ભાવનગર જિલ્લાના જેસર મહુવા તાલુકાના પાટીદાર સમાજે 6 જાન્યુઆરીના રોજ સુરતના સીમાડા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. સુરતના જોઈન્ટ પોલીસ કમિશરનો વીડિયો વાયરલ થયા બાદ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માને આવેદનપત્ર આપી હરેકૃષ્ણ પટેલ વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ભાવનગરમાં આયોજિત કાર્યક્રમમાં હરેકૃષ્ણ પટેલે કરેલા ભાષણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં હરેકૃષ્ણ પટેલે કહ્યું કે, અન્ય સમાજોમાં પાટીદારો પ્રત્યે સમ્માન ઘટ્યું છે. હરેકૃષ્ણ પટેલે વીડિયોમાં કહ્યું, “સમાજમાં 200 જેટલા યુવા નેતાઓની સ્થિતિ અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પ્રોક્સીવોર લડી રહેલા લોકો જેવી છે. આ યુવાનો બેરોજગાર છે અને રાજકીય ઈરાદા ધરાવતા લોકોના…
કવિ: Satya Day News
પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ ફરી એક વાર સમાચારોમાં છે. આ વખતે તેમની ચર્ચા રાજનીતિને કારણે થઈ રહી નથી. હકીકતમાં હાર્દિક પટેલ ખુબ જ જલ્દી લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ બાળપણની મિત્ર કિંજલ પારેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. પરિવાર સાથે જોડાયેલા સૂત્રો અનુસાર બંનેના લગ્ન ખુબ જ સાદગીપૂર્ણ રીતે થશે, જેમાં પરિવારના કેટલાક લોકો અને મિત્રો જ શામિલ થશે. લગ્ન સમારોહ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલા તેમના કુળદેવી માતાજીના મંદિરે રાખવામાં આવ્યો છે. કેવી રીતે મળ્યા હાર્દિક અનેકિંજલ હાર્દિકના પિતા ભરત પટેલ અનુસાર કિંજલ પારેખનો પરિવાર મૂળ રૂપે સુરતનો રહેવાસી છે.…
પાકનું વિનાશ થવાના કારણે આર્થિક ભીંસથી કંટળીને પોરબંદરના ખેડુતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પોરબંદરના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના રહીશ 27 વર્ષીય મેરામણ લીલાભાઈ સીડાએ ઝેર ધોળીને આપઘાત કરી લીધો છે. ઝેર ધોળ્યા બાદ મેરામણને પોરબંદરની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો. ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. મેરામણની પાસે 60 વિઘા જમીન હતી અને તેમાં તેણે મગફળીનો પાક લીધો હતો. પરંતુ સારો વરસાદ નહીં થતા પાક ખલાસ થઈ ગયો હતો. મેરામણના મોત બાદ ખેડુતોમાં ખળભળાટ મચી ગયો છે. અન્ય જમીન ભાડે લઈ કરતો હતો ખેતી મેરામણે અન્ય ખેડુતની જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું. મેરામણના…
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે સામવારે રાત્રે 45 મીનીટ સુધી વાતચીત થઈ હતી. આ મુલાકાતને બન્ને નેતાઓએ સૌજન્ય મુલાકાત ગણાવી હતી. સિંધિયા સોમવારે રાત્રે દિલ્હીથી મધ્યપ્રદેશ પહોંચ્યા હતા અને સીધા શિવરાજસિંહ ચૌહાણના નિવાસે આવ્યા હતા. બાદમાં બન્ને નેતાઓએ પત્રકારોને કહ્યું કે અમારા બન્ને વચ્ચે કોઈ મતભેદ નથી, કોઈ કડવાશ નથી. સિંધિયાએ કહ્યું કે હું એવી વ્યક્તિ નથી કે ચૂંટણીની કડવાશને સમગ્ર જીવન સાથે લઈને ચાલું. કહેવાય છે ને કે રાત ગઈ, બાત ગઈ. જેથી કરીને આગળનું વિચારવાનું છે. સિંધિયાએ વધુમાં કહ્યું કે મઘ્યપ્રદેશના ભવિષ્યને શણગારવાનું છે, ઉજ્જવલ કરવાનું છે. આના…
સુરતના ઈચ્છાનાથ પાસે આવેલી SVR એન્જિનિયરીંગ કોલેજની પોસ્ટની દશા જોઈને એમ જ લાગ્યા કરે છે કે ટપાલ ખાતાની કેટલી લાપરવાહી છે. પોસ્ટ ઓફીસ માટે વિશાળ જગ્યા હોવા છતાં ટપાલોનો ખડકલો પોસ્ટ ઓફીસના ઓટલા પર પડેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિ સર્જાયા પાછળ ટપાલોનો ખડકલો છે કે પછી અપૂરતી વ્યવસ્થા અને સ્ટાફની અછત છે તે કળવું મુશ્કેલ છે. આજના ડિજીટલ અને સોશિયલ મીડિયાના જમાનામાં પોસ્ટલ સર્વિસનો મૃત્યુઘંટ વાગી ગયો છે. સરકાર દ્વારા પોસ્ટલ સર્વિસને જીવંત રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોસ્ટ ખાતા દ્વારા બેદરકારી રાખવામાં આવી રહી હોવાનું ચાડી ખાય છે. ખાસ કરીને જ્યારે SVR એન્જિનિયરીંગ કોલેજ જેવી મહત્વની…
