પંજાબના ગુરુદાસપુરથી ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા સની દેઓલના સાંસદ પદ માટે જોખમ ઉભું થયું છે. સની દેઓલ પર નક્કી કરેલી ખર્ચ મર્યાદા કરતાં વધારે ખર્ચ કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચન કેટલાક દસ્તાવેજ મળ્યા છે. જેના આધારે પંચ સની દેઓલને નોટીસ જારી કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. ચૂંટણી પંચને મળેલી દસ્તાવેજો પ્રમાણે સની દેઓલે ચૂંટણી દરમિયાન 86 લાખ રૂપિયાનું ખર્ચ કર્યું છે. જ્યારે સંસદની ચૂંટણી માટે એક ઉમેદવાર માટે ખર્ચ કરવાની મર્યાદા 70 લાખ રૂપિયાની છે. નક્કી કરેલી ખર્ચની મર્યાદા કરતા સની દેઓલે વધુ ખર્ચ કરતા પંચ સખત કાર્યવાહી કરવાન મૂડમાં છે. ચૂંટણી પંચના નિયમો પ્રમાણે જો…
કવિ: Satya Day News
સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે સીટો પર એક સાથે ચૂંટણી યોજવા અંગે ગુજરાત કોંગ્રેસની પીટીશન પર ચૂંટણી પંચને નોટીસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે હવે પછી 25મી જૂનો સુનાવણી કરશે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જીત્યા બાદ આ સીટો ખાલી થઈ છે. નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી ચૂંટણી પંચના નોટીફિકેશનને કોર્ટમાં પડકાર્યું છે. ધાનાણી દ્વારા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી થયેલી બન્ને સીટ પર એક સાથે ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી છે. પીટીશનમાં કહેવાયું છે કે બન્ને સીટો પર અલગ અલગ ચૂંટણી કરાવવી એ ગેરબંધારણીય…
2001 ગુજરાતથી આ સ્ટોરી શરૂ થઈ હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના શપથ લીધા. શપથ લીધા બાદ નવી કેબિનેટની રચના કરવાની હતી. પણ નરેન્દ્ર મોદી પાસે આનો કોઈ અનુભવ ન હતો. આ પહેલાં ન તો તેઓ ધારાસભ્ય બન્યા હતા અને ન તો કોઈ નેતા તરીકે પ્રસ્થાપિત હતા. આરએસએસના પ્રચારક તરીકે કાર્યરત હતા અને સંગઠનનું કામ કરતા હતા. પ્રચારકથી સીધા મુખ્યમંત્રી બની તો ગયા પણ જવાબદારીના મામલે હજુ કસોટી થવાની હતી. પીએમ બનતા પહેલા મોદીએ મહિલા પત્રકારને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સીએમ બન્યા બાદ તેમની પાસે ફાઈલો આવતી હતી તો તેના પર નોટીંગ લખવાની સમજ પડતી ન હતી. તે સમયે મોદી સાથે…
બોલિવૂડની સિંગર અને હિપહોપ એસોસિએશન સાથે સંકળાયેલી હાર્ડ કૌરે મીડિયા પર પોતાની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈ ટ્રોલ થઈ રહી છે. હાર્ડ કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પછી એક અનેક પોસ્ટ કરી હતી, જેમાં આરએસએસના ચીફ મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્વ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા ભારે હોબાળો મચી ગયો છે. હાર્ડ કૌર આ પહેલાં પણ સેલિબ્રિટીઝ અને નેતાઓ માટે આવી પોસ્ટ લખી ચૂકી છે. પરંતુ આ વખતે યોગી આદિત્યનાથ અને મોહન ભાગત વિરુદ્વ ટીપ્પણી કરતા મોટો વિવાદ ઉભો થયો છે. હાર્ડ કૌરે મોહન ભાગવતને માત્ર આતંકવાદી જ નથી કહ્યા પણ દેશમાં થયેલી તમામ આતંકી ઘટનાઓ માટે પણ આરએસએસને…
બે સપ્તાહની લાંબી દરિયાઈ યાત્રા કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચેલું વાયુ વાવાઝોડું ગઈ રાત્રે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું અને કચ્છના કિનારે ખેંચાઈને અરબી સમુદ્રમાં જ સમાઈ ગયું હોવાનું સ્કાયમેટે જણાવ્યું છે. ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ તમામ બંદરો પરથી ભયજનક સિગ્નલ દુર કરવામાં આવ્યા છે અને કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. વાયુની અસરના કારણે ગુજરાતભરમાં મોડી રાતથી ઠેક-ઠેકાણો હળવાથી ભારે વરસાદ થયો હતો. વાયુની અસરના કારણે ગુજરાત ભરમાં ભેજ સાથે વાદળછાયું વાતાવરણ જામ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણ પલટાયું છે અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો.જોકે, દરિયા કાંઠાના વિસ્તારોમાં 50-60ની ઝડપે પવન ફૂંકાઈ શકે…
