(સૈયદ શકીલ દ્વારા ): ગઝલનો મિજાજ મૂળભૂત રીતે દાવા અને દલીલનો છે. શરૂઆતથી લઈ અત્યાર સુધીની હકીકત પર દ્રષ્ટિ નાખીએ તો માલુમ પડે છે કે જીવનમાં જે અનુભવો અને બદલાવ થાય છે તેના કારણે ગઝલ ભીતરેથી અસરગ્રસ્ત થાય છે. ક્યાંક આ વાતો ગઝલમાં સીધી રીતે નહીં આવે તો પણ ગઝલ પર નજર રાખનારાઓને દરેક દાયકામાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિવર્તનનું પ્રતિબિંબ ગઝલમાં અચૂક જોવા મળે છે. આ જ ગઝલની શાન છે અને તેની લોકપ્રિયતાનું રહસ્ય છે. સામાન્યપણે ગઝલને પ્રેમની પરિભાષા સમજવામાં આવે છે પણ એ વાત જરાય નજર અંદાજ ન કરી શકાય કે જયાં ગઝલે પ્રેમનાં અહેસાસને વણ્યા છે ત્યાં જ…
કવિ: Satya Day News
દેશના વિશાળકાય પક્ષીઓ પૈકીના એક એવા ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ એટલે સોન ચકલીની ઋતુ પૂર્ણ થવા આવી છે. પરંતુ ગુજરાતના એક માત્ર નર ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડનો કોઈ અતો-પતો નથી. પાછલા કેટલાય દિવસોથી આ ભાઈ સાહેબ ગાયબ છે. સીધી વાત છે કે ગુજરાતના અધિકારીઓ માટે આ ચિંતાનો વિષય બન્યો છે,કારણ કે ગુજરાતમાં 6 માદા છે અને નર વિના પ્રજનન કરી શકે એમ નથી. નર ભાઈ ક્યાંય જતા રહ્યા છે. આમ તો ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ રાજસ્થાન અ પાકિસ્તાનમાં વધુ જોવા મળે છે. અને આશંકા પણ એવી જ છે કે ઉડીને રાજસ્થાન તરફ ગયા બાદ ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ પાકિસ્તાન પહોંચી ગયો છે. આ નર…
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડઝ કોપ્સ(IRGC)એ દાવો કર્યો છે કે ડ્રોને ઈરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ અમેરિકાનું કહેવું છે કે હુમલો થયો ત્યારે ડ્રોન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં હતું. અમેરિકન સેનાએ ડ્રોનને તોડી પાડવાની ઘટનાને વિના કારણે કરાયેલા હુમલા સમાન ગણાવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટવિટ કરી કહ્યું કે ઈરાને મોટી ભૂલ કરી છે. IRGCના કમાન્ડર મેજર જનરલ હુસૈન સલામીએ કહ્યું કે અમેરિકા માટે આ સ્પષ્ટ મેસેજ છે કે જ્યાંથી સીમા શરૂ થાય છે ત્યાંથી તેના માટે ખતરો છે. આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. અમેરિકા પર્શીયન સમુદ્રમાં યુદ્વ જહાજો તૈનાત…
આવતીકાલે વર્લ્ડ યોગા ડેની દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સુરતના સ્વામી નારાયણ ગુરુકુળમાં વર્લ્ડ યોગા ડેના લખાણની માનવ પ્રતિકૃતિ બનાવી વિદ્યાર્થીઓએ અનોખી રીતે યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરી હતી, સમગ્ર માનવ પ્રતિકૃતિનું ડ્રોન દ્વારા શૂટીંગ પણ કરવામાં આવ્યું હતું. નયન રમ્ય અને વિદ્યાર્થીઓની સ્કીલને ઉજાગર કરતી પ્રતિકૃતિએ અનેકના મન મોહી લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતના ટવિટર હેન્ડલ પર આ માનવ પ્રતિકૃતિનો વીડિયો પણ શેર કર્યો હતો.
