BOBમાં 2,482 જગ્યાઓ માટે ભરતી શરૂ, જાણો પગાર અને લાયકાત
જો તમે બેંકિંગ સેક્ટરમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો બેંક ઓફ બરોડા (Bank of Baroda) તમારા માટે એક ઉત્તમ તક લઈને આવ્યું છે. બેંકે લોકલ બેંક ઓફિસર (LBO) ના કુલ 2,482 પદો પર સીધી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી 18 ઓગસ્ટ 2026થી શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને 7 સપ્ટેમ્બર 2026 સુધી પોતાનું ફોર્મ સબમિટ કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 18 ઓગસ્ટ 2026
અરજી અને ફી ચૂકવવાની અંતિમ તારીખ: 7 સપ્ટેમ્બર 2026
લાયકાત નક્કી કરવાની કટ-ઓફ તારીખ: 1 ઓગસ્ટ 2026
લાયકાત અને પાત્રતાના માપદંડ
આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબની શરતો પૂર્ણ કરવાની રહેશે:
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ (Graduation) થયેલ હોવો જોઈએ.
કામનો અનુભવ: કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક (Scheduled Commercial Bank) માં ઓછામાં ઓછો 1 વર્ષનો અધિકારી (Officer) તરીકેનો કામનો અનુભવ હોવો જરૂરી છે.
સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે રાજ્યમાંથી અરજી કરી રહ્યો હોય, ત્યાંની સ્થાનિક ભાષા બોલતા, લખતા, વાંચતા અને સમજતા સારી રીતે આવડવી જોઈએ.
વય મર્યાદા અને પગાર ધોરણ
વય મર્યાદા: ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ (ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ 2026ના આધારે થશે). અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ (Salary): પસંદગી પામેલા ઉમેદવારોને ₹48,480 થી ₹85,920 ના પે-સ્કેલમાં આકર્ષક પગાર મળશે. આ ઉપરાંત, બેંકિંગ અનુભવના આધારે એડવાન્સ ઈન્ક્રીમેન્ટનો લાભ પણ આપવામાં આવશે.
અરજી ફી
સામાન્ય, ઓબીસી અને ઈડબલ્યુએસ (GEN/OBC/EWS): ₹850 + GST
એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો (SC/ST/PwBD/Female): ₹175 + GST
પસંદગી પ્રક્રિયા (Selection Process)
બેંક ઓફ બરોડામાં લોકલ બેંક ઓફિસરની પસંદગી માટે મુખ્યત્વે 3 તબક્કા રહેશે:
ઓનલાઈન લેખિત પરીક્ષા: આમાં કુલ 120 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં અંગ્રેજી, બેંકિંગ નોલેજ, જનરલ/ઈકોનોમિક અવેરનેસ, રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડનો સમાવેશ થશે.
લોકલ લેંગ્વેજ ટેસ્ટ (LPT): લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની સ્થાનિક ભાષાની કસોટી કરવામાં આવશે.
ગ્રુપ ડિસ્કશન (GD) અને ઈન્ટરવ્યુ: અંતિમ તબક્કામાં ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યુના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
સૌથી પહેલાં બેંકની સત્તાવાર વેબસાઈટ
bankofbaroda.bank.inપર જાવ.હોમપેજ પર Careers સેક્શનમાં જઈને Current Opportunities પર ક્લિક કરો.
Local Bank Officer Recruitment લિંક ખોલો અને તમારું રજિસ્ટ્રેશન કરો.
અરજી ફોર્મમાં માગવામાં આવેલી તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ધ્યાનપૂર્વક ભરો.
જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
તમારી કેટેગરી મુજબ ઓનલાઈન ફી ચૂકવીને ફોર્મ ફાઈનલ સબમિટ કરો.
ભવિષ્યના સંદર્ભ માટે અરજી પત્રકની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખો.

અરજી ફી