કવિ: Satya Day News

તાજેતરમાં ગુજરાતમાં સમાજના કેટલાક વર્ગો દ્વાર દલિતોની જાનને નહીં નીકળવા દેવાની ઘટના અંગે ભાજપ સરકારની ટીકા કરી ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે ગુજરાત સરકારને ચેતવણી આપી છે અને કહ્યું છે કે હવે પછી આવા પ્રકારનો અત્યાચાર સહન કરી શકાશે નહીં. પત્રકારો સાથે વાત કરતા ચંદ્રશેખર આઝાદે કહ્યું કે ગુજરાતમાં જંગલ રાજ ચાલી રહ્યું છે. કારણ કે અનુસૂચિત જાતિના લોકોને સંવિધાન દ્વારા અપાયેલા મૌલિક અધિકારોનું હનન કરવાં આવી રહ્યું છે અને અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. રાવણના નામથી પ્રખ્યાત ચંદ્રશેખરે કહ્યું  ગુજરાતમાં એટલા માટે આવ્યો છું કે પાછલા કેટલાક દિવસોમાં દલિતો પર અત્યાચરની અનેક ઘટનાઓ બની છે. એવું લાગે છે…

Read More

17મી લોકસભા માટે આજે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ સાંજે વિવિધ ટીવી ચેનલો દ્વારા એક્ઝિટ પોલ શરૂ કરી દેવામાં આવશે. દરેક વખતે એક્ઝિટ પોલ ખરા ન પણ હોય છતાં પરિણામના આકલનની નજીક નજીક પહોંચેલા હોય છે. એક્ઝિટ પોલ શું છે અને ક્યારથી એક્ઝિટ પોલની શરૂઆત થઈ હતી તે જાણવું જરૂરી છે. લગભગ બધી જ મોટી ચેનલો અલગ અલગ એજન્સીઓ સાથે મળીને અંતિમ ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ બતાવે છે. આમાં અનુમાનિત કરાય છે કે ક્યા પક્ષને કેટલી બેઠક મળવાની શક્યતા છે. ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત 1960માં થઈ હતી. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ દ્વારા…

Read More

પંજાબના CM કેપ્ટન અમરિન્દરસિંહે કોંગ્રેસના નેતા નવજોત સિદ્વુ પર આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે નવજોત સિદ્વુ સાથે વાકયુદ્વ નથી. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે. લોકોમાં મહત્વકાંક્ષા હોય છે. હું તેમને બાળપણથી ઓળખું છું. મારી તેમની સાથે કોઈ ભિન્નતા નથી. કદાચ તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે. મારી જગ્યા લેવા માંગે છે. આ તેમનો મકસદ છે. અમરિન્દરસિંહે કહ્યું કે સિદ્વુ અનુશાસનહિન છે અને હાઈકમાન્ડે તે અંગે વિચારણા કરવાની જરૂર છે અને તેમની વિરુદ્વ કાર્યવાહી કરવી જોઈએ. આ પહેલાં નવજોત સિદ્વુની સાથે ખેંચતાણ વચ્ચે અમરિન્દરસિંહે કહ્યું હતું કે જો પંજાબમાં કોંગ્રેસ ચૂંટણી હારી જાય છે તો તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું…

Read More

ભારતની સ્ટાર ખેલાડી અને 100 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ હોલ્ડર દુતી ચંદે પોતાના જીવન સાથીને લઈ ખુલાસો કર્યો છે. એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી આ ખેલાડીએ કહ્યું કે તે પોતાના શહેરની એક મહિલા મિત્ર સાથે રિલેશનશીપમાં છે. દૂતી ઓરિસ્સાસના ચાકા ગોપાલપુર ગામની વતની છે અને જાજપુર જિલ્લામાં તેના માતા-પિતા વણકરનું કામ કરે છે. ભારતની સ્ટાર સ્પ્રિંટર 100 મીટર, 200 મીટર અને 4×100 મીટર દોડમાં ભાગ લે છે દુતીએ અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે મેં મારા જીવન સાથીને શોધી લીધી છે. મને લાગે છે દરેકને સ્વતંત્રતા હોવી જોઈએ કે તે કોની સાથે રહેવા માંગે છે અને તે સહેલાઈથી પોતાનો પાર્ટનર…

