અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે કોંગ્રેસની માલિકી ધરાવતા અખબાર નેશનલ હેરાલ્ડ સહિત અનેક કોંગ્રેસી નેતાઓ અને વિદેશી મીડિયા વિરુદ્વ દાખલ કરેલા બદનક્ષીના કેસના પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાફેલ મામલે ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનની સાથે પોતાન ઓફસેટ એગ્રીમેન્ટને લઈ લખાયેલા રિપોર્ટ સામે કોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. હવે રિલાયન્સ ગ્રુપનું કહેવું છે કે હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે ડેફેમેશન કેસ પાછો ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ કહ્યું કે અમને લાગે છે કે કેટલાક ખાસ લોકો અને કંપનીઓએ રિલાયન્સ અને દસ્લોટ એવિએશન વચ્ચે થયેલા એગ્રીમેન્ટને લઈ જે સ્ટેટમેન્ટ આપ્યા હતા તે લોકસભા ચૂંટણીના અનુસંધાને…
કવિ: Satya Day News
હવામાન વિભાગે ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે ભારે પવન સાથે કમૌસમી વરસાદની આગાહી કરી છે જેના કારણે મગફળી, કેરી અને તલ જેવા પાકોને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શનિવારે સાંજે અમદાવાદના વાતવરણમાં પલ્ટો આવ્યો હતો અને શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પણ કમૌસમી વરસાદની સ્થિતિ સર્જાઈ હતી.
કચ્છ સરહદેથી ભારતીય સેનાએ બે પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. દરિયામાં પેટ્રોલીંગ દરમિયાન બીએસએફ દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. માહિતી મુજબ કચ્છના દરિયામાં બીએસએફને શંકાસ્પદ હિલચાલ જણાતા સેના દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવી દેવાયું હતું. દરિયામાં પાકિસ્તાની બોટ નજર પડતા બીએસએફ દ્વારા તેની જડતી લેવામાં આવી હતી. શરૂઆતમાં માછીમારો હોવાની જાણકારી મળી હતી. બીએસએફ દ્વારા બોટની સાથે બન્ને પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયામાં સુરત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજની નીચે એક કારને આંતરી બીજી કારમાં શૂટરો આડેધડ ગોળીઓ છોડી રહ્યા છે તેવો વીડિયો વાયરલ થયો છે. સુરત ટેક્સટાઈ માર્કેટ વિસ્તારમાં આવા પ્રકારનો કોઈ બનાવ બન્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સુરતના નામે ફેક વીડિયો વાયરલ કરી ભારે હોબાળો મચાવી સસ્તી પબ્લીસીટી મેળવી સુરતને આવી રીતે કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. “સત્ય ડે” આવા પ્રકારના હિન કૃત્યને વખોડે છે. સુરત પોલીસ દ્વારા આ વીડિયોની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને સુરતને બદનામ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. વીડિયો દેખાય છે…
હિન્દુ મહાસભા દ્વારા સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા સંજય નગરના પંચમુખી હનુમાન મંદિરમાં આઠથી દસ જેટલા લોકોએ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની જન્મ જયંતિની ઉજવણી કરી હતી અને કેંડલ સળગાવી શ્રધ્ધાંજિલનો કાર્યક્રમ આપ્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં વીડિયો વાયરલ થયો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તથા સુરત કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત કોંગ્રેસે પોલીસ કમિશનરને ગાંધીજીના હત્યારાના સમર્થકોને પકડી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા તાબડતોડ પ્રોગ્રામ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્વ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેસ પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા કરવામાં આવતા લીંબાયત પોલીસે તુરંત…
