કવિ: Satya Day News

સુરતના તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે 22 ભૂલકાઓના જીવ ગયા ત્યારે સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તક્ષશિલા મામલે સુરત મહાનરગપાલિકાની અરજન્ટ બોર્ડ મીટીંગ બોલાવવાની માંગ કરવામાં આવી હોવાનું પાલિકાની વિપક્ષ નેતા પપ્પન તોગડીયાએ જણાવ્યું છે. પપ્પન તોગડીયાએ જણાવ્યું કે મે મહિનાની બોર્ડ મીટીંગમાં બાળકોને શ્રધ્ધાંજલિ આપી માસિક સામાન્ય સભા સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસે માત્ર તક્ષશિલા મામલાની ચર્ચા કરવા અરજન્ટ સામાન્ય સભાની માંગ કરી છે. સામાન્ય સભા બોલાવવા માટે 25 ટકા સભ્યોની જરૂર હોય છે તો કોંગ્રેસે 29 કોર્પોરેટરોની સહી સાથે તાકીદની સામાન્ય સભા બોલાવવા માટે મેયર સમક્ષ માંગ કરી છે. અત્રે નોંધનીય…

Read More

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ સર્જાયો અને તેમાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને કસૂરવાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ફાયર બ્રિગેડના બે અધિકારીઓની ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય અધિકારીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર તક્ષશિલાનું નિર્માણકાર્ય જ્યારે સરથાણા સુરત મહાનગરપાલિકાની હદમાં ન હતો ત્યારે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની હદમાં સરથાણાનો સમાવેશ આજથી દસેક વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઈમ્પેક્ટ ફીની ફાઈલ પર ભાજપના નેતાની ભલામણનો પત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા મુજબ આ લેટર પાલિકાના અધિકારીએ ફાઈલમાંથી ગૂમ કરી દીધો છે અને હાલ…

Read More

વડાપ્રધાન મોદીએ કેબિનેટની રચના કરી અને મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી. ખાતાની ફાળવણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવ્યું. અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવતાં જ કોંગ્રેસ અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલ પર કેટલાક લોકોએ મેસેજનો મારો ચલાવ્યો હતો. ભક્તો દ્વારા કરવામાં આવેલા મેસેજ અંગે હાર્દિક પટેલે સોશિય મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખાણ લખ્યું છે. હાર્દિકે લખ્યું છે કે અમિત શાહ ગૃહ મંત્રી બન્યા તે માટે તેમને શૂભકામના આપું છું  પરંતુ આજે કેટલાક ભક્તોના મારા પર મેસેજ આવ્યા છે કે હવે તારું શું થશે હાર્દિક. મતલબ અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ ભક્ત…

Read More

માત્ર ચાર મહિના પહેલાં જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસ સત્તારૂઢ થઈ હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ રીતે પોતાની આબરૂ બચાવી શકી નથી. કોંગ્રેસના બેશરમ નેતાઓ દોષારોપણમાં પડ્યા છે. રાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં ખેંચવા મામલે અડગ છે ત્યારે સિનિયર કોંગ્રેસી નેતાઓએ ગાંધી પરિવારમાં જ પલિતો ચાંપવાનું કામ કર્યું અને પ્રિયંકા ગાંધીનું નામ પ્રમુખ પદે આગળ ધર્યું કે તરત જ રાહુલ ગાંધીએ નોન ગાંધીને પ્રમુખ બનાવવા પર ફરી એક વાર મક્કમતા દર્શાવી છે. કોંગ્રેસના ચાણક્ય મનાતા અહેમદ પટેલને રાહુલ ગાંધીએ એક વખત કોરાણે મૂકી દીધા હતા ત્યાર બાદ સોનિયા ગાંધીની મધ્યસ્થીના કારણે અહેમદ પટેલને…

Read More

વડાપ્રધાન મોદીએ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવ્યું છે જ્યારે રાજનાથસિંહ પાસેથી ગૃહ ખાતું લઈ રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે દેશને સર્વ પ્રથમ મહિલ નાણા મંત્રી મળ્યા છે. નિર્મલા સીતા રમણને નાણા મંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. અમિત શાહ- ગૃહ મંત્રાલય  રાજનાથ સિંહ- રક્ષા મંત્રાલય નીતિન ગડકરી- માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય સદાનંદ ગૌડા-રસાયણ અને ઉર્વક મંત્રાલય  નિર્મલા સીતારમણ-નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય રામવિલાસ પાસવાન-ખાદ્ય-સાર્વજનિક વિતરણ મંત્રાલય નરેન્દ્ર સિંહ તોમર-કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ રવિશંકર પ્રસાદ-કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ હરસિમરત કૌર બાદલ- ખાદ્ય પ્રસંસ્કરણ…

