બોલિવૂડના અભિનેતા અને એક જમાનાના ખલનાયક અમરિષ પૂરીને ગૂગલે ડૂડલ બનાવી તેમના 87મી જન્મ જયંતિ પર્વ શ્રધ્ધાંજલિ અર્પી છે. મિ. ઈન્ડીયામાં મુગેમ્બો અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેગેંમાં સિમરનના પિતા ચૌધરી બલદેવસિંગ રૂપે અમરિષ પૂરી હંમેશા યાદ રહેશે. આજે તેમની 87મી જન્મ જંયતિ છે. બોલિવૂડના ઈતિહાસમાં અમજદ ખાનનું ગબ્બરસિંગ અને અમરિષ પૂરીનું મુગેમ્બોએ વિલનના પાત્રમાં ઈતિહાસ સર્જયો છે. શક્તિથી લઈ મિ.ઈન્ડીયા સુધી અમરિષ પૂરીએ અનેક સંઘર્ષ કર્યા હતા. દરેક પાત્રને અમરિષ પૂરી જીવી ગયા હતા. 1932, 22મી જૂને પંજાબમાં જન્મેલા અમરિષ પૂરને 39 વર્ષે પહેલી ફિલ્મ મળી હતી. 1954માં અમરિષ પૂરીને લીડ રોલમાં લેવાનું નક્કી કરાયું હતું પણ…
કવિ: Satya Day News
જેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી કે વાયુ સુકવી શકતો નથી તે આત્મા. વૈજ્ઞાનિકો પણ માને છે કે આત્મા હોય છે અને અકાળે મૃત્યુ પામેલા લોકોના આત્મા ભટકતા હોવાની વાયકાઓ છે. સારા અને ખરાબ આત્માની વચ્ચે જંગ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આત્મા જેવું હોવાની વાત કરનારને લોકો મૂર્ખ અને અંધશ્રદ્ધળુ કહે છે પણ બહોળો વર્ગ એવો છે કે આજે પણ આત્માના ચક્કરમાં પડેલો છે. બાપૂ અને ભૂવાઓની દુકાનો કંઈ આમને આમ ચાલતી નથી. ચોક્કસપણે આધ્યાત્મિક રીતે આત્માઓની એક અલગ જ દુનિયા હોવાનું કહેવાય છે અને આત્માઓ સાથે સંપર્ક કરનારા બાપૂ-ભૂવાઓની કોઈ ખોટ નથી.…
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 1990ના કસ્ટોડીયલ કેસમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાન રિપોર્ટ જણાવે છે કે આવા કેસમાં ગુજરાતમાં અન્ય કોઈ અધિકારી કે પોલીસવાળાને સજા થઈ નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોની માહિતી પ્રમાણ ગુજરાતમાં 2001 અને 2016 ની વચ્ચે 180 જેટલા કસ્ટોડિયલ ડેથ થયા છે. આ કેસોમાં કોઈ પણ પોલીસને સજા થઈ નથી. ]દેશભરમાં નંબરો પણ વધુ ખરાબ છે – ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1,557 કસ્ટોડિયલ મૃત્યુ માટે માત્ર 26 પોલિસમેનને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 2016 માં હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા બહાર પાડવામાં રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં 2010 થી 2015 ની વચ્ચે પોલીસ કસ્ટડીમાં 591…
સુરતમાં હની ટ્રેપનો વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ બનતા પોલીસ ચોંકી ઉઠી છે. આ પ્રકરણમાં મહિલા વકીલ સહિત ત્રણ જેટલા શખ્સોએ ભેગા થઈને યુવકને બ્લેક મેઈલ કરી સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના ખુલી છે. વિગતો મુજબ યુવકને ફોન પર મિત્રતા કરીને ફસવામાં આવ્યો હતો યુવક સાથે યુવતીએ અર્ધનગ્ન ફોટો પાડી વારંવાર બ્લેકમેઈલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી કુલ સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં એક વકીલ મહિલા સહિત ત્રણ લોકો સામેલ હતા. બનાવને પગલે ભોગ બનનાર યુવકે વરાછા પોલીસ મથકમાં ફિરયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોધાતા વરાછા પોલીસે હની ટ્રેપના માસ્ટર માઈન્ડ કિશોર ઇસામલીયાની ધરપકડ કરી…
સમાજમાં એનક પ્રકારના દાનવીરો હોય છે પણ જે પોતાના શરીરના અંગોનું દાન કરી અન્યને નવજીવન આપે છે તે માનવી ખરેખર ફરિશ્તો બની જાય છે. દેવદૂત તરીકે આવેલા આવા માનવીઓ અને તેમની સાથે સુરતના નિલેશ માંડલેવાલા દ્વારા અનેકને નવજીવન મળ્યા છે. સુરતમાં નિલેશ માંડલેવાલા દ્વારા ચલાવાતી સંસ્થા ડોનેટ લાઈફે આજે વધુ એક નવજીવન આપવાનું કામ કર્યું છે. પાછલા કેટલાક વખતથી બ્રેઈન ડેડ થઈ ગયેલા 54 વર્ષીય કિરણબેન કલ્પેશભાઈ લાકડાવાળાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. કિરણબેનના પરિવારજનોએ સંમતિ આપી હતી. કિરણબેનના ફેફસા અને હૃદયને સુરતથી મુંબઈ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. સુરતમાં બાપ્સ હોસ્પિટલમાં અંગદાનની વિધિ કરવામાં આવી હતી અને મુંબઈના મુલુંડની ફોર્ટીસ…
