સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સીબીઆઈના ઈન્ચાર્જ ચીફ નાગેશ્વર રાવ (CBI Interim Director Nageshwar Rao)ની નિમણૂંકને પકડારતી પીટીશનની સુનાવણી કરનારી બેન્ચમાંથી CJI રંજન ગોગોઈએ અળગા થઈ ગયા છે. CJI ગોગોઈએ કહ્યું કે તેઓ આ પીટીશનની સુનાવણી કરી શકશે નહીં કારણ કે સીબીઆઈ ચીફની પસંદગી કરવાની હવે પછીની મીટીંગમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. ચીફ જસ્ટીસ રંન ગોગોઈ, જસ્ટીસ એનએલ રાવ અને જસ્ટીસ એસકે કૌલની બેન્ચ સમક્ષ 16મી જાન્યુઆરીના દિવસે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી સોમવારે શરૂ થતાં જ ચીફ જસ્ટીર ગોગોઈએ બેન્ચમાંથી ખસી જવાના નિર્ણયની જાહેરાત કરી દીધી. રંજન ગોગોઈએ કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને શોર્ટલિસ્ટ કરવા, પસંદગી કરવા અને નિમણૂંક…
કવિ: Satya Day News
સુરત શહેરમાં પાર્કીંગના ફાટેલા રાફડા અને વિકરાળ બનેલી ટ્રાફીક સમસ્યાને નાથવા માટે સુરત મહાનગર પાલિકાએ પાર્કીંગ પોલિસી બનાવી છે. સમગ્ર ગુજરાતમાં પહેલી વખત સુરતમાં પાર્કીંગ પોલિસીનું અમલીકરણ કરવામાં આવશે. આ પાર્કીંગ પોલિસીની અમલવારી આજથી જ લાગુ કરી દેવામાં આવી છે. નવી પાર્કીંગ પોલિસી પ્રમાણે એક મહિનો ફ્રી અને ત્યારબાદ ચાર્જ લાગશે. ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી છે. ગત વર્ષે સરકાર પાસેથી મંજૂરી મળી જતા તેને લાગુ કરવા માટે સુરત પાલિકાએ ચક્રો ગતિમાન કર્યા હતા. કયા રસ્તા ઉપર પાર્કિગ કરવું અને ક્યાં ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે…
પાટીદાર સમાજના યુવા નેતા અને અનામત આંદોલન માટે લડત આપનારા હાર્દિક પટેલના ઘરે લીલા તોરણો બંધાવાની વેળા આવી ગઈ છે. હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે. એવી જાણકારી છે કે આગામી 26મી જાન્યુઆરીથી શ્રીગણેશની સ્થાપના સાથે હાર્દિક પટેલ સાદાઈથી સાત ફેરા ફરશે. હાર્દિક પટેલના લગ્નની અટકળો પાછલા કેટલાક દિવસોથી ચાલી રહી હતી પરંતુ પિતા ભરતભાઈ પટેલના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે કે 27મી જાન્યુઆરીએ હાર્દિક પટેલ કૂળદેવીના મંદિરે જઈ લગ્ન કરશે. આ સમારંભમાં બન્ને પક્ષોના 100 અતિથીઓને જ નિમંત્રણ આપવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. હાર્દિક પટેલ અને કિંજલ આ દિવસે સાદા સમારંભમાં લગ્નવિધિ કરશે. સમારંભમાં બન્ને પક્ષોના…
સાચા અર્થમાં ‘ગ્લોબલ’ બની રહેલી નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળતાપૂર્વક સમાપન થયું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સમાપન સમારોહમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, માત્ર સંસ્કૃતિના દેશ તરીકેની ઓળખ ધરાવતો ભારત દેશ હવે વિકાસની સંભાવનાઓના દેશ તરીકે ઓળખાવા લાગ્યો છે અને ગુજરાતની ઓળખ ઢોકળા, દાંડિયા અને ડાયમંડ હતી તેમાં હવે કૌશલ્ય અને સાહસિકતાનો પણ સમાવેશ થયો છે. ગુજરાતની પાવન ભૂમિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને પ્રધાનમંત્રી મોદી જેવાં સપૂતો આપ્યા છે. ભારતનો આર્થિક વિકાસ નોંધપાત્ર છે ત્યારે સમગ્ર વિશ્વ ભારત ભણી મીટ માંડીને બેઠું છે, અને ભારતની નજર ગુજરાત પર મંડાયેલી છે. વાયબ્રન્ટ…
કર્ણાટકમાં આયારામ-ગયારામ અને ધારાસભ્યોના ખરીદ-વેચાણને લઈ ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં હવે કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. કોંગ્રેસ-જેડીએસ દ્વારા શક્તિ પ્રદર્શનની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે ગઠબંધન સરકારને ટકાવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાનમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તેવી માહિતી જાણવા મળી રહી છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ગઠબંધન સરકારના સિનિયર મંત્રીઓના રાજીનામાના વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બે ધારાસભ્યો દ્વારા પૂર્વ સીએમ સિદ્વરમૈયાને મર્સિડીઝ બેન્ઝ કાર ગિફટ આપવાનો મામલો પણ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો રમેશ જરકીહૌલી અને મહેશ કુમતલલીને…
