Range Rover Sport EV
Range Rover Sport EV: કાર ઉત્પાદક લેન્ડ રોવર પણ ઇલેક્ટ્રિક વાહનો બનાવવા પર ધ્યાન આપી રહી છે. રેન્જ રોવર સ્પોર્ટ ઈવી આ વર્ષના અંત સુધીમાં વૈશ્વિક બજારમાં લોન્ચ થઈ શકે છે.
સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં ભારે વધારો થઈ રહ્યો છે. લેન્ડ રોવરે પણ ઈલેક્ટ્રિક વાહનો બજારમાં ઉતારવાની યોજના બનાવી છે.
ઈલેક્ટ્રિક કારની વધતી માંગ વચ્ચે લક્ઝરી કાર બનાવવા માટે પ્રખ્યાત કંપની લેન્ડ રોવર ઈવી વાહનોના માર્કેટમાં તેની પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2026 સુધીમાં, કંપની બજારમાં 6 લેન્ડ રોવર EVs લાવશે.
Jaguar Land Rover (JLR) આ વર્ષના અંત સુધીમાં રેન્જ રોવર સ્પોર્ટના ઇલેક્ટ્રિક મોડલને બજારમાં લોન્ચ કરી શકે છે. વર્ષ 2026 સુધીમાં લોન્ચ થનારી EV મોડલ્સમાં આ બીજી ઇલેક્ટ્રિક કાર હશે.
લેન્ડ રોવરના સીઇઓ એડ્રિયન માર્ડેલે અપડેટેડ ઇલેક્ટ્રિફિકેશન સ્ટ્રેટેજી વિશે જણાવ્યું. કંપનીના CEOએ કહ્યું કે ‘અમે અમારા શ્રેષ્ઠ વાહનોને નવી ટેક્નોલોજી સાથે બજારમાં લાવવા માટે પૂરો સમય લઈ રહ્યા છીએ’.
વર્ષ 2026 સુધીમાં લૉન્ચ કરવામાં આવનાર મૉડલમાં રેન્જ રોવરના ચાર ઇલેક્ટ્રિક મૉડલ અને જગુઆરના બે EV મૉડલનો સમાવેશ થશે.
જેએલઆરએ હજુ સુધી લોન્ચ થનારી ઈવીના પરફોર્મન્સ અંગે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ આ મોડલ્સ 800V ચાર્જિંગ હાર્ડવેરથી સજ્જ હોઈ શકે છે, જે આ EVsને મજબૂત શ્રેણી આપશે.