ઝઘડીયા તાલુકામાં ખનીજ ખનન ના ધંધાની આડેધડ ચાલતી કામગીરી બાબતે તંત્રની મીલીભગત જવાબદાર છે, લોકોના ઉહાપોહ બાદ અને નર્મદાના પ્રવાહની દયનિય હાલત થતા તંત્રએ મોડે મોડે પણ પગલાં ભરવાની શરૂઆત કરી છે. તંત્રની આ ઢીલી નીતિના કારણે ઝઘડીયાના ટોથીદરામાં વીસ દિવસ પહેલા ઝઘડીયા મામલતદાર જે.એ. રાજવંશી દ્વારા તોડી નાખવામાં આવેલા પુલીયા બેખોફ બનેલા લીઝ માલિકો અને સંચાલકો દ્વારા ફરી બનાવી દેવામાં આવ્યું હતું, કોઈ પણ ભોગે રેતી ખનન કરવા માટે ટોથીદરાના લીઝ સંચાલક દ્વારા તંત્રની ધાક પણ નહિ રાખી નીતિ નિયમ નેવે મૂકી ફરીથી નર્મદાના પ્રવાહને અવરોધરૂપ પુલીયુ બનાવી દીધું તેની પાછળ શાસક પક્ષના કોઈ મોટા માથાનું પીઠબળ હોવાની ચર્ચાએ…
કવિ: Satya Day News
ઈન્ડીયન કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરીયા કિનારે આવેલા દ્વારકા ખાતેથી ઈન્ડોનિશિયાના જહાજને કબ્જામાં લીધો છે. આ જહાજ પર ઈરાનના ક્રુ મેમ્બરો છે અને જહાજની હિલચાલ શંકાસ્પદ જણાતા ડિટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જહાજ કુવેત જઈ રહ્યો હતો. પાંચ ભારતીય અને નવ ઈરાનીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.સી-એલ નામના જહાજમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતના સહિત દેશભરના યુવાનોને નશામાં ખલાસ કરવાનું ષડયંત્રનો પર્દાફાશ થવાની સંભાવના જોવા મળી રહી છે. કોસ્ટ ગાર્ડે પોરબંદર અને કચ્છની વચ્ચે સતત પેટ્રોલીંગ શરૂ કરેલું છે. 21મી મેનાં રોજ પણ પાકિસ્તાનથી આવી રહેલા ખલાસીઓને પકડી લેવામાં આવ્યા હતા અને તેમની…
અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને સરાજાહેર માર મારવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો રાજકોટમાં વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના ટેકેદાર કોર્પોરેટર દ્વારા મહિલા એન્કરને ગાળો બોલી મારવા દોડવાની ઘટના સામે આવતા ભારે ચર્ચા ચાલી રહી છે. રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. અમદાવાદ અને રાજકોટની ટીમ વચ્ચે મેચ ચાલી રહી હતી. મેચ જોવા માટે ભાજપના ધારાસભ્ય અરિવંદ રૈયાણી અને રાજકોટના કોર્પોરેટર પરેશ પિપલીયા પણ ગ્રાઉન્ડમાં હાજર હતા. નેતાઓને જોઈ એન્કરીંગ કરી રહેલી તૃપ્તિ શાહ નામની મહિલાએ…
મોદી સરકારના સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. 17મી જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રને સુચારુ રીત ચાલવા દેવા માટે સહયોગ માંગ્યો હતો. પ્રહલાદ જોશીની સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને અર્જુન મેઘવાલ પણ સાથે હતા. મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ સત્ર શરૂ થવા જઈ હ્યું છે. સોનિયા ગાંધી સાથે તેમના નિવાસે મુલાકાત કર્યા બાદ પ્રહલાદ જોશીએ કહ્યું કે સોનિયા ગાંધી સાથે અમારી મીટીંગ સૌહાદપૂર્ણ રહી છે. સરકારે સંસદીય સત્રને સુચારુ રીતે ચલાવા માટે સહયોગ માંગ્યો છે. વિપક્ષને પણ સત્તા પક્ષના સહયોગની આવશ્યકતા રહેલી હોય છે. સરકાર સહયોગ કરવા તૈયાર છે.…
દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરને કોણી અને ઘૂંટણમાં સોજો તથા દુખાવાની ફરીયાદના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. થાણેની કોર્ટે સેન્ટ્રલ જેલના અધિકારીઓને ઈકબાલ કાસકરને મુંબઈની જેજે હોસ્પિટલ અથવા સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. દરમિયાનમાં એવા પણ રિપોર્ટ મળી રહ્યા છે કે ઈકબાલ કાસકર સાથે જેલમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઈકબાલ કાસકરને થાણે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા 2018ના જાન્યુઆરી મહિનામાં બિલ્ડર અને વેપારીઓને ખંડણી માંગવાના કેસમાં પકડી લીધો હતો. પોલીસ દાઉદ, તેના ભાઈઓ અનીસ અને ઈખબાલ કાસકરને આરોપી બનાવ્યા હતા. બિલ્ડરની ફરીયાદના આધારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બિલ્ડરની ફરીયાદ અનુસાર ઈકબાલ કાસકરે ગોરાઈ વિસ્તારમાં આવેલી…