ટીમ ઈન્ડીયા આગામી 30મી જૂને બર્મિંગહામમાં યજમાન ઈંગ્લેન્ડ સામે રમાનારી વર્લ્ડ કપની મેચમાં બ્લ્યૂ જર્સીના બદલે ઓરેન્જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. આઈસીસીએ જણાવ્યું કે ટીમ ઈન્ડીયા ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં માત્ર ઈંગ્લેન્ડ સામેની મેચમાં બ્લ્યૂ જર્સીના બદલે ઓરેન્જ જર્સીમાં મેચ રમશે. આઈસીસીના નિયમો મુજબ યજમાન ટીમે આઈસીસી ઈવેન્ટમાં રમતી વખતે પોતાની જર્સીનાં રંગને જાળવી રાખવાનો હોય છે, તેમાં ફેરફાર કરી શકાતા નથી. જોકે, ભારતની જર્સી બ્લ્યુ રંગની છે અને એવામાં ભારતની જર્સીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યજમાન ઈંગલેન્ડની જર્સીનો રંગ હલકો બ્લ્યૂ છે અને ઈંગલેન્ડની ટીમ પોતાની જર્સીમાં જ રમશે. નોંધનીય છે કે હાલના વર્લ્ડ કપમાં બીજી જૂને દક્ષિણ આફ્રીકા વિરુદ્વની…
(સૈયદ શકીલ દ્વારા ): સાતમી જુલાઈએ મોદી સરકારના સંપૂર્ણ પૂર્ણકાલીન અને દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે, ત્યારે આ બજેટ માત્ર બજેટ નહીં પણ લોકોની અપેક્ષા અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાના ભાગરૂપે હોવાની આશા બંધાણી છે. દેશની સૌથી મોટી બલિહારી છે કે લાખો કરદાતાઓ ટેક્સ ભરે છે પણ તેના બદલામાં સરકાર ટેક્સ પેયર્સને શું આપે છે, તો આ પ્રશ્નનો જવાબ સરકાર કે વિપક્ષ પાસે નથી. કોંગ્રેસ સરકાર હતી તો પણ ટેક્સ પેયર્સને સરકારી સુવિધાના નામે કશું મળતું નથી.,અને ભાજપ સરકાર છે તો પણ ટેક્સ પેર્યસને કશું મળતું નથી. આવક છૂપાવો તો બદલામાં સરકાર કરોડો રૂપિયાની…
રાજ્યસભામાં તેલગૂ દેશમ પાર્ટીના ચાર સાંસદોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા ચંદ્રબાબુ નાયડૂને મોટો ફટકો પડ્યો છે. ટીડીપી હવે ભંગાણની આરે પહોંચી ગઈ છે. રાજ્યસભામાં ટીડીપીના 6 સાંસદ છે તેમાંથી ચાર સાંસદોએ ભાજપમાં મર્જ થવાની જાહેરાત કરી છે. ચારેય સાંસદોએ અલગ ગ્રુપ બનાવી રાજ્યસભાનાં અધ્યક્ષ એમ.વૈંકેયા નાયડૂને પત્ર લખ જાણ કરી છે. હાલમાં ચંદ્રબાબુ નાયડૂ વિદેશ યાત્રાએ છે. એક તરફ ચંદ્રબાબુ નાયડૂ વિદેશ યાત્રાએ લંડનમાં મહાલી રહ્યા હતા ત્યારે દિલ્હીમાં ટીડીપીના ઉઠમણાની તૈયારી કરવામાં આવી રહી હતી. TDPના રાજ્યસભાના ચાર સાંસદો વાયએસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વ્યંકટેશ અને જીએમ રાવે ભાજપમાં ટીડીપીના વિલય કરવાનો ઠરાવ પાસ કર્યો હતો. આ…
RSSના વડા મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્વ સોશિયલ મીડિયામાં આડેઘડ અને બેફામપણે લખાણ લખીને પોસ્ટ મૂકનારી બોલીવૂડની પ્રખ્યાત સિંગર હાર્ડકોર વિરુદ્વ રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ વિરુદ્વ હાર્ડ કોરે આપત્તિજનક પોસ્ટ પોતાના ઓફિશિલ ઈન્સટાગ્રામ અકાઉન્ટ પર લખી હતી. કોન્ટોનમેન્ટનાં SHO વિજય પ્રતાપસિંહે જણાવ્યું કે યૂકે સ્થિત ઈન્ડીયન રેપર તરન કૌર ઢિલ્લોન અને ફિલ્મી દુનિયામાં હાર્ડ કોરના નામથી ઓળખાતી સિંગર વિરુદ્વ 124(રાજદ્રોહ) ઉપરાંત 153A, બદનક્ષીની કલમ 500, 505 તથા આઈટી એક્ટની કલમ 66 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. હાર્ડ કોરે મોહન ભાગવત અંગે લખ્યું હતું કે મહાત્મા ગાંધી અને ભગવાન મહાવીરે…
પ્રધાનમંત્રી મોદીએ દેશ-દુનિયાને આપેલી અણમોલ ભેટ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. પીએમ મોદીના સક્રીય પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ધરોહર અને દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2015થી દર વર્ષ 21મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં યોગ દિવસની ઉજવણીનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. વ્યક્તિના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઈ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ-વિષયવસ્તુ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નક્કી કર્યું છે. ગુજરાતમાં આ…
બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે વસીમ બિલ્લાએ સુરતની સરદાર માર્કેટ પાસે આવેલી પારસી ટ્રસ્ટની જમીનને લઈ યુસુફ બીડીની ગેંગ સાથે બબાલ કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વસીમ બિલ્લા વિરુદ્વ કાર્યવાહી કરી છે. વસીમ બિલ્લાની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતમાં વ્હોરા સમાજના આગેવાના બદરી લેસવાળા પર હુમલો કરવા સહિતના અનેક ગુનામાં જેલમાં જઈ આવેલો સુરતનો માથાભારે વસીમ બિલ્લાએ સુરતના પૂણાકૂંભારીયા રોડ પર આવેલી એપીએમસી માર્કેટ નજીક, સરદાર માર્કેટ પાસે ગઈ રાત્રે યુસુફ બીડી સાથે બબાલ કરી હતી. યુસુફ બીડી બેઠો હતો ત્યારે વસીમ બિલ્લાએ કારમાંથી ઉતરીને યુસુફ બીડી પર સીધો હુમલો કર્યો હતો અને…