કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના શાસ્ત્રી ભવનમાં આગ લાગવાની ઘટનાને લઈ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે ટવિટ કરીને કહ્યું કે મોદીજી, ફાઈલોનું સળગવું પણ તમને બચાવી શકે એમ નથી. તમારા ચૂકાદાનો દિવસ નજીક છે. જણાવી દઈએ કે આજે સવારે શાસ્ત્ર ભવનમાં આગ લાગી ગઈ હતી. છઠ્ઠા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની સાત ગાડીઓ શાસ્ત્રી ભવન પહોંચી હતી અને થોડા કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું જાણવા…
કવિ: Satya Day News
આસારામના પુત્ર નારાયણ સાંઈને 26મી એપ્રિલે 6 વર્ષ બાદ સુરતની સેશન્સ કોર્ટે આરોપી જાહેર કરતા નારાયણ સાંઇ ભાંગી પડ્યો હતો. કોર્ટનો કોરડો પડતાં જ બળાત્કારી લંપટ રડી પડ્યો હતો. કોર્ટના ચુકાદો આવી ગયા બાદ કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. કારણ કે, આસારામના પુત્ર નારાયણ સાંઈનો આજે કોર્ટમાં ચુકાદો હતો. જેના કારણે તેમના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ઉભા હતા. નારાયણ સાંઈને સજા પડતા તેના સમર્થકો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરત સેશન્સ કોર્ટે ફટકારેલી સજામાં ફરિયાદ પક્ષમાં 53, બચાવ પક્ષમાં 12 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ…
રાફેલ ડીલ મામલે પુનર્વિચાર અરજી પર સુનાવણ કરતા સપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રની મોદી સરકારને નોટીસ ઈશ્યુ કરી છે. કોર્ટે સરાકરને 4 મે સુધી જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. હવે પછી 6 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકાર વતી અટોર્ની જનરલ કેકે વેણૂગોપાલે જવાબ રજૂ કરવા માટે 4 સપ્તાહનો સમય માંગ્યો હતો, પણ કોર્ટ સમય આપવાનો ઈન્કાર કર્યો હતો. સરકાર માટે આ એક મોટો ઝટકો બની રહે તેમ છે. રાફેલ કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ સંજય કૌલ અને જસ્ટીસ એમ જોસેફની બેન્ચે કેન્દ્રની મોદી સરકારને શનિવારે સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. આ…
બિઝનેસમેન નસ્લી વાડીયાના પુત્ર અને ભારતના સૌથી ધનિક બિઝનેસ કૂળ પૈકીના એક વારસદાર એવા નેસ વાડીયાને જાપાનની કોર્ટે સ્કી ટ્રીપ દરમિયાન ડ્રગ્સ રાખવાના કેસમાં સજા સંભળાવી છે. ફાયનાન્સિલય ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે 283 વર્ષ જૂના વાડીયા ગ્રુપના વારસદાર તથા ઈન્ડીયન પ્રિમીયર લીગ(આઈપીએલ)માં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના કો-ઓનર નેસ વાડીયાને માર્ચ મહિનામાં જાપાનના દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડી લેવામાં આવ્યો હતો. સરકારી બ્રોડકાસ્ટર એનએચકેના સ્થાનિક હોક્કાઈડો સ્ટેશન પર પ્રસારિત સમાચાર અનુસાર નેસ વાડીયા જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ડોગ સ્કવોડના કૂતરાએ નેસ વાડીયા તરફ ભસવાનું શરૂ કર્યું હતું. ન્યૂ ચિટોસ એરપોર્ટના અધિકારીઓએ નેસ વાડીયાની ઝડતી લેતા ની પાસેથી…
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ઉભા થયેલા વિવાદ અગે રિએક્શન આપ્યા છે. ભાજપના દાવાને ફગાવી તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી ભારતીય છે. આવી બકવાસ પહેલા ક્યારેય પણ સાંભળી નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ભાજપના નેતાની ફરીયાદના અનુસંધાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટીસ આપી છે અને પંદર દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયને ભાજપના સાંસદ અને ઘોર ગાંધી પરિવાર વિરોધી એવા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ફરીયાદ કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે બ્રિટનમાં રજિસ્ટર્ડ થયેલી કંપની બેકઓપ્સના રાહુલ ગાંધી ડાયરેક્ટર હતા. આ કંપની 2003માં સ્થાપવામાં આવી હતી.…
સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માંથી પ્રમુખ સહિત 10 જણાએ રાજીનામા આપ્યા બાદ હવે રાજીનામા નામંજૂર કરવા માટે મેનેજિંગ કમિટીના ઉપપ્રમુખ ફારુક ચાંદીવાળા પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે. શહેરના કેટલાક આગાવનો દ્વારા મધ્યસ્થી કરવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજીનામા આપતી વખતે મધ્યસ્થીકારોને પૂછવામાં આવ્યું હતું ખરું? તો પછી નાહકનું પ્રેશર મૂકીને હવે જ્યારે બખેડો અને વિવાદ દૂર થઈ રહ્યો છે ત્યારે નવા માણસોને કો-ઓપ્ટ કરી વિવાદને પૂર્ણ કરવાના બદલે રાજીનામા નામંજૂર કરવાનો ખેલ હવે હાલની મેનેજિંગ કમિટી માટે ઝેરના પારખા કરવા સમાન બની રહેવાનો છે અને યાદ રહે કે ઝેરના પારખા વારંવાર થતા…
ભાજપના ઉમેદાવર ગૌતમ ગંભીર નવી આફતમાં સપડાયા છે. દિલ્હીમાં પરમીશન વિના રેલી કાઢવાના મામલે ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ભાજપના નેતા ગૌતમ ગંભીર વિરુદ્વ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર દિલ્હી પોલીસે ફરીયાદ નોંધી છે. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને કહ્યુ હતું કે 25મી એપ્રિલે દિલ્હીનાં જંગપુરામાં ગૌતમ ગંભીરે પરમીશન વિના રેલી કાઢી હતી. ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીર વિરુદ્વ કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું હતું કે ગૌતમ ગંભીરે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાનો રહે છે. ગૌતમ ગંભીરે રેલી કાઢી ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ગૌતમ ગંભીર પાછલા કેટલાક વર્ષોથી ભાજપની નીતિઓનું સમર્થન કરી રહ્યા હતા. પાછલા મહિને જ…
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દાવા-પ્રતિદાવા શરૂ થઈ ગયા છે. લોકોએ મતદાન કર્યું અને હવે તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. 2014માં ગુજરાતની 26-26 બેઠક પર ભાજપનો વિજય થયો હતો ત્યારે 2019માં ગુજરાતમાં ફરી એક કરિશ્મો થવાની શક્યતા બિલ્કુલ નહિંવત છે અને ભાજપના નેતાઓ પણ આ વતાને કબૂલે છે, ત્યારે પંચરંગી વસ્તી ધરાવતા નવસારી લોકસભાની બેઠકમાં આ વખતે ભાજપના માથે લટકતી તલવાર જોવા મળી રહી હોવાના સમીકરણો બંધાતા તમામ પક્ષના નેતાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપે બે ટર્મના સાંસદ સીઆર પાટીલને ટીકીટ આપી તો…
વડાપ્રધાન મોદીએ શુક્રવારે પોતના સંસદીય ક્ષેત્ર વારાણસીથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. વારાણસીમાં દાખલ કરેલા સૌગંધનામામાં પીએમ મોદીએ પોતાની સંપત્તિ અને આવકની જાહેરાત કરી છે. પીએમ મોદીની આવક પાછલા પાંચ વર્ષમાં બેગણી વધી ગઈ છે. ચૂંટણીના સૌગંધનામામાં આપેલી જાણકારી પ્રમાણે વર્ષ 2013-14માં પીએમ મોદીની આવક 9,69,711 હતી, જે નાણાકીય વર્ષ 2017-18માં વધીને 19,92,520 રૂપિયા થઈ ગઈ છે. આવી રીતે પીએમ મોદીની આવકમાં પાછલા પાંચ વર્ષમાં 10,22,809 રૂપિયાનો વધારો થયો છે. જોકે, પીએમ મોદી પાસે મામૂલી રોકડ રકમ છે. તેમની પાસે 38,750 રૂપિયા રોકડા છે. સૌગંધનામામાં તેમણે દર્શાવ્યું છે કે પીએમ બનતા પહેલા તેમની વાર્ષિક આવક એક લાખ કરતા પણ ઓછી…
ટેલિકોમ રેગ્યુલેટરી (ટ્રાઈ) દ્વારા ટેલિકોમ કંપનીઓને રાહત આપવામાં આવી છે. કંપનીઓ હવે પ્રિ-પેડ મોબાઈલ યૂઝર્સને પ્રિ-એક્ટિવેટેડ આઈએસડી સુવિધા આપી શકશે. આ પહેલાં વિદેશથી આવતા ફ્રોડ કોલને લઈ ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓની આ સુવિધા અટકાવી દીધી હતી. જોકે, કંપનીઓએ આવા કોલ કરવા માટે સતર્કતા રાખવાની જરૂર રહેશે. મોબાઈલ યૂઝર્સને હાલ 46 દેશોમાંથી ફ્રોડ કોલ્સ આવી રહ્યા છે. કોલ રિસીવ કરતાં જ ગ્રાહકોનું બેલેન્સ ઉડી જતું હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. આવી સ્થિતિમાં પ્રિ-પેડ ગ્રાહકોને પ્રિ-એક્ટિવેટેડ આઈએસડી સુવિધા મળતા કોલ ઉંચકતા પહેલાં ચેતવણી મળી જશે. ટેલિકોમ કંપનીઓ આવા ફ્રોડ કોલ્સ અંગે પ્રિ-રેકોર્ડીંગ મેસેજ અને એસએમએસ દ્વારા ગ્રાહકોને ચેતવણી આપવાની રહેશે.