ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ ખેલાડીઓ પરના વર્કલોડ બાબતે મહત્વનું નિવેદન કરતાં કહ્યું હતું કે વર્લ્ડકપ રમનારા ખેલાડીઓ પરના ભારણ બાબતે આઇપીઍલની ટીમ ફ્રેન્ચાઇઝીઅોને કોઇ દિશા નિર્દેશ અપાયા નથી અને આ મામલે કોઇપણ બાબતે અંકુશ મુકી શકાય તેમ નથી. ભારતીય ટીમના કેપ્ટને ફરી ઍવી આશા વ્યક્ત કરી હતી કે તેના સાથી ખેલાડીઅો ૩૦મી મેથી શરૂ થતાં વર્લ્ડકપ પહેલા પોતાના વર્કલોડનું મેનેજમેન્ટ ચતુરાઇપૂર્વક કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે જો હું ૧૦, ૧૨ કે પછી ૧૫ મેચ રમી શકું તો તેનો ઍ મતલબ જ નથી કે અન્ય ખેલાડીઍ પણ ઍટલી જ રમે. મારુ શરીર કહે છે કે…
કવિ: Satya Day News
આઇસીસી દ્વારા રવિવારે જાહેર કરાયેલા વનડે રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ બેટિંગમાં જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહે બોલર્સમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સિવાય ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ નજીવા અંતર સાથે દક્ષિણ આફ્રિકાને નીચે હડસેલી ત્રીજા ક્રમે પહોંચી છે. ભારતીય ટીમ સામે વનડે સિરીઝ વિજેતા થયેલા ઓસ્ટ્રેલિયન ટીમે ઍક ક્રમ ઉપર ચઢીને પાંચમા સ્થાને પહોંચી છે, જ્યારે પાકિસ્તાન ઍક ક્રમ નીચે ઉતર્યુ છે. આઇસીસી વન ડે ટીમ રેન્કિંગ ટોપ ટેન [table id=9 /] ઓસ્ટ્રેલિયા સામેની હાલની સિરીઝમાં ૩૧૦ રન કરનારા કેપ્ટન કોહલી પહેલા સ્થાને યથાવત છે, તો તેનો ડેપ્યુટી…
ભારતીય ટીમના યુવા વિકેટકીપર ઋષભ પંતે કહ્યું હતું કે હું તુલના બાબતે નથી વિચારતો. ઍક ખેલાડી તરીકે હું ધોની પાસેથી શીખવા માગુ છું, તે મહાન ખેલાડી છે. હું નથી ઇચ્છતો કે લોકો મારી તુલના કરે પણ મારા ઇચ્છવાથી લોકો અટકવાના નથી. હું તેની પાસે તેની સાથે રહીને રમતને સુધારવાની અને જરૂરી તમામ બાબતો શીખવા માગુ છું. વનડે સિરીઝમાં નિષ્ફળ ગયા પછી પણ પંતે પોતાનો જુસ્સો ગુમાવ્યો નથી. તેણે કહ્યું હતું કે તે કેપ્ટન કોહલી અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ઘણું બધુ શીખવાનો પ્રયાસ કરે છે. પંતે કહ્યું હતું કે મે કોહલી ઍ ધોની પાસેથી શિસ્ત, પ્રેશરને ટેકલ કરવાની…
રાહુલ ભેકેએ 116મી મિનીટે કરેલા જોરદાર ગોલની મદદથી બેંગલુરૂ એફસીએ રવિવારે મુંબઇ ફૂટબોલ એરેના ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં એફસી ગોવાને 1-0થી હરાવીને ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની પાંચમી સિઝનનું ટાઇટલ જીતી લીધું હતું. બેંગલુરૂએ પ્રથમવાર આ ટાઇટલ જીત્યું છે જ્યારે ગોવાની ટીમ 2015 પછી બીજીવાર આ ટુર્નામેન્ટમાં રનર્સઅપ રહી છે. ડિમાસ ડેલ્ગાડોના કોર્નરને ભેકેએ ગોલમાં ફેરવીને બેંગલુરૂને ચેમ્પિયન બનાવ્યું હતું. બેંગલુરૂની ટીમ સતત બીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશી હતી. ગત વર્ષે તેનો ચેન્નઇયન એફસી સામે પરાજય થયો હતો. બીજી તરફ ગોવાની ટીમ બીજીવાર ફાઇનલમાં પહોંચીને ટાઇટલ જીતવાથી વંચિત રહી હતી. આ પહેલા 2015ની ફાઇનલમાં તેનો પણ ચેન્નઇયન એફસી સામે પરાજય થયો હતો.…
ન્યૂઝીલેન્ડની મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં માંડ માંડ બચેલા બાંગ્લાદેશી ક્રિકેટરો આમ તો શનિવારે રાત્રે સ્વદેશ પહોંચી જ ગયા હતા. પોતાની ઘરવાપસી થયા પછી પણ આ ખેલાડીઓ હજુ સુધી હુમલાની અસરમાંથી બહાર આવી શક્યા નથી અને સ્વદેશ પરત ફર્યા પછી તેમણે કહ્યું હતું કે તેમને સામાન્ય થતાં થોડો સમય લાગશે. બાંગ્લાદેશના એક આગળ પડતા અખબારે જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસને કહ્યું છે કે ખેલાડીઓને થયેલો આ અનુભવ એવો ભયાવહ છે કે તેઓને ક્રિકેટમાંથી થોડા સમયના બ્રેકની જરૂર છે. અખબારે કહ્યું હતું કે નઝમુલ હસને ખેલાડીઓને પોતાના પરિવાર સાથે સમય ગાળવા અને એ દિવસની ઘટનાને યાદ ન કરવાની…
