પંજાબ સરકારમાં ચાલી રહેલા કમઠાણ વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંગે નવજોત સિદ્વુ માટે હાર્ડ ડીસીઝન લઈ લીધું છે. પંજાબર સરકારમાં થયેલા મંત્રી મંડળમાં ફેરફારમાં સિદ્વુ પાસેથી શહેરી વિકાસ વિભાગ લઈને તેમને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેપ્ટને ચાર મંત્રીઓને છોડી તમામ રાજ્ય મંત્રીઓના ખાતામાં ફેરફાર કર્યા છે. કોંગ્રેસ નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી સિદ્વુ આજે થયેલી કેબિનેટ મીટીંગમાં હાજરી આપવા આવ્યા ન હતા અને સિદ્વુ સામે કાર્યવાહી કરાશે તેવી અટકળો ચાલી રહી હતી. લોકસભા ચૂંટણી બાદ પંજાબમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈ બન્ને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.
કવિ: Satya Day News
ટીવીથી રાજનીતિમાં આવ્યા બાદ સ્મૃતિ ઈરાની એક પછી એક સફળતાના પગથિયા ચઢતા ગયા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તેમના પોતાના જ ગઢમાં પરાસ્ત કરી સ્મૃતિ ઈરાનીએ ઈતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયા પર ઈરાની ખાસ્સા એક્ટિવ રહે છે. ઈરાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુરતના સાંસદ સાથેના ફોટો શેર કર્યા છે. ફોટો મૂકતાં જ વાયરલ થઈ ગયા હતા. સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર સતત અપડેટ કરતા રહે છે અને પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં પણ રહે છે. ટીવીથી રાજનીતિમાં આવેલી સ્મૃતિ ઈરાની પોતાની યાદોને તાજા કરતી રહે છે. તાજેતરમાં તેમણે એકતા કપૂર સાથેનો ફોટો પણ શરે કર્યો હતો, પણ આ વખતે તેમણે ફોટો શેર કરી…
પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્વુએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંગ વિરુદ્વ વિરોધનો બૂંગિયો ફૂંકી દીધો છે. સિદ્વુએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં હાર માટે માત્ર હું જવાબદાર નથી. કેબિનેટ બેઠકમાં સામેલ નહીં થવા અંગે સિદ્વુએકહ્યું કે હું એક માત્ર મંત્રી છું જેમને સરકારમાં કોઈ પણ રીતે ધ્યાને લેવામાં આવી રહ્યા નથી. મીડિયા સાથે વાત કરતા સિદ્વુએ કહ્યું કે મને બે સીટની જવાબદારી સોંપવામાં આવી હતી અને બન્ને સીટ પર કોંગ્રેસ જીતી છે. ભટીંડાની સીટ પર થયેલી હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવે છે પણ આ સરાસર ખોટું છે. ઘણા કેબિનેટ મંત્રીઓ મારું રાજીનામું ઈચ્છી રહ્યા છે. કેપ્ટન પણ હાર માટ મને જ…
સોશિયલ મીડિયામાં સલમાન ખાનના વીડિયોને લઈ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. વીડિયોમાં સલમાન ખાન બોડી ગાર્ડને તમાચો મારતો જોવા મળે છે. તમાચો મારવાનું કારણ એ છે કે બોડી ગાર્ડે સલમાનના ફેન એવા એક બાળક સાથે યોગ્ય વ્યવહાર કર્યો ન હતો. વીડિયોમાં સલમાન પોતાની ગાડી તરફ જતો દેખાય છે અને બોડી ગાર્ડ સલમાન માટે રસ્તો મોકળો કરી રહ્યો છે. સલમાન ખાન બોડી ગાર્ડથી પ્રશંસકોના ટોળામાં આવેલા સલમાન ખાનના પ્રશંસક બાળક સાથે બોડી ગાર્ડના વર્તાવથી નારાજ થઈ જાય છે અને તેને તમાચો મારી દે છે. સોશિયલ મીડિયામાં સલમાનના આ વ્યવહારની કેટલાકે ટીકા કરી છે તો કેટલાકે સલમાનના તમાચાને યોગ્ય ગણાવ્યો છે. સલમાન…
બેન્ક ઓફ બરોડાએ મુંબઈ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ મોહિત ભારતીયનો ફોટો છાપામાં પ્રસિદ્વ કરી વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યો છે. બેન્કના જણાવ્યા પ્રમાણે અવ્યાન ઓર્નામેન્ટ્સ પ્રોઈવેટ લિમિટેડ કંપનીએ બેન્કની લોન ભરપાઈ કરી ન હતી. મોહિત ભારતીય અને જિતેન્દ્ર કપૂરે ખુલાસો કરતા કહ્યું કે તેઓ કંપનીમાં પાર્ટનર નથી. અને લોન માટેના ગેરંટર તરીકે હતા. આ ઉપરાંત પાછલા બે વર્ષમાં પોતાના ભાગના 76 કરોડ રૂપિયા પણ બેન્કમાં જમા કરાવ્યા છે, તેમ છતાં બેન્કે તેમનો ફોટો પ્રસિદ્વ કરી બદનક્ષી કરી છે અને આ અંગે તેઓ હવે કેસ કરશે. મોહિત ભારતીયે પત્રમાં લખ્યું છે કે 2014માં આ મામલે લોઅર કોર્ટમાં બેન્ક ઓફ બરોડા…