પાછલા દિવસોમાં સ્વાઈન ફ્લૂમાં સપડાયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આજે સવારે એઈમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ અંગે ભાજપના નેતા અનિલ બલૂનીને માહિતી આપી હતી. જણાવી દઈએ કે બુધવારે અમિત શાહને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ થતાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને સ્વાઈન ફ્લૂનું નિદાન કરવામાં આવ્યું હતું. અનિલ બલૂનીએ ટવિટ કરીને કહ્યું કે બધા માટે આનંદની વાત છે કે અમિત શાહ આજે સ્વસ્થ થઈ ગયા છે અને ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચી ગયા છે. ચાર દિવસની સારવાર બાદ અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ તેમને કેટલાક દિવસ આરામ કરવાની સલાહ આપી છે. અમિત શાહને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસમાં સંબોધેલી જાહેરસભાના મંચ પર અચાનક સંધ પ્રદેશ દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકરે હાજરી આપતા નવો વિવાદ શરૂ થઈ જવા પામ્યો છે. મોહન ડેલકરે શું ભાજપમાં જઈ રહ્યા છે કે? તેવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી મંચ પર આવ્યા તેની થોડી મીનીટોમાં દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકર અચાનક મંચ પર ફૂલમાળા લઈને દેખાયા હતા. એક વાત પાકી છે કે વડાપ્રધાનના મંચ પર જવા માટે અગાઉથી નિર્ધારિત કરાયેલા લોકોને જ જવા દેવામાં આવે છે અને તેમાંય વળી એસપીજી સુરક્ષામાંથી પસાર થવાનું હોય છે. મતલબ કે મોહન…
કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા વિપક્ષની એકતા માટે આયોજીત સભામાં પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલના સંભાષણને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. હાર્દિક પટેલે સભાને સંબોધતા કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ગોરાઓને ભગાડવા લડત ચલાવી હતી જ્યારે અમે ચોરોને ભગાડવા લડત ચલાવી રહ્યા છે. તૃણમુલ કોંગ્રેસ દ્વારા કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર આયોજીત સભામાં હકડેઠઠ મેદની વચ્ચે જ્યારે હાર્દિકને સ્પીચ આપવા આહવાન કરાયું ત્યારે જનમેદનીએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. હાર્દિક પટેલે ગુજરાતમાં બિન અનામત વર્ગો અને પાટીદાર સમાજ માટે અનામતની માંગને લઈ આંદોલન કર્યું છે. હાર્દિકે સભાને સંબોધતા કહ્યું કે સભામાં હાજર લોકો નવી ક્રાંતિ સાથે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના હજીરા ખાતે L & T ના પ્લાન્ટમાં K-9 વજ્ર ટેન્કને આર્મીને સુપરત કરી. ટેન્કનું નિરક્ષણ કર્યું અને પ્લાટન્ટની મુલાકાત લઈને સુરતના કાર્યક્રમને આટોપી લીધું. મીડિયા સહિત ઉપસ્થિત સૌ કોઈને હતું કે વડાપ્રધાન મોદી સુરતના હજીરા ખાતે સ્પીચ આપશે અને અથવા મીડિયા સાથે વાતચીત કરશે પરંતુ બન્નેમાંથી એકેય વસ્તુ બની નહીં. આમ તો પીએમના નિર્ધારિત કાર્યક્રમમાં પણ સ્પીચ આપવાનું જણાઈ આવી રહ્યું નથી પરંતુ K-9 વજ્ર ટેન્ક જેવી અદ્યતન ટેક્નોલોજી સાથેની મેક ઈન ઈન્ડીયા જેવા ખુદ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ બની હોય તો ઉપસ્થિત સૌને હતું કે વડાપ્રધાન આ સાહસ અંગે બે શબ્દો બોલીને જશે, પરંતુ એવું…
સુરત કોંગ્રેસની સ્થિતિમાં હાલ ઉભી થયેલી ખટરાગને ખાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વધુ એક નવા ગ્રુપનો ઉમેરો થયો છે. આ ગ્રુપની મીટીંગ સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેડીંગ કમિટીના ચેરમેન શૌકત મુન્શીના નિવાસે મળી હતી. હાજર રહેલા કોંગ્રેસના તમામ આગેવાનો મીટીંગને સુરતના સંગઠનને કેવી રીતે મજબૂત કરવામાં આવે તે માટે એકત્ર થયાની ગણાવી રહ્યા છે પરંતુ ચર્ચા પ્રમાણે હવે શૌકત મુન્શીના નેતૃત્વમાં સુરત કોંગ્રેસના આગેવાનો પોતાની અલાયદું જુથ ઉભૂં કરી દીધું છે. ખાસ કરીને રીઝવાન ઉસ્માનીના આકસ્મિક નિધન બાદ કેટલાક આગેવાનો દ્વારા સુરત કોંગ્રેસના સંગઠનને અકબંધ રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે નવા જૂથનું અસ્તિત્વ સામે આવતા સુરત કોંગ્રેસમાં…