2005માં અયોધ્યામાં રામ જન્મભૂમ પરિસરમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પ્રયાગરાજની કોર્ટે ચૂકાદો આપ્યો છે. નૈની સેન્ટ્રલ જેલમાં થયેલી સુનાવણીમાં સ્પેશિયલ કોર્ટે ચારને આજીવન કૈદની સજા સંભળાવી હતી. જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ આરોપીઓ પર હુમલાનું ષડયંત્ર રચવાના કાવતરાનો આરોપ હતો. પાછલા કેટલાક સમયથી આ તમામ જેલમાં બંધ છે. સ્પેશિયલ જજ દિનેશ ચંદ્ર દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. પ્રયાગરાજની અદાલતે મંગળવારે આ મામલે ચૂકાદો આપતા ચારેયને આતંકી હુમલામાં દોષિત ઠેરવ્યા હતા. આ ઉપરાંત તમામ પર 40 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે પાંચમાં આરોપી મહોમ્મદ અઝીઝને દોષ મૂક્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 63 સાક્ષીઓની…
તમને યાદ છે શાહરૂખ ખાન અને સની દેઓલની ચર્ચાસ્પદ ફિલ્મ ડર? 1993માં આવેલી ડર ફિલ્મમાં આ બન્ને હીરો સાથે હતા. શાહરૂખ ખાનની ફિલ્મી કરિયર આ ફિલ્મથી પૂરપાટ દોડી હતી. શાહરૂખ ખાનનો ડરમાં નેગેટીવ રોલ હતો. જુહી ચાવાલા હીરોઈન હતી. યશ ચોપરા દ્વારા નિર્માણ કરાયેલી આ ફિલ્મ બાદ સની દેઓલે ન તો યશ ચોપરા સાથે કદી વાત કરી હતી અને આજે 16 વર્ષ થઈ ગયા સની દેઓલે શાહરૂખ ખાન સાથે મળવાનું તો દુર રહ્યું પણ વાત સુદ્વાં કરી નથી. ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સની દેઓલે કહ્યું કે શાહરૂખ અને યશ ચોપરા સેટ પર મારાથી ડરેલા રહેતા હતા. કારણ કે તેઓ ખોટું…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા હશે. રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના નેતા બનવાનો ઈન્કાર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે અધીર રંજન ચૌધરી અંગે નિર્ણય કર્યો હતો. લાંબી રાજકીય ચર્ચા કર્યા બાદ કોંગ્રેસે નિર્ણયની જાહેરાત કરી હતી. ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી હાજર રહ્યા હતા. અધીર ચૌધરીના નામનો ઉલ્લેખ કરી લોકસભા સચિવને પત્ર લખવામાં આવ્યો છે કે તેઓ સિંગલ લાર્જેસ્ટ પાર્ટીના નેતા હશે. આ ઉપરાંત પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે તેઓ મહત્વપૂર્ણ સમિતિઓની પણ પસંદગી કરશે. કોંગ્રેસ બુધવારે પીએમ મોદી દ્વારા યોજવામાં આવેલી બેઠક પર ફોકસ કરશે. પીએમ મોદીએ વન નેશન, વન ઈલેક્શનની…
સામાન્ય રીતે વરિષ્ઠ સાંસદને લોકસભાના સ્પીકર બનાવવાની પરંપરા રહી છે. પણ ભાજપે આ વખતે બે વખત સાંસદ રહેલા ઓમ બિરલાને સ્પીકર પદના ઉમેદવાર જાહેર કર્યા છે. રાજસ્થાનના કોટા-બૂંદ લોકસભા સીટના સાંસદ બિરલા હવે આસાનીથી સ્પીકર બની જશે. કારણ કે લોકસભામાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમતિ છે આ પદ માટે બુધવારે ચૂંટણી થવાની શક્યતા જોવા મળી રહી છે. માહિતી મુજબ વિપક્ષે લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષે સ્પીકર પદ માટે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. આજે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધી એવી અટકળો હતીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહનસિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસએસ અહલુવાલિયા…
જગત પ્રકાશ નડ્ડા રાજ્યસભાના સાંસદ છે અને રાષ્ટ્રીય ભાજપના કાર્યકારી પ્રમુખ છે. 1960માં પટનામાં જન્મેલા બિહારી બાબુ એવા જગત પ્રકાશ નડ્ડા(જેપી નડ્ડા)એ બીએ અને એલએલબીની પરીક્ષા પટનાથી પાસ કરી હતી. તેઓ વિદ્યાર્થીકાળથી એબીવીપી સાથે જોડાયેલા રહ્યા હતા. વિદ્યાર્થીકાળમાં નડ્ડીએ ઓલ ઈન્ડીયા જૂનિયર સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. તેઓ અચ્છા તરવૈયા રહ્યા હતા. 1991માં લગ્ન થયા તેમની પત્નીનું નામ ડો.મલ્લિકા નડ્ડા છે અને તેમને ગિરીશ ચંદ્ર નડ્ડા અને હરીશચંદ્ર નડ્ડા એમ બે પુત્ર છે. જેપી નડ્ડા પહેલી વાર 1993માં હિમાચલ પ્રદેશમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં ભાજપના નેતા તરીકે રહ્યા હતા. 1998માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ…