ગુજરાતનાં દરિયા કિનાર તરફ વાયુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર-તંત્ર કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સ્તરે સાબદું-સક્ષમ બની ગયું છે. વાયુ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લેતા રૂપાણી સરકાર દ્વારા લોકોના સ્થળાંતરથી માંડીને બચાવ કાર્ય, રાહત સામગ્રી, ફૂડપેકેટ્સ, મેડિકલ ટ્રીટમેન્ટ વગેરેનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. સંરક્ષણની ત્રણેય પાંખને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જરૂર પડ્યે હવાઈ સેવા પણ લેવાની તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. વાયુ વાવાઝોડા મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યાજયેલી બેઠકમાં તેમણે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલત્વી રાખવાનો અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં શાળાઓ-કોલેજોમાં રજા આપવાનો નિર્ણય કર્યો છે. આ…
કવિ: Satya Day News
આ વર્ષે મોસમમાં બે ચક્રવાત જોવામાં આવ્યા છે. ફેની વાવાઝોડાએ ઓડિશામાં ખાના ખરાબી કરી હતી, અને વાયુ ગુજરાતને ધમરોળી રહ્યું છે. દરિયાના બન્ને કિનારા પર ચક્રવાતોએ કેર વર્તાવ્યો છે. ફેનીએ મે મહિનાનાં પ્રારંભમાં ઓડિશામાં વ્યાપકપણે નુકશાન પહોંચાડ્યું હતું. હવે સાક્લોન વાયુ અરબી સમુદ્રમાં ખતરનાક રૂપ ધારણ કરી ચૂક્યું છે અને ગુજરાત તરફની ઉત્તર-પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. દર મીનીટે તે શક્તિશાળી બની રહ્યું છે. હવે ચક્રવાતની સિસ્ટમ તીવ્ર ઉષ્ણકટીબંધીય બની ગઈ છે. સૌરાષ્ટ્ર પર ગમે ત્યારે ત્રાટકે તેવી આશંકા છે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની ભૂમિ સાથે ટકરાશે. ચક્રવાત દરિયા પાર કરે છે ત્યારે તેની તીવ્રતા જાળવી રાખે…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આપદા સામે માનવશક્તિથી સંગઠિત થઇને સામુહિક પુરુષાર્થ દ્વારા મક્કમતાથી સામનો કરી ઓછામાં ઓછું જાનમાલનું નુકસાન થાય તે જોવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ અપીલ કરતાં કહ્યું કે, ‘આપણે જાણીએ છીએ કે, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છના ૧૧ જિલ્લાઓમાં સંભવિત વાયુ વાવાઝોડું આવી રહ્યું છે.’ તા. ૧૩મીની વહેલી સવારે આ સંભવિત વાવાઝોડું કલાકના ૧૨૦ થી ૧૩૦ કિમી.ની ઝડપે પવન અને વરસાદ સાથે વેરાવળ અને દિવના દરિયાકિનારે પહોંચવાની સંભાવના છે. આ સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા રાજ્ય સરકારે પૂરી સજ્જતાથી આયોજન કર્યું છે તેમાં સૈાનો સહયોગ જરૂરી છે. સીએમ રૂપાણીએ અપીલ કરતાં કહ્યું કે…
અરબી સમુદ્રમાં સક્રીય થયેલા વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં અગમચેતીના પગલા શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયાની લગોલગ આવેલા અને પ્રખ્યાત ટૂરિસ્ટ ડેસ્ટીનેશન એવાં દિવમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થળાંતર કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે નિચાણવાળા અને દરિયા કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. અંદાજે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ વાવાઝોડાની અસર હવે વર્તાઈ રહી છે. આજે રાત અથવા ગુરુવારે સવાર સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કાંઠા પર ત્રાટકે તેવી શક્યતા છે. આજે કોડીનારમાં કાંઠા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા…
ભારતીય વાયુસેનાનાં લાપતા થયેલા AN-32 વિમાનનો કાટમાળ મળી ગયો છે. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાંથી કાટમાળ મળી આવ્યો છે. દુર્ઘટના સમયે વિમાનમાં 13 લોકો સવાર હતા. ઈન્ડીયન એરફોર્સે અધિકારીક રીતે ટવિટર હેન્ડલ પર આ જાણકારી આપી હતી. ઈન્ડીયન એરફોર્સે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશના ટાટો વિસ્તારમાં ઉત્તર-પૂર્વમા લીપોથી 16 કિ.મી. દુર અંદાજે બાર હજાર ફૂટની ઉંચાઈએ લાપતા થયેલા AN-32 વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. હવે હેલિકોપ્ટર મારફત વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્રીજી જૂનથી વિમાન ગૂમ થઈ ગયું હતું. વિમાનને શોધવા માટે એરફોર્સ દ્વાર સતત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પાછલા સાત દિવસથી વિમાનને શોધવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્રીજી જૂને…