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ ગુજરાતના કૃષિ અગ્ર સચિવ સંજય પ્રસાદના પાક વીમા સહાયના દાવાને ફગાવી દઈ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે ગુજરાતના અગ્ર સચિવ સંજય પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પરથી સાબિત થાય છે કે સરકાર ખેડૂતલક્ષી નહિ પણ પાકવીમા કંપનીલક્ષી છે. અગ્ર સચિવે દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતોને 1586 કરોડ અછતગ્રસ્ત સહાય આપવામાં આવી છે” પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે અગ્ર સચિવનું નિવેદન સાબિત કરે છે કે પાક નિષ્ફળ ગયો છે અને તેના માટે પાકની સહાય આપવામાં આવી છે જ્યારે પાક નિષ્ફળ ગયો હોય તેના માટે ખેડૂતોને સહાય આપી હોય તો ક્રોપ કટિંગના આંકડાઓ આધારે…
તાલાલાના જંગલમાંથી પાણીની શોધમાં નીકળેલી દિપડીનું કરંટ લાગતા મોત થયું હતું. ઘટના અંગે તાલાલાના આરએફઓ ભરત બિમલે ફોટા સાથે વિગતો આપતા જણાવ્યું કે પાણી અથવા તો અન્ય કોઈ કારણોસર દિપડી જંગલમાંથી માનવ વસ્તીમાં આવી ચઢી હોવાની સંભાવના છે અને જાન બચાવવા કે આશરો મેળવવા માટે દિપડી વીજ ટ્રાન્સફોર્મર પર ચઢી ગઈ હતી. વીજ ટ્રાન્સફોર્મર પર ચઢેલી દિપડીને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સરમણભાઈ દેવશીભાઈ ગરેજાના ખેતર નજીકના વીજ થાંભલા પર મૃત્યુ પામેલી હાલતમાં દિપડી મળી આવી હતી. દિપડીના મોત અંગે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ભીમભાઈ વાળાએ જંગલ ખાતાને જાણ કરી હતી. ચારથી પાંચ વર્ષની દિપડીની…
વલસાડ નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરોનો અસંતોષ અને નારાજગી અટકવાનું નામ લેતી નથી. ખુદ ભાજપના કોર્પોરેટરોના કામ થતા ન હોવાની ફરીયાદ વચ્ચે આજે મળેલી માસિક સામાન્ય સભામાં અજબ રીતે ભાજપના કોર્પોરેટર ઉજેશ પટેલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપના પ્રમુખ કે ચીફ ઓફીસર ચૂપચાપ તમાશો જોતાં નજર પડ્યા હતા. ભાજપના કોર્પોરેટર ઉજેશ પટેલ પોતાના મોઢા પર પટ્ટી બાંધી સામાન્ય સભામાં આવી પહોંચ્યા ત્યાર ભાજપ સહિત કોંગ્રેસ તથા અન્ય કોર્પોરેટરોને આશ્ચર્ય થયું અને કુતુહલવશ ઉજેશ પટેલને પૂછવામાં આવતા ઉજેશ પટેલે પોતોના વિસ્તારના કામો થતા ન હોવાની ફરીયાદ કરી હતી. પોતાના વિસ્તારની ફરીયાદોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું ન હોવાથી ઉજેશ પટેલ રમકડા પણ…
આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુને ધોબી પછાડ આપ્યા બાદ મુખ્યમંત્રી બનેલા જગન રેડ્ડીએ એક કે બે નહીં પણ પાંચ પાંચ મુખ્યમંત્રી નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ ડેપ્યુટી સીએમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, લઘુમતિ અને કાપૂ સમાજમાંથી નિયુક્ત કરવામાં આવશે. રેડ્ડીએ શુક્રવારે વિધાનસભા પક્ષની મીટીંગમાં આ જાહેરાત કરી હતી. દેશમાં આ પહેલી વાર હશે જ્યાં કોઈ મંત્રી મંડળમાં પાંચ પાંચ ડેપ્યુટી સીએમ હશે. પાંચ ડેપ્યુટી સીએમ પૈકી બે ડેપ્યુટી સીએમ ચંદ્રબાબુ નાયડૂ સરકારના પૂર્વ મંત્રી પદે રહી ચૂક્યા છે. બન્ને નેતાઓ પછાત વર્ગ અને કાપૂ સમાજમાંથી આવે છે. સીએમ જગન રેડ્ડીના નિર્ણયનું સમર્થન વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્ય મહોમ્મદ મુસ્તુફા શેખે કર્યું…
સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા ખાતેની દરગાહમાં દર્શન કરવા ગયેલા બે યુવકો નહાવા માટે દરીયામાં ઉતર્યા હતા ત્યાર બાદથી તેમનો કોઈ પતો મળી રહ્યો નથી. મોજાઓ એટલા પ્રચંડ હતા કે બન્ને યુવકો કિનારાથી દુર થઈ ગયા હતા. મરીન પોલીસે ત્રણ બોટ સાથે યુવકોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પરંતુ કલાકો બાદ પણ તેમની કોઈ ભાળ મળી નથી. બીજી તરફ ઈદના ખુશીના અવસરે સંતાનો ધરે પરત નહીં ફરતા ઈદનો આનંદ માતમમાં પલટાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરના જેતલસર ગામમાં રહેતા 23 વર્ષીય નિઝામશા હનીફશા મદાર પાડોશીના 17 વર્ષીય પુત્ર રજત સિકંદર બલોચ સાથે બેટ દ્વારકા ખાતે આવેલી હાજી કિરમાણીની દરગાહે…