2025 Kawasaki Versys 1100: કાવાસાકીએ ભારતમાં 2025 વર્સિસ 1100 બાઇક લોન્ચ કરી, જાણો તેની ખાસિયતો
નવી કાવાસાકી વર્સીસ 1100 માં 1100cc ઇન-લાઇન 4-સિલિન્ડર એન્જિન છે, જે 133 BHP પાવર અને 112 Nm ટોર્ક જનરેટ કરે
બાઇકમાં ઓલ-એલઇડી લાઇટિંગ, એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન, ક્રુઝ કંટ્રોલ અને અદ્યતન સુરક્ષા તકનીકો ઉપલબ્ધ
2025 Kawasaki Versys 1100: કાવાસાકી ઈન્ડિયાએ ભારતમાં કાવાસાકી વર્સીસ 1100 નું 2025 એડિશન મોડેલ લોન્ચ કર્યું છે. આ બાઇક તેના જૂના વર્ઝન કરતાં 1 લાખ રૂપિયા મોંઘી છે. વૈશ્વિક બજારમાં, કંપનીએ આ બાઇકને બેઝ મોડેલની સાથે S અને SE ટ્રીમમાં લોન્ચ કરી છે. જોકે, ભારતમાં આ બાઇક ફક્ત સિંગાપોર કલરવાળા સ્ટાન્ડર્ડ મોડેલમાં જ લોન્ચ કરવામાં આવી છે.
એન્જિન
આ બાઇક 1100 સીસી લિક્વિડ કૂલ્ડ, ઇન-લાઇન, 4-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જે 9,000 આરપીએમ પર 133 બીએચપીનો મહત્તમ પાવર અને 7,600 આરપીએમ પર 112 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક સ્લિપર અને આસિસ્ટ ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.
સુવિધાઓ અને વિશિષ્ટતાઓ
નવી વર્સીસ 1100 માં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં ઓલ-એલઇડી લાઇટિંગ, એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન, હેન્ડલબાર-માઉન્ટેડ યુએસબી-સી સોકેટ અને ઇલેક્ટ્રોનિક ક્રુઝ કંટ્રોલનો સમાવેશ થાય છે. વધુમાં, સવારને મદદ કરવા માટે અનેક અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કાવાસાકી કોર્નર મેનેજમેન્ટ ફંક્શન, ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ, ટ્રિપલ-મોડ કાવાસાકી ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક થ્રોટલ વાલ્વ, પાવર મોડ, ઇકો રાઇડિંગ ઇન્ડિકેશન અને કાવાસાકી ઇન્ટેલિજન્ટ એન્ટિ-લોક બ્રેક સિસ્ટમનો સમાવેશ થાય છે.
કાવાસાકીએ નવી બાઇકની બ્રેકિંગ સિસ્ટમમાં પણ સુધારો કર્યો છે. હવે તેમાં 260 mm રીઅર ડિસ્ક અને 310 mm ડ્યુઅલ ફ્રન્ટ ડિસ્ક છે. બાઇકના આગળના ભાગમાં USD ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન છે. બાઇકની ઇંધણ ટાંકીની ક્ષમતા 21 લિટર છે, જ્યારે મોટરસાઇકલનું કર્બ વજન 235 કિલો નોંધાયું છે.