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ ગઈ છે. ૩૦ કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આવી રહેલાં વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાંઠા વિસ્તારોમાં બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે. ત્યારે વાવાઝોડાના કારણે સુરતના ડુમસ અને સાવલી બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે, તેમજ લોકોનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, બુધવારે કેબિનેટની બેઠકમાં ફક્ત વાવાઝોડા પર જ ચર્ચા કરવામાં આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર તમામ કોઈ…
સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે આખરે આ ચક્રવાત હોય છે શું? ચક્રવાત તોફાન વિકરાળ વાયુનું સ્પિનીંગ બવંડર હોય છે. ઉત્તરીય ગોળાર્ધ(વિદેશ)માં તેમને વાવાઝોડુ અથવા ટાયફૂન કહેવામાં આવે છે, જેમાં પવનનાં કાટાં સંપૂર્ણપણે વિપરીત દિશામાં ભ્રમણ કરે છે. દક્ષિણ ગોળાર્ધ(ભારત)માં તેને ચક્રવાત અથવા સાયક્લોન કહેવામાં આવે છે. સાયક્લોનમાં પવનની દિશા સીધી રીત એક જ દિશામાં ફર્યા કરે છે અને મોટા બવંડર સાથે ફરે છે. કોઈ પણ તોફાનને ચક્રવાત ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે તેની ઝડપ પ્રતિ કલાક 74 કિમીની રહે. ચક્રવાતમાં હજારો પરમાણુ બોમ્બ જેટલી વીજળી પૈદા કરવાની ક્ષમતા હોય છે. જ્યાં સુધી ચક્રવાત કે વાવાઝોડાના સર્જાવાની…
અરબી સમુદ્રમાં વાવાઝોડું ‘વાયુ’ 11 કિ. મી. ઝડપે આગળ વધી રહ્યું છે અને તેની દિશા સૌરાષ્ટ્ર તરફની છે. હાલ વાવાઝોડું વેરાવળથી દક્ષિણ 740 કી. મી. દૂર હતું. વેરાવળ – દીવ પંથકમાં આ વાવાઝોડું 13 જૂનની સવારે પ્રચંડ વાવાઝોડા (સિવિયર સાયકલોનિક સ્ટોર્મ) રૂપે પોરબંદર-મહુવા વચ્ચેથી 110 થી 120 કી.મી.ની ઝડપે પસાર થવાની પૂરી સંભાવના છે. આ સમયે 135 કિ.મી. ઝડપે તોફાની પવનો ફુંકાઇ શકે છે. વાયુ વાવાઝોડું મહારાષ્ટ્ર-ગોવા-કર્ણાટકને આ વાવાઝોડું સીધી કોઇ અસર કરશે નહીં તેવી સંભાવના છે. જયારે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં 12 અને 13 જૂન એટલે કે આવતીકાલે બુધ અને ગુરૂવારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દરમિયાન ગઇ રાત સુધીના…
અરબી સમુદ્રમાં હવાના ઓછા દબાણની સ્થિતિ ગંભીર બન્યા બાદ સર્જાયેલા ચક્રવાતી તોફાન વાયુ હાલ મહારાષ્ટ્ર અને ઉત્તરમાં ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાએ મંગળવારે જારી કરેલા બૂલેટીન અનુસાર હવાનું દબાણ ઓછું થતાં સર્જાયેલા સાયક્લોન વાયુ 13મી જૂને ગુજરાતના કાંઠા વિસ્તારો જેવાં કે પોરબંદર અને કચ્છ તથા વેરાવળ તરફ ગતિ કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરવાની શક્યતા દર્શાવી જણાવ્યું કે વાયુ સીધી રીતે 13મી જૂને સવારે ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારો પોરબંદરના પહુવા, વેરાવળ અને દિવને અસર કરી શકે છે. તે સમયે પવનની ગતિ 115થી 130 કિ.મી પ્રતિ કલાક રહેશે. આજે સાંજે વાયુ…
ભારતની માંગના અનુસંધાને પાકિસ્તાને પીએ મોદીના એરક્રાફ્ટને ઉડાન ભરવા માટે મંજુરી આપી છે. પીએમ મોદી(સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન) SCO સમિટમાં ભાગ લેવા માટે 13 અને 14 તારીખે કિર્ગીસ્તાનના પાટનગર બિશકેક જવાના છે. 26મી ફેબ્રુઆરીએ બાલાકોટમા ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને કર્મશિયલ ફ્લાઈટ માટે પોતાના એરસ્પેસને બંધ કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઈમરાન ખાન દ્વારા પીએમ મોદીને ફરીથી વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા અને કાશ્મીર સહિતના તમામ મુદ્દે વાતચીત કરવા માટે પાકિસ્તાન તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું SCO સમિટમાં પીએમ મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની મુલાકાત થવાની શક્યતા નહિવત છે. જ્યારે ચીનના…