ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (આઇઆઇએફટી) સુરત વર્ષ 2014માં પોતાની શરૂઆતથી જ લાઇમલાઇટમાં રહ્યું છે. સારા ફેશન ડિઝાઇનર અને ઇન્ટિરિયર ડિઝાઇનર બનવાનું સપનું જોતાં તથા ઇવેન્ટ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આઇઆઇએફટી હંમેશાથી પસંદગીની ઇન્સ્ટિટ્યુટ રહી છે. આઇઆઇએફટી દ્વારા ફરી એકવાર પોતાના વાર્ષિક ફેશન શો-ફેશનેટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ આગામી સિઝન માટે પોતાના રચનાત્મક કલેક્શન્સને પ્રદર્શિત કર્યાં હતાં. ‘નશા’ થીમ પર ડિઝાઈન કરાયેલા ગારમેન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આજે જ્યારે યુવા પેઢી વ્યસનના માર્ગે જઈ રહી છે ત્યાતે આઈઆઈએફટીએ ‘નશા’ થીમ અને ફેશન શૉના માધ્યમથી યુવાપેઢીને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બોલ્ડ અને આત્મવિશ્વાસથી…
કવિ: Satya Day News
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા પર આવેલા એક્સિસ બેન્કના એટીએમમાં આગ લાગી હતી. આગમાં એટીએમ મશીન સહિત મશીનની અંદરની કેશ પણ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ કીમ ચાર રસ્તા પાસે આવેલા સાનિધ્ય એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર એક્સિસ બેન્કનું એટીએમ આવેલું હતું. ગઈ મોડી રાત્રે એટીએમમાં આગ લાગી હતી અને મશીન સહિત રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હચી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી. મહત્વની વાત એ છે કે એપાર્ટમેન્ટમાં આગ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.…
વડોદરા નજીક આવેલા બોટાદના જાળીયા ગામના ઉપસરપંચ અને સરપંચના પતિ એવા મનજી સોલંકી પર ગઈકાલે હુમલો કરવામાં આવ્યો હતો અને આજે સારવાર દરમિયાન મનજી સોલંકીનું મોત નિજપતા ભારે ચક્ચાક મચી જવા પામી છે. દલિત ઉપસરપંચની હત્યાના પગલે પરિવાર દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી જેલના સળીયા પાછળ ધકેલાવી માંગ કરવામાં આવી છે. ઘટના અંગે મનજી સોલંકીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મનજી સોલંકીએ આરોપીઓના નામ લીધા છે. આરોપીઓમાં ભગીરથ ખાચર, કિશોર ખાચર, હરદીપ ખાચર વગેરેના નામો લીધા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મનજી સોલંકીના સરપંચ પત્ની ગીતાબેન સોલંકી, એસઆરપી જવાનો…
જામજોધપુરમાં 1990માં થયેલા કસ્ટોડિયલ ડેથ મામલે જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કૈદની સજા સંભળાવી છે. સંજીવ ભટ્ટની સાથે હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને કસૂરવાર જાહેર કર્યા છે. જામનગર કોર્ટે કલમ 302 હેઠળ બંનેને દોષિત જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 302 હેઠળ ઓછામાં ઓછી આજીવન કેદની સજા થાય છે તેથી દોષિતોને આજીવન કેદ સજા થવી નિશ્ચિત માનવામાં આવે છે. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસકર્મીઓ આરોપી હતા. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજીયાત હતો. આ કેસ માટે સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટરની પણ નિમણૂંક કરવામાં આવી છે. ફરીયાદ પક્ષ અનુસાર જામનગરમાં 1990માં અધિક પોલીસ કમિશનર તરીકે કાર્યરત…
મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાતની અર્થવ્યવસ્થામાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતે અર્થતંત્રમાં 9.9%ની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરીને છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ગુજરાતે વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતનાં અર્થતંત્રમાં 11.2%નો હાઈ ગ્રોથ રેટ હાંસલ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સફળ આર્થિક અને વ્યાપારી નીતિઓનાં પરિણામસ્વરૂપે ક્રિસિલના તાજેતરના ગ્રોથ 2.0 રિપોર્ટમાં પણ ગુજરાત જીએસડીપી વૃદ્ધિ દર, નાણાકીય વ્યવસ્થાપન, રોજગાર નિર્માણ, ભાવ અંકુશ અને અન્ય મહત્વના પરિમાણોમાં અગ્રણી રાજ્ય તરીકેનું સ્થાન પ્રસ્થાપિત થયું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થકરણ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની વિકાસ કુચને વધુ વેગવંતી બનાવવા માટે રૂપાણી સરકારે…
