સમગ્ર વિશ્વમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. પરંતુ આસામમાં મુસ્લિમ યુવાને એટલા માટે રોઝો તોડી નાંખ્યો કે તેણે હિન્દુ યુવકને બ્લડ ડોનેટ કરવું હતું. 26 વર્ષીય પન્નુલ્લા અહમદે દર્દીને લોહીની તાતી જરૂરિયાત હોવાથી રોઝો તોડી નાંખ્યો હતો. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ભોજન કરવામાં આવે છે તેને સેહરી કહેવામાં આવે છે. સેહરી દરમિયાન અહમદે નોટીસ કર્યું કે તેના રૂમ મેટ તપશ ભગવતીને તબિયત સારી જણાતી નથી. ભગવતી પણ આસામના પોપ્યુલર બ્લડ ડોનેર ગ્રુપ ટીમ હ્યુમેનિટીનો મેમ્બર છે. મોડી રાત્રે ફોન કોલ આવ્યો હતો કે એક દર્દીને ઓ-પોઝીટીવ ગ્રુપ બ્લડની જરૂર છે. ઓન લાઈન સર્ચ અને અપીલ કરવામાં આવ્યા…
કવિ: Satya Day News
ઘરમાં લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમંત્રણ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. સગા-સંબંધીઓ, મિત્રો અને ઓળખીતા-પાળખીતાઓને લગ્નમાં આવવા માટે કહી દેવાયું છે. મ્યૂઝીકલ પાર્ટીને પણ બોલાવવામાંઆવી છે. વરઘોડો નીકળે છે અને જાન ધમાલ મસ્તી સાથે રસ્તા પર મોજ ઉડાડે છે અને જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હિમતનગરના ચાંપાનેર ખાતે 10 મેનાં રોજ અલગ પ્રકારના લગ્ન થયા હતા. આ લગ્નમાં વરરાજા હતો પણ વધુ ન હતી. દુલ્હો હતો પણ દુલ્હન ન હતી. 27 વર્ષીય અજય બારોટ બહેરાશનો શિકાર છે. તેનું સ્વપ્ન હતું કે એક દિવસ તેના પણ લગ્ન થાય. લગ્ન માટે અજયને કન્યા મળી નહીં. બારોટ પરિવારે અજય માટે…
ગઈકાલે જૂનાગઢમાં મીડિયા કર્મીઓ પર થયેલા હુમલામાં રેન્જ આઈજી દ્વારા 24 કલાકમાં કાર્યવાહી કરવામાં આવી છે અને પીએસઆઈ સહિત બે કોન્સટેબલને સસ્પેન્ક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં પત્રકારો ઉપર હુમલો કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોસાઈ અને ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો હુકમ રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદી દ્વારા કરાયો છે. આજે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આવેદનપત્રો આપ્યા હતા. જૂનાગઢમાં સ્વામી નારાયણ સંપ્રદાયની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલ પત્રકારો ખાસ કરીને સંદેશ ચેનલના કેમેરામેન વિપુલ અન રિપોર્ટર રહીમખાન પર પોલીસે બેફામ લાઠીઓ વીંઝી હતી અને માર માર્યો હતો. સામાન્ય બોલાચાલીમાં પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જના ઉગ્ર અને…