GST કાઉન્સીલની 35મી મીટીંગ પૂર્ણ થયા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેઠકમાં વાતાવરણ અનુકુળ હતું. તેમણે કહ્યું કે આજની બેઠકમાં મિઝોરમ, તેલાંગાણા અને કર્ણાટકના સીએમ હાજર રહ્યા ન હતા. ત્રણેય મુખ્યમંત્રીઓએ આ અંગેની જાણકારી અગાઉથી આપી દીધી હતી. તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણે કહ્યું કે વેપાર કરવા માટે GST રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે પહેલાં અનેક પ્રકારના દસ્તાવેજોની જરૂર પડતી હતી પણ આ કામ માત્ર આધાર લીંક કરવાથી જ થઈ જશે. આની સાથે જ વાર્ષિક GST રિટર્ન ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ 30 જૂનથી વધારીને 31ઓગષ્ટ કરી દેવામાં આવી છે. GST કાઉન્સીલે મલ્ટીપ્લેક્સમાં ઈ-ટીકીટીંગ અને…
મોદી સરકાર-2ના પ્રથમ બજેટને મહિલા નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણ પેશ કરશે. બજેટ રજૂ થાય અને તેની સતત ચર્ચા થાય છે. ઈકોનોમિસ્ટ્સની પેનલો બેસવા માંડી છે. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, વગેરે-વગેરે સૂફિયાણી વાતો, સલાહો અને સૂચનોની ભરમાર ચાલી રહી છે. એડવાઈઝ વોરમાં ભલ ભલા તારણો અને તર્ક આપવામાં આવે છે. પણ કેટલીક સચોટ વાતો અહીં રજૂ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પિયુષ ગોયલે અર્ધ વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું અને ઈન્કમટેક્સની મર્યાદા પાંચ લાખ સુધીની મર્યાદા બાંધી હતી પણ એ મર્યાદા કાયમી કરવામાં આવી નથી. નિર્મલા સીતારમણે પહેલાં તો એ મર્યાદાને કાયમી કરવાનું કામ કરવાનું છે. દેશની…
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સામે સુરતની સિવિલ હોસ્પિટલના તંત્રની લાલીયાવાડીના પ્રશ્ને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરતના જ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા વોર્ડમાં પ્લગ બદલવા મામલે પાછલા 6 મહિનાથી ફરીયાદ કરી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં કામગીરીના નામે ઠાગાઠૈયા કરવામાં આવતા હર્ષ સંઘવીનો પિત્તો ગયો હતો અને અધિકારીઓને મસ્તી બંધ કરો નહીંતર ટાંટીયા તોડી નાંખવા સુધીના આકરા વેણ બોલવા પડ્યા હતા. મહત્વની વાત એ છે કે કુમાર કાનાણી પણ સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી છે. તેઓ નઘરોળ સિવિલના તંત્રને સુધારવાનો કોલ આપી ચૂક્યા છે પણ તેમના જ પક્ષના ધારાસભ્ય હર્ષ સંઘવી…
સુરતની અઠવા-મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડમા નીકળ્યા હતા. રાઉન્ડ દરમિયાન દર્દીઓના વોર્ડમાં તેઓ પહોંચ્યા હતા અને પ્લગ નાંખવા મામલે સિવિલના અધિકારીઓને આડે હાથે લીધા તો ખરા પણ સાથે ગાળ પણ બોલી હતી. આ અંગેનો વીડિયો ખાસ્સો એવો વાયરલ થયો છે. હર્ષ સંઘવીએ વોર્ડમાં ઘૂસતાંની સાથે જ કહ્યું હતું કે છેલ્લા છ મહિનાથી *** બનાવો છો. સિવિલમાં લાલીયાવાડી જોઈને હર્ષ સંઘવીનો પિત્તો ગયો હતો અને તેમણે અધિકારીઓને બરાબરના આડેહાથે લીધા હતા અને જતાં જતાં કહ્યું હતું કે લીલાબેન મારી પાસે નથી. ઈલેકટ્રીકનું કામ કોની પાસે છે. જો એને બોલાવો નહિંતર એની સામે એસીબીની ફરીયાદ દાખલ…
અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાઈ આવતા રાજ્યસભાની બે સીટ ખાલી પડી છે અને હાલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી બન્ને સીટની ચૂંટણી એક સાથે કરવા માટે દાદ માંગી છે ત્યારે ભાજપમાં એક સીટ પર કેન્દ્રીય મંત્રીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આમ જોવા જઈએ તો આખી કેન્દ્ર સરકાર ગુજરાતની છે. પીએમ મોદી ગુજરાતના છે, ગૃહમંત્રી ગુજરાતના છે અને બે મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા ગુજરાતના છે. પાટીદાર સમાજને બ મંત્રી આપી સાચવી લેવામાં આવ્યા છે જ્યારે રાજ્યસભાની બે સીટના ભાજપના ઉમેદવારોને લઈ ચર્ચા ચાલી રહી છે. ભાજપમાં ચાલી રહેલા આંતરિક ચર્ચા પ્રમાણે એક સીટ પરથી…