કેટરીના કૈફ આજકાલ સલમાન ખાન સાથેની ફિલ્મ ભારતને લઈ ખાસ્સી ચર્ચામાં છે. પરંતુ લેટેસ્ટ અપડેટ એ છે કે કેટરીના કૈફે નવી નક્કોર લક્યુરીયસ કાર ખરીદી છે. નોંધનીય છે કે કેટરીના પાસે કારનું જોરદાર કલેક્શન છે. તેની પાસે 42 લાખ રૂપિયાની ઓડી-ક્યૂ-3 ઉપરાંત મર્સિડિઝ એમએલ-350(કિંમત-50 લાખ) અને ઓડી-ક્યૂ-7(કિંમત-80 લાખ રૂપિયા) જેવી કાર તો પહેલેથી જ છે. હવે કેટરીનાએ રેંજ રોવર કાર ખરીદી છે. સફેદ કલરની રેંજ રોવર કાર હવે કેટરીના કાર આલ્બમનો હિસ્સો બની છે. જો તમે કારને જોશો તો તેની પાછળ તેનું મોડેલ પણ પણ જોવા મળે છે. રેંજ રોવર વોગ એસઈ(Vogue SE) કાર ખાસ્સી મોંઘી કાર છે. પણ કેટની…
દીવ-દમણ પ્રદેશના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ દ્વારા સી-પ્રિન્સેસ હોટલના કૂક પર જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. પોલીસે કૂકની ફરીયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની વિગત મુજબ મૂળ બિહારના બેહડ જંઝાડ થાના, મેઘપુર પોસ્ટ, મધુબની બિહારના રહીશ અને હાલ દમણની સી-પ્રિન્સેસ હોટલમાં કૂક તરીકે નોકરી કરતો 18 વર્ષીય મુકેશ સતન મલિક દોઢ વર્ષથી દેવકા ખાતે આવેલી હોટલ સી-પ્રિન્સેસમાં કૂક તરીકે નોકરી કરે છે. ગઈ તારીખ 26મી ફેબ્રુઆરીએ સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન મુકેશના મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવે છે અને તેને સી-પ્રિન્સેસ હોટલ પર કોઈ મળવા આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. હોટલ પર…
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલા જ એવું કહી દીધું હતું કે જ્યાં સુધી આગામી વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટિકીટ મેળવવાનો સંબંધ છે તો તેનો રસ્તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) થઇને તો પસાર નથી જ થતો., અને મોટા ભાગે ભારતીય ટીમ નક્કી જ છે. કેપ્ટનનો કહેવાનો આશય માત્ર એટલો જ હતો કે આઇપીએલની 12મી એડિશનમાં ઉમદા પ્રદર્શન વડે કોઇ ખેલાડી પસંદગીકારોનું ધ્યાન ખેંચી નહીં શકે. જો કે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ભારતીય ટીમ 3-2થી પરાજીત થઇ તે પછી સ્થિતિ એવી સર્જાઇ છે કે પ્લેઇંગ ઇલેવન અને બેટિંગ ઓર્ડર સંબંધે ઘણા સવાલોના જવાબો શોધવા પડે તેવું છે અને તેના…
23 માર્ચથી આઇપીએલ 2019ની શરૂઆત થઇ રહી છે. ત્યારે અહીં આપણે આઇપીએલ ફ્લેશબેક પર એક નજર નાખી લઇએ. આપણે વાત કરીશું આઇપીએલ 2012ની, આ એક એવી સિઝન છે કે જેમાં ઘણાં બોલરે જોરદાર પ્રદર્શન કર્યું હતું, જો કે આ બધા વચ્ચે પર્પલ કેપ કોના હાથે આવે તેના માટે બે બોલર વચ્ચે જબરદસ્ત હોડ મચી હતી. 2012ની સિઝનમાં સૌથી વધુ સફળતા મેળવનારા કુલ પાંચ બોલર રહ્યા હતા. જેમાં દિલ્હી ડેરડેવિલ્સનો મોર્ને મોર્કલ 16 મેચમાં 25 વિકેટ સાથે ટોપ પર રહ્યો હતો અને તેણે પર્પલ કેપ જીતી હતી, જો કે આ પહેલા મોર્કલ અને કોલકાતા નાઇટ રાઇડર્સના સુનીલ નરેન વચ્ચે પર્પલ કેપ…
ઇન્ડિયન્સ વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટની રવિવારે મોડી રાત્રે રમાયેલી ફાઇનલમાં ડોમિનિક થિએમે દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરને હરાવીને પોતાનું પ્રથમ એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીત્યું હતું. થિએમ સામેના આ પરાજયને કારણે ફેડરર વિક્રમી છઠ્ઠીવાર આ ટાઇટલ જીતવાથી વંચિત રહી ગયો હતો. ઓસ્ટ્રિયાના ખેલાડી થિએમે લગભગ બે કલાક અને બે મિનીટ સુધી ચાલેલી આ મેચમાં ફેડરરને 3-6, 6-3, 7-5થી હરાવ્યો હતો. આ પહેલા થિએમ બે વાર મેડ્રિડ માસ્ટર્સની ફાઇનલમાં હારીને રનર્સઅપ રહ્યો હતો. થિએમ માટે આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કે હાર્ડ કોર્ટ પર તેણે ફેડરરને પ્રથમવાર હરાવ્યો છે. બંને વચ્ચે આ સાથે રમાયેલી પાંચ મેચમાં થિએમનો રેકોર્ડ 3-2નો થઇ…