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે. હાલમાં દેશના 12 રાજયો સહિત વિશ્વના 36 દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તીત કરે છે કે જેને ઇ-સિગારેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટ જે પ્રવાહી હોય છે. તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ ગ્લિસરીન ફલેવરીંગ્સ…
PM મોદી દ્વારા વન નેશન વન પોલને લઈ ઓલ પાર્ટીની મીટીંગ રાખી છે ત્યારે દેશભરમાં ગુજરાતનો મુદ્દો ફરી ગાજ્યો છે. વન નેશન, વન પોલની વાત કરતા PM મોદી પહેલાં ગુજરાત રાજ્યસભાની બે સીટની ચૂંટણી એક સાથે કરીને બતાવે. કોંગ્રેસના પ્રવક્તા અને સાંસદ ગૌરવ ગોગોઈએ પત્રકાર પરિષદમાં ભાજપ અને PM મોદી પર વન નેશન વન પોલને લઈ રાજકીય હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે PM મોદી રાજ્યસભાની બે સીટની ચૂંટણી એક સાથે કરાવી શકતા નથી ત્યારે તેઓ વન નેશન, વન પોલની વાત કરે છે તે ખરેખર બંધારણની વિરુદ્વનું કામ છે. વન નેશન, વન પોલની મીટીંગમાં કોંગ્રેસ પ્રમુખે હાજર રહેવા બદલ…
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આજના જન્મ દિવસે પીએમ મોદીએ તેમને શૂભેચ્છા આપી હતી. પીએમ મોદીએ રાહુલ ગાંધીને જન્મ દિવસની શૂભકામના આપતા ટવિટર પર રાહુલ ગાંધીને તેમના જન્મ દિવસે સારા સ્વાસ્થ્ય અને દિર્ધાયુંની કામના કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે રાહુલ ગાંધીને જન્મ દિવસની શૂભકામનાઓ. ઈશ્વર તેમને સારું સ્વાસ્થ્ય આપે અને દિર્ધાયુ બનાવે. લોકસભા ચૂંટણી વખતે બન્ને નેતાઓ વચ્ચે ભારે તણખલા ઝર્યા હતા. ચૂંટણીમાં ભાદપે ભારી બહુમતી મળી હતી. રાહુલ ગાંધીનો જન્મ 19, જૂન-1970માં થયો હતો. જન્મ દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો સાથે સમય વિતાવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયની બહાર હવન અને અન્ય પૂજા કરવામાં આવી હતી. પીએમ…
કોંગ્રેસમાં રાહુલ ગાંધી ચોમેરથી ઘેરાઈ ગયા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને અમેઠીમાંથી જ હરાવ્યો નથી પણ લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત થાય તેના પણ પ્રપંચ રચ્યા હતા અને હવે આ વાતો બહાર આવી રહી છે. રાહુલ ગાંધીને નાનીનાં ગામ ઈટલી મોકલી વાયા સોનિયા ગાંધી પ્રિયંક ગાંધીના હાથમાં સીધી અથવા આડકતરી રીતે કોંગ્રેસની કમાન આવી જાય તેવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અમેઠીમાં ખુદ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના પ્રચાર અને ચૂંટણી તંત્રની કમાન સંભાળી હતી પણ અમેઠીમાં રાહુલ હાર્યા એનાં કરતાં મહત્વનું એ છે કે અમેઠીમાં પ્રિયંકા ગાંધી હાર્યા…
વ્હેલ માછલીની દુર્લભ મનાતી વોમિટ કે એમ્બરગ્રીસને બજારમાં ગેરકાયદે વેચવાની કોશીસ કરી રહેલા એક ગુજરાતી સહિત બેની ઘાટકોપર પોલીસે ધરપકડ કરી છે. વ્હેલની વોમિટ ખૂબજ મોંઘા ભાવે વેચાય છે. એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલ એ વ્હેલ માછલીના આંતરડામાં બને છે. આ વસ્તુ દરિયામાં તરતી જોવા મળે છે. આનો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં થાય છે. ઘાટકોપર પોલીસને બાતમી મળ હતી કે ગુજરાતના અમદાવાદથી આવેલો યુવાન અને અને એક મહારાષ્ટ્રીય દ્વારા વ્હેલ માછલીની વોમિટ વેચવા માટે બજારમાં ફરી રહ્યા છે. નાગપુરના રાહુલ તુપારે નામના યુવાનની પોલીસે ધરપકડ કરતા મામલો બહાર આવ્યો હતો. એક કિલો કરતાં પણ વધારે વજનની વ્હેલની વોમિટ જેની કિંમત 1.7 કરોડ રૂપિયા…