માત્ર એક જીતથી છલકાયો બાબર આઝમનો અહંકાર: સિરીઝ ડ્રો કરાવ્યા બાદ કરી મોટી મોટી વાતો

4 Min Read

એક જીતથી ગદગદ થયો બાબર આઝમ: શ્રેણી ડ્રો રહ્યા છતાં કેપ્ટને માર્યા મોટી-મોટી વાતોના બણગા

પાકિસ્તાની ક્રિકેટ ટીમ અને તેના વિવાદિત નિવેદનોનો સંબંધ ઘણો જૂનો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચમાં આઠ વિકેટે મળેલા વિજય બાદ પાકિસ્તાની સુકાની બાબર આઝમે ફરી એકવાર બોલ્ડ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. આ એક જીતથી બાબર એટલો ખુશ દેખાઈ રહ્યો છે કે તે કદાચ એ પણ ભૂલી ગયો છે કે ટીમ શ્રેણીની પહેલી જ મેચ અત્યંત શરમજનક રીતે હારી ગઈ હતી અને આ પરિણામ સાથે બે મેચોની ટેસ્ટ શ્રેણી ૧-૧ થી ડ્રોમાં પરિણમી છે. પાકિસ્તાન પોતાના ઘરેલું કે વિદેશી પ્રવાસ દરમિયાન શ્રેણી જીતવામાં નિષ્ફળ રહ્યું છે, છતાં કેપ્ટનના હાવભાવ કોઈ મોટી ટ્રોફી જીત્યા હોય તેવા દેખાઈ રહ્યા છે.જોકે, આ જીત પાકિસ્તાની ટીમ માટે એટલા માટે રાહતરૂપ ચોક્કસ છે કારણ કે તેણે વિદેશી ધરતી પર સતત ચાલ્યા આવતા હારના સિલસિલા પર બ્રેક લગાવી છે.

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં આઠ વિકેટે વિજય

પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૧ ની સરસાઈ સાથે ડ્રો રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને માત આપી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં પાકિસ્તાની ટીમે વાપસી કરતા વેસ્ટ ઈન્ડિઝને ૮ વિકેટે પરાજય આપ્યો હતો.

- Advertisement -

babar.jpg

પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન દરમિયાન બાબરે જણાવ્યું હતું કે, “જ્યારે તમે જીતો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે, અને ટીમનો કેપ્ટન હોવાના નાતે મારો આનંદ બેગણો થઈ જાય છે.” બાબરે વધુમાં ઉમેર્યું કે ટીમે જે વ્યૂહરચના બનાવી હતી તે મુજબ યોજનાનો અમલ થયો અને તે સફળ રહ્યો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં યુવા બેટ્સમેન અબ્દુલ્લા શફીકે રમેલી ધૈર્યપૂર્વકની ઇનિંગ્સની પણ ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી અને તેને જીતનો મહત્વનો પાયો ગણાવ્યો હતો.

- Advertisement -

રણનીતિક કુશળતાના દાવા અને વાસ્તવિકતા

પોતાની રણનીતિ વિશે વાત કરતા બાબર આઝમે સ્પિનરોની ભૂમિકાને બિરદાવી હતી. તેણે કહ્યું કે સ્પિનરોએ આ મેચમાં અદ્ભુત બોલિંગ કરી વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. બાબરે એવો પણ દાવો કર્યો હતો કે છેલ્લા ત્રણ મહિનાથી ટીમે જે મહેનત અને તૈયારીઓ કરી હતી, તેનું પરિણામ હવે મેદાન પર દેખાઈ રહ્યું છે.

પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે જો ત્રણ મહિનાની તૈયારી આટલી મજબૂત હતી, તો પછી શ્રેણીની પહેલી જ મેચમાં ટીમ આટલી કારમી રીતે કેમ હારી ગઈ? તે સમયે આ તૈયારી ક્યાં ગાયબ હતી? પિચ રીડિંગ અંગે બાબરે કહ્યું કે પિચની સ્થિતિ જોયા પછી જ તેમને ખ્યાલ આવ્યો હતો કે તે પાકિસ્તાનની પિચોની જેમ જ સ્પિન-ફ્રેન્ડલી છે, જેને ધ્યાનમાં રાખીને ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તે નિર્ણાયક સાબિત થયા.

આ શ્રેણીમાં બે અર્ધસદી ફટકારવા બદલ બાબર આઝમને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ દરમિયાન તેની આંગળીમાં ઈજા પણ થઈ હતી. પોતાની ઈજા અંગે વાત કરતા તેણે કહ્યું, “થોડો દુખાવો હજુ પણ છે, પરંતુ હવે સ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે.”

- Advertisement -

babar0.jpg

વિદેશી ધરતી પર ચાર હાર બાદ આખરે પહેલી જીત

આ વિજયથી પાકિસ્તાની ટીમને એક મોટો ફાયદો એ થયો છે કે વિદેશી જમીન પર સતત હારવાનો જે સિલસિલો ચાલી રહ્યો હતો તેનો અંત આવ્યો છે. આ પહેલા પાકિસ્તાને વિદેશમાં સળંગ ચાર ટેસ્ટ મેચો ગુમાવી હતી. જુલાઈ ૨૦૨૩ માં શ્રીલંકાને તેના જ ઘરમાં હરાવ્યા બાદ, વિદેશી ધરતી પર પાકિસ્તાનની આ પ્રથમ ટેસ્ટ જીત છે.

Share This Article