મોદી સરકારની બીજી ટર્મના કાર્યકાળના પ્રારંભમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા(આરબીઆઈ)એ પહેલી ગિફટ આપી છે. આરબીઆઈએ ફરી વાર રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈની છ માસિક બેઠકમાં 0.25 ટકા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી નવા રેપોરેટ 5.57 ટકા રહેશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની બીજી ટર્મની પ્રથમ મોનેટરી પોલિસી માટેની બેઠક મળી હતી. આરબીઆઈએ પાછલી બે બેઠકમાં એમપીસી રેપો રેટમાં ક્રમશ: 0.25નો ઘટાડો કર્યો છે. મતલબ કે જૂન મહિના દરમિયાન ત્રીજીવાર કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કના ઈતિહાસમાં પહેલી વાર આરબીઆઈના ગર્વનરની નિયૂક્તિ બાદ રેપો રેટમાં ઘટાડો કરાયો છે. ગયા ડિસેમ્બર મહિનામાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શશીકાંત દાસ…
મોદી સરકારે 8 કેબિનેટ કમિટીઓની ફેરરચના કરી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ગૃહમંત્રી અમિત શાહનો તમામ કમિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રક્ષા મંત્રી અને મોદી-1માં નંબર ટૂની પોઝીશન ધરાવતા રાજનાથસિંહનો માત્ર બે કમિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખુદ પીએમ મોદી 6 કમિટીમાં છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 6 કમિટીમાં છે. તદુપરાંત રેલ મંત્રી પીયુષ ગોયલનો પણ પાંચ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા અને વધી રહેલી બેરોજગારીને અંકૂશમાં લેવ માટે પીએમ મોદીએ મોટાપાયા પર શરૂઆત કરી છે. લોકસભા ચૂંટણીમાં આ બન્ને મહત્વના મુદ્દા બન્યા હતા અને કોંગ્રેસે મોદી સરકાર પર…
અમદાવાદની નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાનીનો મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતભરમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલે સમગ્ર ઘટનાને વખોડી ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભાજપને આડે હાથે લીધા છે. રેશ્મા પટેલે કહ્યું છે કે નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાની દ્વારા મહિલાને છડેચોક માર મારવામાં આવ્યો છે તે મહિલા શક્તિનું અપમાન છે. નારી શક્તિનું હનન કર્યું છે. મારું માનવું છે કે આ લોકો કળયુગના રાક્ષસ છે. સત્તાના નશામાં ચૂર આવા એમએલએને ધારાસભ્ય પદ રહેવાનો અધિકાર નથી. આ ઘટનાને લઈ ભાજપ પર આકરો પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ મહિલા…
સુરતમાં ડી.ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા લોકસભામાં ભાજપના ઐતિહાસિક વિજયને વધાવી લેવા માટે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તથા ગૃહમંત્રી અમિત શાહને સોના અને ચાંદીમાં કંડારવામાં આવ્યા છે. પીએમ મોદીની ચાંદીમાં મૂર્તિ તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે અમિત શાહ તથા પીએમ મોદીની સોનામાં બનાવેલા કટ આઉટ સાથેની ફ્રેમ તૈયાર કરવામાં આવી છે. કહેવાય છે કે ઈતિહાસ સુર્વણ અક્ષરે લખવામાં આવે છે તો આ ઉક્તિને યથાર્થ ઠેરવવા માટે સુરતના જ્વેલર્સ દ્વારા વડાપ્રધાન મોદીની સંપૂર્ણપણે ચાંદીમાં મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જ્યારે ગૃહમંત્રી અત શાહ અને પીએમ મોદીના સોનાના કટઆઉટ સાથેની ફ્રેમ પણ બનાવવામાં આવી છે. 3.5 કિલોગ્રામ ચાંદીનો ઉપયોગ કરી પીએમ…
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીની અંદર ભારે ઉથલ પાથલ ચાલી રહી છે અને એક પછી એક મીટીંગ યોજાઈ રહી છે. સૌથી વધુ ચર્ચા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની અમેઠીની હારની કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીની હારના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને બે સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવી છે. જેમાં કોંગ્રેસના મંત્રી ઝૂબેર ખાન અને કે.એલ.શર્માને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ બન્ને સભ્યોએ પ્રારંભિક રિપોર્ટમાં રાહુલ ગાંધીની હારના જે કારણો આપ્યા છે તેમાં સપા અને બસપા દ્વારા રાહુલ ગાંધીને મદદ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું છે. સપા અને બસપાના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્વ કામ કર્યું…