કોંગ્રેસના યુવા અને પાટીદાર સમાજના ઝુઝારુ નેતા હાર્દિક પટેલે આજે રાજકોટમાં ધડાકો કરતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની ઓછામાં ઓછી આઠ સીટ અને વધુમાં વધુ 12 સીટ આવી રહી છે જ્યારે કેન્દ્ર મોદી સરકાર બની રહી નથી. હાર્દિકે એક્ઝિટ પોલ અંગે કહ્યું કે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ અને જોવાયું છે કે દેશભરમાં મોદી સરકાર વિરુદ્વ માહોલ હતું. એક માત્ર 2014માં જ એક્ઝિટ પોલ સાચા ઠર્યા છે, જ્યારે બાકીમાં એક્ઝિટ પોલ સાચા ઠર્યા નથી. લોકોમાં એનડીએની નીતિઓ સામે રોષ હતો. જીએસટી, નોટબંધી સહિતના મુદ્દાઓને લઈ લોકોમાં આક્રોશ હતો. ભાજપે તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ 150 સીટનો દાવો કર્યા હતો અને 100…
સુરત કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે.આ શખ્સે શરીરના ગુપ્તાંગમાં સોનું છૂપાવ્યું હોવાનું બહાર આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. સુરત-શારજાહ ફ્લાઈટ આજે સુરત ખાતે લેન્ડ થઈ તો કસ્ટમ વિભાગને એક શખ્સ પર શંકા ગઈ. લાઈવ ડિટેક્ટર ટેસ્ટમાં શખ્સના શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવ્યું હોવાનું માલમ પડતા તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા શખ્સનું નામ ઈમ્તીયાઝ મેમણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે સુરતનો જ રહીશ છે. આજ સવારે ઈમ્તીયાઝ શારજાહ-સુરત ફ્લાઈટમાં બેઠો હતો અને સુરત ખાતે સોના સાથે ઝડપાઈ જવા પામ્યો હતો. ઈમ્તીયાઝના ગુપ્ત ભાગમાંથી સોનુ કાઢવા માટે તેને…
લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસે અંગે ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વ પ્રજ્ઞાસિંહ ઠાકોરે દેશભક્ત હોવા અંગે કરેલા નિવેદનનો વિવાદ શમ્યો નથી ત્યાં ગાંધીના ગુજરાતમાં ગોડસના સમર્થકોએ ખુલ્લેઆમ ગોડસેની જન્મ જયંતિની ઉજવણી કરી છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. એવું મનાય છે કે જન્મ દિવસની ઉજવણી હિન્દુ મહાસભાના નેપથ્યે કરવામાં આવી હતી. ગુજરાત સાથે ગાંધીજીની ઓળખને નામશેષ કરી નાથુરામ ગોડસેને દેશભક્ત પુરવાર કરવા માટે હવે ભાજપ સરકારની છત્રછાયા તળે ગોડસે સમર્થકો ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. ગોડસે ન તો ગુજરાતી હતો કે ન તો ગુજરાત સાથે કશું લાગતું વળગતું છે પણ જેને સંપૂર્ણપણે ગુજરાત સાથે હંમેશ નિસ્બત રહી…
જેટલાય એક્ઝિટ પોલ આવ્યા છે તેમા ભલે આમથી તેમ સીટો ફેરવી એનડીએને સ્પષ્ટ બહુમતિના અણસાર આપી રહ્યા છે પરંતુ એક્ઝિટ પોલમાં ઉડીને આંખે વળગે એવી વાત જે સામે આવી છે તેમાં એક પણ રાજ્યમાંથી શાસક કે વિપક્ષને સાતત્યપૂર્ણ સીટ આપવામાં આવી રહી નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક્ઝિટ પોલ પહોંચી રહ્યા છે તો તેમના ઓપિનિયન પણ બદલાઈ જઈ રહ્યા છે. એક એક્ઝિટ પોલ યુપીમાં ભાજપની 58 સીટ મૂકે છે તો બીજું એક્ઝિટ પોલ ભાજપની 22 સીટ મૂકે છે. એક્ઝિટ પોલમાં ગોળ ગોળ ધાણીની ફેરફુદરડી રમાડવામાં આવી છે. એનડીએને સીટોનું નુકશાન થઈ રહ્યું છે છતાં ખાતાને અન્ય રાજ્યમાં સરભર કરતા બતાવાયા…
પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા નીકળી છે. લલિત કગથરાના નિવસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડ્યો હતો. પશ્વિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઇ ગયા હતા ત્યારે તેમની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. દિકરાને અંતિમ વિદાય આપતા લલિત કગથરા ધ્રુસ્કે-ધ્રુસ્કે, ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ટંકારાનુ આખું પડઘરી ગામ હિબકે ચઢયું હતું. અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો. આ ઘટના અંગે…