MG મોટર ઇન્ડિયા અને JSW ગ્રુપે મળીને સાયબરસ્ટર ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કારનું અનાવરણ કર્યું છે. આ ઇલેક્ટ્રિક કાર આ વર્ષે ભારતમાં લોન્ચ થઈ શકે છે અને તેની શરૂઆતની કિંમત 53 લાખ રૂપિયા હોઈ શકે છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 3.2 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે.
MG Cyberster બે અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે, જેમાં ડ્યુઅલ મોટર વેરિઅન્ટ હશે, જે 535 હોર્સપાવર પાવર અને 77 kWh બેટરી સાથે 580 કિલોમીટરની રેન્જ પ્રદાન કરશે. બીજું સિંગલ મોટર વેરિઅન્ટ હશે, જે 64 kWh બેટરી સાથે આવશે અને આ વેરિઅન્ટ તમને સિંગલ ચાર્જ પર 520 કિલોમીટર સુધીની રેન્જ આપશે. ઉપરાંત, આ વેરિઅન્ટ 308 હોર્સપાવરની શક્તિ જનરેટ કરી શકે છે.
વિશેષતા
આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કારમાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે ત્રણ સ્ક્રીન છે, જેમાં વર્ટિકલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ કારમાં Apple CarPlay અને Android Auto માટે વાયરલેસ કનેક્ટિવિટી, કનેક્ટેડ કાર ફીચર, વાયરલેસ ચાર્જિંગ, ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ સીટ્સ, મલ્ટી ડ્રાઈવિંગ મોડ, પ્રીમિયમ બોસ ઓડિયો સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 8155 ચિપ જેવી સુવિધાઓ પણ છે.
લોન્ચિંગ સમયે બોલતા JSWના ચેરમેન સજ્જન જિંદાલે કહ્યું કે તેઓ દર 3 થી 4 મહિનામાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માંગે છે. અમારો ઉદ્દેશ્ય મારુતિ જેવી મોમેન્ટ બનાવવાનો છે. MG ગ્રુપ એ બ્રિટિશ બેન્ડ છે, જે ચીની કાર મેન્યુફેક્ચરિંગ કંપની SAIC હેઠળ અસ્તિત્વ ધરાવે છે. બીજી તરફ, JSW એ ભારતનું જાણીતું બિઝનેસ ગ્રુપ છે અને JSW ભારતમાં MG ગ્રુપની કામગીરીમાં 35% હિસ્સો ધરાવે છે.