Komaki Flora : Komakiએ તેનું Flora ઈલેક્ટ્રીક સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. કંપની આ સ્કૂટરને ફરીથી નવા અપડેટ સાથે લાવી છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 69,000 રૂપિયા રાખવામાં આવી છે. નવા કોમાકી ફ્લોરા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લિથિયમ આયન ફેરો ફોસ્ફેટ (LiFePO4) ડિટેચેબલ બેટરી પેક છે, જેને તમે તમારી સુવિધા અનુસાર દૂર કરી ચાર્જ કરી શકો છો.
કલર ઓપ્શન
આ ઇલેક્ટ્રિક સ્કૂટર 4 રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે – જેટ બ્લેક, ગાર્નેટ રેડ, સ્ટીલ ગ્રે અને સેક્રામેન્ટો ગ્રીન. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ થવા પર 85 થી 100 કિલોમીટરની રેન્જ આપે છે.
Features
અપડેટેડ ફ્લોરા ઇલેક્ટ્રિક સ્કૂટરને નવું ડેશબોર્ડ, સેલ્ફ-ડાયગ્નોસ્ટિક મીટર, પાર્કિંગ અને ક્રૂઝ કંટ્રોલની સાથે પાછળના સવાર માટે બેકરેસ્ટ અને બૂટ સ્પેસ સાથે આરામદાયક બેઠકો મળે છે. તેમાં આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે.
ગુંજન મલ્હોત્રા, ડિવિઝનલ ડાયરેક્ટર, કોમકી ઈલેક્ટ્રીક, ફ્લોરા રિ-લોન્ચ પર જણાવ્યું હતું કે – અમારા અદ્યતન ઇલેક્ટ્રિક સ્કૂટર ફ્લોરાનું ફરીથી લોંચ દેશમાં ગ્રીન મોબિલિટીમાં નવી ક્રાંતિ લાવશે. અમે સતત નવીનતા લાવવાનું ચાલુ રાખીએ છીએ અને ટકાઉ પરિવહનમાં નેતૃત્વ કરીએ છીએ, અમે માનીએ છીએ કે ફ્લોરા EV સ્કૂટર મૉડલ માત્ર ઇલેક્ટ્રિક ગતિશીલતાના ભાવિને જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવશે.