેન્સિલ,બિસ્કિટ અને બાળકોનીસુરક્ષા વધારવા “SAFE HOME SAFE STREET” ના પેમ્પ્લેટ વિતરણ કરવામા આવ્યા હતા. તાજેતરમા જ ઉમરવાડા શાળામા બનેલા બનાવના આસપાસના વિસ્તારના બાળકો અને પોલીસ વચ્ચે સબંધો મજબુત થાય અને ભય દુર થાય તે હેતુથી સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો…
સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 ભૂલકાના મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ અને ધરપકડના ચાલેલા સપાટાના તીવ્ર પ્રત્યાઘાત પડેલી જોવા મળી રહ્યા છે. સાગમટે સુરત મહાનગરપાલિકા(SMC)ના 32 ઈજનેરોએ રાજીનામા ધરી દઈને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર અને ગુજરાત સરકારમાં ઉચ્ચસ્તરે હાઈકોર્ટના વકીલ કુમારેશ ત્રિવેદી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. SMCના ટેક્નિકલ સ્ટાફે વકીલ કુમારેશ ત્રિવેદી હસ્તક કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ અંગે SMCના અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેલભેગા કરવામાં આવ્યા છે. આના કારણે SMCના અધિકારીઓ અને કર્મચારીઓનું મોરલ તૂટી ગયું છે. સાયન્ટીફિક લેવલે તપાસ…
કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીમાં જવાની લિફ્ટ આજે ફરી વાર બગડી જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ જતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. લિફ્ટ બંધ થઈ જતાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા બે કર્મચારીઓ સાથે મારમારીનો બનાવ પણ બન્યો હતો. સ્ટેચ્યુ પર મારમારીની ઘટનાને પગલે સ્થાનિક પોલીસઘટના સ્થળે પહોંચી જતા કરી પરિસ્થિતિને સંભાળી લેતા મામલો થાળે પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વ્યૂઈંગ ગેલેરી સુધી જવા માટે મુકવામાં આવેલી આ લિફ્ટ અગાઉ પણ ઘણી વાર વખત બંધ પડી ગઇ હતી. અગાઉ અનેક મંત્રીઓ અધિકારીઓ આ લિફ્ટમાં ફસાયા હતા, ત્યારે ફરી એકવાર લિફ્ટ બંધ…
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતની ખાલી પડેલી સીટની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા બે બેલેટ પેપરથી ચૂંટણી કરવાનું જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસે ચૂંટણી પંચના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ દરમિયાનમાં ગુજરાતની બે સીટ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે તેવી તજવીજ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીની હતાશા અને બે બેલેટ પેપરથી ચૂંટણી થવાની હોવાથી કોંગ્રેસની હાર નિશ્ચિત દેખાઈ રહી હોવાથી કોંગ્રેસ ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી બન્ને સીટ પર ઉમેદવાર ઉભો નહીં રાખે તેવી માહિતી કોંગ્રેસ વર્તુળો દ્વારા જાણવા મળી રહી છે. જો કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે તો…
જોધપુર જેલમાં બળાત્કાર કેસમાં આજીવન સજા પામેલા આસારામનો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં આસારામ કૈદીઓ સાથે યોગ કરતા જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આસારામ જેલામાં કૈદીઓ સાથે યોગ કરતા જોવા મળ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ PNB કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીને ભારત લાવવા માટે મુંબઈ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી હતી. અને ફરાર હીરાના વેપારી મેહુલ ચોકસીને ભાગેડુ જાહેર કરવાની માંગ કરી હતી. EDએ કોર્ટને જણાવ્યું કે મેહુલ ચોકસીને એફિડેવિટ ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવે કે તે જલ્દીથી ભારત પરત ફરવા માટે નિશ્ચિત તારીખની જાણ કરે. EDએ કહ્યું કે તપાસમાં મહુલ ચોકસીએ તપાસ સહયોગ આપ્યો નથી. તેની વિરુદ્વ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે અને ઈન્ટરપોલે રેડ કોર્નર નોટીસ પણ જારી કરી છે, તેમ છતાં તેણે ભારત પરત ફરવાનો ઈન્કાર કર્યો છે, જેથી કરીને તેને ભાગેડુ જાહેર કરવામાં આવે. EDએ કોર્ટમાં કહ્યું કે…
સુરતના લીંબાયત વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ પર ગઈ રાત્રે પોલીસે દંડાવાળી કરતા મામલો બિચકી ગયો છે. સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરોનો આરોપ છે કે પાછલા એક મહિનાથી પોલીસ દ્વારા સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને સફાઈ કામમાં અડચણ ભી કરી રોડા નાંખવામાં આવી રહ્યા છે. વિગતો મુજબ લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા ગઈ રાત્રે પેટ્રોલીંગમાં હતા. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન સફાઈ કામ કરી રહેલા સફાઈ કર્મચારીઓ પર પોલીસ દંડો લઈને તૂટી પડી હતી. સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરોએ પોતે સુરત મહાગરપાલિકાના સફાઈ કર્મચારી હોવાનું જણાવ્યું હોવા છતાં પોલીસે દંડાવાળી કરી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. ભોગ બનેલા રોજીંદા-કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કર્મચારીઓ…
અચાનક ગજવામાં મૂકેલો મોબાઈલ ફોન સળગી ઉઠતાં માણસનો આબાદ બચાવ થયો હતો. પેન્ટના ગજવામાં મૂકેલો મોબાઈલ ફોન સળગી જવાની ઘટના સોશિયલ મીડિયામાં ખાસ્સી વાયરલ થઈ હતી, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મઢીની ખમણીની દુકાનમાં ગ્રાહક ખમણ લેવા આવ્યો હતો. ફરસાણની ખરીદી કરી રહ્યો હતો તેવામાં પેન્ટના ગજવામાં મૂકેલો મોબાઈલ ફોનમાં આગ લાગી હતી. આગ લાગતા આ માણસે પોતાની પેન્ટ ઉતારી નાંખી હતી અને તાત્કાલિક ફોનને ગજવામાંથી બહાર કાઢયો હતો. સળગતો ફોન રસ્તા પર ફેંકી દીધો હતો. ફોનની બેટરીમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આખીય ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં ઝીલાઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે ઘટનામાં કોઈને ઈજા…
ટીવીના મોસ્ટ પોપ્યુલર શો બિગ બોસ સિઝન 13નો દર્શકો આતુરતાપૂર્વર ઈન્તેજાર કરી રહ્યા છે. અત્યારથી દર્શકોમાં ઉત્તેજના ફેલાઈ છે. શોના સ્પર્ધકોને લઈ કોણ-કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે બિગ બોસ-13 સલમાન ખાનની ફીને લઈને પણ ચોંકાવનારા રિપોર્ટ આવી રહ્યા છે. સલમાનને એટલી મોટી રકમ આપવામાં આવી રહી છે તેના આંકડા જોઈને તમે ચોંકી જશો. પાછલી સિઝન કરતાં આ રકમ વધુ છે. મળી રહેલા સમાચારો મુજબ સલમાન ખાનને આ વર્ષે બિગ બોસ-13ને હોસ્ટ કરવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સિઝન-13 માટે દબંગ ખાનને વીક એન્ડના બે એપિસોડ માટે 31 કરોડ રૂપિયા…