Author: Satya Day News

sadhana11

ઊનાકાંડના બહાને ગુજરાત, વેમુલાના બહાને આંધ્રપ્રદેશ સહિત દેશભરના શહેરી વિસ્તારો અને ભીમા કોરેગાંવના બહાને મહારાષ્ટ્રમાં જાતિવાદી સંઘર્ષ ભડકાવવામાં આ ગેંગ કેટલેક અંશે સફળ પણ રહ્યાં છે. ભીમ આર્મી, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, કનૈયા કુમાર, ઉમર ખાલિદ જેવાં અનેક મહોરાં છે, જેમને સેક્યુલર જમાતે પોતાનાં હથિયાર બનાવી રાખ્યાં છે અને આ હથિયારો થકી તે પોતાની રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા ઘાંઘી બની છે. આ શબ્દો જેમાં લખાયા છે તે, મુકેશભાઈ શાહ 50 વર્ષથી RSS સાથે સંકળાયેલા છે. તેઓ RSSના અખીલ ભારતીય પ્રચાર – પ્રસાર ટોળીના સભ્ય છે. લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. સાધના સાપ્તાહિક સાથે 1998થી જોડાયેલા છે, તંત્રી અને ટ્રસ્ટી…

Read More
land

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની 800 એકર સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાની ફરજ સરકારને પડી છે. રૂ. 2000 કરોડનું જમીન કૌભાંડ રાજકોટના નવા હવાઈ મથક પાસે થયું હતું. પત્રકારોની જાગૃતિના કારણે સરકારે તપાસ એ.સી.બી.ને કરવાના આદેશો આપ્યા છે.  અધિકારીઓ સામે  સેવા શિસ્ત અપીલ નિયમાનુસાર ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરી પગલાં લેવાશે. સમગ્ર ઘટનાક્રમ અંગેની વિગતો મુજબ ખેત જમીન ટોચ મર્યાદા કાયદા-1960…

Read More
train

બુલેટ ટ્રેનને બહુ રાજ્ય પ્રોજેક્ટ જાહેર કરી કેન્દ્ર સરકારના જમીન વળતર અંગેના કાયદા લાગુ કરી ખેતીની જમીનની હાલની બજાર કિંમતનાં 400 ટકા રકમ વળતર આપવા અને તેના પર 25 ટકા વધારાનાં વળતરની જોગવાઈ પ્રમાણે ખેડૂતોને વળતર આપવાની માંગણી વડી અદાલતમાં કરવામાં આવી છે. જમીનની બજાર કિંમત મુજબ પુરેપૂરૂ વળતર મળવું જોઈએ. આ બાબતે કોર્ટમાં અનેકવેળા સુનવણી થઈ ચૂકી છે. 7 ફેબ્રુઆરીએ જેનો ચૂકાદો જાહેર થવાનો હતો. પણ તે જાહેર થયો નથી. ચૂકાદો બહુ લાંબો હોવાથી તે હજુ ટાઈપમાં છે. તેથી હવે પછી તે ચૂકાદો જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે. હાઈકોર્ટના ચૂકાદા પર ખેડૂતોની નજર મંડાયેલી છે.…

Read More
ahemadabad 1

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો હતો. પણ કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરની નકારાત્મક નીતિના કારણે 6 સભ્યો ભાજપમાં જતાં રહેતાં કોગ્રેસે સત્તા ગુમાવી દીધા બાદ 7 મહિના થયા છતાં હજુ સુધી વિરોધ પક્ષના નેતા પણ નિયુક્ત કરી શકાયા નથી. આ 6 સભ્યોની સામે પક્ષાંતર હેઠળ કામ ચાલે અને તેઓ સસ્પેન્ડ થાય તેની રાહ કોંગ્રેસ જોઈ રહી છે. તેથી તેમને પરત કોંગ્રેસમાં લાવવા પ્રયાસ કરે છે. વિરોક્ષ પક્ષના નેતા બનવા માટે કોંગ્રેસમાં એકબીજાના ટાંટીયા ખેંચવામાં આવી રહ્યાં હોવાથી પ્રજા લક્ષી કોઈ મુદ્દાઓ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે લાવી શકાયા નથી. આજે પણ ખોડાજી ઠાકોર પોતે પોતાના એજન્ટો મારફતે અંગત કામો…

Read More
1 1

જસદણના ભાજપના પ્રમુખ દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા પક્ષની બહાર જઈને સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે. જસદણના પૂર્વ ધારાસભ્ય બોઘરાએ પાર્ટી વિરૂધ્ધ કેટલું અને કેવું કામ કર્યું છે તેનો આ એક પુરાવો જાહેર કર્યો હતો. આવા અનેક પુરાવા તેમની પાસે હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. રોજ એક પુરાવો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં લેવામાં આવેલાં કુવરજી બાવળીયાની ચૂંટણીમાં કેટલું અને કેવું પાર્ટી વિરૂધ્ધનું કામ કર્યું છે તેના આ પુરાવા રજુ કરવામાં આવી રહ્યાં છે. બોઘરાના લોકો રોજ રાત્રે કોંગ્રેસના આગેવાનાના સંપર્કમાં હતા. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણ પાલિકાના કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ દિનેશ…