Read More

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા ત્યાર બાદ મોદી મંત્રી મંડળની શપથવિધિ કરવામાં આવી હતી. કુલ 24 કેબિનેટ મંત્રીઓ અને નવ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ ઉપરાંત 24 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. નરેન્દ્ન મોદી – વડાપ્રધાન કેબિનેટ મંત્રીઓ રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી સદાનંદ ગૌડા નિર્મલા સીતારમણ રામ વિલાસ પાસવાન નરેન્દ્રસિંગ તોમર રવિશંકર પ્રસાદૉ હરસિમત કૌર બાદલ થાવરચંદ ગેહલોત એસ.જય શંકર રમેશ પોખરીયાલ નિશંક અર્જુન મુંડા સ્મૃતિ ઈરાની હર્ષ વર્ધન પ્રકાશ જાવડેકર પિયુષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પ્રહલાદ જોશી મહેન્દ્રનાથ પાંડે અરવિંદ સાવંત ગિરીરાજસિંહ ગજેન્દ્રસિંહ શેખાવત રાજ્યકક્ષાના મંત્રીઓ( સ્વતંત્ર હવાલો)…

Read More

રાષ્ટ્રપતિ ભવનમાં દબદબાભેર સમારંભમાં બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે બીજીવાર શપથ ગ્રહણ કરી નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો છે. વડાપ્રધાન મોદીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદે તેમને અભિનંદન આપ્યા હતા. સમગ્ર હોલમાં તાળીઓના ગડગડાટથી પીએમ મોદીને વધાવી લેવામાં આવ્યા હતા. મોદી પ્રધાન મંડળમાં જૂના જોગીઓની સાથે અનેક નવા ચહેરા જોવા મળવના છે. ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની કેન્દ્રીય મંત્રી મંડળમાં એન્ટ્રી થઈ છે. અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપત ગ્રહણ કર્યા હતા. વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે શપથવિધિ સમારોહ પહેલાં 6 કલાક મેરથોન મીટીંગ ચાલી હતી. અમિત શાહે પીએમ મોદીની સાથે શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાતની મોદી…

Read More

રાષ્ટ્રપતિ ભવનમાં મોદી પ્રધાન મંડળનો શપથવિધિ સમારંભ ચાલી રહ્યો છે. રાજ્યમંત્રી તરીકે શપથ લઈ રહેલા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા દ્વારા છબરડો વાળવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા તે ભૂલ તરફ સુધારો કરવો પડ્યો હતો. મનસુખ માંડવિયાએ મોદી પ્રધાનમંડળમાં બીજી વાર પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે શપથ દરમિયાન મનસુખ માંડવિયાએ હિન્દીમાં શપથ લેવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રપિત કોવિંદે મૈં કહ્યું તો મનસુખ માંડવિયાએ મૈં બોલ્યા વિના જ શપથ વાંચવાનું શરૂ કર્યું હતું. મૈં મનસુખ માંડવિયા આખું નહીં બોલાતા રાષ્ટ્રપતિ કોવિંદે તરત જ ભૂલ તરફ ધ્યાન દોરી કહ્યું કે મૈં મનસુખ માંડવિયા તો રાજ્યમંત્રી બનેલા માંડવિયાએ ભૂલ સુધારી હતી…

Read More

PM તરીકે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વાર શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી કોણ-કોણ હશે તે પ્રશ્ન ખાસ્સો ચર્ચાઈ રહ્યો છે ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી બેથી ત્રણ નવા ચહેરાના સમાવેશની સંભવાના વ્યક્ત કરવામાં આવી રહી છે. મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી પ્રથમ નામ હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું આવી રહ્યું છે પણ અમિત શાહને કેબિનેટ બર્થ આપવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે. અમિત શાહની રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની કામગીરી જોતાં તેમને સંગઠનમાં ચાલુ રાખવા માટે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ માની રહ્યા છે. તો આ વખતે અમિત શાહને કેબિનેટમાં સામેલ કરી તેમને રક્ષા મંત્રાલય કે ગૃહ મંત્રાલય આપવામાં…

Read More

સુરતના અગ્નિકાંડ બાદ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. આ પીટીશનમાં પ્રાઈવેટ ટ્યુશન-કોચીંગ ક્લાસીસને લઈ કેન્દ્ર સરકારને નીતિ-નિયમો ઘડવા માટેના દિશા નિર્દેશ આપવાની અરજ કરવામાં આવી છે. એડ્વોકેટ પવન પ્રકાશ પાઠક દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનમાં સુરતના ટ્યુશન ક્લાસીસમાં 22 બાળકોના મોતના પગલે પીટીશન દાખલ કરી કોચીંગ ક્લાસીસ માટે નવેસરથી નિયમો ઘડવાની માંગ કરવામાં આવી છે. પીટીશનમાં જણાવાયું છે કે ભણતર માટે વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારીનું હનન કરવામાં આવી રહ્યું છે અને કોચીંગ ક્લાસીસ તથા ટ્યુશન કલાસીસ ઉભા કરી સમાંતર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ભણવા માટે ધકેલવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સલામતીના પગલા…

Read More