બેંક જવાની માથાકૂટ ખતમ! BoB એ લોન્ચ કર્યું ખાસ એકાઉન્ટ, ફ્રી ડેબિટ કાર્ડ સાથે સ્પા અને એરપોર્ટ લાઉન્જની પણ સુવિધા
ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, બેંક ઓફ બરોડા (BoB) એ વરિષ્ઠ નાગરિકોના સન્માન અને તેમની સુવિધામાં વધારો કરવા માટે એક શાનદાર પહેલ કરી છે. બેંકે ખાસ કરીને વડીલોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ‘BoB સિનિયર સિટિઝન વિશેષ સન્માન’ (BoB Senior Citizen Vishesh Samman) નામનું પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આ એકાઉન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વડીલોને બેંકિંગ સેવાઓ વધુ સુરક્ષિત, સરળ અને સુવિધાજનક બનાવવાનો છે.
શા માટે આ એકાઉન્ટ ‘વિશેષ’ છે?
આજના ડિજિટલ યુગમાં પણ વડીલો માટે બેંક સુધી જવું અને લાંબી લાઈનોમાં ઉભા રહેવું કંટાળાજનક અને શારીરિક રીતે મુશ્કેલ હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે બેંક ઓફ બરોડાએ આ ખાસ એકાઉન્ટ ડિઝાઈન કર્યું છે. આ એકાઉન્ટ તે ગ્રાહકો માટે છે જેઓ પોતાના ખાતામાં 1 લાખ રૂપિયાનું માસિક સરેરાશ બેલેન્સ (MAB) જાળવી રાખે છે.
ઘર બેઠા બેંકિંગ: હવે શાખાએ જવાની જરૂર નથી
આ એકાઉન્ટની સૌથી મોટી લાક્ષણિકતા તેની ડોરસ્ટેપ બેંકિંગ (Doorstep Banking) સુવિધા છે. વરિષ્ઠ નાગરિકોને દર મહિને બે વખત મફત ડોરસ્ટેપ સર્વિસ આપવામાં આવશે. આ સુવિધાને કારણે રોકડ ઉપાડવી હોય, જમા કરાવવી હોય કે ચેકબુક મેળવવી હોય, આ તમામ કામ માટે વડીલોએ ઘરની બહાર નીકળવાની જરૂર નહીં પડે. બેંકનો પ્રતિનિધિ પોતે ઘરે આવીને સેવા પૂરી પાડશે.
હેલ્થકેર અને મેડિકલ સુવિધાઓનો લાભ
સિનિયર સિટિઝન્સ માટે સ્વાસ્થ્ય એ સૌથી મોટી ચિંતા હોય છે. બેંક ઓફ બરોડાએ આ એકાઉન્ટમાં બેંકિંગ સિવાયની પણ મહત્વની સુવિધાઓ ઉમેરી છે:
-
નિઃશુલ્ક ઓનલાઇન ડોક્ટર સલાહ: ગ્રાહકો ઘરે બેઠા નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન મેળવી શકશે.
-
દવાઓ પર ડિસ્કાઉન્ટ: આ એકાઉન્ટ ધારકોને દવાઓની ખરીદી અને મેડિકલ ટેસ્ટ (લેબોરેટરી તપાસ) પર ખાસ છૂટછાટ આપવામાં આવશે.
પ્રીમિયમ ડેબિટ કાર્ડ: ‘BOB ભૂમિ રૂપે સિલેક્ટ’
આ એકાઉન્ટ ખોલાવનાર વડીલોને BOB Bhoomi RuPay Select ડેબિટ કાર્ડ બિલકુલ મફત આપવામાં આવશે. આ કાર્ડ માત્ર વ્યવહાર કરવા માટે નથી, પણ તે જીવનશૈલીને લગતા અનેક પ્રીમિયમ લાભો સાથે આવે છે:
-
એરપોર્ટ લાઉન્જ એક્સેસ: મુસાફરી દરમિયાન આરામદાયક લાઉન્જની સુવિધા.
-
લાઈફસ્ટાઈલ બેનિફિટ્સ: ફ્રી હેલ્થ ચેકઅપ, જિમ, સ્પા અને સેલૂન જેવી સેવાઓનો લાભ.
-
મનોરંજન: ગોલ્ફની રમત અને OTT સબસ્ક્રિપ્શન જેવી આધુનિક સુવિધાઓ પણ આ કાર્ડ સાથે જોડાયેલી છે.
અન્ય નાણાકીય છૂટછાટ અને સુવિધાઓ
વડીલોના આર્થિક બોજને હળવો કરવા માટે બેંકે અનેક ચાર્જિસમાં રાહત આપી છે:
-
લોન પ્રોસેસિંગ ફીમાં છૂટ: રિવર્સ મોર્ટગેજ લોન (Reverse Mortgage Loan) પર પ્રોસેસિંગ ફીમાં 50% સુધીની માતબર છૂટ.
-
લોકર ચાર્જમાં રાહત: સેફ ડિપોઝિટ લોકરના વાર્ષિક ભાડા પર 20% નું ડિસ્કાઉન્ટ.
-
મફત ટ્રાન્ઝેક્શન: NEFT અને RTGS જેવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તદ્દન ફ્રી રહેશે, જ્યારે IMPS ટ્રાન્ઝેક્શન પર 50% સુધીની રાહત મળશે.