સુરત શહેરમાં યુવાનો દ્વારા જાહેર સ્થળો પર બર્થ ડે ઉજવવાની ફેશન થઈ ગઈ છે. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જાહેર જનતાને ખલેલ પહોંચાડવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સંપત્તિને પણ નુકશાન પહોંચાડવાની ઘટના બની છે. આ અંગે થયેલી ગંભીર ફરીયાદોને ધ્યાને લઈ સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ જાહેરનામું બહાર પાડી જાહેરમાં બર્થ ડે ઉજવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસ કમિશનર જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ સુરતમાં મોડી રાત્રે હાઈસ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરે છે. એકબીજાના શરીર પર સેલો ટેપ લગાડી, કેમિકલ કે અન્ય ફોમને જબરદસ્તીથી શરીર પર લગાવી…
આજકાલ યુવતીઓ પ્રત્યે કેટલાક હવસખોર પુરુષોની બદનજરના કારણે ચિત્ર-વિત્રિત્ર કિસ્સાઓ બની રહ્યા છે. મુંબઈના થાણેમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એટીએમમાં યુવતીને એકલી ભાળીને યુવક દ્વારા કરવામાં આવેલી ગંદી હરકત કેમેરામાં કૈદ કરી લેવામાં આવી છે. મુંબઈના થાણેના સ્ટેટ બેન્કના એટીએમમાં રવિવારે વહેલી સવારે ત્રણ વાગ્યે શિવાની યુવતી સાથે બિભત્સ અને તદ્દન હલકી કક્ષાની ઘટના બની હતી. ઓટો રીક્ષાનું ભાડું આપવાનું હોવાથી શિવાની એટીએમમાં પૈસા કાઢવા માટે ગઈ હતી. એટીએમમાં પહેલેથી જ 35 વર્ષની આસપાસની ઉંમર ધરાવતો પુરુષ મોજુદ હતો. યુવતીને જોઈ પુરુષ તેની પાછળ ઉભો રહી ગયો અને પોતાનો પ્રાઈવેટ પાર્ટ ખોલીને નાંખ્યો હતો. યુવતીને પોતાની સાથે કશુંક અજુગતું…
ગુજરાતમાં ફરી એક વાર આંદોલનોના ભણકારા વાગી રહ્યા છે. વિજય રૂપાણીની કેપ્ટન્સી અને નીતિન પટેલની વાઈસ કેપ્ટન્સી ધરાવતી ગુજરાત સરકાર સબ સલામતની આલબેલ પોકારી રહી છે. ક્યાંક દલિતો પર અત્યાચાર, સામાજિક બહિષ્કાર તો ક્યાંક પત્રકારો પર હુમલાની ઘટનાઓ બની રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થવાના બદલે દિવસે દિવસે ખરાબો વધી રહ્યો છે. જૂનાગઢમાં પત્રકારો પર પોલીસે જે પ્રકારે લાઠીઓ વીંઝી છે તે જોતાં પોલીસ તંત્ર પર સરકારનો અંકૂશ હોવાનું દેખાઈ રહ્યું નથી. ગુજરાત પોલીસ દ્વારા સરકારના ઈશારે એટલા બધા ઓપરેશન કરવામાં આવ્યા છે અને આવી રહ્યા છે કે સરકાર પોલીસનો વાળ પણ વાંકો કરવાની સ્થિતિમાં નથી. જો સરકાર…
ભારતીય હવાઈ દળને લાદેન કિલર નામથી લોકપ્રિય અપાચે અટેક હેલિકોપ્ટર મળવાની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકન કંપની બોઈંગમાં બનાવવામાં આવેલા એએચ-૬૪ઈ અપાચે અટેક હેલિકોપ્ટર દુનિયાના સૌથી આધુનિક અને ઘાતક હેલિકોપ્ટર તરીકે છે. અમેરિકાના એરિઝોનામાં ભારતીય હવાઈ દળને પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપી દેવામાં આવ્યું છે. અપાચે પ્રથમ એવું હેલિકોપ્ટર છે જે ભારતીય સૈનામાં પ્રત્યક્ષ રીતે હુમલા કરવામાં કામ લાગશે. ભારતીય સેના રશિયામાં બનાવવા આવેલા એમઆઈ-૩૫ વિમાનોનો ઉપયોગ વર્ષોથી કરતી રહી છે પરંતુ હવે આ વિમાને નિવૃતિના કિનારે છે. આ અપાચે હેલિકોપ્ટરને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, દુશ્મની કિલાબંધીને તોડીને પણ આ હેલિકોપ્ટર દુશ્મની સરહદ ઉપર ઘુશીને હુમલા કરી શકે…