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં ભાજપને ફટકો પડ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો હતો પરંતુ પવનની દિશા ફંટાતી હોય એવું લાગી રહ્યું છે. બિમલ શાહ અગાઉ બળવો કરીને અપક્ષ ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્યાર બાદ ફરી પાછા ભાજપમાં આવ્યા હતા. પરંતુ લાંબા સમયથી તેઓ પાર્ટીના રવૈયાના કારણે નારાજ ચાલી રહ્યા હતા. આજે વિધિવત તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. સુરત જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અનિલ પટેલ (કંટાણી)એ ભાજપને રામરામ કરીને કોંગ્રેસની કંઠી બાંધી હતી. તેમની સાથે સાથે જિલ્લા પંચાયતના દબંગ સદસ્ય દર્શન નાયક અને રિટાયર્ડ આઇ.એ.એસ.જગતસિંહ…
અમદાવાદીઓ માટે ગૂડ ન્યૂઝ છે. જો તમે તાજા ફળ ખાવાની ઈચ્છા રાખો છો તો તમારી આ ઈચ્છા બહુ જ ટૂંકા સમયમાં પૂર્ણ થશે. ફાર્મ-2 ડોર (Farm2door) નામથી એક સ્ટાર્ટ અપ કંપનીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાનું મોડલ રજૂ કર્યું હતું. આ સર્વિસ ખૂબ ટૂંકા ગાળામાં અમદાવાદમાં શરૂ થઈ જવાની છે. લોકોને આ સુવિધા ઓન લાઈન અને ઓફ લાઈન એમ બન્ને રીતે મળી જાય તે માટે સુગ્રથિત આયોજન કરવામાં આવ્યું છે. તમે ઘર બેઠાં તાજા ફળોનો સ્વાદ માણી શકશો. શું છે આ કંપનીનો ખરેખર હેતુ? ફાર્મ-2 ડોર કંપનીના કો-ફાઉન્ડર મૌલિક મોકરીયાએ જણાવ્યું કે ખેડુતો સાથે સંયુક્ત રીતે કામ શરૂ કરીશું. ખેતરમાંથી તરત…
રેલવે આસિસ્ટન્ટ લોક પાયલોટ(ALP) અને ટેક્નિશયનની પરીક્ષામાં સર્વર ડાઉન થયું હતું.મોટી સખ્યાંમાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વંચિત હતા.રાજસ્થાન,યુપી બિહાર જેવા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ઉમેદવાર મુશ્કેલીમાં મુકાયા છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તે કેવી રીતે ફરીથી પરીક્ષા આપશે તે અંગે કોઈ માહિતી આપવામાં ન આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.રસ્તાઓ જામ કરી દેતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. જયારે રેલવે વિભાગની પરીક્ષામાં ટેક્નિકલ ખામી સર્જાતાવિદ્યાર્થીઓ હોબાળો મચાવી પરીક્ષામાં ચિટિંગ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભારે હોબાળો થવાના કારણે પોલીસને પરીક્ષા કેન્દ્ર પર બોલાવાઈ હતી અને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.
પાંચ હજાર કરોડના હવાલા કૌભાંડના આરોપી અને હાલ જામીન પર મૂક્ત એવા સુરતના અફરોઝ ફત્તાનો ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથેનો વીડિયો વાયરલ થયો છે. અફરોઝ ફત્તા અને આદિત્ય પંચોલીની સાથે સુરતના રાંદેર રોડ પર આવેલી હોસ્પિટલમાં દર્દીઓની સાથે ફોટો સેશન કરતા નજરે પડી રહ્યા છે. અફરોઝ ફત્તાની સામે ઈડીએ 2016માં પાંચ હજાર કરોડના હવાલા કૌભાંડ અંગે ધરપકડ કરી હતી અને બે વર્ષના સમયગાળા બાદ અફરોઝને હવાલા કેસમાં જામીન પર મૂક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી મૂક્ત થયા બાદ અફરોઝ ફત્તાએ પ્રથમ વખત જાહેરમાં ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથે દેખા દીધી છે. હોસ્પિટલમાં આદિત્ય પંચોલી દર્દીઓ અને તેમના સગા-વહાલાઓ સાથે સેલ્ફી સહિતના…
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાના જામીન રદ્દ કરવાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. સુરત પોલીસ સાથે થયેલા વિવાદમાં પોલીસ અધિકારીઓ વિરુદ્વ અભદ્ર ભાષા બોલવાના કારણોસર સુરતની સેશન્સ કોર્ટે કથીરીયાના રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ કરી દીધા હતા. કથીરીયાના વકીલ યશવંતવાળાએ જામીન રદ્દ કરવાના સુરત કોર્ટના ફેસલાને ગુજરાત હાઈકોર્ટમા પડકાર્યો છે. વકીલ વાળાએ કહ્યું કે સુરત પોલીસે એક તરફી પુરાવા રજૂ કર્યા છે. અભદ્ર ભાષા અંગે મોબાઈલમાં રેકોર્ડ કરેલા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે અભદ્ર ભાષાના ઉપયોગ અંગે સુરત પોલીસે અપુરતા તથ્યો રજૂ કર્યા છે. વકીલ યશવંત વાળાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ પોલીસનું છે.…