Read More
surat 1

આજે સવારે સુરતના ખજોદ ખાતે બની રહેલા સુરત ડાયમંડ બૂર્સમાં કામદારનું શંકાસ્પદ મોત થતાં 10 હજાર કર્મચારીઓએ ભારે તોફાન મચાવ્યું હતું. ખાનગી એમ્બ્યુલન્સમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આવી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યાર બાદ કામદારના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. વિગતો મુજબ આજે સવારે સુરત ડાયમંડ બૂર્સમાં કામદારની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. કામદારના શંકાસ્પદ મોતને પગલે ડાયમંડ બૂર્સમાં કામ કરતા આશેર 10 હજાર કામદારોએ ત્વરિત પ્રત્યાઘાત આપ્યા હતા અને કામદારની લાશ લેવા આવેલી એમ્બ્યુલન્સની તોડફોડ કરી ઉંધી વાળી દીધી હતી. વિગતો મુજબ ગઈકાલથી 45 વર્ષીય સત્યમ મિત્તલ અચાનક ગૂમ થઈ…

Read More
jugar

સ્ટેટ મોનિટરિંગ સેલે બુધવારે રાત્રે રેડ કરી અને એક પોલીસ કર્મચારી અને સાત પોલીસપુત્ર સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદમાં આવેલા શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની ફરિયાદો વારંવાર થતી જેને ધ્યાનમાં લઇને ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે તપાસ કરી અને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણે જણાવ્યું છે કે, ‘ બુધવારે રાત્રે અમને બાતમી મળી હતી કે અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા શીતલ એકવા ફ્લેટ ની પાસે  આવેલા કોમ્યુનિટી હોલ પાછળ ખુલ્લા પ્લોટમાં…

Read More
call 2

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે એસ જી હાઇ વે ખાતે આવેલા કોર્પોરેટ બિલ્ડિંગના તેરમા માળે ચાલતા બોગસ કોલ સેન્ટર ઉપર રેડ કરીને કુલ ૩૨ વ્યક્તિ ની ધરપકડ કરી મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે સીપીયુ, લેપટોપ, રાઉટર અને રોકડ રકમ મળીને કુલ  ₹ ૬.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાઇબર સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, બાતમી મળી હતી કે, એસ જી હાઈ વે ઉપર આવેલી દિવ્ય ભાસ્કરની ઓફીસ સામે આવેલા ગોયલ પેલેડીયમ કોર્પોરેટ બિલ્ડીંગના તેરમા માળે હર્ષિલ રાવલ અને વિશાલ પંડ્યા નામના શખ્સો કેટલાક કર્મચારીઓ રાખીને અમેરિકન નાગરિકોને છેતરવા બોગસ કોલ સેન્ટર ચલાવે છે. ગુરુવારે સવારે સાઇબર સેલે ગોયલ…

Read More
building

દેશના 8 મોટા શહેરોમાં બિલ્ડરો પર ચાર લાખ કરોડ રૂપિયાની લોન બાકી છે. આ લોન અલગ અલગ બેન્ક અને એનબીએફસીની છે. અંગ્રેજી ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે આ બિલ્ડર્સનું વાર્ષિક વેચાણ માત્ર 2.47 કરોડ રૂપિયાનું જ છે. આ રિપોર્ટ રિઅલ એસ્ટેટ રિસર્ચ ઈન્સટીટયૂટ લિયાસેસ ફોરસના આધારે પબ્લીશ કરાઈ છે. આ રિપોર્ટમાં અંદાજે 11,000 ડેવલપર્સ પર સ્ટડી કરી તૈયાર કરવામાં આવ્યો છે. આ આઠ શહેરોમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ બીએમસી એરિયા, એનસીઆર, પૂણે, હૈદ્રાબાદ, ચેન્નઈ, બેંગ્લુરુ અને કોલકાતાનો સમાવેશ થાય છે. બાકીના અન્ય શહેરોને હજુ કાઉન્ટ કરવામાં આવ્યા નથી. રિપોર્ટમાં દર્શાવાયું છે કે જે પ્રકારે બાંધકામ ઉદ્યોગમાં કમાણી થઈ રહી છે તે જોતાં…

Read More
shashikant

RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડીને 6.25 ટકા કરવાની જાહેરાત કરી છે. હાલમાં રેપો રેટ 6.50 ટકાનો હતો. RBIના નિર્ણયથી તમામ લોનના હપ્તાની ઘટવાની શક્યતા છે. RBIના ગવર્નર બન્યા બાદ નવનિયુક્ત ગવર્નર શશીકાંત દાસે પહેલી વાર મોનેટરી પોલિસી જાહેર કરી છે. આ નીતિમાં મોંઘવારીનો દર ચાર ટકા નીચે હોવાથી અર્થ વ્યવસ્થાની સ્થિતિને સાનુકુળ દર્શાવવામાં આવી છે. પાછલા ત્રણ વખતથી RBI દ્વારા મોનેટરી પોલિસીની સમીક્ષામાં રેપો રેટને જાળવી રાખવામાં આવ્યા હતા. આ પહેલાં વર્તમાન નાણાકીય વર્ષમાં બે સમીક્ષામાં બે વખત રેપો રેટમાં બે વખત 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓગષ્ટ-2017 બાદ પહેલી વાર RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ…

Read More