લોકસભાની ચૂંટણી માટે 23મી મેના રોજ સમગ્ર દેશમાં મતગણતરી કરવામાં આવશે ત્યાર ચૂંટણી પંચ દ્વારા ખાસ તૈયાર કરાયેલા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવનાર છે. અત્યાર સુધી મત ગણતરી વખતે ચૂંટણીપંચ દ્વારા જિનેસીસ નામનો સોફટવેર ઉપયોગમાં લેવાતો હતો પરંતુ આ સોફટવેરની અનેક મર્યાદાના કારણે આ વખતે તેનો ઉપયોગ કરવાનું બંધ કરાશે અને તેના સ્થાને સુવિધા નામનો નવો સોફટવેર ઉપયોગમાં લેવાશે તેવી જાણકારી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો અને રિટનીંગ ઓફીસરોને આપવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દેશભરના તમામ કલેકટરો-રિટનીંગ ઓફીસરોને સુવિધા નામના નવા સોફટવેર બાબતે વિસ્તૃત સમજ અને તાલીમ આપવામાં આવી રહી છે. દરરોજ અલગ-અલગ રાજ્યના રિટર્નીંગ ઓફીસરોને આ મુજબ તાલીમ…
સમગ્ર વિશ્વમાં નફરત અને કટ્ટરતા ફેલાવતી પોસ્ટ મૂકનારા યૂઝર્સ વિરુદ્વ કાર્યવાહી કરવા મામલે કેટલાય વર્ષો સુધી અનિર્ણિત રહ્યા બાદ ફેસબૂકે કાર્યવાહી કરી છે. ફેસબૂકે લૂઈ ફરાખાન, એલેક્સ જોન્સ અને અન્ય કટ્ટરવાદી યૂઝર્સને પ્રતિબંધિત કરી દીધા છે. ફેસબૂકનું કહેવું છે કે આ લોકોએ કંપનીના ખતરનાક વ્યક્તિઓની લિસ્ટમાં આવ્યા બાદ અનેક વખત નીતિ-નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ફેસબૂકે આ ઉપરાંત સાઈટ ઈન્ફોવાર્સની સાથે સાથે દક્ષિણપંથી વિચારધારા ધરાવતી પોસ્ટ મૂકનારા પોલ નેહલોન, મીલો યિઆનોપૂલસ, પોલ જોસેફ, વોટસન અને લૌરા લૂમરને પણ પ્રતિબંધિત કર્યા છે. આ તમામ ષડયંત્રકારી સિદ્વાંત પર આધારિત પોસ્ટ મૂકતા હતા. આ પ્રતિબંધ ફેસબૂક તથા ઈન્સટગ્રામ પર લાગૂ થશે. ફેસબૂકે આ કાર્યવાહી…
બે દિવસ અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ દરમ્યાન વાહન ચાલક પાસેથી ખોટી રીતે 500 રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી.સુરતના ઉતરાણ ખાતે રહેતાં મિલન અરવિંદભાઈ દેસાઈએ સુરત પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ આપતા કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફીક એએસઆઈ આર.જે.પરમાર દ્વારા મિલન દેસાઈને રોકી નિયમનના ભંગ બદલ 1000ની માંગ કરવામાં આવી હતી. બાદમાં 500 રૂપિયામાં સમાધાન થયું હતું. 500 રૂપિયા લાઇ લીધા હોવા છતાં સમાધાન પાવતી આપવામાં આવી ન હતી. પાવતી જોઈએ તો એક હજાર આપવામાં પડશે તેવું ટ્રાફિક એએસઆઈએ જણાવ્યું હતું. લાંચિયા એએસઆઈનો આ વીડિયો સુરતના સોશિયલ મીડિયા વાયરલ થતા ભારે લોકોની ફિટકાર પણ વરસી હતી. આખરે…