Read More

ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા બાદ ભાજપ ચારેતરફથી ઘેરાઈ ગયું છે ત્યારે બિહારમા ભાજપના સાથી પક્ષ જનતા દળ યુ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપની મુશ્કેલી વધારી દીધી છે. એનડીએમાં સામેલ નીતિને કહ્યું છે કે સાધ્વી પ્રજ્ઞાને આવા નિવેદનો બદલ પાર્ટીએ તેમને બહાર કરવાનો વિચાર કરવો જોઈએ. પટનામાં મતદાન કર્યા બૂથમાંથી બહાર નીકળતી વખતે નીતિશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરી હતી. નીતિશે કહ્યું કે ગાંધીજીને આવા પ્રકારના નિવેદનો કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય એમ નથી. જોકે, આ ભાજપનો પાર્ટી લેવલનો મામલો છે. પરંતુ આવા પ્રકારના નિવેદન માટે તેમને ભાજપમાંથી બહાર કરવાની વિચારણા કરવાની જરૂર…

Read More

આવતીકાલે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે. કુલ 59 સીટ પર મતદાન થશે અને આ સાથે જ 2019ની ચૂંટણીનું ભાવિ સીલ થઈ જશે અને 23મી તારીખે મતગણતરી સાથે લોકસભા ચૂંટણીના વિજેતાની જાહેરાત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીનું કાલે મતદાન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પ્રિ-એક્ઝિટ પોલ પણ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે. પ્રિ-એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીએની સીધી ફાઈટ આમ તો કોંગ્રેસ સાથે રહી છે પણ થર્ડ ફ્રન્ટે ભાજપના ગણિતને ઉપરતળે કર્યું છે. કેટલીક ચેનલોના એક્ઝિટ પોલ લીક થવાની પણ વાતો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બની છે અને તેમાં ખાસ કરીને ભાજપ તથા એનડીએની સરકાર બની રહી હોવાનું આકલન કરવામાં આવ્યું છે…

Read More

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલ તથા તેના નાના ભાઈ રવિ સહિત પરિવારજનો  પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતા કોલકાતાથી વોલ્વો બસમાં લલિતભાઈના પુત્ર વિશાલ સહિત બંને દંપતિ બહેરામપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈના પુત્ર વિશાલનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા જ વિધાનસભા વિરોધ…

Read More

વૈષ્ણવ વણિક દશાલાડ સમાજના બ્રેનડેડ વ્રજેશ નવિનચંદ્ર શાહના પરિવારે તેના ફેફસા, હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી બેંગ્લોરનું 1293 કિ.મી.નું અંતર 195 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. સુરતથી મુંબઈનું 269 કિ.મી.નું અંતર 90 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ મૂલુંડની ફોર્ટિસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું.

Read More

બોગસ આઈડીથી ખોટી ઓળખ ઊભી કરી અઠવાગેટ વિસ્તારમાં રહેતા બંગાળી યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યો છે. યુવકે શહેરના હિન્દુ રહેઠાણ વાળા વિસ્તારમાં મકાન ભાડે લેવા માટે  કાંડ કર્યાની કબૂલાત કરી હતી. જોકે યુવકના  ઇરાદા અંગે પોલીસે તપાસ શરૂ કરી. અઠવાગેટ વિસ્તારમાં આવેલા નીલ ગગન એપાર્ટમેન્ટમાં  મુસ્લિમ યુવકે તેની ઓળખ બદલી વસવાટ કરી રહ્યો હતો.મામલો ગંભીર જણાતા ત્વરિત ખાનગી રાહે તપાસ કરાવી બી/એચ ચાર નંબરના ફ્લેટમાંથી યુવકને અટકાયતમાં લેવાયો હતો. સૌ પ્રથમ યુવકે પોતાનું નામ જય બાબુ શંકર બાબુ દાસ જણાવનારા યુવક પાસેથી આધારકાર્ડ પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ કાર્ડ ઉપર એ…

Read More

ભોપાલ લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકોરો ગોડસે સંબંધી કરેલા નિવેદનના કારણે ભારે વિવાદ ઉભો થયો છે. સાધ્વીએ પહેલાં પણ શહીદ હેમંત કરકરે અંગે કરેલા નિવેદનથી ભાજપને મહારાષ્ટ્રમાં મોટા નુકશાનની શક્યતા ચે. ત્યારે સાધ્વીએ કહ્યું છે કે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને દેશભક્ત રહેશે. કશું પણ વિચાર્યા વગર ગોડસે માટે કહેવું ખોટું છે. ગોડસેએ પોતાનું બલિદાન આપ્યું છે અને કોઈએ પણ તેમની વાત સાંભળી નથી અને ફટાફટ ફાંસી આપી દેવામાં આવી હતી. સાધ્વીના નિદેવનથી તરત જ ભાજપે બચાવ કર્યો અને કહ્યું કે સાધ્વીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે કમલ હાસને ગોડસે સર્વ પ્રથમ હિન્દુ આતંકીવાદી…

Read More