કવિ: Satya Day News

ગુજરાત ભરમાં આંદોલનની આહલેક જગાવીને રાજકીય ક્ષિતિજે ઉગમણી દિશામાં વિસ્તરેલી અને રાષ્ટ્રીય સ્તરે લાઈમ લાઈટમાં આવેલી ગુજરાતની ત્રિપુટી નામે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર હવે વેરણછેરણ થઈ ગયા છે. ત્રિપુટીમાં તિરાડ નહીં પણ ખાઈ પડી ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને ત્યાર બાદ મહાનગરપાલિકાની ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ત્રિપુટી સારવણી પર ચઢીને કોંગ્રેસે સત્તાના નવા સમીકરણો અંકિત કરવાના શરૂ કર્યા હતા પણ પ્રથમ ગ્રાસે પાસ થયા બાદ આ દ્વિતીય કસોટીમાં આ ત્રિપુટીને કોંગ્રેસ સાચવી શકવામાં નિષ્ફળ પુરવાર થઈ હોવાનો એકરાર કોંગ્રેસીઓ ખાનગીમાં તો કરે છે પણ જાહેરમાં કરતા ક્ષોભ અનુભવે છે. કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામા આપ્યા…

Read More

સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ થયા બાદ સુરત મહાનગર પાલિકાના કમિશનર થેન્નારસન હરકતમાં આવ્યા છે. થેન્નારસને તે વખતે કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા પીડી મુન્શી અને જયેશ સોલંકીને ચાર્જશીટ ફટકારી છે. અને બિલ્ડીંગનું પ્લાનીંગ કરનાર આર્કીટેક્ટ માંગુકીયા અને પાનસુરીયાના લાયનસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનિયર ઈજનેર તરીક ફરજ બજાવતા હરેરામ દુર્યોધનસિંઘને તક્ષશિલા આર્કેડમાં ગેરકાયદેસર બાંધકામ અંગે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી ઓન લાઈન ફરીયાદ વિશે યોગ્ય પ્રતિભાવ નહીં આપવા બદલ ફરજ મોકુફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે તક્ષશિલા અગ્નિકાંડમામલે કેતન પટેલને પોલીસ સાથે તપાસ માટે નોડલ ઓફીસર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ડીઆર ગોહીલની…

Read More

22 ભૂલકાઓને ભરખી જનારી સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સની આગની તપાસ ચાલી રહી છે. દિવા જેવી સ્પષ્ટ વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનરો સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. એમકે દાસ, મિલિંદ તોરવણે અને હાલના કમિશનર થેન્નારસન સુધી રેલો પહોંચ્યો છે પણ આ તમામની સામે તપાસ કરવા સુદ્વાની તમા સરકારે બતાવી નથી. એવું કહેવાય છે કે સસ્પેન્શન ઈઝ નોટ પનીશમેન્ટ. સેકન્ડ કેડરના અધિકારીઓ સામે કાર્યવાહી કરીને ન્યાય આપવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે પણ આ અધુરો ન્યાય છે. મોટા મગરમચ્છોની સામે કાર્યવાહી કરવામાં ફરી એક વાર ચૂક કરવામાં આવી રહી છે. યાદ અપાવી દઈએ કે અમદાવાદના પરિમલ ગાર્ડન નજીકની…

Read More

સુરતના સરથાણા વિસ્તારમાં પળવારમાં 20-20 માસૂમ બાળકો ભડભડ કરીને આગમાં ભડથું થઈ ગયા. સવારે 20 બાળકોના માતા-પિતાને ક્યાં ખબર હતી કે આજે ટ્યુશને જનારો દિકરા અને દિકરી સાથેની અંતિમ મુલાકાત બની રહેશે. જીવતા સળગી ગયાની વેદના માતા-પિતાઓને જીવનભર ચોધાર આંસુએ રડાવતી રહેશે, પળે-પળ એક ટીસ અને અને આંતર્નાદ ચિત્કાર પોકારતો રહેશે. ન સહી શકાય તેવી વેદના મૃત્યુપર્યંતનું દર્દ આપતી રહેશે. ક્ષણાર્ધમાં કાળનો કોળીયો બની ગયેલા સંતાનોની આખરી સૂરત પર જોવા મળી નહી. હસતા રમતા ટ્યુશને ગયેલા બાળકો ઘરે પરત ફર્યા પણ રાખના ઢેર રૂપે. ખૂબ જ અરેરાટીપૂર્ણ અને કાળજા કંપાવનારી ઘટના માનસપટલ પરથી ખસવાનું નામ લેતી નથી. વહીવટી તંત્ર દ્વારા…

Read More

સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી મહાભયાનક આગની લપેટમાં નાના નાના બાળકો સહિત 20 જણા હોમાઈ ગયા બાદ ઘોર નિંદ્રામાં પોઢેલું સુરત મહાનગર પાલિકાનું તંત્ર ફરી જાગ્યું છે. નિષ્ફળ મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસન અચાનક જાગ્યા અને તેમણે શહેરના તમામ કોચીંગ ક્લાસીસ બંધ રાખવાનો આદેશ કર્યો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. સુરતમાં સરથાણાની આ ત્રીજી ઘટના છે. બેએક વર્ષ પહેલા સુરતના નાનપુરામાં પાનવાલા કોચીંગ ક્લાસીસમાં આગ લાગી હતી પણ સદ્દનસીબે આ ક્લાસીસ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો હોવાથી જાનમાલનું નુકશાન થયું ન હતું. ત્યાર બાદ ચારેક મહિના પહેલાં સુરતનાં પોશ એરિયા તરીકે ઓળખાતા વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં આગ લાગી…

Read More

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં આગ ભભૂકી ઉઠતા અત્યાર સુધી ટીચર સહિત 15 બાળકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગ ફાટી નીકળતા જાન બચાવવા માટે બાળકો કૂદી પડ્યા હતા અને પોતાનો બચાવ કરવાની કોશીશ કરી હતી. બાળકો કૂદી પડતા 15 બાળકો મોતને ભેટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકારી પ્રમાણે ટ્યુશન ક્લાસીસમાં 40 બાળકો હાજર હતા. ઘટનામાં દાઝી ગયેલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે કે ક્લાસીસના રૂમમાં વધુ બાળકો તો ફસાયા નથી. જે બાળકો જાન…

Read More

વડાપ્રધાન તરીકે ફરી એક વાર શપથ ગ્રહણ કરતા પહેલા વડાપ્રધાન મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત લેશે.  પીએમ મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં 28મીએ અને ગુજરાતમાં 29મી તારીખે આવે તેવી સંભાવના ચે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી નાંખ્યા બાદ પ્રચંડ બહુમતિ સાથે વિજય હાસલ કરનારા પીએમ મોદીએ 16મી લોકસભા ભંગ કરવાના કેબિનેટના નિર્ણયની રાષ્ટ્રપતિને જાણ કરી છે. ત્રીજી જૂને16મી લોકસભાની અવધિ સમાપ્ત થઈ રહી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે સંસદને ભંગ કરી દીધી છે. 17મી લોકસભાનું ત્રીજી જૂને ગઠન થશે ત્યાર બાદ ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સુપરત કરશે. વડાપ્રધાન તરીકે પીએમ મોદી 30મી તારીખે શપથ ગ્રહણ કરશે.

Read More

ભાજપને એકલા હાથે બહુમતિ, શરૂઆતી ટ્રેન્ડમાં 274નો આંકડો પાર કર્યો 524 સીટના ટ્રેન્ડ, ભાજપ 323, કોંગ્રેસ 109 , અન્ય 92, 18ના ટ્રેન્ડ બાકી ભાજપ 312, કોંગ્રેસ 100, માત્ર 38 સીટના ટ્રેન્ડ છે બાકી 493 સીટના ટ્રેન્ડ : ભાજપ 300ને પાર, કોંગ્રેસને 96 સીટ પર આગળ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સૂપડા સાફ, યુપીમાં મહાગઠબંધન કારમા પરાજય ભણી 470 સીટના ટ્રેન્ડ, ભાજપને 274 સીટ સાથે બહુમતિ, કોંગ્રેસ 103 452 સીટના ટ્રેન્ડ- ભાજપ 255, કોંગ્રેસ 107 અને અન્ય 91 પર આગળ 400 સીટના ટ્રેન્ડ- ભાજપ 234 સીટ પર આગળ, કોંગ્રેસ 94 સીટ પર આગળ પાટણથી જગદીશ ઠાકોર, આણંદથી ભરતસિંહ સોલંકી, જૂનાગઢથી…

Read More

આવતીકાલે સવારે દેશભરની લોકસભાની ચૂંટણી માટે મતગણતરી કરવામાં આવનાર છે ત્યારે VVPAT સહિતની મશીનરીને લઈ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીના ચૂંટણી એજન્ટ અનિમેષ દેસાઈએ ચૂંટણી પંચને ફરીયાદ કરી છે. અનિમેષ દેસાઈએ કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે 23-બારડોલી લોકસભાની સામાન્ય ચૂંટણીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના ચૂંટણી એજન્ટ તરીકે કાર્યરત રહ્યો છું, ગત તારીખ 23મીના રોજ બારડોલી લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ દિવસે વિવિધ બૂથો પર સમગ્ર લોકસભા મતવિસ્તારના સીયુ, બીઓ તથા VVPAT બદલવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. અનિમેષ દેસાઈએ કહ્યું કે આજે 158-કામરેજ વિધાનસભામાં મતદાનના દિવસે જે બૂથો પર સીયુ અને VVPAT મૂકવામાં આવ્યા…

Read More

સુરતના ગોપીપુરા વિસ્તારમાં સત્ય નારાયણ મંદિર પાસે હીરાના વેપારીને લૂંટી લેવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. પોલીસે ફરીયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે મોડી સાંજે ગોપીપુરા વિસ્તારમાં આવેલી ટીએનટી સાર્વજનિક સ્કૂલ પાસે સત્ય નારાયણ મંદિર આવેલું છે. આ સ્થળે હીરના વેપારી ડાયમંડની ડીલીવરી કરવા આવ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા યુવકોએ વેપારીને આંતરી લીધો હતો અને આંખમાં સ્પ્રે છાંટીને અંદાજિત 40 લાખના હીરાની પડીકીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘટનાની ચોકસાઈ કર્યા બાદ પોલીસ ફરીયાદ નોંધવાની કામગીરી શરૂ કરી હતી.

Read More